Dhup-Chhanv - 92 in Gujarati Moral Stories by Jasmina Shah books and stories PDF | ધૂપ-છાઁવ - 92

ધૂપ-છાઁવ - 92

ધીમંત શેઠ અપેક્ષાને કહી રહ્યા હતા કે, "તે તો આખી ઓફિસનો લૂક જ ચેન્જ કરી દીધો છે બિલકુલ નવી થઈ ગઈ આપણી ઓફિસ.. હવે અહીંયા બેસવાની અને કામ કરવાની પણ ખૂબ મજા આવશે. પણ આ બધા ખર્ચ માટે તે પૈસા ક્યાંથી વાપર્યા હિસાબમાં તો આ બધા ખર્ચનો કોઈ ઉલ્લેખ જ નથી." "સર એ તો મારી સેલરીમાંથી જ મેં ખર્ચ કર્યો છે."
"અરે બાપ રે.. એવું થોડું ચાલે..તે મારી આટલી બધી સેવા કરી જેને કારણે હું આટલો જલ્દીથી પથારીમાંથી ઊભો થઈ ગયો અને જાણે દશ વર્ષ નાનો બની ગયો એટલી બધી મારામાં સ્ફૂર્તિ આવી ગઈ છે અને એટલો બધો મારામાં આત્મવિશ્વાસ પણ આવી ગયો છે તે મારા માટે આટલું બધું કર્યું તેટલું ઓછું છે તો આ બધો ખર્ચ તારે કરવાનો હોય..!!"
અને ધીમંત શેઠે પોતાની બેગમાંથી ચેક બુક કાઢી અને અપેક્ષાના હાથમાં એક લાખ રૂપિયાનો ચેક મૂકી દીધો જે લેવા માટે અપેક્ષા ઈન્કાર કરી રહી હતી...
અપેક્ષાના ઈન્કાર છતાં ધીમંત શેઠે તેને જબરદસ્તીથી એક લાખ રૂપિયાનો ચેક તેના હાથમાં થમાવ્યો અને ઉપરથી તેને એમ પણ કહ્યું કે હજુ વધારે ખર્ચ થયો હોય તો વિના સંકોચે ઉપરના પૈસા માંગી લેજે શરમાતી નહીં.
અને અપેક્ષા બોલી કે, "ના ના સર આના કરતાં ઓછો ખર્ચ થયો છે. ઉપરના પૈસા તમે પાછા લઈ લો."
"ના એ તારી પાસે જ રાખ હું પાછા નથી લેવાનો અને સાંભળ એમાંથી તને ગમતું કંઈપણ લાવી દેજે મારી યાદગીરી રૂપે.."
અપેક્ષા, "ઓકે સર" બોલી અને ખૂબજ ખુશ થઈ ગઈ.
તેની કલ્પના બહારની તેને નોકરી અને બોસ બંને મળ્યા હતાં તેથી તે પોતાની કંપની માટે અને બોસ માટે ગમે તે કરી છૂટવા તૈયાર હતી.
બંનેની આ વાતચીત પૂરી થઈ એટલે અપેક્ષા પોતાના કામમાં બીઝી થઈ ગઈ અને ધીમંત શેઠ પોતાના કામમાં બીઝી થઈ ગયા.
ઘણાં બધાં દિવસની રજા ભોગવ્યા બાદ ધીમંત શેઠને આજે ઓફિસમાં ખૂબજ કામ પહોંચ્યું હતું અને અપેક્ષાને પણ એટલું જ કામ પહોંચ્યું હતું. જોતજોતામાં સાંજ પડી ગઈ અને સાત વાગી ગયા ઓફિસનો બધોજ સ્ટાફ એક એક કરીને પોતાના ઘરે જવા માટે નીકળી ગયો હતો બસ રહી ગયા હતા તો ફક્ત અપેક્ષા અને ધીમંત શેઠ બે જ.
