Andhari Raatna Ochhaya - 44 books and stories free download online pdf in Gujarati

અંધારી રાતના ઓછાયા. - (ભાગ -૪૪)

ગતાંકથી..


આજે તો ગમે તે રીતે તેના પર આ ચાંપતી નજર રાખનારની નજર બહાર થવું એવો તેમણે દૃઢ નિશ્ચય
કર્યો. આ ત્રણ દિવસ થયા તે ઘેર ગયો નથી .રામલાલ શું કરે છે તે કોણ જાણે ? તેને આજ તો મળવું જ જોઈએ.
ટ્રેન પર ચઢતાં જ તેણે જોયું કે તેની પાછળ પડનાર પણ ટ્રેનમાં ચડી તેમનો પીછો કરે છે.

દિવા કરે એ યુક્તિ અજમાવવાનો વિચાર કરી ચાલતી ટ્રેને એક ગલી આગળ ઉતરી ગયો. તેની પાછળ પીછો કરનાર પણ કુદકો મારીને તેવી જ રીતે ઉતરી તેની પાછળ તે ગલીમાં આવ્યો.

હવે આગળ...ગલીમાં પ્રવેશ્યા બાદ દિવાકર પાછો ફર્યો તે દરમિયાન તેનો પીછો કરનાર માણસ પણ તેની સામે આવી ઉભો. તરત જ તેણે હુંકાર કરી કહ્યું : "તું મારી પાછળ પાછળ કેમ આવે છે ? જાસુસી કરવાની શું બીજી જગ્યા નથી? પોલીસનો ખબરી લાગે છે !"
એકાએક દિવાકર બે ડગલા આગળ વધી પહેલા માણસના નાક પર એક જબરદસ્ત મુક્કો લગાવી દીધો .એ માણસે આમ ધાર્યું ન હોવાથી મુક્કો પડતા જ તેની આંખે અંધારા આવી જતા તે જમીન પર જઈ પડ્યો .આ તકનો લાભ લઇ દિવાકરે ઝડપથી એક ટેક્સી માં ચડી ગયો અને ક્ષણભરમાં અદ્રશ્ય થઈ ગયો.

રસ્તે ચાલતા ચાલતા તેને યાદ આવ્યું કે ઘેર જતા પહેલા કલકત્તા જનરલ સ્ટોરના મેનેજરને મળતો જાઉં ડેન્સી પાસેથી કઈ સમાચાર આવ્યા છે કે નહીં તેની બાતમી મેળવવી ખૂબ જ જરૂરી છે. ટેક્સી તે વખતે કલકત્તા જનરલ સ્ટોર પાસેથી જ પસાર થતી હતી. કાર ઉભી રખાવી તે સ્ટોરમાં પ્રવેશ્યો મેનેજરને મળતા જ તેને માલુમ પડ્યું કે ગઈકાલે જ કાંકરેજ નોલેજ હાઉસ માંથી એક લેટર આવ્યો હતો. તે તમારે ઘેર મોકલવામાં આવ્યો હતો અને તે પછી તરત જ તમારો નોકર રામલાલ એ લેટર વિશે પૂછપરછ કરવા આવ્યો હતો.
આ સમાચાર સાંભળી દિવાકર ચિંતાતુર સ્થિતિમાં ઘરે આવ્યો. ત્યાં રસોયણ પાસેથી સાંભળ્યું કે ગઈકાલથી રામલાલ ઘેર આવ્યો નથી. તે તમારી શોધ માટે બહાર ગયો છે.
રામલાલ મને શોધવા બહાર ગયો છે ! તે મને ક્યાં શોધશે? કદાચ કાંકરેજના નોલેજ હાઉસમાં ગયો હોય. મેનેજર પાસેથી સરનામું મેળવી તે કદાચ ત્યાં ગયો હશે, તેવું દીવા કરે અનુમાન કર્યું.
પરંતુ ત્યાં ગયા પછી કદાચ તે કોઈ આફતમાં આવી પડશે અને મારું કામ બગડશે. રામલાલના સંબંધમાં આવો વિચાર કરી દિવાકર તુરંત જ કાંકરેજ તરફ જવા રવાનો થયો.
*******************************

