Bhayanak Ghar - 27 books and stories free download online pdf in Gujarati

ભયાનક ઘર - 27

એમજ અમે એ દિવસે બઉ વાત કરી અને એક બીજા ને સમજ્યા...પણ હું રાજ ને મારા દિલ ની વાત કહેવા માંગતી હતી...પણ એ વખતે પણ હું એને બોલી નાં શકી...
આમ ને આમ 3 દિવસ વીતી ગયા...અને અમે ફરી એક વાર ચેટ કરવા લાગ્યા...અને વાત વાત મા મે કહી દીધું કે કાલે મારો જન્મ દિવસ છે....
રાજ બઉ ખુશ થઈ ગયો અને બોલ્યો કે...
ઓહો પાર્ટી તો બનતી હૈ બોસ...તો ચાલો મળીએ કાલે અનેં પાર્ટી તો કરવીજ પડશે...અને મે પણ હા કહી દીધી કે કાલે મળીયે....
અમે એક બીજા નાં થી બઉ નજીક આવી ગયા...અને ઘણી બધી વાતો કરી..
બીજા દિવસે જેવી હું કોલેજ ગઈ તો એને મને બર્થ ડે વિશ કર્યું...અને કીધું કે છૂટી ને મળીયે... તમારી ફ્રેન્ડ ને લઇ ને આવજો એક કામ છે...કેમ કે તમે પાર્ટી આપવા નાં છો ને?
મે કીધું કે હા હા કેમ નહિ... છૂટી ને મળીયે...
પછી હું ક્લાસ ભરવા ગઈ અને ...ક્લાસ અટેન કરી ને બહાર આવી તો .....રાજ સામેજ મારી રાહ જોઈને બેઠો હતો...
હું અને કાવ્યા બંને બહાર આવ્યા અને એને કીધું કે ચાલો પાર્ટી કરવો...તો હું એને અને કાવ્યા, અભય ને બધા બહાર જમવા ગયા...
ત્યારે ત્યાં મે જમવા નો ઓર્ડર કર્યો એના પેલા તો એને મારા માટે એક મોટી કેક નું આયોજન કરેલું હતું... થોડી વાર માં તો કેક આવી ગઈ અને રાજ એ કીધું કે મોહિની હેપી બર્થડે...એમ કહી ને ઉભો થઈ ગયો...અને મને કેક કાપવા માટે કહ્યું...પછી બધા મળી મે મને વિશ કર્યું અને એન્જોય કર્યું..પછી જમવા નું મંગાવ્યું અને બધા ત્યાં જમ્યા પછી બીલ આપવા નો ટાઈમ આવ્યો એટલે રાજ હાથ ધોવા માટે ગયો...અને થોડી વાર પછી ખબર પડી કે એને હાથ ધોવાના બહાને એને બીલ પે કરી ને આવ્યો હતો......
મે એને નાં પડી પણ એ મારી એક નાં માન્યો અને બોલ્યો કે દોસ્તી માં એવવું નાં હોય.....
પછી બધા બહાર ગાર્ડન માં બેઠા અને ખૂબ એન્જોય કર્યું... એ ટાઈમ મારા માટે ખુબજ ખુશી નો સમય હતો.....
પછી થોડી વાર પછી અભય અને કાવ્યા એ કીધું કે હવે અમે ઘરે જઈએ છીએ તમે બેશો..અમે ઘરે જઈએ....
મે કીધું કે હા હવે આપડે પણ ઘરે જવું જોઈએ...પછી રાજ એ સામે થી કીધું કે મોહિની મારે એક વાત કરવી છે...આપડે થોડો ટાઈમ જોડે બેસી સકીએ?
મે એને હા પડી...કે હા હા બોલો શું વાત છે..એને કીધું કે તમને મે ગિફ્ટ તો આપી નાઈ..
મે હસી ને કીધું કે ....તો આ બધું શું હતું?...એટલો તો ખર્ચો કર્યો...તમારા બર્થ માં પણ હું કરીશ અજ...
રાજ : નાં નાં એવું નથી...પણ એક વાર બર્થ માં તો ગિફ્ટ અપવીજ પડે....
મોહિની : ઓહો...તો બોલો શું લાવ્યા છો?
રાજ : કઈ નાઈ....હું એક વસ્તુ લાવ્યો છું ....બસ એક ગિફ્ટ છે..
મોહિની : ઓહો તો લાવો..જોઈએ.
રાજ : હા પણ એક શરત છે કે .... આ ગિફ્ટ અત્યારે નાઈ ખોલો ...ઘરે જઈને ખોલશો......અને એક પ્રશ્ન છે એનો જવાબ મને રૂબરૂ મળી ને કેશો ફોન માં નહિ....
મોહિની : ઓહો .... ઓકે ઓકે કઈ વાંધો નાઈ.....જેવી તમારી ઈચ્છા .
રાજ : તો ચાલો મળીયે....
મોહિની : ક્યારે મળીશું?
રાજ : હસતા હસતા ....તમે કહો ત્યારે...ખાલી એક વાર યાદ કરજો....આવી જઈશું.....
મોહિની : એક દમ નિરાશ થઈ ગઈ અને ...બોલી કઈ નાઈ તમે આજે એટલું બધું કર્યું મારા માટે...બઉ ખુશી થઈ..
રાજ : નાં નાં પોતાના માં એવું નાં હોય...ચાલો મળીયે..પણ પ્રશ્ન ગમે તે હોય પણ આપડી દોસ્તી હંમેશા રેહસે....
એટલું કહી રાજ ચાલવા લાગ્યો...અને હું ઘરે આવી ગઈ.