Street No.69 - 57 in Gujarati Horror Stories by Dakshesh Inamdar books and stories PDF | સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ-57

સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ-57

ચંબલનાથનાં મોઢે વાસંતીની કરુણ કથની સાંભળીને સાવી સહેમી ગયેલી એ વાસંતીને ધારી ધારીને જોઇ રેહલી. સામે વાસંતીનું શબ હતું એમાં જીવ નહોતો. સાવીનો જીવ પ્રેતયોનીમાં હતો શરીર નહોતું. એ વાસંતીની વાતો સાંભળી એને એનો જન્મ થયેલો અને સાવી તરીકે જીવેલી એ બધુ યાદ આવી ગયું.

વાસંતીનાં શરીર ઉપર અંત્યેષ્ઠી પહેલાં ગુલાલ અબીલ ફૂલો ચઢેલાં જોઇ રહેલી એનાં કપાળમાં ચાંદલો હતો લાલચટક... એને થયું એ બધાં શણગારસાથે લાલ ચાંદલો કરતી હશે ? એનાં તો લગ્ન પણ નહોતાં થયાં.. ના કોઇ એવો સાથ સંબંધ કે પ્રેમ... તો કોના માટે આ ચાંદલો ? પરિણીતા નહોતી આ ચાંદલો તો પરીણીતા કરે ? એક વેશ્યા શૃંગાર કરે પણ...

સાવીને સોહમ યાદ આવી ગયો.. સોહમ સાથે પ્રેમ થયો અર્ધાંગિની થવાનાં સ્વપ્ન જોયાં હતાં એનાં નામનો લાલ ચાંદલો કરતી પતિ હોવાનો એહસાસ કરતી સૌભાગ્યવતી થવું હતું પણ સૌભાગ્યનો ચાંદલો પોતે પણ કરતી માત્ર સિંદૂર પુરવું બાકી હતું ચાંદલો સૌભાગ્યવતી સ્ત્રીનું પ્રતિક હતું સોહમને કરેલી એને વાત યાદ આવી ગઇ...

એકવાર સોહમે કહ્યું હતું “સાવી તું મારી પત્નીજ છે આ કપાળમાં ચાંદલો તું સાચા સિંદુર કે કંકુનો કર મને એવો ખૂબ ગમે આવા ગમે તેવા ગુંદરનાં ચાંદલા મને નથી ગમતાં ત્યારે હું હસી પડેલી બોલી હતી "સોહુ તું ખૂબ વરણાગ્યો છે બધાં આવાજ ચાંલ્લા કરે એમાં ખોટું શું છે ?”

સોહમે કહેલું “એ કારખાનામાં બનતાં ચાંલ્લા પર કેટલાયનાં હાથ લાગ્યા હોય.. ગુંદર કે મીણ લગાવતાં હોય કેટલાયનાં હાથ ફરેલાં હોય એ મારું તારું સૌભાગ્યનાં હોય શુધ્ધ કંકુ કે સિંદુર તારાં હાથે મારાં હોવાનાં ભાવ સાથે તું લગાવ એનો પ્રભાવ જ જુદો હોય.. સોહમ.... તારી વાતો તારાં વિચાર હજી મને..”.

સાવીને આંસુ પાડવા… ના આંખો હતી ના શરીર છતાં જીવ ચોળાયો.. સોહમ યાદ આવી ગયો...

ત્યાં ચંબલનાથે કહ્યું “એય પ્રેત જીવ તારો પ્રેતયોનીમાં હજી ક્યા વિચારો કે વાસનામાં ભટકે છે ? ઉતાવળ કર આનાં કપડાં ઉતારી સ્નાન કરાવ અને તારીજ ભસ્મ કે રાખ એનાં શરીર પર લગાવ. રાખ હશે તો તું એનાં શરીરમાં જઇને પણ "તારાં મય" નહીં થઇ શકો અને જેનાં માટે બળી મરી એ "ભસ્મ" થઇ હશે તો ભસ્મમાં પણ તારાં ભાવ હશે.” સાવીનું પ્રેત બધુ સાંભળી રહ્યું હતું એને વિક્ષેપ પડ્યો એં ચંબલનાથનાં બોલવાથી એને ક્રોધ આવી ગયો છતાં ચૂપ રહી...

**************

સોહમને લીફ્ટમાં કંઇક અગોચર અનુભવ થયો એ બહાર નીકળ્યો ત્યારે આખાં શરીરમાં પરસેવો વળી ગયેલો. એ માંડ સ્વસ્થ થયો અને એની ઓફીસ તરફ આગળ વધ્યો.

સોહમને ઓફીસમાં પ્રવેશ કર્યો સામેજ શાનવી મળી.. શાનવીએ આશ્ચર્ય સાથે પૂછ્યું "સોહમ તું અહીં ? તને તો છૂટો કર્યો છે અને બોસ તો....” સોહમને એનો પ્રશ્ન સાંભળ્યો ના સાંભળ્યો કરી મક્કમ પગલે બોસની ચેમ્બર તરફ જવા લાગ્યો એણે શાનવીનું કંઇ સાંભળ્યુ નહીં શાનવી એની પાછળ પાછળજ રહી...

