Prem no Purn Santosh - 27 books and stories free download online pdf in Gujarati

પ્રેમ નો પૂર્ણ સંતોષ - ભાગ ૨૭

હવે એક સ્વપ્ન બની ને જીવવું છે મારે,

લાગણીઓ ને વ્યક્ત કરી મહેકવું છે મારે,

ઉમદા વિચાર કરી ને સુધરવું છે મારે,

તને પામવાની ઈચ્છા નથી પણ તારા જેવું જ થવું છે મારે...

રાજલ અને કોમલ બન્ને બીજા દિવસે કોલેજ જવા નીકળ્યા. રાજલ માટે આજનો દિવસ કાળો દિવસ સમાન હતો. લોકો તેને એવી નજરે થી જોવાના હતા જે નજર ભયંકર નજર કહીએ તો ચાલે. કેમકે આવી નજરથી જ માણસ પોતાની જાત ને ખોઈ બેસતો હોય છે. છતાં પણ કોમલ નાં વિશ્વાસ ભર્યા શબ્દો તેને થોડીક તો હિંમત આપી રહ્યા હતા. તે જાણતી હતી કોમલ છે ત્યાં સુધી હું ગમે તેવી વિકટ પરિસ્થિતિ માંથી એ મને બહાર લાવી શકશે.

કોલેજ પહોંચતા ની સાથે જ બધા કોલેજીયનો રાજલ સામે જોવા લાગ્યા અને એક બીજા વાતો કરવા લાગ્યા.
રાજલ આટલી હલકટ હશે એવી ખબર હતી નહિ.!
મને લાગે છે એ પોર્ન સ્ટાર હશે.!
ના ના એ એની મોજ કહેવાય.!
આમ કહીને વાતો કરવા વાળા હસી રહ્યા હતા.

મો નીચું કરીને કોમલ ની સાથે રાજલ આગળ વધી રહી હતી. રાજલ ને ખબર હતી નહિ કોમલ મને ક્યાં લઇ જશે અને શું કરશે.
કોમલ કોલેજના કેમ્પસ ની બરોબર વચ્ચે ઊભી રહી ને બધા કોલેજીયન નો બોલાવવા લાગી.

જાણે કોમલ કઈક કહેવા માંગે છે. એ જાણીને ધીમે ધીમે બધા ત્યાં એકઠા થવા લાગ્યા. બાકીના દૂર ઊભા રહીને જોવા લાગ્યા.

કોમલ પોતાની વાત બધા સામે કહે છે.
દરેક પરિસ્થિતિ ને આધીન માણસ હોય છે. પરિસ્થિતિ અને નશીબ માણસ ને ક્યાં લઇ જાય છે તે કોઈ જાણતું નથી પણ હા વ્યક્તિ નું કર્મ આ બાબતમાં મહત્વ નો ફાળો ભજવે છે.
મારે બસ એટલું કહેવું છે. રાજલ સાથે જે બની ગયું તે આપ બધા જાણો છો. પણ હું તમારી આગળ રાજલ ની નવી જિંદગી માંગવા આવી છું. બસ આનો રસ્તો બતાવવો. ?આટલું કહીને કોમલે બધા સામે હાથ જોડયા.

બધા કોલેજીયન રાજલ ની વિવચતા ને જોઈને વિચારવા લાગ્યા. એકબીજા વાતો કરવા લાગ્યા. આ એક કલંક લાગી ગયું છે તે ક્યારેય જશે તો નહિ પણ રાજલ પોતાની જીદગી ખુશી થી જીવવી છે તો રસ્તો તો કાઢવો જ રહ્યો.

