Guhilot Dynasty and Maharana Pratap in Indian History - 28 in Gujarati Short Stories by Sisodiya Ranjitsinh S. books and stories PDF | ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 28

Featured Books
Categories
Share

ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 28

સમર્પણ

                         ત્યાગ માનવીને મહાન બનાવે છે. સ્વાર્થ માનવીને વામણો બનાવે છે. ભક્તિ હોય ,વફાદારી હોય ,કે રાષ્ટ્રભક્તિ હોય સમર્પણનો મહિમા તો અદભુત હોય છે.

મીરાંએ ભગવાનને ચરણે પોતાનું સર્વસ્વ સમર્પી દીધું હતું. એનું મનડું માયામાંથી હટીને હરિ ચરણોમાં લાગી ગયું. હતું. એને ગોવિંદ પ્યારો લાગતો હતો. જગત ખારું લાગતું હતું. એણે કોઈપણ પ્રકારનો ડાઘ ન લાગે એવો કાળો કામળો ઓઢી લીધો હતો. એનું નિવાસ સંતોનું પવિત્ર તીર્થ બની ગયું હતું. સંત સમાગમ દુર્લભ છે. મહારાણા સાંગાજી સમજતા હતા. પોતે આજીવન યોદ્ધા હતા એટલે મીરાંના સંત જીવનને પ્રોત્સાહન મળે એટલા માટે એક વિશાળ ભવન ,નોકરચાકરો  અને તમામ પ્રકારની સુવિધા માટે એક જાગીરની ઊપજ એના માટે અલગ કાઢી હતી. મીરાં માટે મહારાણા સંગ્રામસિંહ રણમાં મીઠી વીરડી સમાન હતા.

 મીરાં , હું તારા પિતાનો મિત્ર પણ છું. તારું હિત મારા હૈયે હોય જ. ગળગળા સાદે મહારાણા કહેતા.

     ઈ .સ ૧૫૨૫ ની સાલ હતી.

રાજમાતા ઝાલાકુળના રતનકુંવરબા સખત બીમાર પડયા. ગામના પાદરે વિશાળ વટવૃક્ષ મુસાફર ને આરામ માટે હોય છે. તેમ પ્રત્યેક દુખી મેવાડી ને રાજમાતા રતનકુંવરબાની મોટી છાયા હતી. સામાન્ય માં સામાન્ય પ્રજાજન પોતાનું દુખ તેમની મારફત મહારાણા સુધી પહોંચાડતા. મીરાં માટે તેઓ મોટો આધાર સ્થંભ હતા. મીરાં પાસે જે કૃષ્ણની મનોહર મૂર્તિ હતી તે મૂળ તેઓની હતી. તેઓ પણ કૃષ્ણભક્ત હતા. એક વેળા પોતાના ગુરુ રેદાસને તેમણે એ મૂર્તિ ભેટ આપી હતી.

આજ રૈદાસ પોતાની વૃધ્ધાવસ્થામાં મેડતા ગયા. રૈદાસના મુખે એમનું જ ભજન ‘પ્રભુજી તુમ ચંદન હમ પાની “સાંભળીને મેડતા આખું ભક્તિમાં તરબોળ થઈ ગયું. રૈદાસ મેડતા રોકાયા. રાવ દુદાજીએ અતિ આગ્રહ થી રોકાયા. એ રોકાણ દરમિયાન સંત રૈદાસને પ્રતીતિ થઈ કે ,ભક્તિના ક્ષેત્રમાં નાનકડી મીરાં ખૂબ જ આગળ નીકળી ચૂકી છે. ભગવાનનો એને સાક્ષાત્કાર થયો છે. પોતે વૃધ્ધવસ્થા ને આરે છે. ભગવાન કૃષ્ણની મૂર્તિ એમણે મીરાં ને આપી દીધી. અંતિમ શ્વાસ લેતા રતનકૂવરબાએ પોતાના સામાજિક કાર્યો ની જવાબદારી મીરાં સંભાળે એવી ઈચ્છા વ્યક્ત કરી. મીરાં એ તે સ્વીકારી, મહારાણા એ અનુકૂળતા કરી આપવાનું માતાને વચન આપ્યું.

   રાઠોડ રાણી ધનબાઈ, હાડારાણી જવાહરબાઈ, હાડા રાણી કર્ણાવતી પણ તે સમય હાજર હતા. આ વસ્તુ રાઠોડ રાણી ધનબાઈના અહમને ખૂચી પણ તે ભારે ચકોર હતા. કોઈને પણ અંદેશો આવ્યો નહીં. “ આપનું ઋણ મને આપના કર્યો કરવા બમણું બળ આપશે.” મીરાંએ કહ્યું

   મીરાં કૃષ્ણની ભક્તિ માં કાવ્યો પણ રચતી હતી. એણે “મલ્હાર “  રાગ માં સમર્થ સુધારો કર્યો. જે મીરાં ના મલ્હારને નામે જાણીતો બન્યો.

