Dhup-Chhanv - 83 books and stories free download online pdf in Gujarati

ધૂપ-છાઁવ - 83

ઈશાનના આ શબ્દો સાંભળીને અપેક્ષા જાણે ચોંકી ઉઠી તેને ખબર પણ નહોતી કે તે જાણે સૂનમૂન રહ્યા કરે છે અને તેના ચહેરા ઉપરની લાલી ગૂમ થઈ ગઈ છે ઈશાનના આ શબ્દોથી તે જાણે ભાનમાં આવી ગઈ.. તેણે એટલું બધું તો પોતાના મનમાં ભરી રાખ્યું હતું ને કે તેણે થોડા હલકા થવાની જરૂર હતી પણ તેની એટલી નજીક તો કોઈ હતું જ નહીં જેને તે પોતાની દિલની વાત કરી શકે... ક્યારેક પોતાના દિલની વાત કહેવા માટે પણ કોઈ વિશ્વાસપાત્ર વ્યક્તિનું આપણાં જીવનમાં હોવું આવશ્યક બની જાય છે.. જેને આપણે બધુંજ કહી શકીએ અને આપણું મન હલકું બની જાય અને તે વ્યક્તિ આપણી વાત કોઈને કરે પણ નહીં...
અપેક્ષાની પાસે બોલવા માટે કોઈ શબ્દો નહોતા તે ચૂપ રહી પણ અંદરથી જાણે તેને કંઈક ગૂંગળામણ થતી હોય તેમ લાગ્યું. તેણે પોતાની આંખો બંધ કરી દીધી અને તેની આંખમાંથી અશ્રુધારા વહેવા લાગી....