કોઈ કહેવા લાગ્યા. અમે તારી સાથે છીએ તું બિન્દાસ કોલેજ પૂરી કર.
તો કોઈ કહેવા લાગ્યા. જે ગુનેગાર છે તેને યોગ્ય સજા આપવામાં આવે. તો કોઈ કહેવા લાગ્યું. આ આંખો મોમલો પોલીસ ને સોંપી દેવો જોઈએ. આ બધાની વચ્ચે થી એક યુવાન આગળ આવીને બોલ્યો.
પાંચ મિનિટ મને આપો હું આ કલંક નો નિવેડો લાવું છું.

તે યુવાને ત્યાંથી આગળ વધીને પાંચ મિનિટમાં ત્યાં આવી પહોંચ્યો. તે બધાની આગળ આવ્યો અને તેની સાથે વિરલ ને પણ ઢસડી ને લાવ્યો હતો. વિરલ ને આગળ કરીને બોલ્યો.

મને ખબર નથી વિડિયોમાં જે યુવાન દેખાઈ રહ્યો છે તે કોણ છે. પણ જેના થકી રાજલ ની જીંદગી ખરાબ થઈ છે તે આ વિરલ છે. વિરલ નાં મોબાઇલ માંથી જ પહેલી વિડિયો ક્લિપ વાયરલ થઈ છે અને તેના ફોન માંથી જ આ વીડિયો બનાવવામાં આવ્યો છે તેની ખાતરી છે. એટલે સાચો ગુનેગાર વિરલ છે. હવે રાજલ જે કહેશે તે આપણે કરીશું. આટલું કહીને તે યુવાન બધાની વચ્ચે થી પસાર થઈને ક્યાંક નીકળી ગયો.

હવે વિરલ નું શું કરવું તે નિર્ણય રાજલ પણ છોડી દેવામાં આવ્યો હતો. પણ નર્વસ બનેલી રાજલ પાસે વિચારવાની કે નિર્ણય લેવાની શક્તિ પણ રહી હતી નહિ. એટલે કોમલ સામે નજર કરી. કોમલ જાણે આગળ શું થવાનું છે તે જાણતી હોય તેમ કોમલ ને આંખોથી સમજાવી દીધી તું બસ જોયા કર.

થોડી મિનિટો ફરી તે યુવાન બધાની વચ્ચે થઈને આગળ આવ્યો. તેની હાથમાં બે ફૂલોની માળા હતી. આ માળાઓ જોઈને બધા વિચારે ચડી ગયા. કે શું આ યુવાન આ બન્ને રાજલ અને કોમલ નું સન્માન કરવા જઈ રહ્યો છે કે કોઈ બીજું કાર્ય.?

તે યુવાન આગળ આવીને બધાની સામે ઊભો રહીને બોલ્યો.
આવી ઘટના ક્યારેય બને નહિ તેનો હું એક રસ્તો લાવ્યો છું. જો બધાની એટલે રાજલ ની પહેલા મંજૂરી તો હું તમારી આગળ એક એવો પ્રસ્તાવ મૂકું છું જે કોમલ ની જીંદગી ને બદલી નાખશે.

"રાજલ અને વિરલ નાં અહી કોલેજ ના કેમ્પસમાં જ લગ્ન કરવામાં આવે જેથી રાજલ ને ફરી જીવવાનો મોકો મળે અને વિરલ આવું ક્યારેય કરી ન શકે." બોલો મિત્રો તમારે શું કહેવું છે.?

ત્યાં તો બધા એક સાથે બોલી ઉઠ્યા.
હા... હા... બંનેના નાં લગ્ન અત્યારે જ કરવામાં આવે.
હા... હા... અમને મંજૂર છે. અમે તમારા નિર્ણય ને યોગ્ય માનીએ છીએ.

બધા લોકો એ તે યુવાન ની વાત માની તો લીધી પણ રાજલ ની પરવાનગી ખૂબ જરૂરી હતી એટલે તે યુવાન રાજલ પાસે જઈને બોલ્યો.
રાજલ શું તું મારા અને કોલેજના આ નિર્ણય થી તું રાજી છો.?