ધીમંત શેઠની નજર એકદમ પોતાની સ્માર્ટ વોચ ઉપર પડી તો ખબર પડી કે, ઑહો સાત વાગી ગયા..!! તેમણે અપેક્ષાને પોતાની કેબિનમાં બોલાવી અને સ્ટાફ વિશે પૂછ્યું. અપેક્ષના જણાવ્યા પ્રમાણે બધાજ પોત પોતાના સમયે ઘરે જવાનો સમય થતાં નીકળી ગયા હતા અને આપણે બે જ રહી ગયા છીએ.
ધીમંત શેઠે અપેક્ષાને મોડા સુધી રોકાવાનું કારણ પૂછ્યું તો તે બોલી કે, "સર તમે ન નીકળો ત્યાં સુધી હું થોડી નીકળી શકું અને તમે કામમાં ખૂબ બીઝી હતા એટલે હું પણ બેસી રહી."
ધીમંત શેઠ જરા ઉતાવળા જ પોતાની ચેર ઉપરથી ઉભા થઈ ગયા અને બોલ્યા કે, "ચાલ ડ્રાઈવરને ઉપર બોલાવી લે આ બેગ ને ટિફિન બધું લઈ લે અને ચાલ આપણે નીકળીએ હું તને રસ્તામાં ડ્રોપ કરતો જાઉં છું."
અપેક્ષા "ઓકે સર" બોલી અને બંને સાથે ઘરે જવા માટે નીકળ્યા.
રસ્તામાં ધીમંત શેઠ બીજા દિવસે પોતે કઈ ફાઈલ હાથ ઉપર લેવાના છે તે અને પોતાની
શિવમ માર્કેટીંગ કંપની સાથે મીટીંગ છે તો તેમાં અપેક્ષાને સાથે આવવાનું છે તેમ જણાવી રહ્યા હતા.
અપેક્ષાનું ઘર આવી ગયું એટલે અપેક્ષા કારમાંથી નીચે ઉતરી અને તેણે ધીમંત શેઠને પોતાના ઘરે આવવા માટે આમંત્રણ આપ્યું પરંતુ ધીમંત શેઠે પછીથી ક્યારેક આવીશ તેમ કહીને કાર પોતાના ઘર તરફ હંકારાવી.
ધીમંત શેઠે જેવો ઘરમાં પગ મૂક્યો કે તરતજ લાલજી દોડતો દોડતો આવ્યો અને ધીમંત શેઠ માટે પાણી લઈ આવ્યો. ધીમંત શેઠના હાથમાં પાણીનો ગ્લાસ આપીને તે ધીમંત શેઠને પૂછવા લાગ્યો કે, "શેઠ સાહેબ ઘણાં બધા દિવસે ઓફિસે ગયા એટલે થાકી ગયા હશો કેમ?"
"ના ના, થાક તો નથી લાગ્યો પણ ઘણાં દિવસો આરામ કર્યા પછી કામ કરવું થોડું અઘરું લાગે છે.."
"જી શેઠ સાચી વાત છે આપની અને હવે જમવાનું પીરસી દઉં?"
"હા, થોડી વાર પછી પીરસ અને શું જમવાનું બનાવ્યું છે આજે તે?"
"જી, શેઠ ભાખરી અને તમને ભાવતું રીંગણ બટાકાનું રસાવાળું શાક બનાવ્યું છે."
"સારું સરસ ચાલ પાંચ મિનિટ રહીને પીરસી દે હું ત્યાં સુધીમાં જરા હાથ પગ મોં ધોઈ લઉં."
અને ધીમંત શેઠ પોતાના બેડરૂમમાં જઈને ગીઝર ઓન કરીને ગરમ પાણીથી હાથ પગ મોં ધોઈને ફ્રેશ થઈ જાય છે એટલીવારમાં લાલજી તેમનું જમવાનું પીરસી દે છે.
ધીમંત શેઠ જમતાં પહેલાં પરમાત્માને યાદ કરે છે અને પોતાને સુખરૂપ જિંદગી આપવા બદલ પરમાત્માને થેનક્સ કહે છે અને પછી જમવાનું શરૂ કરે છે.
