Street No.69 - 35 books and stories free download online pdf in Gujarati

સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ -35

વીનાં વાગ્બાણથી ઘવાયેલો અને ગુસ્સામાં ધૂંધવાયેલો હસરત વધું ભુરાયો થયો. એણે સાવીને પોતાનાં તરફ ખેંચી અને એનાં બાહોમાં લેવા પ્રયત્ન કર્યો. સાવી એનાં હાથમાંથી સરકી ગઈ પણ એનાં શરીરની ગંધ એનાં નાકમાં પ્રસરી ગઈ સાવીનાં થયાં સ્પર્શથી હસરત વધુ કામાંધ થયો એણે કહ્યું “આજે તને નહીં છોડું તારી પાસે ગમે તેવી શક્તિ હોય તો મારામાં પણ મારાં મઝહબની તાકાત છે” એમ કહી એણે આંખો બંધ કરીને કોઈ આયાત ગણગણવાં લાગ્યો.

સાવીને થયું આને મારી બધીજ ખબર છે એણે આવી તૈયારી ક્યારે કરી ? મારી આટલી ઝીણી ઝીણી જાણ કેવી રીતે થઇ ? અન્વી આની સાથે ભળેલી છે ? મારી બહેન હોવાં છતાં...? પણ મારી આટલી પ્રજ્ઞાશક્તિ છે તો મને કેમ ખબર ના પડી ? હું કેમ જાણી ના શકી ? આ એવો કેવો શક્તિશાળી છે ? જે હશે એ પણ કોઈપણ મઝહબ હોય દરેક મઝહબ ધર્મમાં બુરાઈ અને કુબુદ્ધિ સામે અચ્છાઈનીજ જીત હોય છે આ અધર્મી છે ગમે તે શક્તિ હશે અંતે તો અધર્મીનો સત્યાનાશજ હોય.

સાવી વિચારોમાં હતી અને પેલો હસરત એની સામે લાલચુ આંખે જોઈ રહેલો એ હસી રહેલો એણે કહ્યું “મનમાં પ્રશ્નો થાય છે મારાં માટે ? મારાં વિશે તું જાણી ના શકીને ? તારી બધીજ શક્તિઓ મારાં જાણમાં છે મેં એ રીતેજ તારાં માટે તૈયારી કરી છે આ મારાં હસરત મહેલમાં તારી કોઈ શક્તિ કામ નહીં કરે...વા...અલ હમદુલીલાહ...”એમ બોલી હાથ ઊંચા કર્યા અને બોલ્યો “હું અહીં આ ક્ષણે સર્વ શક્તિમાન છું...તું મને વશ થા..”.

સાવીએ કહ્યું “તું તારાં ઈશ્વરનું નામ લે છે પોતાને પાક સમજે છે અને આવું ચારિત્રહીન કામ કરવાં તૈયાર થયો છે...કોઈ પણ ધર્મ હોય ઈશ્વર હોય ક્યારેય ખોટાં માર્ગે જવાં નથી કહેતાં પ્રેરતાં...ધર્મ એ સંસ્કાર અને સંસ્કાર એટલે તમારાં મનની વિચારોની પવિત્રતા...તું નાપાક છે તારાં ઈશ્વરની અવહેલનાં અને અપમાન કરી રહ્યો છે. જે ઈશ્વર અલ્લાને તું પોકારી રહ્યો છે એજ મારુ રક્ષણ કરશે...”

“પહેલાં મને એ જણાવ મારી મોટી બહેન અન્યા ક્યાં છે ? હું એને લેવા આવી છું એને તેં તારાં મોહપાશમાં જકડીને બરબાદ કરવા તૈયાર થયો છે પણ હું એવું નહીં થવા દઉં...તું એને કેવી રીતે મળ્યો ? મારી આટલી માહીતી તારી પાસે કેવી રીતે આવી ?”

હસરતે એની આંખો મોટી કરીને સાવીની ખીલ્લી ઉડાવતાં કહ્યું “એતો મારી બેગમ બનવાની છે...તને પણ હું બનાવવા માંગુ છું મારી કંપની આખી ફીલ્મ ઇન્ડસ્ટ્રીમાં અગ્રેસર છે એને હું હીરોઇન બનાવીશ...મારાં સ્ટુડીયોમાં તારી માંએ પરચુરણ કામ કરે... આટલી સુંદર છોકરીને એમાં થોડી સડવા દઉં? તારે પણ કંઈ કામ કરવાની જરૂર નથી હું તમને બધાંને ઝન્નતમાં રહેતાં હોવ એમ રાખીશ...આમ ચર્ચા કરી સમય બરબાદ ના કર આવી જા...ઐયાસી કોને કહેવાય એનો સ્વાદ ચખાડું...આવ...આવ...એમ કહી સાવીને પોતાનાં તરફ ખેંચી એને ફરીથી એની છાતીએ વળગાવી સ્પર્શ કર્યો.”

