Street No.69 - 51 books and stories free download online pdf in Gujarati

સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ-51

સોહમનાં ઘરનાં દરવાજે ટકોરા પડ્યાં... સોહમને પાકો અંદેશો આવી ગયો કે ચોક્કસ સાવી આવી છે. એણે જોયું બેલા, સુનિતા, આઈ બધાં ત્યાંજ સૂઇ ગયાં છે બધાનાં ચહેરાં પર તાણ સ્પષ્ટ દેખાતી હતી થાકેલા શરીર સૂતાં હતાં. એ હળવેથી દરવાજે આવ્યો અને ખોલ્યો....

સોહમે જોયું સાવીજ છે. સાવીનું આવું રૂપ જોઇને એ ભડક્યો. એણે પૂછ્યું “સાવી તું ? અત્યારે ?” સાવીની આંખમાં આંસુ હતાં એણે કહ્યું “સોહમ પ્લીઝ થોડીવાર બહાર આવ મારે તારી સાથે વાત કરવી છે મારી પાસે સમય ઓછો છે.” એનાં હાથ આપો આપ જોડાઇ ગયાં.

સોહમે ઘરમાં એક નજર કરી અને બોલ્યો “ચાલ હું આવું છું” એણે પગમાં ચંપલ પહેર્યાં અને દરવાજો હળવેથી બંધ કરીને બહાર નીકળ્યો. સાવીને પૂછ્યું “ક્યાં જવું છે ?” સાવીએ કહ્યું “ચાલ હું લઇ જઊં ત્યાં.”. અને એ લોકો ચૂપચાપ ચાલતાં દરિયા તરફ જવા લાગ્યાં.

સોહમે કહ્યું “તું કંઇ બોલતી કેમ નથી ? તારી સાથે શું શું થયું ? તારી આવી હાલત ? તે મને ફોનમાં જે કંઇ કહ્યું થોડું તો હું સમજી ચૂક્યો છું”.

સાવીએ કહ્યું “સોહમ મે આગાહી તારી કરી અને સાચી મારાં માટે પડી હું સાવ બરબાદ થઇ મારી મોટીએ આપધાત કર્યો છે પેલો હસરત બળી મર્યો પણ અમારું ઘર કુટુંબ બરબાદ કરતો ગયો છે.... મારી એક ભૂલે આ બધી બરબાદીને નિમંત્રી છે તને કંઇ ના થાય એજ પ્રાર્થના કરું છું....”

સોહમ થોડીવાર સાંભળી રહ્યો પછી બોલ્યો “આપણે ક્યાંક બેસીને વાત કરી લઇએ દરિયે જવામાં ઘણો સમય નીકળી જશે મારાં ઘરમાં પણ ન થવાનુ થયું છે મારી નોકરી પણ ચાલી ગઇ છે મારું અને મારાં ઘરનું બરબાદ થવાનું બાકી નથી”.

સાવી સાંભળીને હતપ્રભ થઇ એ નજીકમાં દેખાતી દુકાનનાં ઓટલે બેસી ગઇ એની આંખો આંસુથી તગતગી ગઇ. એ બોલી “ઓહ... જે થવું નહોતું જોઇતું એ પણ થયું મેં અઘોરીજી પાસે ખૂબ વિનંતી......”

એણે સોહમનાં બે હાથ પકડી લીધાં... એનાં હાથની હથળીઓમાં મોઢું રાખી ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી એ કયાંય સુધી રડતી રહી પછી બોલી “સોહમ મને માફ કર મારીજ ભૂલનું ફળ તું ભોગવી રહ્યો છે...” ક્યાંય સુધી રડતી રહી પછી બોલી.. “સોહમ હું અઘોરણ બની અને અંતમાં મારે ગુરુદક્ષિણા આપીને સિધ્ધિ હસ્તગત કરવાની હતી એ વિધી કાચી રહી અધૂરી રહી અને તારાં એક નજરમાં આકર્ષણમાં તને મદદ કરવા મેં મારી સિધ્ધી કામે લગાડી પણ....”

સોહમ એની સામેજ જોઇ રહેલો એની આંખમાં પણ આંસુ આવી ગયાં એ બોલ્યો “મને એક અધોરણ મળી ત્યારે ખબર નહોતી મારી આવી અવદશા થશે. શરૂઆતમાં બહુ મળવા માંડ્યું હું પોતે અવાચક હતો કે એકદમ મને સફળતા મારાં ચરણ કેમ ચૂમવા લાગી... હવે સમજાઇ રહ્યું છે હવે કોઇ એકનું સમાધાન છે ?”

