Guhilot dynasty and Maharana Pratap in Indian history - 15 books and stories free download online pdf in Gujarati

ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 15

વીર રાઘવદેવ

રણમલ સર્વેસર્વા બની બેઠો હતો. કિલ્લેદાર કલ્યાણસિંહ એનો આજ્ઞાંકિત બની ગયો હતો. તેને વચન આપવામાં આવ્યું હતું કે, મારું ભાગ્ય ખુલશે તો તને કોઈ મોટી જાગીર આપીશ.

રાત્રે ચિત્તોડગઢની બહાર એક ગુફામાં રણમલ એના સાથીઓ સાથે મંત્રણા કરતા હતા. એ હવે મંડોવર અને ચિત્તોડ બંને હડપ કરવાની પેરવી કરતો હતો. એને ખબર ન હતી કે, એની હિલચાલ પર કલ્યાણસિંહના જ માણસો કૃષ્ણરાય, રુદ્રદેવ, દલપતસિંહ અને સૂરજમલ નજર રાખી રહ્યા છે. પરંતુ ગુફામાં થતી મંત્રણાથી તો તેઓ બેખબર જ હતા.

ચંડે રાઘવદેવને સાવધાન કર્યો હતો, “ભાઈ રણમલ મહાકપટી છે. શેતાન છે. એનો કદી ભરોસો કરીશ નહીં. એ ઝેરીલો નાગ છે. ક્યારે ડંખ દે તે કહેવાય નહીં.” ચિત્તોડથી દૂત આવ્યો. “કુમારશ્રી આપને મહારાણા મુકુલજીના જન્મદિને ચિત્તોડગઢ પધારવાનું આમંત્રણ છે.” સુવર્ણલતાએ કહ્યું, “કુમાર, તમે આ આમંત્રણ સ્વીકારશો નહીં. ગઈકાલે જ મને બૂરા સપનાઓ આવ્યા હતા. રણમલ કપટ આદરે તો?”  રાઘવદેવ હસી પડ્યો, “રણમલની મજાલ નથી. મારી સામે ષડયંત્ર રચવાની. ચિત્તોડગઢમાં હું અવશ્ય જઈશ. નહીં તો રાજમાતા હંસાદેવી અવળી વાતો વહેતી મુકશે.” હઠીલો રાજકુમાર ચિત્તોડગઢ ગયો. રાજ દરબારમાં ભાગ લીધો અને સહીસલામત પાછો આવી ગયો. રણમલ તરફથી એ હવે નિશ્ચિંત બની ગયો. વિજયાદશમીના પ્રસંગે કુમાર રાઘવદેવને પોશાક પહોંચાડવા અજીતસિંહ પોતાના સાથીઓ સહિત કેરવાડા પહોંચ્યો.

પોશાક પહેરીને રાઘવદેવ ખુશ થયો. સુમસાન રાત્રિએ અજીતસિંહે શયનખંડમાં ઊંઘતા રાઘવ- દેવની હત્યા કરી. એક નાનકડું ધિંગાણું ખેલાયું પરંતુ સંખ્યા બળને કારણે અજીતસિંહ ફાવી ગયો.  સ્વર્ણલતા ધસી આવી. પરંતુ એને કેદ પકડી લીધી. ચિત્તોડગઢ લાવવામાં આવી. સમસ્ત મેવાડમાં રાઘવદેવની હત્યાના સમાચારથી સન્નાટો છવાઈ ગયો. રાઘવદેવ જનહિતના કાર્યોમાં જ રચ્યોપચ્યો રહેતો હતો. મેવાડની પ્રજાએ એના મૃત્યુ નો શોક પાડ્યો. રણમલ ખુશ હતો. કેદ્ખાનામાં સુવર્ણલતા પાસે જઇ પહોંચ્યો. “સુવર્ણ, હવે તો તારું અભિમાન ચૂરચૂર થઈ ગયું ને?”

 “મૂર્ખ, તેં કપટથી મેવાડના પ્રતિભાશાળી રાજકુમાર રાઘવદેવની હત્યા કરાવી. તું શું પૂછે છે?” તું મારા હૈયાપર પડેલા ઘા પર મીઠું ભભરાવ નહીં. તું જાણતો નથી કે, છંછેડાયેલા નાગ કરતાં છંછેડાયેલી નાગણ ખતરનાક હોય છે. મને છંછેડીને તારા સર્વનાશને નજીક લાવવાની કોશિશ ન કર. કાયર, તેં કસાઈની માફક કુમારની હત્યા કરાવી. તું સાચો ક્ષત્રિય પણ નથી. તું ખરેખર બહાદુર હોત તો, સામી છતીએ રાઘવદેવને દ્વંદ્વયુદ્ધ આપીને એની તલવારનું પાણી ઉતારત. તો મને કશો રંજ ન થાત. પણ એ ક્યાંથી બને? તું ખરેખર રાજપુત નથી જ.

 સુવર્ણલતાને રણમલ  કેદમાં પુરી દે છે. “રાઘવદેવની હત્યાનો બદલો લેવા માટે મારે રણમલ ના પ્રાણ લેવા જોઈએ. મારા પ્રેમનું એ સાચું તર્પણ હશે.”

 સ્વર્ણલતાને મનાવવા રણમલ  બીજા દિવસે આવ્યો. સ્ત્રિયાચરિત્રથી સુવર્ણલતાએ તેને મોહ-પાશમાં બાંધી લીધો. તેનાં બંધન છૂટી ગયા. સૌને નવાઈ લાગી. સુવર્ણલતા આટલી સહેલાઈથી બદલાઇ ગઇ.

