Street No.69 - 103 books and stories free download online pdf in Gujarati

સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ-103

સાવી સોહમને ચેતવી રહી હતી કે “આપણે અહીં સાગર કિનારે સ્ક્રીટ નં. 69 નાં છેડે પત્થરની ગુફા નજીક આવી ગયાં છીએ હું તને વાસંતીની જીવન કથની એની જીવની અને એનું મૃત્યુ કેવી રીતે થયું એ જણાવવા માંગુ છું પણ મને લાગે છે વાસંતીનો જીવ અહીં આપણી આસપાસજ ભટકે છે.. એને જરૂર કંઇક આપણને કહેવું છે.... એનું શરીર મેં ધારણ કરી પુર્ન જીવીત કરેલુ છે ભલે એનામાં લાગણી-ભાવ નથી પણ એ એનાં ભટકતાં જીવની સદગતિ કરવાં એનું શરીર.....”

સાવી આવું કહી રહી છે ને ત્યાં વાસંતીનું પ્રેત વાવાઝોડું બનીને એમની સામે આવે છે.. સોહમ ગભરાઇને દોડવા જાય છે ત્યાં સાવી એનો હાથ પકડી રાખીને કહે છે “આમ ભાગ નહીં એ અવળો અર્થ કરશે અહીંજ શાંતિથી ઉભો રહે હું એને શાંત કરું છું મારાં પર વિશ્વાસ રાખ....”

સોહમ સાવીની બાજુમાં ઉભો છે સાવી બંન્ને હાથ ઊંચા કરે છે કોઇ શ્લોક મંત્ર ભણે છે અને પવન એકદમ શાંત થઇ જાય છે. સામે કોઇ ઓળો ઉભો છે સાવી એની સાથે વાત કરી રહી છે પણ નથી સોહમ કંઇ સાંભળી શક્તો નથી કંઇ સમજી શક્તો. એ અવાક બનીને દશ્ય જોઇ રહ્યો છે થોડીવાર પછી સાવીનો ચહેરો શાંત થાય છે.

સાવી સોહમની સામે જુએ છે અને કહે છે “સોહમ વાસંતીને મેં જે વાત કરી એનાંથી શાંત છે પણ હવે એ મારાં ઓળા સાથેજ રહેશે ક્યાંય બીજે ભટકશે નહીં હવે હું એની જે વાત કરીશ એની એ સાક્ષી રહેશે એનાં આત્મા ધીમે ધીમે શાંત થતો જશે. મારાં ગુરુ સદાનંદજીએ આપેલો મંત્ર કામ કરી ગયો... ગુરુ મારાં સાથમાં છે.”

સોહમ આશ્ચર્યથી બધું સાંભળી રહેલો એણે સાવીને કહ્યું “તમે પ્રેત ભાષામાં વાત કરી લીધી... સાવી હું મનુષ્ય છું હું મૃત્ય નથી પામ્યો મારાં માંબાપ બહેનો ઘરે રાહ જોતી હશે મારે ઘરે પહોંચવુ જરૂરી છે ભલે મેં કીધેલું દિલ્લીથી કલાયન્ટ આવે છે હું રાત્રીમાં પાર્ટી પછી હોટલમાં રોકાઇને સવારે પાછો આવીશ... પણ રાત્રી નીકળતી જાય છે. મારે અઘોરી બનવું હતું પણ આ બધી વાતો અને તારી સ્થિતિ જોઇને મન પાછું પડે છે હું જે હતો એજ સારો હતો મને હવે કોઇ અભરખા નથી રહ્યાં.”

સોહમની વાત સાંભળીને સાવીને ખડખડાટ હસું આવી ગયું. એણે કહ્યું “સોહમ બસ આટલામાંજ હિંમત ભાંગી ગઇ ? શેનો ડર લાગે છે ? વિત્યું છે એ અમારી ઉપર તને તો બધાં સુખ અને ભોગ વિલાસજ મળ્યો છે તે ક્યું દુઃખ કે પરેશાની ઉઠાવી ? તું જે છું એ ગત જન્મની પાત્રતાને કારણે છું તું મહાઅઘોરી આદેશગીરીનું પાત્ર છે તારો એક વાળ વાંકો નહીં થાય પણ તારા થકી બીજાઓની સદગતિ થશે થોડી ધીરજ રાખ હવે બધો અંત નજીક છે બધાંજ રહસ્ય ખૂલવામાંજ છે.”