લાલજી ઘણાં વર્ષોથી ધીમંત શેઠની સાથે રહેતો હોય છે એટલે તે ધીમંત શેઠના સ્વભાવને સારી રીતે ઓળખતો હોય છે કે ધીમંત શેઠ બધું જ ચલાવી લેશે પરંતુ પોતાની જરૂરિયાતનો ક્યાંય અને ક્યારેય પણ ઉલ્લેખ નહીં કરે ત્યારે લાલજી તેને પોતાની ફરજ સમજીને ઠાવકાઈથી ધીમંત શેઠને કહે છે કે, "શેઠ તમને ખોટું ન લાગે તો મારે તમને એક વાત કહેવી છે..!!"
લાલજીએ આવું પૂછ્યું એટલે ધીમંત શેઠને થયું કે લાલજીને પોતાના ગામ પોતાની પત્ની અને બાળકો પાસે જવું હશે એટલે રજા માંગતો હશે એટલે ધીમંત શેઠ હસતાં હસતાં તેને કહેવા લાગ્યા કે, "બોલ રજા જોઈએ છે ને તારે ગામડે જવું છે ને?"
"ના ના શેઠ સાહેબ એવું નથી મારે આપને બીજી એક વાત કરવી છે." લાલજીએ નમ્રતાથી કહ્યું.
"હા, બોલ શું વાત છે?"
લાલજીને કહેતાં થોડો સંકોચ થતો હતો પણ તે એવું વિચારતો હતો કે મારા સિવાય શેઠને આ વાત બીજું કોઈ કહેશે પણ નહીં અને મારા જેટલું શેઠનું ભલું વિચારનારું કે તેમની તકલીફને સમજવા વાળું બીજું કોઈ હોઈ પણ શકે નહીં માટે મારે તો આ વાત શેઠને કરવી જ જોઈએ એટલે તે થોડો ધીમંત શેઠની નજીક ગયો અને ઠાવકાઈથી બોલ્યો કે, "શેઠ સાહેબ આ અપેક્ષા મેડમ આપણાં ઘરમાં આવતાં હતાં તો ઘર કેટલું ભરેલું ભરેલું લાગતું હતું અને તે તમારું કેટલું ધ્યાન પણ રાખે છે તમને એક્સિડન્ટ થયો હતો અને દાખલ કર્યા હતા ત્યારે રાત દિવસ જોયા વગર ખડેપગે તેમણે તમારી સેવા ચાકરી કરી છે અને આ જુઓ તો ખરા આપણાં આ આખા ઘરની તેમણે તો રોનક પણ કેવી બદલી કાઢી છે અને શેઠ સાહેબ એ જ્યારે આપણાં ઘરમાં આવે ત્યારે ઘર એકદમ ભરેલું ભરેલું લાગે છે અને ઘરમાં જાણે આનંદ આનંદ છવાઈ જાય છે મને તો એમનો પ્રેમાળ સ્વભાવ જ ખૂબ ગમે છે તો એ કાયમ માટે આપણાં ઘરમાં રહી જાય એવું કંઈક કરો ને સાહેબ..!!"
ધીમંત શેઠ લાલજીની વાત સાંભળીને વિચારમાં પડી ગયા...
વધુ આગળના ભાગમાં....
લાલજીની વાતનો શું જવાબ આપશે ધીમંત શેઠ તે આપણે આગળના ભાગમાં જોઈશું...
~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
24/2/23


Rate & Review

Hina Thakkar

Hina Thakkar 4 weeks ago

Anjali Patel

Anjali Patel 4 weeks ago

milind barot

milind barot 1 month ago

Jasmina Shah

Jasmina Shah Matrubharti Verified 2 months ago

Dipti Patel

Dipti Patel 3 months ago