Dhup-Chhanv - 95 in Gujarati Moral Stories by Jasmina Shah books and stories PDF | ધૂપ-છાઁવ - 95

ધૂપ-છાઁવ - 95

બોલો લાલજીભાઈ અહીંયા કેમ આવવાનું થયું? તમારે અપેક્ષાનું કામ હોય તો તેને ત્યાં ધીમંત શેઠના બંગલે બોલાવી લેવી હતી ને તમે છેક અહીં સુધી કેમ લાંબા થયા? ત્યારે તેમણે જણાવ્યું કે, "ના બેન બા, મારે અપેક્ષા મેડમનું નહીં તમારું જ કામ છે. હું તમને જ મળવા માટે આવ્યો છું."
"ઓહો, એવું શું કામ પડ્યું એમણે કંઈ પૈસા બૈસા તો નહોતા માંગ્યા ને?"
"ના બેટા ના, પૈસાની તો ધીમંત શેઠને ત્યાં ક્યાં કમી છે તો આપણી પાસે માંગે."
"અરે, સરે કદાચ પૈસા આપવાની ના પાડી હોય."
"ના ના એવું નથી બેટા સાંભળને, પછી મેં તેમને બેસવા માટે કહ્યું અને હું તેમને માટે પાણી લઈ આવી તેમણે પાણી પીધું અને તે બોલ્યા કે, મોટી બહેન મારે તમારું એક કામ છે જે તમારે કરવું જ પડશે તમારે મને ના નથી કહેવાની. હું બહુ આશા લઈને તમારી પાસે આવ્યો છું. મેં તેમને મારું શું કામ છે તેમ પૂછ્યું..."
ત્યારે તેમણે મને જણાવ્યું કે, આ દિવાળીની રજાઓમાં મારે મારી પત્નીને અને બાળકોને મળવા માટે જવું છે પણ મારા શેઠ સાહેબ હજી હમણાં જ પથારીમાંથી ઉભા થયા છે તો તેમને એકલા મૂકીને જવાની મારી હિંમત જ ચાલતી નથી તો તમે થોડા દિવસ અપેક્ષા મેડમને શેઠ સાહેબના ત્યાં રહેવા માટે મોકલશો એવું હોય તો સાથે તમે પણ જજો પણ મારી આટલી વિનંતી છે અને તે મને પગે લાગવા લાગ્યા.
લક્ષ્મી આગળ કંઈ બોલે તે પહેલાં અપેક્ષા ઉતાવળી થઇને લક્ષ્મીને પૂછવા લાગી કે, "તો પછી તે શું જવાબ આપ્યો માં?"
હા, તેમની વાત સાંભળ્યા પછી મેં તેમને કહ્યું કે, "તમારી બધી જ વાત સાચી લાલજીભાઈ મને અપેક્ષાને ધીમંત શેઠને ત્યાં રહેવા મોકલવામાં કંઈજ વાંધો નથી પરંતુ અપેક્ષા પણ તો તેને માટે તૈયાર હોવી જોઈએ ને?"
"યુ આર એક્ઝેક્ટલી રાઈટ માં"
હવે મેં તો તારી ઉપર છોડ્યું છે તારી જેમ ઈચ્છા હોય તેમ તું કરી શકે છે."
"પણ મોમ હું એકલી કઈરીતે તેમના ત્યાં રહેવા માટે જઈ શકું? કોઈને ખબર પડે તો કેવું લાગે? આ થોડું અમેરિકા છે આ તો આપણું ઈન્ડિયા છે મોમ અને અહીંયા તો નવરા માણસોનું કામ જ બસ બીજાની પંચાત કરવાનું છે. તું જો મારી સાથે થોડા દિવસ ત્યાં રહેવા માટે આવતી હોય તો ઠીક છે બાકી હું એકલી તો નહીં જ જવું."
લક્ષ્મી અપેક્ષાની સામે જોઈને હસી અને બોલી કે, "ના બેટા હું મારું આ ઘર અને મારા ઠાકોરજીની સેવા છોડીને ક્યાંય નથી આવવાની તું એક કામ કરજે આજે ઓફિસથી બારોબાર ધીમંત શેઠને ત્યાં જઈ આવજે અને લાલજીભાઈને ધીમે રહીને સાચી વાત સમજાવજે અને ના પાડી દેજે."
"ઓકે મોમ એવું જ કરીશ."
લાલજી શાંતિથી ધીમંત શેઠના બંગલે પહોંચી ગયો અને મનમાં ને મનમાં વિચારવા લાગ્યો કે, જો અપેક્ષા મેડમ અહીં રહેવા માટે આવી જાય તો મારા શેઠ સાહેબનું ને એમનું મન મળી જાય અને મારા શેઠ સાહેબને તેમને યોગ્ય સાથીદાર મળી જાય બસ પછી મારા જીવને શાંતિ. બિચારા મારા શેઠ સાહેબ એકલા પડી ગયા છે તેમને એક સાથીદાર મળી જાય એટલે બસ અને આમ વિચારો કરતાં કરતાં તે સાથે રસોઈ પણ બનાવતો જતો હતો.
