Street No.69 - 102 books and stories free download online pdf in Gujarati

સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ-102

લકત્તાનો પ્રખ્યાત કે કુખ્યાત તાંત્રિક ભેરૂનાથ એનાં ખંડેર જેવા ઘરમાં ખૂલ્લા ચોકમાં તાંત્રિક પ્રયોગો કરી રહેલો એની સામે એની ખુદની પુત્રી જે મૃત્યુ પછી પ્રેત સ્વરૂપે પણ એનાં બાનમાં એની કેદમાં હતી. ભેરૂનાથે તાંત્રિક પ્રયોગ કરતાં કરતાં એનીજ કોઇ ભયંકર ભૂલ થતાં એની 18 વર્ષની છોકરીનું મોત નિપજાવેલું...

નૈનતારા ખૂબ સુંદર હતી એને જીવવાનાં અરમાન હતાં એનાં બાપથી ત્રસ્ત હતી એ વારે વારે કહેતી “બાપુ તમે આ બધુ શા માટે કરો છો ? ઘરમાં પ્રેત, ભૂત-ડાકણ ડાકલા વગાડે છે મને બીક લાગે છે આમને આમ મારી માં એ પણ મોત વ્હાલું કરેલું.... હું માઁ કાળીની પ્રાર્થના કરુ છું મને આ દોઝખમાંથી છોડાવે....”

ભેરૂનાથ નિર્દયી અને ક્રૂર તાંત્રિક હતો એને કાળી સિધ્ધીઓ પ્રાપ્ત કરવાની ભૂખ હતી એક પ્રયોગમાં એણે એની જુવાન જોધ પુત્રીનેજ આહુતિ બનાવી ને ભોગ આપી કાળી તાંત્રિક શક્તિ પ્રાપ્ત કરી લીધી એનાં કારણે એ લોકોનાં કાળા કામ કરતો અને તાંત્રિક વિદ્યામાં સર્વશ્રેષ્ઠ બનવા હવાતીયા મારતો એણે ગંગાકિનારાંનાં બધાં તાંત્રિકોને પોતાનાં વશમાં કરી લીધાં હતાં. એની ભૂખ રોજ વધતી જતી હતી.

એને પૈસામાં રસ નહોતો એને તાંત્રિક જગત પર વર્ચસ્વ જમાવવુ હતું મોટાં મોટાં અઘોરીઓને વશ કરી પોતાનાં શિષ્ય બનાવી મન ધારે એ કામ કરાવવા હતાં. એનાં ખંડેર જેવાં ઘરમાં મોટાં મોટાં રાજકારણીઓ પોતાનાં ખેલ પડાવવા આવતાં હતાં.

નૈનતારા જ્યારે મુંબઇથી કોલકતાં પ્રેત સ્વરૂપે પોતાનાં ઘરે પાછી ફરી ત્યારે પહેલાં એને ખૂબજ ગુસ્સો આવ્યો પછી પિતાનાં પગમાં પડીને કરગરી "તમે મારાં પિતા થઇને મારો ભોગ લીધો મારું જીવન ભરજુવાનીમાં સમાપ્ત કર્યું મારી સદગતિ ના થવા દીધી પ્રેતસ્વરૂપે પણ તમારી કેદમાં છું હજી તમારે શું પ્રાપ્ત કરવું બાકી છે ? તમારી વિદ્યાઓને મેં જોઇ સમજીને આત્મસાત કરી સિધ્ધી મેળવી એ સિધ્ધિ પણ તમારાં વશમાં રહી.. હજી મને કેટલી તડપાવવી છે મારું પ્રેત સ્વરૂપને મેં સિધ્ધી દ્વારા માનવ શરીર ધારણ કરી સુખ પામવા મારી જુવાની ભોગવવા પ્રયત્ન કર્યો એક એવો પુરુષ શોધી કાઢ્યો જેનાં દ્વારા મને બધાં સુખ મારી કામવાસના સંતોષાય જીવ મારો સદગતિ પામે ત્યારે કોઇ કામનાં બાકી ના રહે.. હું બસ એને પામી જવાનાં અંત પર હતી તમે ફરીથી મારો ખેલ બગાડ્યો.... તમે મારું કરવા શું માગો છો ?”

“મેં તમારી તાંત્રિક વિદ્યાની ભૂખ પાછળ મારું જીવન અર્પી દીધું. હવે તો મને સુખચેનથી સદગતિ પામવા દો.. એ પુરુષને મારે પામવો છે એ પુરુષ પણ તમારાં થકી મને મળેલો... તમારી અઘોરશક્તિની હોડમાં મહાતેજસ્વી મહાન પવિત્ર મહાઅઘોર આદેશગીરી થી ઇર્ષ્યામાં બળી રહ્યાં છો પણ ક્યાં આદેશગીરી મહાઅઘોર અને ક્યાં તમે કામી અઘોરતાંત્રિક ?”

