Andhari Raatna Ochhaya - 45 books and stories free download online pdf in Gujarati

અંધારી રાતના ઓછાયા. - (ભાગ -૪૫)

ગતાંકથી..


બીજા માણસે કહ્યું :"તારી સાથે દલીલો કરવાનો આ સમય નથી. અમારા સાહેબ ન આવે ત્યાં સુધી તારે અહીં જ રહેવું પડશે કાલે તારો ન્યાય ચુકવાશે. આજના આજની રાત તો તું ચૂપચાપ પડ્યો રહે. છેદીરામ, આ માણસને સમયસર બરાબર ખાવાનું આપજે .સાહેબનો હુકમ છે કે ગુનો સાબિત ન થાય ત્યાં સુધી તે લોકોને નકામું કષ્ટ ન આપવું .

હવે આગળ...


બંને જણા રૂમમાંથી ચાલ્યા ગયા.
અમૂલ્ય તક જતી હતી. આ તકનો લાભ લેવો જ જોઈએ. રામલાલ એ બધી યુક્તિ ગોઠવી રાખી.

થોડીવાર પછી ફરી તેના રૂમની બહાર માણસોનો પગરવ સંભળાયો. છેદીરામ અને બીજો એક માણસ તેને માટે જમવાનું લાવતા હતા. રામલાલ તૈયાર થઈ બારણા પાછળ લપાઈ ગયો. ત્યારબાદ છેદીરામ જેવો બારણું ખોલી અંદર આવવા જાય તેવો તે એકદમ કૂદકો મારી બહાર નીકળ્યો.
બીજો માણસ હજુ બારણા બહાર ઉભો હતો. રામલાલ ને બહાર જતો જોઈ તેણે ગન ઉઠાવી .પરંતુ ગન હાથમાં જ રહી રામલાલના હાથનો એક જબરદસ્ત મુક્કો ખાય તે દસ હાથ દૂર જઈ પડ્યો અને સાથે જ એ સુરંગનો માર્ગ ગજાવતી ઘરની ગોળી છુટી. છેદીરામ બધું સમજે તે પહેલાં તો રામલાલ વાયુવેગે દોડવા લાગ્યો.

*******************************

આજ મૂર્તિ વિનાનું મંદિર તેની અંદરથી એક સ્થળે સુરંગમાં ઉતારવાનો રસ્તો છે દિવાકર સાવચેતીથી પગલા ભરતો ટોર્ચ ના પ્રકાશના અજવાળે મંદિરમાં ચારે તરફ જવા લાગ્યો.
એવામાં અચાનક પિસ્તોલ નો અવાજ થયો તે ચમક્યો ને ટોર્ચ બંધ કરી અંધારામાં છુપાઈ ગયો.

થોડીવારમાં તેને એક માનવ આકૃતિ દોડતી આવતી જણાઈ. આ માનવ આકૃતિ નજીક આવી કે તરત દિવાકરે તેને રામલાલ તરીકે ઓળખી લીધો.તેણે તદ્દન નજીક આવ્યા બાદ કહ્યું :" રામલાલ !"
પરંતુ રામલાલ અત્યારે હિતઅહીત નું ભાન ન ગુમાવી બેઠો હતો. તેણે દિવાકરને દુશ્મન માની લીધો .સામે દુશ્મન પાછળ દુશ્મન કરવું શું ?દિવાકરને તેણે પોતાના દુશ્મન માની પોતાનું બધું જોર લગાવી એક મુક્કો લગાવ્યો.

અચાનક આટલો જોરથી મુક્કો લાગતા દિવાકર પોતાનો સમતોલપણું ગુમાવી બેઠો હતો !તે જમીન પર બેસી ગયો પરંતુ બેસતા બેસતા તેનું માથું એક પથ્થર સાથે ભટકાતા ક્ષણવાર માટે તે બેભાન જેવો અસ્વસ્થ થઈ ગયો.
શત્રુને મારી હટાવ્યા ના ઉલ્લાસમાં હુંકાર કરતો રામલાલ ઊભી પુંછડી એ ભાગ્યો.