સોહમે ચેમ્બરનો દરવાજો ખોલ્યો... “મેં આઇ કમીંગ સર?” એનો બોસ આર્શ્ચયથી સોહમને જોઇ રહ્યો. સોહમે જોયું કે એનાં બોસનાં ચહેરાં પર આશ્ચર્ય સાથે નારાજગી હતી. એ બોલ્યાં "હવે શેના માટે અહીં આવ્યો છે ? તને અંદર કોણે આવવા દીધો ?”

સોહમે ચહેરો સખ્ત કર્યો અને દ્રઢતા બતાવતા કહ્યું “સર તમે મને છૂટો કર્યો છે હું જાણું છું અહી હું તમારી પાસે નોકરી માંગવા નથી આવ્યો.. મારો હિસાબ બાકી છે મેં અત્યાર સુધી કંપની માટે ખંતથી કામ કર્યુ છે કંપનીને ફાયદો કરાવ્યો છે મારાં હિસાબનાં બાકી નીકળતાં પૈસા લેવા આવ્યો છું હું કોઇ ભીખ નથી માંગતો હક્કનાં પૈસા......”

સોહમ હજી આગળ બોલે પહેલાં એનો બોસ ગુસ્સાથી લાલ થઇ ગયો ખુરશી પરથી ઉભા થઇ કીધું. “કંપની કમાઇ હશે એનાંથી વધારે નુકશાન તારા લીધે ઉઠાવ્યું છે હવે શેનો હિસાબ ? શેનાં પૈસા ?”

સોહમે કહ્યું “મારી પાસે બધી સ્લીપ છે કપાયેલાં પૈસાનો હિસાબ છે તમેજ જેમાં સહીઓ કરેલી છે મેં જે કામ કર્યું છે એનું વળતર આપવુંજ રહ્યું તમે જેટલાં કાયદા જાણો છે. એટલાંજ હું જાણું છું”.

મેનેજર બે મીનીટ એને સાંભળી રહ્યો થોડો નરમ પડ્યો પછી બોલ્યો “તારાં પ્રોજેક્ટ પ્રમાણે કંપની કમાઇ હશે પણ પછી તું કોઇ અપડેટ આપવામાં નિષ્ફળ ગયો એનાં નુકસાનની ભરપાઇ કોણ કરશે ?”

સોહમે કહ્યું “એ મારી જવાબદારી નથી. મેં જે પ્રોજેક્ટ બનાવેલો એમાં તમે ફાઇનલ ચેક કરી એને પસંદ કરો પછી કંપની આગળ કામ કરે છે દરેક વખતે ફકત મારી જવાબદારી નથી રહેતી તમે પણ એટલાં જવાબદાર છો જો મને મારાં નીકળતાં પૈસા નહીં મળે તો....”

સોહમ આગળ બોલવા જાય એ પહેલાં એનાં બોસે કહ્યું “નહીંતર તું શું કરી લઇશ ?” સોહમે કહ્યું “મી. શ્રી નિવાસ એમ તમે હાથ ઊંચા ના કરી શકો. કંપની લો હું પણ જાણું છું તમારી અને તરનેજાની તરન્નુમ હું જાણું છું મારી પાસે એનાં પુરાવા છે બોલો બધાં કંપનીમાં અને શેઠ સામે રજૂ કરી દઊં ? તમારી જોહુકમી એ અને તમારાં તરનેજા સાથેનાં....”

“એય એય બંધ કર બકવાસ જા બહાર હું એકાઉન્ટમાં કહી દઊં છું તારાં નીકળતાં પૈસા તને મળી જશે. નીકળ..” સોહમે એની સામે વિજયી સ્મિત કરતાં કહ્યું “ગોરખધંધા અને વ્યભીચાર હું નહી બધાં જાણે છે મારો એક એક પૈસો મારે જોઇએ નહીંતર... હું છું અને તમે છો...” એમ કહી ઝડપથી ચેમ્બરનો દરવાજો બંધ કરી બહાર નીકળી ગયો.

શાનવી બહારજ ઊભી હતી... એ સોહમની સામે જોઇ હસી.. સોહમે એની સામે એવું સ્મિત કર્યું કે એ ભોંઠી પડીને જતી રહી....

સોહમ એકાઉન્ટમાં તરનેજા પાસે ગયો અને બોલ્યો "હાય ડાર્લીંગ" મારો એકાઉન્ટ કાઢ અને મારાં નીકળતાં બધાં પૈસાનો હિસાબ કરીને મને આપ હમણાંજ.. હમણાંથી તારાં હોઠ ગુલાબી કરતાં લાલ વધુ છે.” કહી કટાક્ષ કર્યો.

પેલાએ ગુસ્સાની જગ્યાએ હસતાં હસતાં કહ્યું “ઓહ સોહમ આવુ શું બોલે છે ? હમણાંજ તારો હિસાબ....”

વધુ આવતા અંકે ---- પ્રકરણ-58