Dhup-Chhanv - 89 in Gujarati Moral Stories by Jasmina Shah books and stories PDF | ધૂપ-છાઁવ - 89

ધૂપ-છાઁવ - 89

અપેક્ષા ભણેલીગણેલી અને ખૂબજ હોંશિયાર છોકરી હતી એટલે તે કોઈ સારી જગ્યાએ જો પોતાને જોબ મળી જાય તો કરવા ઈચ્છે છે તેમ તેણે જણાવ્યું. ધીમંત શેઠે તેને એકાઉન્ટ વિશે, કમ્પ્યૂટર વિશે કેટલું નોલેજ છે તે જાણી લીધું અને બીજે દિવસે પોતાની ઓફિસમાં તેને જોબ માટે બોલાવી.
અપેક્ષાએ મારી મોમને પૂછીને હું આપને જવાબ આપું તેમ જણાવ્યું અને ચા નાસ્તો કરીને ફરીથી ધીમંત શેઠનો તેમજ લાલજીભાઈએ તેને ચા નાસ્તો કરાવ્યો તે બદલ તેમનો આભાર માનીને તે પોતાના ઘરે જવા માટે નીકળી...
હવે આગળ...
અપેક્ષાએ ઘરે આવીને પોતે જોબ કરવા ઈચ્છે છે તેમ લક્ષ્મીને જણાવ્યું આ વાત જાણીને લક્ષ્મીને પણ આનંદ થયો કે અપેક્ષાનું માઈન્ડ થોડું બીઝી રહેશે તો તેનું દુઃખ થોડું હળવું થશે એટલે તેણે તરતજ હા પાડી અને વળી અપેક્ષાએ લક્ષ્મીને એમ પણ જણાવ્યું કે ધીમંત શેઠે મને આવતીકાલે જોબ માટે તેમની ઓફિસમાં બોલાવી છે ધીમંત શેઠનું નામ સાંભળીને લક્ષ્મીને વધારે આનંદ થયો અને તેણે અપેક્ષાને એમ પણ કહ્યું કે, જો ધીમંત શેઠ તને તેમની ઓફિસમાં જોબ આપતાં હોય તો તેનાથી ઉત્તમ બીજું કંઈ જ હોઈ ન શકે માટે તારે ના પાડવાની કે બીજો કોઈ વિચાર કરવાની કોઈ જગ્યા જ રહેતી નથી.
અપેક્ષાએ પણ હા માં તારી વાત બિલકુલ સાચી છે તેમ કહ્યું અને પોતાનું વોર્ડ્રોબ ખોલીને તેના ડ્રોઅરમાંથી પોતાની ફાઈલ કાઢીને પોતાના ડોક્યુમેન્ટ્સ જોવા લાગી અને ગોઠવવા લાગી અને બીજા દિવસની સવાર ક્યારે પડે તેની રાહ જોવા લાગી.
બીજે દિવસે અપેક્ષા સીન્સીયરલી જોબ ઉપર જતી હોય તેમ આયના સામે ઉભી રહીને તૈયાર થઈ રહી હતી અને આયનાને જાણે પૂછી રહી હતી કે હું જોબ માટે પરફેક્ટ તો છું ને? અને પોતાની જાતે જ પોતાની જાતને હા પાડી રહી હતી કે હા તું બિલકુલ પરફેક્ટ છું. આમેય તે તેને જોબનો તેમજ પોતાના બિઝનેસનો સારો એવો અનુભવ હતો એટલે તેને જોબ તો તરત મળી જાય તેમ જ હતું પણ આ વખતે તેની જે માનસિક પરિસ્થિતિ હતી તે પહેલાં કરતાં પણ વધારે નાજુક હતી. આ વખતે તેને ડૉક્ટરે વધારે પડતો સ્ટ્રેસ લેવાની ચોખ્ખી ના પાડી હતી અને સાથે સાથે તેની માં લક્ષ્મીને પણ સૂચના આપવામાં આવી હતી કે તેને કોઈ પણ જાતનો વધુ સ્ટ્રેસ આપવો નહીં નહીંતર ફરીથી ગમે ત્યારે તેની પરિસ્થિતિ વધારે ગંભીર બની શકે છે એટલે લક્ષ્મીને પણ હવે અપેક્ષાની તબિયત બાબતે થોડી વધારે ચિંતા રહેતી હતી અને તેના મનમાં ખૂબજ ડર પણ રહ્યા કરતો હતો કે હું મારી લાડકી દીકરી અપેક્ષાને ખોઈ ન બેસું.. "માં તે માં બીજા બધા વગડાના વા" અલબત્ત હજી અપેક્ષાને દરરોજ નિયમિતપણે એક ગોળી તો લેવી જ પડતી હતી જેનાથી તેની ઊંઘ પૂરી થાય અને તેના મનમાં ખોટાં ખોટાં વિચારો ન આવ્યા કરે.
ઓફિસ જવા માટે તૈયાર થયેલી અપેક્ષા સેવનના લાકડામાંથી બનાવેલ સુંદર ભગવાનના કબાટ પાસે જઈને ઉભી રહી અને બે હાથ જોડીને ઈશ્વરને મનોમન પ્રાર્થના કરવા લાગી કે આ જોબ તેને મળી જ જાય અને પછી પોતાની મોમ લક્ષ્મીને તે પગે લાગી. લક્ષ્મીએ તેને ગોળની કાંકરી ખવડાવીને મોકલી.