રાજલ ને સપનામાં પણ ખ્યાલ હતો નહિ કે કોલેજમાં આવી પરિસ્થિતિ નું નિર્માણ થશે જે મારા જીવનનો અગત્યનો નિર્ણય મારે પળભરમાં લેવાનો વારો આવશે. રાજલ વિચાર કરવા લાગી શું કરવું...!!!

કોમલ તેની વધુ નજીક જઈને કહ્યું.
રાજલ આ સમય વિચારવાનો નથી જે થઈ રહ્યું છે તે ભલા માટે થઈ રહ્યું છે એમ સમજીને સ્વીકારી લે. મે પણ આવું જ વિચાર્યું હતું. આ નિર્ણય થી તું આગળ ની જીદગી ફરી જીવી શકીશ.

રાજલ થોડી હિંમત કરીને તે યુવાન પાસેથી માળા લીધી અને વિરલ ને પહેરાવવા જાય તે પહેલાં બધા ની વચ્ચેથી એક યુવાન આવીને બોલ્યો.
અરે... થોભો..
હું બ્રાહ્મણ છું આમ વરમાળા પહેરી લેવાથી લગ્ન ન થાય લગ્ન માટે તો અગ્નિ ની સાક્ષીએ સાત ફેરા ફરવાનાં હોય છે.

એક યુવાન દોડીને ઝાડ નાં સૂકા પાંદડા લઈને આવ્યો અને ત્યાં સળગાવી ને બોલ્યો.
અગ્નિ પ્રગટી ગઈ છે બ્રાહ્મણ દેવતા મંત્રો નું ઉચ્ચારણ શરૂ કરો.

અગ્નિ ની પાસે રાજલ તો આવી ગઈ પણ વિરલ દૂર ભાગી રહ્યો હતો. વિરલ ને ચાર લોકોએ પકડીને રાજલ પાસે ઊભો રાખી દિધો જાણે તેની મરજી વિરૂધ્ધ લગ્ન થઈ રહ્યાં હોય તેમ ત્યાંથી ભાગી નીકળવાનો પ્રયાસ કરવા લાગ્યો. પણ ફરતી કોર વિતાલયેલું ટોળું થી તે ભાગી શકે તેમ હતો નહિ એટલે ચૂપચાપ સહન કરવું રહ્યું.

યુવાન બ્રાહ્મણ મંત્રો બોલવા લાગ્યો ને રાજલ અને વિરલ ને અગ્નિ ની સાક્ષીએ સાત ફેરા ફેરવી ને બંને ને એકબીજા ને માળા પહેરવાનું કહ્યું.
રાજલ તો તેની પાસે રહેલી માળા વિરલ નાં ગાળામાં પહેરાવવી દીધી પણ વિરલ જાણે હજુ આ લગ્ન માટે રાજી ન હોય તેમ તેની પાસે રહેલી માળા નીચે રાખીને ઊભો હતો.

વિરલ પાસે બે યુવાન આવ્યા ને તેનો હાથને ઉંચકીને રાજલ નાં ગાળામાં હાર પહેરાવી દિધો. તો તેમાંથી એક યુવાન વિરલ પાસે આવીને તેમની પાસે કોઈ ધારદાર વસ્તુ થી વિરલ નાં હાથમાં લોહીનું ટીપું કાઢ્યું. તે લોહી વડે વિરલ નાં હાથ થી રાજલ ની માંગ ભરી.
લગ્ન સંપન્ન થતાં જ બધા તાળીઓના ગડગડાટથી થી આ લગ્ન ને વધાવી લીધા.

શું વિરલ આ લગ્ન નો સ્વીકાર કરશે.? શું આ ઘટના થી રાજલ ની કારકિર્દી ખતમ થઈ જશે.? શું રાજલ ની ઈજ્જત ફરી પાછી આવશે.? શું થશે રાજલ અને વિરલ ની લગ્ન જીવનનું.? જોઈશું આગળના ભાગમાં..

ક્રમશ....