Dada, Hu Tamari Dikri chhu - 10 in Gujarati Short Stories by Priya Talati books and stories PDF | દાદા હું તમારી દીકરી છું - 10

Featured Books
Categories
Share

દાદા હું તમારી દીકરી છું - 10

હેલો હું છું પ્રિયા તલાટી અને આજે આપણે જોશું દાદા હું તમારી દીકરી છું એપિસોડ નંબર 10.

આગળ આપણે જોયું કે સ્મિતાનો એક્સિડન્ટ થઈ જાય છે અને પોલીસ જેન્તીભાઈ ને કોલ લગાવે છે.

હેલો જયંતીભાઈ બોલે છે. અહીંયા એક બેન સ્કુટી લઈને આવતા હતા સ્કુટી નો નંબર છે Xyzz તેઓનું એક્સિડન્ટ થઈ ગયું છે. તેઓ તમારે કાંઈ રિશ્તેદાર થાય છે?

હા સર એ મારા દીકરાની વહુ છે. તેમને કયા હોસ્પિટલમાં એડમિટ કર્યા છે?

તેમને આપણે નજીકના જ સરકારી હોસ્પિટલમાં એડમીટ કર્યા છે તો તમે જલ્દીથી આવી જાઓ.

જયંતીભાઈ તરત જ હોસ્પિટલએ જાય છે અને આંચુ ને પાડોશીના ઘરે મૂકીને આવે છે.હોસ્પિટલ એ જતા ખબર પડે છે કે સ્મિતા ની તબિયત બહુ જ ખરાબ હોય છે. તેમનું બચવું બહુ જ મુશ્કિલ હોય છે. તેઓ તરત જ તેમના દોસ્ત ભરતભાઈ ને ફોન કરીને બોલાવી લે છે. તેઓ આવીને આંચું ને પણ લઇ આવે છે.

આંચું ખુબ રડી રહી હોય છે કે પેહલા પપ્પા અને હવે મમ્મી પણ તેને છોડીને જતી રહેશે. તે આ બધા માટે પોતાને જિમ્મેદાર ઠહેરાવી રહી હોય છે . જો તે ભણવામાં ધ્યાન દે તો સ્મિતાને તેની ચિંતા ના રહે અને આ એકસીડન્ટ પણ ના થાત . ભરતભાઈ તેમને સમજાવે છે કે બધું સારું થઈ જશે તો રડ નહીં .

થોડીવારમાં ડોક્ટર આવે છે અને કહે છે સોરી વી કાન્ટ સેવ હર . તેઓ હવે આ દુનિયામાં રહ્યા નથી . જયંતીભાઈ અને આંચુ માટે આ વાત સ્વીકારવી બહુ જ કઠિન હતી. તેઓ બંનેના પગ નીચેથી જમીન ખસકી ગઈ હોય એવું લાગ્યું. હજુ એક આઘાત નો તો ખા ન તો ભરાણો ત્યાં બીજો આઘાત લાગી ગયો.

ભરતભાઈ સમજાવે છે, " કુદરતના તો નિયમ છે જન્મ પછી મૃત્યુનો. બસ હવે તમારા માટે આંચું અને આંચું માટે તમે જ રહ્યા છો. અને મને ખબર છે કે હવે આમ જુઓ દાદા ની દીકરી થઈને રહેશે. "

ઘરમાં શોકનો માહોલ હોય છે. જયંતીભાઈ આંચુ ને જમાડે છે. હવે જેન્તીભાઈ આંચું ના મમ્મી અને પપ્પા હોય છે. સ્મિતાબેન ને અગ્નિદા દેવા ન સમય થઈ ગયો હોય છે. નીચેથી અવાજ આવે છે, " રામ બોલો ભાઈ રામ..... "

જયંતીભાઈ નો શ્વાસ તો ક્યાંય અધર પોચી જાય છે. પહેલા દીકરો અને હવે દીકરા વહુ.... તેમની આંખો આટલી રોઈ રોઈને લાલ થઈ ગઈ હોય છે કે હવે આંખમાંથી આંસુ પણ નથી આવતા. તેઓ બસ હવે ભગવાનને પ્રાર્થના કરી રહ્યા હોય છે કે હવે આંસુ પાસેથી કંઈ નહીં છીનવતા. બહુ નાની ઉંમરમાં જ આંસુએ ઘણું બધું જોઈ લીધું હતું.

આંચુ માટે આ આઘાત ઓછો ન હતો. પહેલા પપ્પા અને હવે મમ્મી... તેને ડર લાગતો હતો કે દાદા તમે પણ મને છોડીને નહીં જશો ને? આંચું ના આ પ્રશ્નનો જવાબ જયંતીભાઈ આપી શકતા ન હતા. તેઓ જાણતા હતા કે કુદરતની આગળ કોઈનું કંઈ પણ ચાલતું નથી. ના જાણે ક્યારે યમરાજનો તેડું આવે અને તેઓ પણ...... અંજુને તમામ જુમ્મેદારીઓ જયંતીભાઈના ઉપર આવી ગઈ હોય છે. જે ઉંમરે જયંતીભાઈ દીકરા ના ઘરે આરામ કરવા આવ્યા હતા તેની જગ્યાએ વધુ એક જિમ્મેદારી આવી ગઈ.

જયંતીભાઈ એ આંચું માટે બહુ બધું વિચારીને રાખેલ હોય છે. ભવિષ્યમાં જો તેઓ ના રહ્યા તો આજુ ને કોઈ વાતને પરેશાની ન આવે. તેઓ પોતાની તમામ મિલકતો અંચુ ના નામે કરી દે છે. આંચુ ના આગળના અભ્યાસ માટે પણ તેઓ બેંકમાં પૈસા જમા કરાવવાનું શરૂ કરી દે છે.

કેવી લાગી તમને વાર્તા કમેન્ટમાં જણાવવાનું નહીં ભૂલતા. આગળ હવે એ જોવાનું છે કે આંચુંની સાથે શું થાય છે?

~પ્રિયા તલાટી