Dada, Hu Tamari Dikri chhu - 8 books and stories free download online pdf in Gujarati

દાદા હું તમારી દીકરી છું - 8

આંચુ ના આવા જવાબથી સ્મિતાને થોડું દુઃખ થાય છે પણ પછી તે નજરઅંદાજ કરી દે છે. બંને પછી ઘરે જતા રહે છે. ઘરે જાય છે તો જયંતીભાઈનો ફોન આવે છે કે, " હું કાલે જ ત્યાં રહેવા આવી જાવ છું. મને તમારી અને ભરતભાઈની વાત સાચી લાગી. "

સ્મિતા અને આંચું બંને ખુશ થઈ જાય છે. આંચુ તો જયંતીભાઈને ચોકલેટ અને નાસ્તો લઇ આવવા કહે છે. સ્મિતા આજે આંચું નું મનપસંદ જમવાનું બનાવે છે. આંચુ જમી લે છે પણ કંઈ પણ બોલતી નથી. જયારે સ્મિતા તેને પૂછે છે કે, " આજે જમવાનું કેવું હતું? " તો તે મસ્ત એવો જવાબ આપે છે.

આજે આંચું નું પરિણામ પણ આવવાનું હતું. સ્મિતાએ તે માંગ્યું તો આંચું કહે છે હજી પરિણામ નથી આવ્યું. સ્મિતા તરત તેના ટીચર સાથે વાત કરે છે તો ખબર પડે છે કે પરિણામ તો આજે જ આવી ગયું છે પણ આંચું ને બહુ ઓછા માર્ક છે.

સ્મિતા આ વાત સાંભળી બહુ ગુસ્સે થાય છે અને આંચુ નું બેગ જોવે છે. તે તેની બધી બૂક્સ જોવે છે અને તેને બૂક્સની અંદર પરિણામ છુપાવેલ જોવા મળે છે. સ્મિતા કહે છે, " આંચુ, આ શું છે? "

આંચું ડરેલા અવાઝમાં કહે છે, " તારી સાથે હું ક્યારેય વાત નહીં કરું. "

સ્મિતા માર્ક્સ જુએ છે અને તેને વાંચવા માટે બેસાડે છે તો આંચું તેની સાથે ખરાબ વર્તન કરે છે. આંચુ ના પરિણામમાં પણ તેના ટીચરએ તેના ખરાબ વર્તન અને ક્લાસમાં ધ્યાન ના દેતી હોવાનું લખ્યું હતું. સ્મિતાને આંચું નું વર્તન બરાબર ના લાગતા થપ્પડ મારી દે છે.

આંચું રડવા લાગે છે અને ચૂપ થઈ જાય છે. આંચું નો દિવસે અને દિવસે સ્વભાવ ખરાબ થતો જતો હતો. તે બધાની સાથે ખુબ ખરાબ વર્તન કરતી હતી. સ્મિતાને એવુ લાગતું કે છોકરી હજી નાની છે એટલે પ્યાર થી સમજાવવાથી સમજી જશે, પણ તે સમજવા તૈયાર જ ના હતી.

આંચુ ને આગળ વાંચવું ના હતું એટલે સ્મિતાએ તેને સુવા માટે કહી દીધું. સ્મિતા અને આંચું બંને સુઈ ગયા. સવારના પાંચ વાગ્યે જયંતીભાઈ શહેર પહોંચી ગયા. સ્મિતા તેને લેવા માટે ગઈ અને લઈને આવી.

જયંતીભાઈ ઘરે થાકેલા આવે છે એટલે સ્મિતા તેને થોડી વાર સુઈ જવા માટે કહે છે પણ, જયંતીભાઈ ના પડે છે. આખો દિવસ મારે અહીંયા આરામ જ કરવાનો છે ને તો પછી પણ હું સુઈ શકું. તમે હવે આંચું ની કોઈ ચિંતા ના કરતા. તેને હું સ્કૂલએ મૂકી આવીશ અને લઇ પણ આવીશ.

હવે અંચુના મનમાં તમારા પ્રત્યે જે ખોટી સમજણ હતી એ પુરી થઈ ગઈ એ જાણીને મને ખુશી થઈ. આંચુ નું નામ લેતા સ્મિતાના હવવહાવ બદલાય જાય છે એટલે જયંતીભાઈ તેને પૂછે કે શું થયું તો સ્મિતા આંચું ના વર્તન અને પરિણામ વિશે બતાવે છે.

આ મુસીબતનું નિરાકરણ લાવવું ખુબ જ મુશ્કેલ હતું. તે કોઈને પણ તેના દિલની વાત નહોતી કરતી. સ્મિતા દરરોજની જેમ જમવાનું તૈયાર કરે છે અને જયંતીભાઈ આંચું ને સ્કૂલ માટે જગાડે છે. આંચુ દાદાને જોઈ ખુશ થઈ જાય છે. તે જયંતીભાઈને ગળે લગાવી લે છે અને રડવા લાગે છે.

જયંતીભાઈ તેને પૂછે છે કે, " મારો દીકરો કેમ રડે છે? હું અહીંયા તારી પાસે આવ્યો તેનાથી તું ખુશ નથી?

આંચું કહે છે, " મને તમારા વિના મજા નહોતી આવતી દાદા "

જ્યંતિભાઈ અરે મારો દીકરો કહી તેને તેડીને બહાર લઇ જાય છે અને ચોકલૅટ અને નાસ્તો આપે છે. આંચું ને સ્મિતા સ્કૂલ માટે તૈયાર થવાનું બોલે છે તો આંચું દાદાને આજે સ્કૂલમાં છુટ્ટી રાખવા માટે કહે છે. તેને આજે સ્કૂલએ નહોતું જવું. જયંતીભાઈના કહેવાથી સ્મિતા સ્કૂલ જવા માટે બહુ કેહતી નથી.

સ્મિતા જ્યંતિભાઈ અને આંચું માટે જમવાનું તૈયાર કરી પોતાનું ટિફિન લઈને જતી રહે છે. આજે તે દરરોજ કરતા થોડી વહેલી નીકળી જાય છે. તેને ઓફિસ પેહલા આંચુ ની સ્કૂલએ જવાનુ હતું. તેને સ્કૂલમાંથી આંચું ના ટીચરએ બોલાવી હતી. તમને શું લાગે છે ટીચરએ સ્મિતાને સ્કૂલ કેમ બોલાવી હશે.....

પ્રિયા તલાટી