કાંકરેજ ના નોબેલ નોલેજ હાઉસમાં એક બંધ ઓરડામાં બેઠો બેઠો અબ્દુલ્લા પોતાના નોકર સામંત ને હુકમ કરતો હતો કે તારું હવે એક જ કામ છે કે :"તારે રાજશેખર સાહેબના મકાન આજુબાજુ પહેરો ભરવાનો છે ત્યાં કોણ કોણ આવે છે ,સાહેબ ઓફિસ સિવાય બીજે ક્યાં ક્યાં જાય છે તે સમાચાર દરરોજ તારે અત્રે પહોંચાડવાના છે .પોલીસ સ્ટેશન પર પહેરો ભરવા માટે બીજા માણસો નિમવામાં આવ્યા છે. તું કહે છે કે કોઈ એક મદ્રસી ડિટેક્ટિવ સાહેબને તે ત્યાં વારંવાર આવતા જોયા છે. જો ખબર સાચી હોય તો આપણે બહુ સાવચેત રહેવું પડશે. વ્યોમકેશ બક્ષી સાથે અગાઉ મારે પનારો પડેલો છે. જો તે મારા પંજામાં સપડાયોશ તો તેને હું કદી નહીં છોડું . બહુ જ હોશિયાર માણસ છે. સારું, પણ તું મોડું ન કર.ઝટપટ રવાના થઈ જા."

સામંત માથું નમાવી ચાલ્યો ગયો.
નોલેજ હાઉસના એક બીજા રૂમમાં ડેન્સી કુશંકા કરતી પોતાના બેડ પર પડી છે. છેલ્લા કેટલા દિવસ થયા તેને પોતાના બોસની મુલાકાત થઈ નથી. પોતાના ઘરની બારીમાંથી તેણે જોયું કે આ મકાનમાં અનેક શંકાસ્પદ માણસોઆવ જા કરી રહ્યા છે .તેઓ કોની પાસે આવે છે? શા માટે આવે છે?
તે રૂમમાં બારણા અંદરથી બંધ કરી પોતાની પથારી પર પડી હતી. આ મકાનમાં એકલા રહેવાનું હવે તેને ગમતું નહોતું. આદિત્ય વેંગડું સાથે મુલાકાત થાય કે તરત તે પોતાની નોકરીનું રાજીનામું આપવા તત્પર હતી....

તેના વિચારોનો વંટોળ અટકે એવો એક અવાજ થયો. બારીમાંથી બહાર દ્રષ્ટિ કરતા તેણે એક માણસ ને જોયો. અંધારામાં તે તેને ઓળખી શકી નથી .બીકની મારી તે એકદમ ઉભી થઈ ગઈ.
તે માનવ આકૃતિ ધીમેથી બોલી :"મિસ. સ્મિથ ગભરાશો નહીં. હું દિવાકર !"
" મિ.મહેતા ! વિસ્મય થી ભાન ભૂલી ડેન્સી બોલી ઉઠી : મિ.મહેતા !તમે !તમે કેટલી નવાઈની વાત છે!"
દિવાકરે કહ્યું : "ધીમેથી બોલો. તમને અહીં સુરક્ષીત ને હેમખેમ જોઈ હું ખૂબ જ આનંદ પામ્યો છું. ઓચિંતા તમારે લેટર મોકલવાનું શું કારણ બન્યું છે ?"
ડેન્સીએ બારીની એકદમ નજીક આવી ધીમા અવાજે ગુપ્ત સુરંગ અને રામલાલ વિશેની બધી હકીકત દિવાકરને જણાવી.
આ વાત સાંભળી દિવાકરે કહ્યું : "અત્યારે રામલાલ ક્યાં હશે એ તમે કહી શકશો ?"

ચોક્કસ તો ન કહી શકું તો પણ તે આ મકાનના કોઈ એક રૂમમાં કેદ છે એ વાત તો નક્કી! મિ. મહેતા મને શંકા છે કે આ મકાનમાં એક નહીં પણ બે આદિત્ય વેંગડું છે !"

અપાર વિસ્મય પામી દિવાકર બોલ્યો :" બે આદિત્ય !તેનો અર્થ ?આપે શું એ બે આદિત્યને જોયા ?"