“હજી તમને વિનવું છું હવે બસ કરો આ બધાં તંત્રમંત્રનાં ધંધા બંદ કરી તમારું મૃત્યુ સાર્થક કરો મને પણ આમાંથી મુક્ત કરો”. આમ કહી એ હાથ જોડી રડતી રડતી કરગરી રહી....

તાંત્રિક ભેરૂનાથ નૈનતારાની વાણી સાંભળી ભયંકર મુદ્દા બનાવી ક્રોધીત થયો એણે કહ્યું “તું મારી દીકરી થઇને પેલાં આદેશગીરીનાં ગુણ ગાય છે ? હું એનાંથી વધુ શક્તિ પ્રાપ્ત કરીને સૌથી મોટો આ દુનિયાનો તાંત્રિક ગુરુ બનવાનો છું.. તારો ભોગ તારે એળે જવા દેવો છે ? એ પુરુષ મુંબઇનો જે ગત જન્મે પણ અઘોરી થવાનો હતો જે અચાનક અકસ્માત મૃત્યુને ભેટ્યો જે આ જન્મ પણ અઘોરી થવાનો એનો ભોગ લઇને હવે હું તાંત્રિક ગુરુ બની જવાનો.”

“ તને એટલેજ એની પાસેથી પાછી બોલાવી લીધી તારો પ્રેત જીવ અને એ યુવાનનાં જીવને બંન્નેને યુગ્મ રીતે અહીં આહુત કરી કાળી શક્તિઓને ખુશ કરીશ બધીજ સિધ્ધિ શક્તિઓ પ્રાપ્ત કરીશ અને પેલાં આદેશગિરીને હું પછાડીશ...” એમ બોલી ખડખડાટ અટ્ટહાસ્ય કરવા લાગ્યો... પછી બોલ્યો “અહીં માઁ કાળીનાં મંદિરમાં સદાનંદ છે એ આદેશગિરિનો ચેલો છે એણે પેલી અહીંનીજ છોકરીને હમણાં ચેલી.. શિષ્યા બનાવી છે... એને સિદ્ધિ અને સલામતિ આપી છે એ પેલાં છોકરાં સાથે પ્રેમ કરે છે એને પણ પોતાની સદગતિ કરવાં એ છોકરાની જરૂર છે આ બધીજ આદેશગિરીની ચાલ છે...”.

“પણ હું એ છોકરાનાં આ કુટુંબને બરબાદ કરી નાંખીશ એને અહીં લાવી મારો ગુલામ બનાવીશ એની ચેલીને પણ તારી જેમ મારી કેદમાં રાખીશ મારી સિદ્ધિઓ સામે હવે કોઇનુ કંઇ ચાલવાનું નથી.”

“નૈનતારા આવતીકાલે પૂજાનો આગળનો દિવસ છે હું બધી તૈયારીઓ કરીશ પરમદિવસે મહાઅમાસ છે બારમાહિનામાં એકજ વખત આવે છે નક્ષત્રો અને ગ્રહોની ચાલ આ એકજ અમાસે મારાં લાભમાં ગોઠવાયાં છે હું પ્રત્યેક સિધ્ધ પ્રાપ્ત કરીશ. એ યજ્ઞમાં તારો.. એ છોકરાનો અને પેલી સદાનંદી ચેલી બધાનો ભોગ ધરીશ.... કાળી શક્તિઓ એક માનવ અને બે પ્રેતજીવનાં ભોગથી ખુશ થઇ જશે.”

નૈનતારા બધુ કંઇ ધ્યાનથી સાંભળી રહી હતી અને મનમાં ને મનમાં કંઇ ગણવા માંડી.. આજની રીત કાલનો આખો દિવસ... પરમદિવસનો આખો દિવસ પછી અમાસની રાત....

***************

સાવી અને સોહમ બંન્ને વાતો કરતાં કરતાં એમની મૂળ જગ્યાએ આવી ગયાં હતાં સમય ખૂબ ઝડપથી પસાર થઇ રહેલો... સાવી વાસંતીની વાતો કરી રહી હતી એનું ધારણ કરેલું શરીર પણ ધ્રુજારી પેદા કરી રહેલું. સાવી ગભરાઇ ગઇ એણે કહ્યું “સોહમ મારું આ પારકું શરીર ખૂબજ ધ્રુજારી અનુભવી રહ્યું છે હું તને વાસંતીની જીવનની વાત કરી રહી છું અને વાસંતીનો પ્રેતજીવ અહીં આસપાસજ ભ્રમણ કરી રહ્યો છે... સોહમ.... “



વધુ આવતા અંકે ---- પ્રકરણ-103