Prem no Purn Santosh - 26 books and stories free download online pdf in Gujarati

પ્રેમ નો પૂર્ણ સંતોષ - ભાગ ૨૬

વિરલ પાસે પહોંચી ને કોમલે ચરી બતાવીને કહ્યું.
"તારો ફોન લાવ નહિ તો આ ચાકુ સગુ નહિ થાય."

જાણે કોમલ મઝાક કરતી હોય તેમ વિરલ ખડખડાટ હસવા લાગ્યો. આ જોઈને કોમલે તે ચાકુ તેના ડાબા હાથમાં અડાડી દીધું અને જે ડાબા હાથથી રાજલ ને પકડી હતી તે હાથમાં ચાકુ વાગવાથી રાજલ ને છોડી દીધી. હવે ચાકુ ની થોડી ધાર જ અડી હતી ત્યા તો હાથમાંથી લોહી ની પિચકારી ઉડી. તરત વિરલ ઊભો થઈને જમણા હાથથી લોહીને રોકવાનો પ્રયાસ કરવા લાગ્યો.

કોમલ નાં એક નાના પ્રહારથી જાણે વિરલ ડરી ગયો. ડરી ગયેલ વિરલ નો ફાયદો કોમલે ઉઠાવ્યો. તેનો ફોન લઈને ચેક કરવા લાગી. ત્યાં તેણે રાજલ અને રાજ નાં ઘણા વિડિયો મળ્યા સાથે એક વીડિયો રાજલ સાથે બીજા યુવાન નો મળ્યો તે યુવાન ની બોડી વિરલ જેવી હતી પણ મોં પર બાંધેલું હતું એટલે કોમલ ઓળખી ન શકી.

કોમલે તરત ફોન માંથી બધા વિડિયો ડિલીટ કરીને વિરલ નાં હાથમાં ફોન આપીને ધમકી આપી.
"આજ પછી રાજલ ની આજુબાજુ પણ ફરકવાની કોશિશ કરી છે તો હવે આ ચરી પૂરેપૂરી પેટમાં ઘુસાડી દઈશ."

રાજલ અને કોમલ ત્યાંથી નીકળી તો ગયા પણ વિરલ નો ગુસ્સો બમણો થઈ ગયો. તે વધુ તીવ્ર બનીને રાજલ ને ઘાયલ કરવાનું મન બનાવીને ઘરે પહોચ્યો. ઘરે પહોંચતા ની સાથે રાજલ સાથે બદલો લેવા માટે તેણે લેપટોપ માં રહેલા વિડિયો કોલેજ ના વોટ્સ એપ ગ્રૂપ માં ફોરવર્ડ કરી દીધા. જોત જોતામાં તો તે વિડિયો આખી કોલેજમાં ફરી વળ્યો.

ઘરે આવીને રાજલ સમજી ગઈ કે હવે ક્યારેય વિરલ મને હેરાનગતિ નહિ કરે. પણ થોડી મિનિટો માં જ રાજલ ની કલાસમેત મો ફોન આવીને બોલી.

તારું વોટ્સ એપ ખોલી ને જો મે વિડિયો મોકલ્યો છે. ઍ વિડિયો તારો વાયરલ થઈ ગયો છે અને આખી કોલેજ જોઈ વળી છે.

મોબાઇલ લઈને રાજલ વિડિયો જોવા બેસી તો તે વિડિયો જોઈને તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેને એટલો આઘાત લાગ્યો કે તરત તે જમીન પર પડી ગઈ. થોડી વાર માટે કોમલ રૂમની બહાર ગઈ હતી અને આવીને જુએ છે તો રાજલ બેભાન હાલતમાં જમીન પર પડી હોય છે અને તેના હાથમાં રહેલ મોબાઈલના વિડિયો હજુ ચાલુ હતો.

રાજલ ને ઊભી કરીને તેને જગાડવાની કોશિશ કરે છે ત્યાં તેની નજર ફોન પર પડી. તે ફોન પર રાજલ અને કોઈ યુવાન છોકરા નો અંગત પળો નો વિડિયો હતો. આ જોઈને કોમલ સમજી ગઈ કે આના કારણે તે અત્યારે રાજલ બેહોશ થઈ ગઈ છે પણ અત્યારે હોશમાં લાવવા માટે શું કરવું તે વિચાર કરવા લાગી. ત્યાં તેની નજર ડો. પુષ્પા રાઠોડ ની ફાઉલ પર પડી અને તેમાંથી ફોન નંબર લઈને ડાયલ કર્યો.

હેલ્લો... ડૉ.મેડમ
હું કોમલ બોલું છું. અમે તમારી ક્લિનિક પર ઘણી વખત આવી ચૂક્યા છીએ. એક મદદ જોઈએ છે.?

ડૉ.પુષ્પા રાઠોડ બોલ્યા.
શું મદદ જોઇએ છે બોલો..?

મારી બહેન આઘાતમાં આવીને બેહોશ થઈ ગઈ છે તો તે હોશમાં કેવી આવશે.?

આઘાત માં બેહોશ થઈ હોય તો ચિંતા નો વિષય નહિ તે થોડી મિનિટોમાં હોશમાં આવી જશે અને ન આવે તો મારી પાસે લઈને આવજે. આટલું કહીને ડો પુષ્પા રાઠોડે ફોન મૂકી દીધો.

કોમલ વિચારી રહી હતી. હવે શું કરવું પહેલા તો રાજલ હોશમાં આવી જાય તો સારું. રાજલ બેહોશ છે તે ઘરમાં કોમલ કહેવા માંગતી ન હતી. જો જાણ થાય તો બધી ઘટનાઓ સાંભળીને તેઓ પણ આઘાત પામી જાય.