બીજે દિવસે સાંજના સમયે દિવાકર કાદરી મહમંદ ની ગલીમાં આવેલા જુલીના મકાન પર આવી પહોંચ્યો. પોતાના નોકરનો માર ખાવાથી અને માથા પર ઘા પડવાથી તે એકદમ નિર્બળ જેવો થઈ ગયો. પથ્થર સાથે માથું અથડાવાથી તેને આંખે અંધારા આવી ગયા હતા. પરંતુ તેની એ દશા ભાગ્યે જ થોડી સેકન્ડ ટકી હશે .આવી દશામાં હતો તે દરમિયાન તેણે જોયું કે સુરંગમાંથી બે માણસો દોડીને આવે છે અને મંદિર બહાર તપાસ કરે છે. થોડીવાર પછી તેઓ પાછા આવે છે તેમની ગુસ્સા ભરી ભાષા પરથી દિવાકર સ્પષ્ટ સમજી શક્યો કે તેઓ પોતાનું કામ પાર પાડી શક્યા નથી. તેઓ સુરંગમાં ઉતર્યા એટલે દિવાકર પણ ધીમેથી ઉઠ્યો. અને ધીમે ધીમે પગલે સ્ટેશન તરફ રવાના થયો.

બીજા દિવસે ડોક્ટર ભાર્ગવે આપેલા કામની યાદી મુજબ કામ પતાવી સાંજના સમયે દિવાકર કાદરી મહંમદની ગલીમાના મથકે આવી પહોંચ્યો. તેને જોયું કે ઓરડામાં નવાબઅલ્લી પહેલેથી ત્યાં બેઠો છે.તે કોઈની રાહ જોતો હોય એવું તેને લાગ્યું .દિવાકરને જોઈ તેનું મોઢું વધારે ગંભીર બની ગયું .તેણે ગંભીર અવાજે કહ્યું : "નવાબ સાહેબ, પધાર્યા કે !અત્યાર સુધી ક્યાં હતા?સમયસર ખબર કેમ આપ્યા નહીં ?"
નવાબઅલ્લીના આ શબ્દોમાં શંકાના મોજા ઉછળતા હતા.
દિવાકરે સહેજ તીવ્ર અવાજે જવાબ આપ્યો : "કાલે રસ્તામાં હંમેશા ની માફક ભારે મુશ્કેલી આવી પડ્યો હતો. એક પોલીસ નો જાસુસ મારી પાછળ પડ્યો હતો."

નવાબઅલ્લીએ પ્રશ્ન પૂછ્યો, : "તેનો ચહેરો કેવો લાગ્યો હતો ?
દિવાકરે માણસના ચહેરાનું એ વર્ણન કયુૅ.એ સાંભળી નવાબ અલ્લીએ ગુસ્સે થતા મોટા અવાજે કહ્યું : "તું ગધેડાથી પણ વધારે મૂર્ખ છે ! તે તો આપણી ટોળીનો જ માણસ છે."
દિવાકરે હાથ હલાવી ગુસ્સે થતા કહ્યું : "એ: હું કઈ રીતે જાણું? તેણે મને કોઈ પણ પ્રકારનો સંકેત કર્યો નહોતો અને તેથી મેં તેને પોલીસ નો માણસ સમજી લીધો. રસ્તામાં મેં તેની સાથે ફાઈટ પણ કર્યું હોવાથી દિવસે અહીં આવતા મને ડર લાગ્યો કે કદાચ એ માણસ ની પાછળ પોલીસ પીછો કરતી અહીં આવી જાય તો !"

નવાબ અલ્લીએ આ વાત બંધ કરી બીજી વાત આગળ ચલાવતા કહ્યું : "ડાયમંડ હર્બર પર ગયો હતો ?ત્યાંનું કામ પૂરું કર્યું ?"

દિવાકરે માથું હલાવી કહ્યું : "હા ,નદી કિનારે જ એક નાનું સરખું મકાન હતું .તે વેચવાનું હોવાથી કંઈક બાનું આપી આવ્યો છું."

નવાબ અલ્લીએ કહ્યું : "સારું, હવે તું જા તારા માટે ભારત હોટેલમાં એક રૂમ રાખી લીધી છે. ત્યાં આજની રાત આરામ લે .કાલે અહીં બરાબર આ જ સમયે આવજે કાલે આપણી ટોળીની ખાસ સભા છે .જા."