સાવી હવે ધીરજ ખોઈ બેઠી હતી. વારંવાર પેલો એને સ્પર્શ કરતો હતો. જબરજસ્તી કરી રહેલો એની કોઈ શક્તિ કામ નહોતી કરી રહી...સાવ સામાન્ય છોકરી હોય એવું એને લાગી રહેલું...

સાવીએ કહ્યું “અન્વીને બોલાવો...પછી હું તારી બધીજ વાત માનવા તૈયાર છું...” આવું સાંભળી હસરત શાંત થયો...એણે ત્રણ તાળી મારી અને પેલી વિચિત્ર વેશભૂષાવાળી છોકરી આવી...હસરતે એમની ભાષામાં કંઈક સંકેત કર્યો...અને પેલી સંમત્તિપૂર્વકનું ડોકું હલાવી ત્યાંથી જતી રહી...

સાવીએ ઉત્તમ ઉકેલ કાઢી લીધો પેલાનાં તંત્રમંત્રમાં વિક્ષેપ કરીને એ ધ્યાનમાં ગઈ એણે જોઈ લીધું કે અન્વીએજ હસરતને એનાં વિશે બધી માહિતી આપી હતી ઘણાં સમયથી એલોકોનો સબંધ હતો અને કાલે નિકાહ વિધી કરવાની હતી એનાં માટે અન્વીને આજે બોલાવેલી છે. અન્વીએ ઘરમાં કોઈને કંઈજ વાત નથી કરી...સાવીએ શક્તિ પાછી ફર્યાનાં આનંદમાં બધું જાણીને હસરતને ત્રાડ પાડી કહ્યું...

“એ વાસનાભર્યા રાક્ષસ હવે તારું કશુંજ નહીં ચાલે મારી માઁ મહાકાળી તને પાઠ ભણાવશે.” એમ બોલી મંત્રોચ્ચાર કરવા લાગી...હસરતનું મોઢું વિલાઈ ગયું એને ખબર પડી ગઈ કે સાવીએ ચાલાકી કરીને એને એનાં તંત્રમાં વિક્ષેપ પાડી શક્તિ નક્કામી કરી નાંખી...

એનાંથી સહન ના થયું અને હિંસક બન્યો એ છેલ્લે પાટલે બેઠો એ દોડીને સાવી પાસે ગયો સાથે સાથે કંઈક બડબડી રહેલો એણે સાવીનાં વાળથી એને ખેંચી એનો ચહેરો પકડીને એનાં હોઠ સાવીનાં હોઠ પર મૂકી ચૂસવા લાગ્યો...સાવી આ અચાનક હુમલાથી અવાચક બની ગઈ એને ભયંકર આઘાત લાગ્યો.

પેલો હવે આગળ વધી રહેલો એણે સાવીને ગાદલા પર ફેંકી એનાં પર સવાર થઇ ગયો. સાવીને એનાં શરીરની ગંધ અકળાવી રહી હતી એનાં ચહેરાની દાઢી ગંદી રીતે ઘસી રહેલો સાવીએ મરણયો પ્રયત્ન કર્યો એની આંખમાં આંસુ ધસી આવ્યાં.

હસરત વધુને વધુ વેગથી એને વશ કરી રહેલો સાવીનાં કપડાં ફાડીને એણે એની છાતી મસળવા માંડી એનાં નીચેનાં કપડાં ઉતારી એણે ન કરવાનું કામ શરૂ કરી દીધું.

સાવી વિસ્ફારીત રડતી આંખે બધું સહી રહીં હતી એણે પોતાનો સ્વ રક્ષાનો મંત્ર ખુબ મોટેથી બોલીને પેલાની છાતીમાં જોરથી લાત મારી...પેલાનું આખું શરીર લાલ લાલ થઇ ગયું એનાં આખાં શરીરમાં અગ્નિ પ્રદીપ થઇ ગયો એ ચીસો પાડવા માંડ્યો એમ તેમ આજુબાજુ દોડવા માંડ્યો એની આંખમાંથી ગરમ ગરમ જળ નીકળવા માંડ્યું મોઢામાંથી લોહી નીકળવાં માંડ્યું એનાં અંગઅંગમાં ચીરા પડવા માંડ્યા...એ ચીસો પાડી રહ્યો...”યા...અ...લ્હા...યા...બચાવો...બચાવો...”

સાવી એને નફરત અને ગુસ્સાથી જોઈ રહી હતી એને ભાન નહોતું એનો ચહેરો જાણે મહાકાળીમાઁ સાક્ષાત પ્રગટ થયાં હોય એવો થઇ ગયો હતો. એ પેલાને આંખોથી તપતા અગ્નિને મોકલીને ભસ્મ કરી રહી હતી...પેલો આખાં શરીરે સળગી રહેલો ધીમે ધીમે ભસ્મ થઇ રહ્યો હતો. સાવીનો અગ્નિ શાંત નહોતો થતો એ આંખોથી અશ્રુધાર...


વધુ આવતા અંકે પ્રકરણ -36