Kalakar in Gujarati Women Focused by Krishvi books and stories PDF | કલાકાર

કલાકાર

ઘણીવાર માણસની અનંત ઈચ્છાઓ જન્મ લે તો છે પરંતુ જેટલી જન્મ લે છે તે બધી જ મૃત્યુ પામે છે. એવું નથી હોતું કે માણસનાં શરીર જ જન્મ અને મૃત્યુ પામે છે, ઘણી વખત માનસિક રીતે પણ માણસ મૃત્યુ પામે છે.
એવી એક કસ્તુરી. કસ્તુરી હંમેશા બીજા માટે જીવે ઘસાઈ જાય પણ તકલીફમાં હોય તો પણ કોઈને ખબર ન પડવા દે, સૌની ખુશીમાં એ ખુશ હોય છે, પરંતુ એમની ખુદની ખુશી શેમાં છે એ કોઈને ખબર નથી પડવા દેતી.
કસ્તુરી શાંત અને શાર્પ છે. દેખાવમાં મધ્યમ પણ જોતાં જ સામે વાળી વ્યક્તિ આકર્ષાય જાય, પ્રભાવિત થઈ જાય એવો ચહેરો. ઉંમરમાં મોટી પરંતુ નાના બાળક સાથે બાળક અને ગઢ્ઢા બુઢ્ઢા સાથે બુઢ્ઢી. કોઈપણ વ્યક્તિને એમનાં અવાજ પરથી ખબર જ ન પડે કે તેની અસલ ઉંમર શું છે.
નાનપણથી લખવા વાંચવાનો શોખ પરંતુ નાનપણથી ઘરની જવાબદારી અને અમુક બંધનથી ઘેરાયેલી કે પોતાના માટે સમય ફાળવી શકી નહીં.
દરરોજ ટેલિવિઝનનાં પડદા પર જોયેલા ચિત્ર વિચિત્ર ચલચિત્રો જોઈ પોતાની જાતને ખુશ રાખતી, હકીકતમાં તેને પોતાને પણ ખબર ન હતી કે તે ખુશ છે કે નહીં. ધીમે ધીમે પોતાના બાળકોની પ્રવૃત્તિઓમાં રસ દાખવવા લાગી, ધીમે ધીમે પોતાના બાળકોની મદદથી મોબાઈલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલી વાતો, વિડિયો, પોસ્ટ્સ એવું બધું જોયું. એ બધું જોઈ એમણે પણ પોતાનું અંગત એક એકાઉન્ટ ઈન્સ્ટાગ્રામ પર બનાવ્યું. ધીમે ધીમે બે ત્રણ લાઈનો વાળી પોસ્ટ બનાવી, ફોલોવર્સ વધ્યાં, નવા નવા દોસ્ત મળ્યા. અમુક દોસ્તો સાથે નાની નાની વાતો શેર કરી, પોસ્ટ્સ માંથી હવે મોટી મોટી વાતો લખતી થઈ. દોસ્તોની મદદથી નોવેલ, નાની, ટૂંકી વાર્ત લખવા માટે એપ્લિકેશન આવે છે તે પર લખવાનું શરૂ કર્યું.
લખવાની શરૂઆત કરી શરૂ શરૂમાં જ સારાં પ્રત્યુતર આવવાથી પ્રોત્સાહન મળવાં લાગ્યું ઘણા લેખકોના સાથ સહકારથી સારું એવું સ્ટાર્ટઅપ તો મળ્યું પરંતુ પોતાના જ ઘરનાં અંગત વ્યક્તિઓના અસહકાર મળતા ઉદાસીનતા, હતાશા સિવાય કંઈ ન મળ્યું. એ એવું સમજતા કે એક લેખક એટલે જે બેકાર હોય તે જ લેખક તરીકે લખે, છતાં કસ્તુરી પોતાની અંદર રહેલી લેખનકળાને જીવંત રાખવા ખાવાનું ખાવા કરતાં વધારે મહત્વ લેખનને આપતિ, ઘણા પડાવ પાર કરવાના છે એવું સમજીને જ એ પછડાટ, ધક્કા, નિંદા ગાળો બધું સહન કરી, ખુલ્લી આંખે સપનાં જોવા એ નિંદર પણ સરખી કરતી નથી. એક સ્ત્રી આશા અપેક્ષા વધારે નહીં માત્ર સાથ સહકાર બે વખાણના શબ્દોની જ રાખતી હોય છે, ક્યારેક નસીબને ક્યારેક મહેનતને તો ક્યારેક પોતાને ક્યારેક પોતાનાઓને સમજાતી હોય છે. તો પણ હસ્તો ચહેરો રાખી એની લેખન યાત્રા નિભાવતી હોય છે. રોજ ચડતી રોજ પડતી ક્યારેય ન થાકતી, બસ હવે થોડી જ દૂર છે સફળતા તું ન હારતી આવું પોતાના મનને રોજ સમજાવતી અને લેખન યાત્રા શરૂ રાખતી.
એક લેખક પર મા શારદા, સરસ્વતીની કૃપા હોય છે. ત્યારે એ કથાનું સર્જન કરી શકે છે. વિચારોનાં મહાસાગર માંથી શબ્દોની અનેક અમૂલ્ય ભેટ પિરસી શકે છે. સાહિત્ય દ્વારા એક લેખક નવરસ શૃંગાર, શૌર્ય, કરુણતા અને વિરતા એવા અનેક ભાવો પ્રગટ કરી શકે છે. અને પેલી કહાવત છે ને કે ' જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ' એવી અદ્ભૂત રચનાઓનું નિર્માણ એક લેખક જ કરી શકે છે. તે ગાગરમાં સાગર સમાવી શકે છે....

અને કસ્તુરીનાં અંગત લોકોને કોણ સમજાવે કે લેખક ધારે તે કરી શકે છે. તે કટાર ન લઈ શકી એટલે કલમ ઉપાડી


ક્રિષ્વી.... ✍🏽


Rate & Review

Vijay Raval

Vijay Raval Matrubharti Verified 5 months ago

Sejal

Sejal 5 months ago

SUNIL ANJARIA

SUNIL ANJARIA Matrubharti Verified 5 months ago

લેખકને બધા સંઘર્ષ પાર કરી સફળતા માટે શુભેચ્છા

DIPAK CHITNIS. DMC
Hemal nisar

Hemal nisar 5 months ago