Dada, Hu Tamari Dikri chhu - 6 books and stories free download online pdf in Gujarati

દાદા હું તમારી દીકરી છું - 6

આગળ આપણે જોયું કે સ્મિતા અને રીન્કુ બંને આંચુંને શોધવા માટે નીકળે છે, પણ આંચુ ક્યાંય મળતી નથી. સ્મિતાને ડર હોય છે કે ક્યાંક આંચું કિડનેપ તો થઈ નથી ગઈ ને!!

સ્મિતા આના માટે પોતાને જિમ્મેદાર માને છે કે તેને આવવામાં મોડું થયું એટલે આ બધું થયું. જો તે વહેલી આવી જોત તો આ બધું ના થાત. રાહુલની જગ્યા તે ક્યારેય નહિ લઇ શકે. આંચુ માટે તે માઁ અમે બાપ બંનેની ફરજ નહિ નિભાવી શકે. તે હારી ગઈ છે આ પરિસ્થિતિ થી, તે રાહુલને યાદ કરી રડે છે.

જયંતીભાઈને યાદ આવે છે કે રાહુલને હું કોલ કરતો ત્યારે તે ધણી વાર સ્કૂલની નજીક આવેલ પાર્કમાં હોય છે એટલે તે સ્મિતાને તરત જ ફોને કરીને જણાવે છે. સ્મિતા અને રિંકુ બંને ત્યાં જઈ આંચું ને શોધે છે કે તરત જ રિકુંની નજર આંચુ પર જાય છે. આંચુ ત્યાં તેમના પપ્પા અને મમ્મી ની સાથે ઉભા રહેલ બાળકોને જોઈ રહી હોય છે.

રિંકુ સ્મિતાને કહે છે, " જો આંચું ત્યાં ઉભી છે. " તેઓ તરત જ ત્યાં જાય છે સ્મિતા તરત જ આંચુને જઈને ભેટી જાય છે. સ્મિતા રડવા લાગે છે અને તેને પૂછે છે, " તું અહીંયા એકલી કેમ આવી છો. મને કહ્યું હોત તો હું તને અહીંયા લઇ આવત. તું મને એકલી છોડીને કેમ આવતી રહી. "

આંચુ આ વિશે કંઈ બોલતી નથી. રિંકુ અને સ્મિતા બંને ઘરે આવે છે. આજ રાત રિંકુ સ્મિતાના ઘરે રોકાવાની હોય છે. નિક પણ સ્મિતાના ઘરે જ આજે થોડી વાર બેસવા માટે આવ્યો હોય છે. નીકના કહેવાથી રિંકુ આજે રોકવાની જોય છે. જેથી સ્મિતાને પણ થોડું સારુ લાગે અને આંચુંને એક સહારો મળે.

તેઓ બધા આવીને બેઠા હોય છે. જયંતીભાઈને ફોન કરે છે અને બધા વાત કરતા હોય છે. સ્મિતાના મનમાં હજી એ વાતનું દુઃખ હોય છે એ આંચુ ને સાચવી ના શકી. તેણે હજી કંઈ પણ જમ્યું ના હતું. રિંકુ અને નિક બંનેએ આંચું ને જમાડી લીધું હોય છે. આંચુ અંદર સૂતી હોય છે.

પાર્કમાંથી આવ્યા બાદ આંચુ કંઈ પણ બોલી ના હતી. જયંતીભાઈ સ્મિતાને જમી લેવા માટે ઘણું કહે છે પણ અંતે તો એ એક માઁ નું દિલ છે. તેણે આંચુ ની ચિંતા રાત અને દિવસ સતાવતી હતી. આગળ જતા આંચુ ને તેના જીવનમાં ધણી અડચણ આવશે.તે અત્યારે જ હારી જશે એમ થોડી ચાલશે. કાલ સવારે મને કંઈક થઈ જશે તો તે શું કરશે.

જ્યંતિભાઈ સમજાવે છે કે, " એવુ ના બોલ મારી દીકરી. તારા અને મારાં સિવાય હવે કોણ છે તેનું!!! મારી પણ ઉંમર થવા આવી છે. હવે ભગવાન બોલાવે એટલી જ વાર છે મારે તો, ઉપર મારી રાહ જોઈને ઉભી છે એ કે ક્યારે હું આવું."

સ્મિતા કહે છે, " આવુ નહિ બોલો પપ્પા. તમે પણ મને છોડીને જતા રેહશો તો મારો સહારો, મારી હિમ્મત કોણ બનશે? રાહુલ તો પેલા જ મને છોડીને જતો રહ્યો અને હવે તમે આવુ બોલશો તો..........
આમ પણ મને હવે જીવવામાં કોઈ રસ નથી રહ્યો. જેના માટે જીવવા માંગતી હતી, જે મારી દુનિયા હતી એ મને છોડીને જતો રહ્યો. આમ પણ આંચુ તમારી પાસે આવવાની જીદ્દ કરતી હતી. તેણે તમારી સાથે બહુ મજા આવે છે. આંચુ હવે ચોથા ધોરણમાં આવવાની છે. તે હજુ ધણી ભાવુક છે. તેણે હજી સાચા ખોટાની થોડી ઓછી ખબર છે. તેને કોઈ કહે કે તારા પપ્પાનું અવસાન થઈ ગયું છે તો તે માનતી જ નથી.
તે એ વ્યકિતને ખોટી માનવા લાગે છે. એમના મનએ હજી તેના પપ્પા જીવતા છે. તે તેને લેવા માટે આવશે તેને એવુ લાગે છે. તે કોઈ વાત સમજવા તૈયાર નથી.

જ્યંતિભાઈ કહે છે, " હજુ એ નાની છે તેને ધીમે ધીમે આ વાત સમજાઈ જશે. તે સૌથી વધુ સમય રાહુલ સાથે પસાર કરતી હતી એટલે તેને એવુ લાગે છે. રાહુલ તેના માટે દુનિયા હતી જેમ તારા માટે છે. "

સ્મિતા જવાબ આપે છે, " આંચું નું ભણવામાં પણ ધ્યાન નથી. તે દિવસે દિવસે જીદી થતી જાય છે. એકલી એકલી રહે છે.....
આગળ વાંચો........

પ્રિયા તલાટી