રાવ ચુડાવતજીની ગંભીર માંદગીના સમાચારે રણમલ સાવધ બની ગયો. ચિત્તોડગઢ માં અફવા ફેલાવી કે, સરહદ પર યવનો આક્રમણ કરવાના છે. રાજમાતા હંસાદેવીને યવનોના આક્રમણ ખાળવાની વાત કરીને નાનકડી સેના લઈને રણમલ મંડોવર ધસી ગયો. રાવ ચૂડાવતજી મૃત્યુ પામ્યા હતા. યુદ્ધમાં સેનાપતિ માર્યો ગયો. રણમલને જોઈને અડધી મંડોવરની સેના સ્તબ્ધ થઇ ગઈ. રણમલએ બહાર જવાના તમામ માર્ગો બંધ કરી દીધા. રાણી સિતારાદેવીએ યુવરાજ કાન્હનું પોતાના હાથે જ ગળું દબાવી દીધું. અને પોતે હીરાની કણી લઈ આત્મહત્યા કરી હવે મંડોવરનો રાજા થઈને રણમલ ચિત્તોડ આવ્યો. સુવર્ણલતાએ તેની સાથે લગ્ન કરવાનું વચન આપ્યું .મેવાડની રાજમાતા હંસાદેવી કેદી જેવી દશામાં મૂકાઈ ગયા. મેવાડમાં રણમલે હાહાકાર મચાવી દીધો. કોઈનું માન, કોઇની આબરુ સલામત ન હતી. ચારે તરફ રાઠોડોનું પ્રમાણ વધ્યું હતું. ગઢની અંદર, ગઢની બહાર, સેનામાં બધે જ બળ રાઠોડનું હતું. દિવાળીના દિવસો નજીક આવી રહ્યા હતા. દાનવીર મહારાણાને દાન આપવા અને ગોમુંડા ગામમાં દેવ ના દર્શને જવા દેવા અનિવાર્ય હતા. જોધાજી નામના મહાબળવાન સરદારને સૈનિકોની ટુકડી સાથે રાજમાતા હંસાદેવી અને મહારાણા મુકુલની સાથે ચાંપતિ દેખરેખ રાખવા મોકલી દીધા. રાઘવ દેવની ક્રૂર હત્યાના સમાચારથી ચંડ  ગુસ્સામાં આવી ગયા. તે જ વખતે તેમને રાજમાતા અને મહારાણાની દશાના સમાચાર મળ્યા. રણમલ સેનાપતિ પદે આવતાં જ શિરપાવ આપવાને બદલે કલ્યાણસિંહને તેના સાથીદારો કૃષ્ણરાય, રુદ્રદેવ, દલપતસિંહ અને સૂરજમલ સાથે કાઢી મૂક્યા. તેઓ માંડુ પહોંચી ગયા હતા. “કલ્યાણસિંહ, રાજમાતાએ સંદેશો કહેવડાવ્યો છે કે, યુવરાજ તમે આવો અને બાપારાવળના વંશજને બચાવો. મારી પાસે તો બસો મેવાડીઓ, જે હું ચિત્તોડગઢથી નીકળ્યો ત્યારે હતા તે જ છે. રણમલને હરાવવા વધુ સેના જોઈએ.”

“આપ તેની ચિંતા ન કરશો. હું મેવાડના ગામડા જગવીશ. પરંતુ ચિત્તોડગઢના મેવાડીઓને આપણા અભિયાનથી પરિચિત કરવા પડશે.” “એક કામ કોઈ રાજપૂત નહીં કરી શકે. રણમલ સતર્ક છે.” પણ અમે તો કરી શકીશું ને?” કલાજી અને વીરાજીએ, જે વફાદાર ભીલ સૈનિકો હતા તેઓ બોલ્યા. ચિત્તોડગઢમાં બે ભીલોના આંટા-ફેરા વધી ગયા. ગોમુંડા ગામમાં દર્શનના બહાને રાજમાતા અને મહારાણાને સમયસર આવી જવાનો સંદેશો કહેવડાવી દીધો.

સંદેશા મુજબ દિવાળીના ટાણે રાજમાતા અને મહારાણા ગોમુંડા પહોંચી ગયા. ચંડે ચિત્તોડગઢ પર આક્રમણ કર્યું. ગઢના લોખંડી દરવાજા બંધ કરવાનો રાઠોડો પ્રયત્ન કરતા હતા. ત્યાં તો કલ્યાણસિંહ અને તેમના સાથીદારોએ તેમની પર હલ્લો કર્યો, કતલ કરી. મેવાડની ગામઠી સેના ઉમડી પડી. ચંડના આગમને મેવાડીઓ એવા ઝનૂનથી લડ્યા કે….. રાઠોડસેના સાથે ભયંકર યુદ્ધ છેડાયું.

 સુવર્ણલતા રણમલને પ્રેમના વચનોથી લોભાવતી હતી. પરંતુ તનથી દુર રાખતી હતી. આજે શરાબના નશામાં રણમલ વાસનાંધ બન્યો. સુવર્ણલતાએ એનો સાફો ખેંચીને, ગબડાવી પાડીને પલંગ સાથે બાંધી દીધો. બહાર થતાં કોલાહલને જોવા તે ઝરુખે આવી. ત્યાં તો રણમલે બંધન છોડી નાખ્યા. “હવે તારો કાળ….. “રણમલ બોલે તે પહેલાં સુવર્ણ લતાએ કટાર ફેંકી, જે રણમલની છાતી વીંધીને એને ધરાશાયી બનાવી ગઈ. ચંડ ત્યાં આવી પહોંચ્યો. રાઠોડસેના પરાસ્ત થઈ. રાઠોડોને સેનામાંથી રુખસદ આપી. મુકુલને મહારાણા બનાવવામાં આવ્યા અને સુવર્ણલતા હરદ્વાર તરફ ગઈ.