તેને આમ રડતાં જોઈને ઈશાન એકદમ ઉભો થઈ ગયો અને તેને ગળે લગાવી દીધી ઈશાને તેને ગળે લગાવી દીધી તો તે વધુ ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી અને ઈશાન તેને પૂછવા લાગ્યો કે, "શું થયું અપેક્ષા કેમ આમ રડે છે? તને કોઈએ કંઈ કહ્યું? મોમ કે ડેડ કોઈ કંઈ બોલ્યું કે પછી તારા ઘરનું કોઈ કંઈ બોલ્યું કે પછી શું થયું?
અપેક્ષા માથું ધુણાવીને "ના" કહી રહી હતી. ઈશાને તેને પ્રેમથી પંપાળી અને કહ્યું સારું ચલ તને ડૂમો ભરાઈ આવ્યો છે તો એકવાર મન ખોલીને રડી લે તારે જેટલું રડવું હોય તેટલું રડી લે એટલે તારા મમને શાંતિ થાય અને અપેક્ષા છૂટ્ટા મોંએ રડી પડી. થોડીવાર પછી ઈશાને ઉભા થઈને તેને પાણી આપ્યું અને તેને શાંત પાડવાની કોશિશ કરી.
અપેક્ષા શાંત થઈ પછી ઈશાને તેને પૂછ્યું કે, "બોલ હવે તું બિલકુલ ફ્રેશ છે ને?"
અપેક્ષાએ જવાબમાં ફક્ત પોતાનું માથું ધુણાવ્યું. ઈશાને ફરીથી તેને પ્રશ્ન કર્યો કે, "બોલ, શું થયું છે તારી સાથે કંઈ અજુગતું થયું છે? એવી કઈ વાત છે જે તને આટલું બધું રડાવી ગઈ આજે તો તારે મને કહેવી જ પડશે... અહીં તારા અને મારા સિવાય બીજું કોઈ નથી અને તે એકાંત માટે તો આપણે બંને અહીં આવ્યા છીએ. આપણાં ઘરના માણસોથી દૂર અને આપણી જવાબદારીઓથી પણ દૂર..."
અપેક્ષા હવે બિલકુલ ફ્રેશ હતી ઘણાં દિવસથી મનમાં ભરી રાખેલો બોજ આજે જાણે તે હલકો કરવા જઈ રહી હતી. તે ઈશાનને પોતાના મનમાં ઘોળાતુ સત્ય કહેવા માંગતી હતી પણ કહી શકતી નહોતી કદાચ આ હનીમુનના એકાંતે તેને પોતાના મનની વાત કહેવાનો ચાન્સ આપ્યો હતો પરંતુ તેને ડર પણ હતો કે, 'હું મિથિલને મળવા માટે ગઈ હતી..'તે વાત જાણીને ઈશાન મારાથી નારાજ તો નહીં થઈ જાય ને મારાથી દૂર તો નહીં થઈ જાય ને..?? પણ પછી તેને સમજાયું કે, ઈશાન મારાથી નારાજ કે દૂર થાય તે પહેલાં તો હું આ રીતે તેનાથી દૂર જઈ રહી છું અને છતાં તેણે પોતાની વાત ઈશાનને કરતા પહેલા તેણે ઈશાન પાસેથી પ્રોમિસ લીધી કે, તે પોતાને માફ કરી દેશે અને તેણે ઈશાનને બધીજ વાત જણાવી દીધી કે, મારા પહેલા મિથિલ સાથે લગ્ન થયા હતા અને તેણે મને બહુ ખરાબ હાલતમાં છોડી દીધી હતી અને તે પછી મને અક્ષત અહીં યુએસએ લઈ આવ્યો હતો અને આ વખતે જ્યારે હું ઈન્ડિયા પહોંચી કે તરત જ એ જ મિથિલના મારી ઉપર ખૂબજ ફોન આવ્યા કરતા હતા હું તેને મળવા માંગતી નહોતી પરંતુ તેની ખૂબજ જીદને કારણે હું તેને મળવા માટે તૈયાર થઈ હતી અને અમે પહેલા જ્યાં મળતા હતા ત્યાં મળ્યા હતા, હવે અમારી વચ્ચે એવો કોઈ જ સંબંધ નહોતો પરંતુ તે પોતાના કર્યા ઉપર ખૂબજ પસ્તાવો કરી રહ્યો હતો અને મને પાછી પોતાની લાઈફમાં બોલાવવા માંગતો હતો બસ તેની એકજ જીદ હતી કે, તું મારી અને ફક્ત મારી છે. હું તને કોઈ બીજાની નહીં થવા દઉં..."
અપેક્ષાની વાત હજી તો અધૂરી હતી અને ઈશાન વચ્ચે જ બોલ્યો, "તારી શું ઈચ્છા છે? તારે જવું છે એની પાસે?"
અપેક્ષાએ ફરીથી પોતાનું માથું ધુણાવીને"ના" પાડી. ઈશાન તેને સમજાવીને કહેવા લાગ્યો કે, "તો પછી ભૂલી જા ને આ બધું. ચાલ્યા કરે આ તો જીવન છે અને રહી મને ખોટું કે ખરાબ લાગવાની વાત તો મને જરાપણ ખોટું કે ખરાબ લાગ્યું નથી. આવા તો કેટલાય મિથિલ આ સમાજમાં હશે જેનાથી છોકરીઓએ સંભાળીને રહેવા જેવું છે અને પોતાની જાતને બચાવીને રાખવા જેવી છે."
અને પછી નિશ્ચિંત થતાં હસીને તે બોલ્યો, "અરે પાગલ આટલી નાની વાતમાં તું આટલું બધું ટેન્શન લઈને ફરતી હતી આ તો તારે મને એ જ દિવસે કહી દેવાનું હતું."
અપેક્ષાના મન ઉપરથી જાણે મણનો ભાર ઓછો થયો અને હજી એક વાત હતી જે તે ઈશાનને કહેવા માંગતી હતી.
જરા ઉંડો શ્વાસ લીધો અને તે બોલી કે, "હજી એક વાત છે જે હું તને જણાવવા માંગુ છું."
"હા, તો બોલ ને"
"આપણાં મોમની ઈચ્છા આપણને ઈન્ડિયામાં સેટલ કરવાની હતી પરંતુ મિથિલને કારણે જ મેં "ના" પાડી હતી, મને મિથિલનો ખૂબજ ડર લાગે છે તે આપણો ઘરસંસાર બગાડી ન દે."
"અરે, એવા ગુંડાઓને તો જેલમાં પુરાવી દેવાના હોય પગલી તેમનાથી ડરવાનું ન હોય. અને સારું થયું તે મને આ બધું કહી દીધું હવે આપણી બંને વચ્ચે કદી કોઈ વાત ખાનગી ન હોવી જોઈએ.. ઓકે?"
અપેક્ષાએ હકારમાં માથું ધુણાવ્યું અને પછી બોલી કે, "અમે તેને લોકઅપમાં પણ પુરાવી દીધો છે."
"ઓકે, બસ તો પછી હવે એ વાત ઉપર ફુલસ્ટોપ મૂકી દે એ વાતને અને મિથિલને સદાયને માટે ભૂલી જા અને અહીં આવતી રે મારી જોડે...અને અપેક્ષાની હિંમત હવે ડબલ થઈ ગઈ તેના દિલમાં ઈશાન માટેનો પ્રેમ પણ બમણો થઈ ગયો અને રાત ઘણી વીતી ગઈ હતી... બંને એકબીજાનામાં ખોવાઈ ગયા....
વધુ આગળના ભાગમાં....
~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
3/12/22