ગોલ્ડન બોર્ડરવાળો ફૂલસ્લીવ મરુન કલરનો ડ્રેસ, સ્ટેપકટ વાળમાં બાંધેલી પોની જેમાં મેચીંગ બટરફ્લાય અને એક હાથમાં બ્રાન્ડેડ પર્સ તેમજ બીજા હાથમાં પોતાના ડોક્યુમેન્ટ્સની ફાઈલ અને માથા ઉપર ભરાવેલા બ્રાન્ડેડ ગોગલ્સને કારણે તે કંઈક અલગ જ પ્રતિભા ધરાવનાર વ્યક્તિ દેખાતી હતી તેનો રૂપાળો ગોરો વાન અને આકર્ષક ચાલને કારણે તે ધીમંત શેઠની ઓફિસમાં પ્રવેશી કે તરતજ ઓફિસમાં હાજર તમામની નજર તેની ઉપર અટકેલી હતી અને દરેકને એક જ કુતૂહલ હતું કે કોણ છે? અને ધીમંત શેઠને મળવા માટે કેમ આવી છે?
તે ઓફિસમાં પ્રવેશી અને રિસેપ્શનીસ્ટ પાસે જઈને ઉભી રહી અને બિલકુલ નમ્ર અવાજે તેણે ધીમંત શેઠ વિશે પૂછપરછ કરી રિસેપ્શનીસ્ટ મીસ રોઝીએ તેને થોડીવાર માટે બેસવાનું કહ્યું અને તેણે અંદર ઓફિસમાં જઈને અપેક્ષા મેડમ આવ્યા છે તેની ધીમંત શેઠને જાણ કરી.
પાંચ મિનિટ પછી ધીમંત શેઠે તેને અંદર બોલાવી ત્યારે સ્ટાફમાં રહેલ એક બે એમ્પલોઈએ તો મીસ રોઝીને તે કેમ અહીં આવી છે તેમ પૂછી પણ લીધું ત્યારે રોઝીએ જવાબ આપ્યો કે જેટલું તમે જાણો છો તેટલું જ હું પણ જાણું છું હમણાં થોડીવારમાં ખબર પડશે તેવો જવાબ આપ્યો.
થોડીવાર પછી ધીમંત શેઠે પોતાની ઓફિસમાં કામ કરતાં સીનીયર ક્લાર્ક રોહિત શુક્લને પોતાની કેબિનમાં બોલાવ્યા અને તેમને કહ્યું કે હવે પછી અપેક્ષા પણ તમને તમારા એકાઉન્ટમાં હેલ્પ કરશે અને કંપનીના ખરીદ વેચાણમાં પણ તેનું ધ્યાન રહેશે.
આમ અપેક્ષાને આજે ધીમંત શેઠની કંપની "રિધમ માર્કેટીંગ"માં જોબ મળી ગઈ હતી.
અપેક્ષા આજે ખૂબજ ખુશ હતી અને વિચારી રહી હતી કે પોતાને જીવનની કોઈ નવી દિશા મળી ગઈ છે.
અપેક્ષા રિધમ માર્કેટીંગમાં પોતાની જ કંપની હોય તેમ ખૂબજ મન લગાવીને કામ કરી રહી હતી અને તેના કામથી ફક્ત ધીમંત શેઠ જ નહીં પણ કંપનીના બધા જ એમ્પ્લોઇઝ પણ ખૂબ ખુશ હતા ઓફિસમાં દરેકની સાથે તે ખૂબજ હળીમળીને રહેતી હતી જાણે તે તેનો એક પરિવાર બની ગયો હતો.
સમયસર ઓફિસે જવું અને ખૂબજ મહેનત અને લગનથી પોતાનું કામ પૂરું કરવું અને શાંતિથી દિવસો પસાર કરવા બસ તે જ હવે અપેક્ષાનું જીવન બની ગયું હતું અને એટલામાં એક દિવસ ધીમંત શેઠ પોતાના ડૉક્ટર મિત્ર મેહૂલ પટેલને મળીને બોમ્બેથી પરત આવી રહ્યા હતા અને રસ્તામાં જ તેમની કારનો ભયાનક અકસ્માત સર્જાયો અને તેમને અમદાવાદની એપોલો હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા....
અપેક્ષાને આ વાતની ખબર પડતાં જ તેના તો હોશકોશ જ ઉડી ગયા અને તે સીધી એપોલો હોસ્પિટલમાં દોડી ગઈ પરંતુ ધીમંત શેઠનું માથું કારના આગળના ભાગમાં જોરથી ટકરાતાં તેમને સખત હેડ ઈન્જરી થઈ હતી જેને કારણે તે બેભાન અવસ્થામાં ચાલ્યા ગયા હતા અને તેમને આઈ સી યુ માં સારવાર અર્થે રાખેલા હતાં...
વધુ આગળના ભાગમાં....
ધીમંત શેઠને ક્યારે સારું થશે અને અપેક્ષા ધીમંત શેઠની શું મદદ કરે છે?
તે આપણે આગળના ભાગમાં જોઈશું....
~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
30/1/23

Rate & Review

Hina Thakkar

Hina Thakkar 3 weeks ago

milind barot

milind barot 4 weeks ago

Roshni Joshi

Roshni Joshi 2 months ago

Parash Dhulia

Parash Dhulia 3 months ago

Jasmina Shah

Jasmina Shah Matrubharti Verified 3 months ago