બીજે દિવસે એઝયુઝ્વલ અપેક્ષા ઓફિસે પહોંચી ગઈ અને પછી તેણે લાલજીભાઈને ફોન કર્યો કે, "આજે સાંજે હું ઓફિસેથી છૂટીને સીધી ત્યાં જ આવવાની છું તો મારા માટે તમારા હાથની બટાકાની શુકીભાજી અને ફુલાવેલી ભાખરી બનાવીને રાખજો."
અપેક્ષા આવવાની છે તે જાણીને લાલજી તો ખુશ ખુશ થઈ ગયો અને મનમાં ને મનમાં વિચારવા લાગ્યો કે, અપેક્ષા મેડમ, મને એમ જ કહેવા આવવાના લાગે છે કે, "તમ તમાર શાંતિથી દેશમાં જઈ આવો હું ધીમંત શેઠને સંભાળી લઈશ" અને તે અપેક્ષાને ભાવતું ભોજન બટાકાની શુકીભાજી અને ફુલાવેલી ભાખરી બનાવીને અપેક્ષા અને ધીમંત શેઠ આવે તેની રાહ જોવા લાગ્યો.
6.30 વાગ્યા એટલે ધીમંત શેઠે અપેક્ષાને પોતાની કેબિનમાં બોલાવી અને બીજા દિવસના પેન્ડિંગ કામ વિશે પૂછ્યું અને પછીથી તેને કહ્યું કે, "આજે હવે કંઈ કામ નથી તો તારે ઘરે જવું હોય તો તું જઈ શકે છે."
ધીમંત શેઠની આ વાત સાંભળીને અપેક્ષા હસી પડી અને બોલી કે, "સર આજે મારે તમારી સાથે તમારા ઘરે જ આવવાનું છે અને લાલજીભાઈએ મારું ભાવતું ભોજન પણ બનાવીને રાખ્યું છે એટલે મારે જમવાનું પણ તમારી સાથે તમારા ઘરે જ છે."
અપેક્ષાની વાત સાંભળીને ધીમંત શેઠ પણ હસી પડ્યા અને બોલ્યા કે, "અચ્છા એવું છે ઓકે તો પછી ચાલો હવે નીકળીશું ?"
"નો પ્રોબ્લેમ સર, તમારે કામ હોય તો પતાવી દો આપણે થોડીકવાર પછી નીકળીએ."
"ના બસ, આ લેપટોપ શટડાઉન કરી દીધું બીજું કામ કાલે.. ચાલ હવે નીકળીએ જ. લાલજી આપણાં બંનેની રાહ જોતો હશે."
અને ધીમંત શેઠ અને અપેક્ષા બંને ધીમંત શેઠના બંગલે જવા માટે નીકળી ગયા.
અપેક્ષા ઘરમાં પ્રવેશી એટલે લાલજીને લાગ્યું કે ઘરમાં જાણે રોનક આવી ગઈ અને તે વિચારવા લાગ્યો કે, સ્ત્રી વગરનું ઘર એ જાણે ઘર જ નથી બસ ખાલી મકાન જ છે અને જાણે ખાવા ભાસે છે."
અપેક્ષા હાથ પગ મોં ધોઈને ફ્રેશ થઈ અને ધીમંત શેઠ પણ પોતાની રૂમમાં ગયા કપડા બદલીને હાથ પગ મોં ધોઈને જરા હળવા થયા અને પછી લાલજીને જમવાનું પીરસવાનું કહીને થોડીવાર માટે ટીવીની સ્ક્રીન સામે ગોઠવાઈ ગયા.
ધીમંત શેઠ થોડીવાર ટીવીમાં ન્યૂઝ જોવામાં બીઝી થયા એટલીવારમાં અપેક્ષા લાલજી પાસે કીચનમાં ગઈ અને લાલજીને પોતે અહીંયા દીવાળી સમયે નહીં રહી શકે તેનું કારણ સમજાવવા લાગી. લાલજીને પણ અપેક્ષાએ આપેલું કારણ યોગ્ય જ લાગ્યું પરંતુ અપેક્ષાને અહીં રોકવાનું તેની પાસે બીજું એક કારણ પણ હતું જે તેને અપેક્ષાને કહેતાં થોડો સંકોચ થતો હતો પણ તેને એમ લાગ્યું કે અત્યારે વાત નીકળી જ છે તો કહી જ દઉં અને ઠાવકાઈથી અપેક્ષાની સામે પોતાના દિલની વાત ખોલવાનો પ્રયત્ન કરવા લાગ્યો...
હવે લાલજી અપેક્ષાની આગળ પોતાની કઈ દિલની વાત ખોલે છે તે આપણે આગળના ભાગમાં જોઈશું....
~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
22 /3/23


Rate & Review

Hina Thakkar

Hina Thakkar 4 weeks ago

milind barot

milind barot 1 month ago

Jasmina Shah

Jasmina Shah Matrubharti Verified 2 months ago

Parash Dhulia

Parash Dhulia 2 months ago

Gordhan Ghoniya

Gordhan Ghoniya 2 months ago