સાવીએ કહ્યું “સોહમ બધી બરબાદી થઇ ગયાં પછી ગુરુ પાસે જઈ ભીખ માંગી કે તને કે તારાં કુટુંબને કોઇ નુકશાન ના પહોચે... કરગરી છું બધુજ ગુરુદક્ષિણામાં લૂંટાવા તૈયાર હતી પણ પાત્રતા ખોઇ બેઠી અને ગુરુએ પણ ધુત્કારી છે મને 12 કલાકનો સમય આપ્યો છે હું મારાં ઘરે... શું કહું બધુ એમજ મૂકી તને મળવા દોડી આવી છું ના સમય જોયો ના મારો વેશ...”.

સોહમે સાવીનાં માથે હાથ ફેરવ્યો અને બોલ્યો “એકલપંડે કેટલી પીડા વ્હોરીશ ? તું સારુંજ કરવા આવી હતી પણ તું નિષ્ફળ ગઇ છે. મારું તો બરબાદ થયું તું પણ બરબાદ થઇ ગઇ... તું બધુ લૂંટાવીને મારી પાસે કઇ અપેક્ષાએ આવી છે”. સોહમનો ભાવ બદલાઇ ગયો હમણાં પ્રેમ અને સહાનુભૂતી થઇ હતી હમણાંજ એ પલટાયો બોલ્યો “તું તારી પાત્રતા ખોઇ ચૂકી છે. ના ગુરુદક્ષિણા માટે યોગ્ય રહી ના મારાં સાથ માટે....”

સાવી ફરી ધ્રુસ્કે ધુસ્કે રડી પડી બોલી “હાં હાં હું પાત્રતા ખોઇ બેઠી છું. પેલા શેતાને મારું શિયળ લૂટી મને બરબાદ કરી છે એનું વીર્ય મારાં શરીર પર ગંધાય છે મને એણે રંડી બનાવી દીધી છે મને ખબર છે હું તારે યોગ્ય પણ નથી રહી એ કામી રાક્ષસે મને ચૂંથી નાંખી પણ મેં રાવણની લંકા બાળી મૂકી એને પણ જીવતો ભૂંજ્યો છે પણ હું તો લૂંટાઈ ગઇને.. મારી મોટી બેન મેં ખોઇ છે અઘોરણ તરીકેની સિધ્ધી ખોઇ છે હું કોઇને કે કશાને લાયક નથી રહી હું હવે મારો રસ્તો કરીશ.. સિધ્ધ અઘોરી પાસે જઇશ હું આ મારું તન ભસ્મ કરીશ જે કોઇને લાયક નથી રહ્યું હું જ મારી જાતને નફરત કરું છું તારી પાસે ક્યા પ્રેમ કે સાથની અપેક્ષા કરું ?”

“ઝાકળને મોતી સમજી બેઠી હતી જે થોડોક સૂર્યનો શું પ્રકાશ મળ્યો ચમકી બેઠી હતી અને તન જીવની પીડાની ગરમીએ એ મોતી પણ હવા થઇ ગયું તારી નોકરી ગઇ અને એનું દુઃખ છે પણ તારી કોઇ મદદ નહીં કરી શકું એનો રંજ રહેશે... તારી પાસે તારી જીંદગી છે સારુ પાત્ર જોઇ જીવી લેજે સાવી તો ગઇ.”

“પણ.... સુનિતાને શું થયું ? મેં એને જોઇ હતી એ કોઇ છોકરાનાં ચક્કરમાં છે કદાચ એની સાથેજ નોકરી કરે છે.... ગુરુદક્ષિણાની વિધી પતે પછી મારું શું થાય છે એનાં પર બધુ નિર્ભર છે...”

સોહમે કહ્યું “એણે કોઇ પીણું પીધું હતું માંડ માંડ બચી છે આગળ જતાં બધી ખબર પડશે. મારે નોકરી નથી ખીસામાં પૈસા નથી કોઇની મદદનો આશરો નથી બે વૃધ્ધ માં બાપ અને કુંવારી બહેનોની જવાબદારી.. સાવી હું કરું તો શું કરું ?”

સાવીએ સોહમ તરફ એક નજર કરી અને બોલી “સોહમ સાવીને ભૂલી જજો.... મેં તને મારાં અઘોરણ કેવી રીતે થઇ કેવી રીતે અઘોરનાથ પાસે પહોચી ત્યાંજ મારી સાથે શું થયું ? અઘોરીનાં પરચાં જોયાં એમણે જે કહ્યું એ મેં કહ્યું એમણે મારી સામે જ એક પ્રયોગ કરેલો... જે વાત અધૂરી રહી હતી મારે આ તન રહે ના રહે જીવ તો અમર છે ને ?”

“હું આ સૃષ્ટિમાં રહું કે બીજી સૃષ્ટિમાં મારી ભૂલ સુધારી મારાં મન હૃદયનો બોજ ઉતારીશ પણ... “

વધુ આવતા અંકે ---- પ્રકરણ-52