ડેન્સીએ દિગ્મુઢ બની કહ્યું :" ના જોયા નથી; પરંતુ તેનું નામ બોલી એક માણસને વાત કરતો સાંભળ્યો છે."

ડેન્સી એ તે દિવસે પેલી સુરંગમાં જે વાત સાંભળી હતી તે દિવાકર આગળ કહી સંભળાવી.

દિવાકરે કહ્યું : "સારું, હવેથી તમારે વધુ સાવચેત રહેવાનું છે મને લાગે છે કે જેમ બને તેમ જલ્દી તમારે આ સ્થળ છોડવું જ વધારે હિતકારી છે."
ડેન્સીએ કહ્યું : "પરંતુ તમે તમારી જાતને આમ મુશ્કેલીમાં નાખી રહ્યા છો તે બરોબર નથી. જો કોઈ તમને આવી સ્થિતિમાં જોઈ જાય....."

કંઈ ચિંતા ન કરો. મારી પાસે ગન છે. હું હમણાં જ રામલાલ ની તપાસ માટે જાઉં છું. પહેલા રામલાલ ને શોધી લઉં. ત્યારબાદ બે આદિત્યના પ્રશ્નોનો ખુલાસો કરીશું દિવાકર તુરંત જ અંધકારમાં અદ્રશ્ય થઈ ગયો.

*****************************

રૂમમાં પડ્યો પડ્યો રામલાલ અહીંથી છૂટવાના ચિંત્વન કરી રહ્યો હતો. થોડીવાર પહેલા બે માણસો તેની પાસે આવી તે અહીં શા માટે આવ્યો તેની પૂછપરછ કરી ગયા હતા .તે કોણ છે ? ક્યાં કામ કરે છે ? શા માટે અહીં આવવાનું થયું ? એ બધી હકીકત તેઓ રામલાલ પાસેથી જાણવા માંગતા હતા.

રામલાલ આ માટે તૈયાર જ હતો .તેણે પોતાનું નામ બદલીને પ્રસાદ કહ્યું .કાંકરેજ ની આગળ ના સ્ટેશને પ્રસાદ ના ઘણાં સગાઓ રહે છે. કાંકરેજમાં પણ તેનો એક સંબંધી રહે છે રાત્રે અહીં આવ્યા બાદ તે
સંબંધીનું મકાન શોધતા શોધતા તે ભૂલો પડ્યો અને ફરતો ફરતો આ મંદિર પાસે આવી પહોંચ્યો. એવામાં એક સ્ત્રીની ચીસ સાંભળી પોતે દોડી આવ્યો અને તેના પર હુમલો કરનાર પર તૂટી પડ્યો.
ઉપજાવી કાઢેલી આ કથા પૂરી કર્યા બાદ રામલાલે કોઈ ભલા માણસની જેમ નિર્દોષપણે પૂછ્યું : "મને અહીં શું કામ અંધારી ઓરડીમાં રાખવામાં આવ્યો છે ? શું તે કાચી જેલ છે?"
તેના પ્રશ્નના જવાબમાં એક માણસે કહ્યું : "ના, સરકારી જેલ નથી. પણ તેથી વિશેષ છે .અહીંથી અ તું સહેલાઈથી મુક્ત થઈ શકે તેમ નથી .તારી વાત જો સાચી હોય તો તને કંઈ સજા નહીં થાય પરંતુ તારી તે વાત સાચી છે તેની ખાતરી શું?
"એનો અર્થ ?મારી વાત ખોટી છે તેની કંઈ સાબિતી તમારી પાસે છે ? "
બીજા માણસે કહ્યું :"તારી સાથે દલીલો કરવાનો આ સમય નથી. અમારા સાહેબ ન આવે ત્યાં સુધી તારે અહીં જ રહેવું પડશે કાલે તારો ન્યાય ચુકવાશે. આજના આજની રાત તો તું ચૂપચાપ પડ્યો રહે. છેદીરામ, આ માણસને સમયસર બરાબર ખાવાનું આપજે .સાહેબનો હુકમ છે કે ગુનો સાબિત ન થાય ત્યાં સુધી તે લોકોને નકામું કષ્ટ ન આપવું .

શું દિવાકર રામલાલ સુધી પહોંચી શકશે એ જાણવા માટે વાંચો આગળ નો ભાગ.....
ક્રમશઃ....