Lakha Fulaninu Itihas - 4 books and stories free download online pdf in Gujarati

લાખા ફુલાણીનું ઈતિહાસ - ભાગ 4

ત્યાં રાજે દાણિયા નાખ્યા. રાજાની સોગઠી ઉડી. મારા સાળાની !
કયારની સંતાપતી'તી" કહી ને રાજે સોગઠી પર સોગઠી મારી'.
એક ઘાએ ભાંગીને ભૂકા કર્યા. આંગળીમાંથી લોહીના ત્રસકા ટપકયા.

"સોલંકી!" "લાખાની આંખ બદલી મોં સાંભળજો, હો ! "

"નહીં તો
"બીજું શું ? માથું ધૂપ ચાટે ! શું કરું ? મારી બેનનો ચૂડો આડો આવે છે.
લાખા ! તારું અન્ન મારા દાંતમાં છે. આજ મને ભાન થયું કે હું તારો અતિથિ નથી. પણ આશ્રિત છું. બસ આજથી મારું અંદર ખૂટયું. એટલું કહી ને રાજ ઉઠી ગયો. ભાદરનું પાણી ગૌમેટ કર્યું. રાણી ને કહ્યું. "તમારે પૂરા મહિના છે. પ્રસવ સુધી રહેજો. હું જાવ છું અણહિલપુર મૂળરાજ પાસે.
રિસાઈ ને રાજ ચાલ્યો. સોસોરઠનાં ઝાડવા લળીલળીને જાણે એને મનાવતા હતાં. નદીઓ જાણે આડી પડીપડીને . આંસુથી એના પગ ભીંજાતા ભીંજવતી કહેતી હતી. "રાજ ! રોકાઓ., મનાઓ ! "

લાખો પસ્તાયો. બહેન નું મોં સવાર એનાથી નહોતું જોવાતું. રાજ ને ઘણા કહેણ કાલાવાલ મોકલ્યા. પણ રાજ આવે નહીં. ચાર આંખો ભેળી થાય તો તો ચરણે પડી ને મનાવી લઉં.પણ એવો મોકો શી રીતે મળેમળે ?

લાખો પાટણ પર ચડયો. સરસ્વતીના હરિયાણા કાંઠા ઉપરથી ગામની ગાયો વાળી. રાજને જાણ થઈ કે લાખો ફુલાણી પાટણ લૂંટી જાય છે.રૂંવાડા બેઠાં થઈ ગયા. મૂછોની અણીઓ આંખ સુધી ખૂંચી.જૂનો કોપ જાગ્યો.
ખડગ લઈને એ એકલો ઘાયો.ગાયો લઈને લાખો સીમમાં વાટ જોતો હતો. એને તો રાજની સાથે જ ચાર આંખો મેળવવી હતી.
બનેવી ને એણે આવવા દિધો. ખૂબ પાસે આવવા દિધો. પછી પાઘડી લઈને સામો ચાલ્યો. "એ રાજ ! આટકોટ હાલ્ય ! તને તેડવા આવ્યો છું. રોયાં રોવે છે ! "

"લાખા ! મરદ થા હવે ગોટા વાળ્ય મા" એણે કહીને એણે ખડગ ચલાવ્યું. લાખા નું માથું જોતજોતામાં ઊડી જાત. પણ એણે વખતસર ભાલો ઝીકયો. રાજ વીંધાઇ ગયો. પહાડ જેવી કાયા ભોંય પર પછડાણી. લાખાએ પોતાનો માથા પરથી ફેંટો કાઢી શબ પર ઓઢાડી દિધો. એણે પોતાની આંખો લૂછી કપાળ કૂટયુ.

વિધવા બહેન રાંયાના ખોળામાં ભાણેજ રમવા મંડયો છે. એનું નામ પાડયું છે રાખાઈશ. બાપનું માંતા રાખાઈશ જોયું નથી. મામા જ એના લાડકોડ પૂરા કરે છે. માં અને મામા;આ બે સિવાય કોઈક કુટુંબી જાણે ખોવાઈ ગયું હોય એમ એની આંખો ચારેકોર જોયા કરતી.

કોઈ બાનડી કહેતી: "બા બરોબર જાણે ઈ જ મોઢું હોય ! "

આવા વેણ સાંભળી ને રાંયા રોતીરોતી. રાખાઈશ ના માથાં પર ધગધગતા આંસુ પડતા. આભો બનીને રાખાઈશ માના મોં સામે જોઈ રહેતો.

લાખાની આણ હતી કે ભાણેજ ને કોઈ જૂની વાત કહેવાની નથી
કહેનાર ને ક્રોધે મારીશ !
રાખાઈશ વધવા લાગ્યો. મલ્લકુસ્તીમલ્લકુસ્તી, પટાબાજી, ભાલાની તાલીમ: આમ એક પછી એક કળા ઉપર એનો હાથ જામતો ગયો. સતર વષૅનો પહેલવાન થયો. સવા હાથની છાતી ખેંચાણી. ખભા ઢાલ જેટલા પહોળા થયા. એક આંખમાં ઝેર ને બીજી આંખમાં અમૃત નીતરવા માંડ્યું.

કોઈ કોઈ વાર લાખો નાના છોકરાની જેમ છાતીફાટ રુદન કરતો. ખૂબ રોતો. કારણ કોઈ પૂછી શકતું નહિ. ભાણેજ જઈને માતાને પૂછતો. માતા જવાબ દેતી ! "બાપ મામાને દિકરો નથી એટલે રોવું આવે છે ! "

એક દિવસ રાખાઇશ તલવાર ખેંચીને ઉભો રહ્યો. માતાને પૂછયું. " બોલો માડી મારો બાપ કોણ ? જગતમાં સહુને બાપ -એક મારે કેમ નહિ ? બાપુ એવો શબ્દ મારે કાને નપડવા દિધો ?બોલો નહિ તો તલવાર પેટે નાખી મરું છું. "