“તને રાત્રીનાં સમયની ચિંતા છે સવાર પડે ઘરે પહોંચવાની ઉતાવળ છે ? તમારાં માનવોનો એક ઘડી એક પળ સામે અમારી 1 પળ બરાબર હજારો પલ છે એક મીનીટમાં અમે એક આખો દાયકો કાઢી નાંખીએ હજી રાત્રી અડધીજ વીતી છે આમ આકળો ના થા”.

“સોહમ મેં તને... તેં મને પ્રેમ કર્યો છે તું સાધારણ બ્રાહ્મણ કુટુંબનો પવિત્ર યુવાન છે તારાં ગત જન્મનાં સંચિત સંસ્કારે ઇચ્છાઓએ તને અઘોરી બનવાનું બળ પુરુ પાડ્યું છે... એક વાત તને સ્પષ્ટ કહી દઊં સોહમ.... તારાં કુટુંબ પર પણ આફત લટકી રહી છે કોઇ એક અઘોરી કોલકત્તામાં બેઠો છે એ નીચ તાંત્રિકની નજરમાં તું છે એ તારો તારાં કુટુંબનો ભોગ લેવા માટે તત્પર છે સિધ્ધીઓની ભૂખમાં એ પાગલ થયો છે અને એ કોણ ખબર છે ? તારી નૈનતારાનો બાપ... નીચ ભેરૂનાથ... મારે એની સાથે કોઇજ લેવા દેવા નથી છતાં એ મને પણ ઘસડી રહ્યો છે. એ તારી નૈનતારાં પણ પ્રેત છે એની પાસે એનાં બાપથી શીખેલી મેળવેલી સિધ્ધીઓથી અગમ નિગમ જાણે છે રૂપ ધારણ કરી શકે છે અને તને પામવાજ અહીં આવી હતી પણ એનાં બાપેજ એને વિવશ કરી એની પાસે પાછી બોલાવી છે... પણ મારાં માથે વાસંતીનાં જીવની જવાબદારી છે એની કહાણી પુરી કરી લઊં....”

સોહમ તો બધુ સાંભળીને આઘાત અને આશ્ચર્યમાં ડૂબી ગયો એ ત્યાં ને ત્યાંજ બેસી પડ્યો એણે કહ્યું “આટલુ બધુ થઇ રહ્યું છે તો ગુરુ આદેશાગિરી કેમ આપણને મદદ નથી કરી રહ્યાં....”

સાવીએ કહ્યું “એમની મદદથીજ આપણે અહીં આ રૂપમાં આ સ્થળે સલામત છીએ ખાસ તું... હું તો એક વેશ્યાનાં શરીરમાં ખૂંપેલી તારી સાવી છું. એક પ્રેત જેની સદગતિ પણ બાકી છે. “

સાવીએ કહ્યું “સોહમ વાસંતીની જુવાની પેલાં વિજયરાવની નજરમાં હતી એની આંખમાં વાસનાનાં સાપોલીયા સળવળતાં હતાં એ ક્યારે વાસંતીને પામે એને ભોગવે એની ભૂખમાં યોગ્ય તકની રાહ જોઇ રહેલો.”

સોહમે કહ્યું “કેમ એનાં હાથમાં આવી નહીં ? પીનાકીનને નોકરી આપ્યાં પછી શું થયું ?” સોહમે આ પ્રશ્ન કર્યો અને સાવીનું આખુ શરીર ધ્રુજવા માંડ્યુ સાવીની આંખમાંથી આસું નીતરવા લાગ્યાં.

સોહમ ગભરાયો એણે પૂછ્યું "સાવી શું થયું ? અચાનક આમ વાસંતી..... મને એનાં માટે ખૂબ દુઃખ છે કે એણે....” ત્યાં સાવી શાંત થઇ ગઇ.

સાવી થોડીવાર કંઇ બોલી નહીં... એણે સોહમની સામે ટગર ટગર જોયું એની આંખમાં ભય સાથે ગુસ્સો છવાયો.... સાવીનો અવાજ તરડાઇ ગયો એ વિચિત્ર અવાજે બોલી... “તારે જાણવું છે ? મારું સત્યનાશ એ ચંડાળે કેવી રીતે કર્યું ? કેવી રીતે મારી જુવાની લૂંટી ? એ ધાતકી નીચ વિજયરાવ મને....”



વધુ આવતા અંકે ---- પ્રકરણ-104