થોડી મિનિટોમાં રાજલ હોશમાં આવી એટલે કોમલ ને હાશકારો અનુભવ્યો. પણ જાગવાની સાથે રાજલ બોલી હવે હું પૂરેપૂરી બદનામ થઈ ચૂકી છે. હવે મારી ઈજ્જત નીલામ થઈ છે. મારે હવે જીવીને કોઈ ફાયદો નથી. હું કેવી રીતે મારા પરિવાર સામે આંખ થી આંખ મિલાવી શકીશ. ઍ કરતા હું મરી જઈશ તો સારું રહેશે.

કોઈ વ્યક્તિ જ્યારે મારવાનું વિચારે ત્યારે તેને પ્રેમથી સમજાવવો અને જો તમારી વાત તેને સમજાય નહિ તો ગુસ્સે થી કહેવી જેથી તેમાં મગજમાં જે વિચાર ચાલતો હોય તે વિચાર પર તમારો ગુસ્સો અસરદાર સાબિત થાય છે અને તે વ્યક્તિ ને થોડીક ભાન પણ આવે છે. બસ આમ કોમલે પહેલા પ્રેમથી સમજવવાની કોશિશ કરી કે મરી જવું એ સમસ્યાનું સમાધાન નથી . ઉલટાનું ઘણું નુકશાન સાથે બીજાને ભોગવવું પડશે.

રાજલ ને પહેલા પ્રેમથી સમજાવવી પણ રાજલ કોઈ વાત કોમલ ની માનવા તૈયાર થઈ નહિ ત્યારે કોમલે એક થપ્પડ રાજલ નાં ગાલ પર લગાવી દીધી અને ગુસ્સામાં બોલી.

પેલા તારી બુદ્ધિ ક્યાં ઘાસ સરવા ગઈ હતી. જાણી જોઈને રાજ સાથે સુવા ગઈ. ખબર હતી રાજ તને પ્રેમ નહિ તારા શરીર માટે તારી આજુબાજુ ચક્કર લગાવી રહ્યો હતો અને તું પ્રેમ સમજી એ જ તારી મોટી ભૂલ હતી. અરે પ્રેમ કરવો હોય તો થોડી મર્યાદા તો રાખવી જોઈએ. આજે તારા કારનામાં જગજાહેર થયા એટલે રોવા બેઠી. મારે મરી જવું છે. આવું કહેતા તને જરાય શરમ ન આવી. તારો પાછળ પણ કોઇ જીવી રહ્યું છે.

જો રાજલ જે થયું તે હવે આમથી રસ્તો શોધવો જરૂરી છે. અને જીવવું પણ એટલું જ જરૂરી છે. અત્યારે તારી ઈજ્જત નિલામ થઈ છે અને મરી ગયા પછી પણ નિલામ હશે. અત્યારે તું જીવતી છે તો આ દાગ ને દૂર કરવાનો રસ્તો શોધ.

હું ક્યાંથી રસ્તો કાઢું. હવે મારા વિડિયો વાયરલ થઈ ચૂક્યા છે અને મારા વિશે બાધાને ખબર પણ પડી ચૂકી છે. હવે હું કંઇજ કરી ન શકું. બસ હું હવે આવી બદનામી માં સમાજ સામે જીવી ન શકું. એટલે તો હું મારવાનું વિચારી રહી છું.

રાજલ કોઈ પણ સમસ્યાનું સમાધાન હોય જ છે. બસ આપણે શાંતિથી વિચારવું જોઈએ.

તો તું જ મને કહે.? આપણે શું કરવું જોઈએ. મારે પણ હજુ જીવવાની ઈચ્છા છે. એમ મરી જવું સહેલું નથી એ હું જાણું છું પણ કોઈ રસ્તો તું બતાવ જેથી ફરી જીવવાની આશા જાગે.

કોમલ વિશ્વાસ આપતા કહે છે.
રાજલ હું પહેલા તને તારી બદનામી થી દુર કરાવીશ અને પછી તને જીવવાની એક નવી દિશા આપીશ. પણ એટલું ધ્યાન રહે હું જે દિશા બતાવીશ તે તારે માનવી પડશે. એ તારું જીવન પરિવર્તન ની દિશા હશે.

તું જે કહીશ તે હું કરવા તૈયાર છું. બસ મને છેલ્લી વાર મારી જાત ને સુધારવાનો મોકો આપ. હું જીવવા માંગુ છું. જાણે જીવવાની આશા વ્યક્ત કરતી હોય તેમ ગળગળી થઈને રાજલ બોલી.

આપણે પોલીસ મથકે જઈને ફરિયાદ પણ નહિ લખીએ કે વિરલ ને મારી ધમકાવી કે પછી તેને સમજાવવાની કોશિશ પણ નહિ કરીએ. હું એક એવો રસ્તો અપનાવીશ જેનાથી તારી ઈજ્જત પણ બચી જશે અને તું જીવી પણ શકીશ.

શું ખરેખર રાજલ ની ઈજ્જત નીલામ થઈ છે.? શું ખરેખર રાજલ જીવવા માંગે છે કે પછી આત્મહત્યા કરી બેસશે.? આવી વિકટ પરિસ્થિતિમાં થી રાજલ ને કોમલ કેવી રીતે બહાર કાઢશે.? આખરે કોમલ એવું તે શું કરશે જેનાથી રાજલ ની ઈજ્જત પણ બચી જશે અને તે જીવી પણ જશે.? આ બધું જોઈશું આગળના ભાગમાં...

ક્રમશ...