દિવાકર તેની તેનું અભિવાદન કરી ભારત હોટેલ તરફ રવાના થયો. બીજે કોઈ સ્થળે જવાની કે બીજું કંઈ કરવાની સાહસવૃત્તિ દર્શાવવા જેટલું બળ હવે તેનામાં રહેલું નહોતું .તે સમજી ગયો હતો કે નવાબઅલ્લી મારા પર શંકાની નજરે જોવા લાગ્યો છે. અને તેથી મારી પાછળ જાસુસ પણ અવશ્ય ભટકતા હોવા જોઈએ.

ભારત હોટેલમાં આવી દિવસભરનો થાક ઉતારવા માટે દિવાકર પોચા ગાદલા પર પડ્યો. પરંતુ તેને ખબર નહોતી કે તે જે મકાનમાંથી અહીં આવી પહોંચ્યો છે તે જ મકાનમાં એક અંધારા રૂમમાં તેનો વ્હાલો નોકર રામલાલ નરક યાત્રા ભોગવે છે.

રામલાલ ફરીથી દુશ્મનના હાથમાં કઈ રીતે સપડાયો?

નોલેજ હાઉસ માંથી ઉભી પુંછડી એ ભાગેલો રામલાલ સ્ટેશન પર આવી તે જ રાત્રે છેલ્લી ટ્રેનમાં કલકત્તા આવી પહોંચ્યા. કલકત્તામાં આવ્યા બાદ તેણે પહેલો નિશ્ચય એ કર્યો કે ગમે તે કામ આવી પડે પરંતુ તે સર્વ મૂકી પ્રથમ રાજશેખર સાહેબની મુલાકાત લેવી.
રાજશેખર સાહેબ દીવાકરના વડીલ જેવા હતા એ વાત તે જાણતો હતો. કોઈપણ કામના પ્રસંગે તે પોતે પણ ઘણીવાર સાહેબને મળતો હતો . સાહેબે તેને અમુક કામ માટે બક્ષિસ પણ આપેલી હતી. તેઓ રામલાલ ને લાગણી અને સ્નેહની નજરથી જોતા હતા. આથી રામલાલે ધાર્યું કે કાંકરેજના નોલેજ હાઉસના સંબંધમાં બધી જ વાતની બાતમી રાજશેખર સાહેબને પૂરી પાડવી.

સામાન્ય રીતે તો રામલાલ કલકત્તાના રસ્તા પર ચાલતો હતો પરંતુ અત્યારે જેમ બને તેમ જલ્દી પહોંચવા માટે તે ટ્રેનમાં ગયો. વીસેક મિનિટમાં તે રાજશેખર સાહેબના મકાને આવી પહોંચ્યો. તે વખતે અડધી રાત થવા આવી હતી.
રાજશેખર સાહેબના મકાનની ઉપરના રૂમ ની લાઈટ ચાલુ હતી તેનો પ્રકાશ બહાર આવતો હતો . કદાચ સાહેબ હજુ જાગતા હશે એવું તેમને લાગ્યું .

પરંતુ તે જાણતો નહતો કે દુશ્મનો રાત દિવસ સાહેબના મકાન આસપાસ પહેરો ભર્યા કરે છે અને તેઓને હુકમ મળી ચૂક્યો છે કે રાત્રે કોઈ પણ કદાવર માણસ રાજશેખર સાહેબના મકાન પર આવે તો તેને કોઈપણ રીતે અટકાવવો.

રામલાલ જેવો જ અંદર દાખલ થવાના રસ્તે ચડ્યો ને હજુ તે મકાનમાં પ્રવેશે એ પહેલાં જ પહેરેગીર જેવા
બે- ચાર લોકો રામલાલ પર એક સામટા તૂટી પડ્યા.

અચાનક જ આવા એકસાથે થયેલા હુમલા થી રામલાલ હજુ તો પોતાનો બચાવ કરવાની તૈયારી કરે ત્યાં દુશ્મનોએ તેના મોઢા પર કંઈ એક તીવ્ર ગંધવાળો રૂમાલ લગાવી દીધો અને થોડી જ ક્ષણમાં તે બેભાન બની ગયો.

શું રામલાલ બચી શકશે?
રાજશેખર સાહેબને રામલાલ બધી હકીકત જણાવી શકશે?
જાણવા માટે વાંચો આગળ નો ભાગ....
ક્રમશઃ....