Dada, Hu Tamari Dikri chhu - 4 books and stories free download online pdf in Gujarati

દાદા હું તમારી દીકરી છું - 4

જયંતીભાઈ સ્મિતાબેનને બોલવા લાગ્યા જેથી સ્મિતાબેનને ખુબ દુઃખ થયું. તે રડવા લાગ્યા. આ જોઈ ભરતભાઈ જયંતીભાઈની વાત સમજી ગયા અને સ્મિતાબેનને સમજાવ્યું કે જ્યંતિભાઈ ની વાત સાચી છે. આટલી નાની ઉંમરમાં તમારે સફેદ સાડી અને શોક પાળવાની જરૂર નથી. જયારે તમારા સસરા જ તમારા પક્ષમાં છે તો તમે દુનિયાની ચિંતા શા માટે કરો છો. બધી ચિંતા ચોડી દરરોજ પહેરતા હો એ કપડાં પહેરવા લાગો.

ધીમે ધીમે સમય જતા રાહુલની ઉત્તર ક્રિયા પણ જતી રહી. એ દિવસ પછી જયંતીભાઈએ સ્મિતાબેનને પોતાની દીકરી બનાવી લીધી. સફેદ કપડાં અને રૂઢિઓ પાળવાની ના પાડી દીધી. સ્મિતાબેન દરરોજની જેમ સવારે જાગ્યા પણ તેના મનમાંથી રાહુલની યાદો જતી ના હતી. સૌ કોઈ આ વાતને ભૂલવા માંગતા હતા પણ કોઈ ભૂલી ના સકતા હતા.

સ્મિતાબેન એ જયંતીભાઈના કેહવા મુજબ શહર જઈને એકલા રેહવાની વાત માની લીધી. આંચુનું આગળનું ભણવાનું પણ શહેરમાં જ હતું. સ્મિતાબેન પોતાના માટે નૌકરી શોઘી લે છે અને ક્યારેક પૈસા ઘટશે તો જયંતીભાઈ તેમની પેંશનમાંથી અને બચાવેલ પૈસા મોકલાવશે.

સ્મિતાબેન અને આંચુનો સામાન તૈયાર કરે છે. ફરી થી એ જ જિંદગી જીવવા માટે શહેર જાય છે.જેથી સ્મિતાબેન તેના દરરોજના કામમાં વ્યસ્ત થઈ જાય અને રાહુલની યાદ ના આવે. જ્યંતિભાઈ અહીંયા જ રહે છે. શહેરમાં રિશ્તેદાર રહેતા હોવાથી જયંતીભાઈને કંઈ ચિંતા નથી થતી.

સવારની બસનો સમય થાય છે. આંચુ તેના દાદાને છોડીને જાવા તૈયાર થતી નથી. આંચુ ને તેના દાદા સાથે એક લાગણી બંધાય જાય છે. આંચુ જતી વખતે રડવા લાગે છે. સ્મિતાની આંખમાં પણ આંસુ આવી જાય છે. સ્મિતાબેન પણ જયંતીભાઈ અને ભરતભાઈને પગે લાગીને નીકળવા તૈયાર થાય છે.

જ્યંતિભાઈ અને ભરતભાઈ તેમનો સામાન લઇ તેમને બસ સ્ટેશન મુકવા જાય છે. સ્મિતાબેન જયંતીભાઈને આવવા માટે કહે છે પણ તેઓ તેમની સાથે જતા નથી. સ્મિતાબેન લાંબી મુસાફરી પાછી ઘરે પહોંચી જાય છે. ત્યાં તેઓ એકલા નથી હોતા બાજુમાં જ તેમના રિશ્તેદારો પણ રહેતા હતા.

સ્મિતાબેન ઘરે પહોંચે છે પણ તેને રાહુલની ખુબ યાદ આવે છે. તેઓ આંચુની સામે રડી પણ નથી સકતા. તેઓ ખુબ હિંમત રાખે છે. તેઓ તેમનો સામાન મૂકી દે છે. સાંજના સમયે આંચુ નીચે બધાની સાથે રમે છે અને સ્મિતા ત્યાં બૈઠી હોઈ છે. તેમાંથી ઘણા લોકો તેને બીજા લગ્ન કરી લેવાનું કહે છે. સ્મિતા ને આ વાત બિલકુલ પસંદ ના હતી.

સ્મિતા અને આંચુ રાત થતા જમીને સુઈ જાય છે. સવારે આંચુની સ્કૂલ શરુ થવાની હતી. આંચુંએ તેની સ્કૂલએ જવાની બધી તૈયારી કરી લીધી હતી. સવાર થતા જ સ્મિતા જાગીને જલ્દીથી નાસ્તો બનાવે છે. એક ટિફિન પોતાનું અને બીજું ટિફિન આંચુંનું પેક કરે છે. સ્મિતાને પણ નૌકરી પર જવાનુ હોય છે એટલે બધું કામ સવારે જ કરી નાંખે છે.

બધું કામ થઈ ગયા પછી આંચુને જગાડે છે. આંચુ જાગીને તૈયાર થાય છે. તેને સ્કૂલ ડ્રેસ પહેરાવે છે. સ્કૂટર લઇ સવારે નીકળી પડે છે. આંચુને સ્કૂલ પર મૂકીને તે નૌકરીએ જાય છે. નૌકરી પર જતા સૌ સાથે વાત કરે છે. ઘણા વર્ષો બાદ સ્મિતા નૌકરી પર જાય છે એટલે તેને થોડું અલગ લાગે છે. રાહુલ સાથે લગ્ન કર્યા બાદ તેમને નૌકરી છોડી દીધી હતી.

પેહલા તે નૌકરી શૌખ માટે કરતી હતી અને હવે જરૂર છે એટલા માટે નૌકરી કરે છે. નૌકરીમાં તેને મજા આવે છે થોડી વાર માટે તે રાહુલની યાદો ને ભુલાવી દે છે પણ જયારે તે કોઈને સાથે જુએ તો તેને રાહુલની યાદ આવતી હતી. બીજી બાજુ આંચુને દરરોજ સ્કૂલમાં તેના પપ્પા મુકવા આવતા હતા એટલે તેને પણ પપ્પા ની યાદ આવે છે.

આંચુ બધાને તેના પપ્પાની સાથે જોઈ રડે છે. દરરોજ સ્કૂલમાંથી છૂટ્યા બાદ તેને રાહુલ આઈસ ક્રીમ, કેન્ડી અથવા બીજો કોઈ નાસ્તો કરાવ્યા બાદ જ આંચુ ઘરે આવવા તૈયાર થતી. આંચુને સ્કૂલમાંથી છુટ્ટી પડી ગઈ. તે બહાર એકલી ઉભી હતી. આજે સ્મિતાને પેહલો દિવસ હોવાથી થોડું મોડું થઈ ગયું.

સ્મિતા આંચુને લેવા આવી ત્યારે આંચું ત્યાં નહોતી. ત્યાં સ્કૂલમાં પૂછપરછ પરથી ખબર પડી કે તે અહીંયા થોડી વાર પેહલા અહીંયા ઉભી હતી અને રડતી હતી.
સ્મિતા ને ચિંતા થાય છે. તમને શું લાગે છે આંચુ અચાનક થી ક્યાં જતી રહી હશે?

પ્રિયા તલાટી