     મીરાંના પદો ગુજરાતીમાં પણ રચાયા હતા. રાજસ્થાનીમાં પણ રચાયા હતા. વ્રજભાષામાં પણ રચાયા હતા. એમનો કીર્તિધ્વજ રાજપૂતાનાની સીમા વટાવી ગયો હતો.

 શોક પ્રદર્શિત કરવા આવેલા અંબરનરેશ અને એમના પુત્ર ભારમલ કછવાહા એ એમના દર્શન કરીને કૃતાર્થતા  અનુભવી. અંબર નરેશની કન્યા સુલોચના યુવરાજ રતનસિંહ સાથે પરણી હતી. એનો પુત્ર કુમાર પણ મીરાં પાસે આવતો અને ભક્તિ ગીતો સાંભળતો.

    સમયના ઓવારે ઈ. સ ૧૫૨૬ માં યુવરાજ પત્ની સુલોચના નું અવસાન થયું. અંબર નરેશે પોતાની બીજી પુત્રી સુકન્યાના વિવાહ રતનસિંહ સાથે કરવાની વાત મહારાણા સંગ્રામસિંહને કાને નાંખી.

 “ તાજો ઘા છે. યુવરાજ હમણાં માનશે નહીં. થોડો સમય પસાર થવા દો. વિસ્મૃતિ થયા પછી હું મનાવી લઈશ, “મેવાડના મહારાણા એ કહ્યું.

 પરંતુ એ સમય આવે એ પહેલાં મહારાણા અને અંબર નરેશ મોગલો સામે જંગે ચડ્યાં. યુવરાજ રતનસિંહ પણ યુધ્ધમાં જવા થનગની રહ્યો હતો. “પિતાજી,હું પણ યુધ્ધમાં આવવા ઈચ્છું છું.    “મહારાણાને ભૂતકાળ યાદ આવ્યો. આખો ભીની થઈ. ” યુવરાજ , તમે મેવાડમાં જ રહો મારો આ આદેશ છે.”

                                ----------------------x -----------------x -------------------x ------------x --------------

   સમસ્ત મેવાડમાં સોંપો પડી ગયો. રાજપૂતાના તો વિજયોત્સવ મનવવાની તૈયારી કરતું હતું. ત્યાં તો અપ્રત્યાશીત સમાચાર આવ્યા. દેશ આખો શોકસાગરમાં ડૂબી ગયો. રાજપુતાના શોકની કાળી છટામાં છુપાઈ ગયું. સમસ્ત મેવાડમાં સોંપો પડી ગયો. ચિતોડગઢ ની ચેતના હરાઈ ગઈ.

  ભારતના રાજવીઓનું એક મહાન સ્વપ્ન એક રાજવીના સ્વાર્થને કારણે રોળાઈ ગયું. પરંપરાગત હથિયારો હેઠા પડયા. તે જમણા માં અતિ આધુનિક ગણાતા તોપગોળોથી બાબરનો વિજય થયો. રાજપુતાનામાં  કોઈ એવું રાજપૂતનું ઘર ન હતું, કે,જ્યાંથી લડવા માટે પતિ ,પુત્ર કે પિતા ખાનવાના યુધ્ધમાં ગયા ન હોય. સર્વોચ્ચ બલિદાન આપવા છતાં પરાજય થવાથી સૌએ શોકની ચાદર, ,કાળી ચાદર ઓઢી લીધી.

   મીરાં ને વધુ આઘાત લાગ્યો. તેના પિતા રાવ રતનસિંહ આ યુધ્ધમાં વીરગતિ પામ્યા. છેલ્લે પિતાએ પુત્રી ને જોઈ હતી ત્યારે શ્વેત વસ્ત્રધારી પ્રિય પુત્રીને જોઈને એકીટસે જોઈ જ રહ્યા હતા. શોકનો દરિયો હૈયામાં ઉમડતો હતો. છતાં મૌન રહી ને પોતાની વેદનાનયનો દ્વારા ઠાલવી હતી. યોધ્ધો રડીને પોતાની છાપ બગાડવા માગતો ન હતો. તે વખતે જ મીરાં ને અહેસાસ થઈ ગયો હતો કે, પોતે પિતા ને ફરી જોઈ નહીં શકે,

