dada hu tamari dikri chu - 2 books and stories free download online pdf in Gujarati

દાદા હું તમારી દીકરી છું - 2

ભરતભાઈને જેવી આ વાતની જાણ થાય છે કે તરત જ એ જયંતીભાઈને લઇને હોસ્પિટલ જાય છે. અચાનક થી કાર સામેથી કાર આવતા ભારે અકસ્માત થાય છે. જ્યંતિભાઈ જેવા હોસ્પિટલ પહોંચે છે પોલીસ તેમની પાસે આવે છે અને તમે આમ હિંમત ના હારો તમારી દીકરી અંદર બેઠી છે જે ક્યારની તમારી રાહ જુએ છે.

જ્યંતિભાઈ જેમ તેમ હિંમત રાખીને આંચુ પાસે જાય છે, " અરે મારી ઢીંગલી તું આવી ગઈ! તું કેમ રડ છો? હવે હું આવી ગયો છું ને. ચૂપ થઈ જા. "

આંચુ રડતા અવાઝમાં બોલે છે " પાપાને હું પરેશાન કરતી હતી એટલે એ મારાથી ગુસ્સે થઈ ગયા ને? "

જયંતીભાઈ થોડા ભાવુક બની જાય છે " અરે આવી ફૂલ જેવી દીકરી પર થોડી કોઈ ગુસ્સે થાય. તું તો મારો કાળજાનો કટકો છો. હમણાં પાપાને સારુ થઈ જશે. " ભરતભાઈ આંચુ માટે નાસ્તો લઈને આવ્યા હોય છે. આંચુને એ નાસ્તો કરાવે છે. જયંતીભાઈ કઈ પણ ખાવાની ના પાડે છે.

ભરતભાઈ તેમને જમવા માટે બહુ કેહતા નથી. જયંતીભાઈને ખુબ જ ચિંતા થાય છે કે હવે શું થશે? આટલા વર્ષો બાદ ઘરે ખુશી આવી ના આવી એ પેહલા તો ખુશી જતી રહી. હજુ તો હું સરખો હસ્યો પણ ના હતો. મારાં દીકરા અને વહુ ની રાહ જોતો હતો ત્યાં તો અચાનક આવું થઈ ગયું.

હે કુદરત! એવા તો મેં ક્યાં જન્મના પાપની સજા તું મને આપ છો. મારો દીકરો આજે જીવન - મરણની પથારીએ પડ્યો છે. તું કેમ આવો ખેલ ખેલ છો! ભરતભાઈ જ્યંતિભાઈને હિંમત રાખવાનું કહે છે એટલામાં તો ડૉક્ટર જ્યંતિભાઈને બોલાવે છે.

ભરતભાઈ આંચુ પાસે બેસે છે અને તેની સાથે રમે છે જેથી આંચુ ને તેના પાપાની યાદ ના આવે. આંચુ રમવામાં થોડી વાર માટે બધું ભૂલી જાય છે. આંચુની મમ્મી ( સ્મિતાબેન ) માટે થોડી દવાઓ લાવવા અને તેમના દીકરા માટે ઈન્જેકશન લાવવા માટે કહે છે.

તેમના દીકરાની હાલત બહુ ખરાબ હોય છે. તે અત્યારે ઓપરેશન રૂમમાં હોય છે. તેમના બચવાની બહુ ઓછી અપેક્ષા હોય છે. જયંતીભાઈને આ જ વાતનો ડર સતાવતો હતો. જ્યંતિભાઈ બેન્કમાં જાય છે અને હોસ્પિટલમાં પૈસા જમા કરાવવાના હોય છે એટલે પૈસા જમા કરાવે છે.

પૈસા જમા થઈ ગયા પછી હોસ્પિટલમાંથી દવા માટેની ચિઠ્ઠી લઈને દવા લેવા જાય છે. દવા લેવા માટે દૂરના મેડિકલમાં જવાનુ હતું એટલે થોડી વાર લાગી ગઈ. દવા લઈને આવે છે ત્યાં તો ખબર પાડે છે તેમના દીકરાના છેલ્લા શ્વાસ ચાલી રહ્યા હતા.

બધા તેમના દીકરા પાસે જાય છે. સ્મિતાબેનને હવે થોડું સારુ હોય છે. તેઓને પણ ઓપરેશન રૂમમાં લાવવામાં આવે છે. તેમનો દીકરો ( રાહુલ ) જયંતીભાઈ પાસે થયેલ ભૂલચૂકની માફી માંગે છે. આંચુ અને સ્મિતાનું ધ્યાન રાખવાનું કહે છે. હંમેશા તેમની સાથે રહેવાનું કહે છે.

આંચુની જવાબદારી સૌપીને જાવ છું. તેમનો સાથ આપજો અને તમારું ધ્યાન રાખજો. હું તમારા માટે કઈ ના કરી શક્યો એ માટે મને માફ કરજો. જ્યંતિભાઈની આંખોમાંથી આંસુઓની ધાર વહે છે. જ્યંતિભાઈ કંઈ પણ બોલી સકતા નથી. સ્મિતાને તેના પાપાનું ધ્યાન રાખવા કહે છે.

સ્મિતા પાસે માફી માંગે છે કે સાત જન્મનો સાથ નીભવવાનું કહીને આ જન્મમાં સાથ છોડીને જાવ છું. તારા માથે જવાબદારી મૂકીને જાવ છું. મને માફ કરી દેજે કે હું તારો સાથ ના નિભાવી શક્યો અને છેલ્લે આંચુને છેલ્લી વાર જોવાની ઈચ્છા દેખાડે છે.

આંચુને ભરતભાઈ લાવે છે આંચુ તેના પાપાની આવી હાલત જોઈને રડવા લાગે છે. રાહુલ તેને નજીક બોલાવી ગળેથી લગાવે છે. " અરે, તું તો મારી બહાદુર છોકરી છો. તારે આમ થોડી રાડાય. દાદા અને મમ્મીનું ધ્યાન રાખજે. તેમને એકલા નહિ છોડતી. તેને એક લોકેટ આપે છે જેમાં તેમનો ફોટો હોય છે તે પહેરાવે છે અને કહે છે હું હંમેશા તારી સાથે જ છું.

બસ, આટલુ કેહતાની સાથે જ તેમનું અવસાન થઈ જાય છે. જ્યંતિભાઈ અને સ્મિતાબેન તો ત્યાં જ તૂટી પડે છે. આંચુ પણ પાપા પાપા કરીને રડે છે. આ ઘરની એક દીવાલ પડી ગઈ હતી. હવે બધાને કોણ સાચવશે? કંઈ રીતે બધા રહેશે?

પ્રિયા તલાટી