    પ્રથમ સમાચાર આવ્યા કે ,મહારાણા સંગ્રામસિંહ સખત ઘવાયા છે. અને રંણથંભોર જવા તેમની ટુકડી રવાના થઈ છે, થોડા દિવસ પછી આવેલા સમાચારે મેવાડને બીજો આંચકો આપ્યો. રણથંભોરએથી માંડલગઢના માર્ગે ઈરીચ ગામ પાસે રાત્રિ મુકામ દરમિયાન અચાનક તેમની તબિયત લથડી અને અવસાન પામ્યા. જાણભેદુ કહેતા કે , યુધ્ધોન્માદમાં ઘેરાયેલ મહારાણા  સાંગાજીને એમનાજ પ્રધાને વિષ આપી મારી નાખ્યાં. કોઈ કહેતું કે ચિતભ્રમ દશામાં મહારાણાને કટારનો ઘા કરી ખતમ કરવામાં આવ્યા.              

મહારાણા સંગ્રામસિંહ  ના મૃત્યુ સાથે જ મેવાદનો એક યુગ  આથમી ગયો.

   મેવાડપતિ કોણ બનશે? આ પ્રશ્ને શોકને નેપથ્ય માં ધકેલી દીધો. મેવાડીઓ કરતાં રાઠોડો અને હાડાઓ આ પ્રશ્ને વધુ ઉતેજીત હતા. પરંતુ મેવાડનો વિશ્વાસુ સેવક અને ચિતોડગઢ ના યુવાન કિલ્લેદાર ચીલ મહેતા રજમાત્ર અસ્વસ્થ ન હતા.

  “યુવરાજ રતનસિંહ મેવાડના મહારાણા બને એવી સ્વર્ગીય મહારાણાની અભિલાષા હતી.  એ માટેનું સંપૂર્ણ શિક્ષણ તેઓ પામ્યા છે. પ્રામાણિકતા ,વીરતા અને પાત્રતા સર્વે તેઓ ધરાવે છે. મેવાડની સેના માં સ્થાન પામેલા રાઠોડો, હાડાઓ કે મારા જેવા અન્ય જનો પહેલાં મેવાડી છે. સમય ની માંગ પ્રમાણે રતનસિંહજી મહારાણા બને અને કુમાર યુવરાજ પદે બિરાજે.”

   બુંદીના યુવરાજ અર્જુનસિંહ માટે આ જબરો આઘાત હતો. ગોઠવણ એવી કરવાની હતી કે, જે મહારાણા તરીકે રતનસિંહ આવે તો યુવરાજ પદે વિક્રમાજીત ગોઠવાય અને રાજયધુરા અર્જુનસિંહ સંભાળે. આથી અર્જુનસિંહ મનમાં ઘણો ધૂંધવાયો પરંતુ કર્ણાવતી એ એને શાંત પડ્યો. ” વિક્રમાજીત ના હિતની રક્ષા કરવા તારી અહી’ જરૂર છે. સમય આવીએ ઘા મારીશુ.”

 ચીલ મહેતાએ પદો અને જાગીર ની વહેચણીમાં એવી કુનેહ દાખવી કે, રાઠોડો અને હાડાઓની તણાયેલી ભૃકુટિ શાંત પડી. રાઠોડ ધનબાઈ રાજમાતા બન્યા. એમની મહત્વાકાંક્ષાઓ ને પાંખો આવી.

   “બેટા. અંબર રાજકુમારી સુનયના સાથે તારો વિવાહ ગોઠવીએ ?” મહારાણા રતનસિંહ ને ભૂતકાળ યાદ આવ્યો.

  એકાદ વર્ષ પહેલાં, અંબર ના મહેમાન તરીકે ગયેલા રતન સિંહ અને અર્જુનસિંહ શિકારે ઉપડયાં. આખો દિવસ શિકારની ધૂનમાં સખત પરિશ્રમ કર્યા પછી તેઓ અંબર ના મહેલમાં નિંદ્રાધીન થયા.       રાત્રિના અંતિમ પ્રહરે મહેલના ઉધાનમાં તેમણે ધીમો સૂર સંભળાયો. મહેલની અટારી એથી દ્રષ્ટિપાત કરતાં યુવરાજ રતનસિંહ ને સમજાઈ ગયું કે ,અર્જુનસિંહ અને સુનયના એકબીજાના પ્રેમમાં છે.

“માં ,હું અંબર રાજકુમારી ને પરણવા માગતો નથી.”

રાજમાતા ને પોતાનો પુત્ર મૂર્ખ લાગ્યો, અલ્પકાળ માં અંબર રાજકુમારીના લગ્ન અર્જુનસિંહ સાથે થઈ ગયા. રાજમાતા ધનબાઈ ને લાગ્યુકે , કર્ણાવતી એ વળતો ઘા કર્યો છે. જ્યારે મહારાણા રતનસિંહ અને હાડી રાજમાતા કર્ણાવતી એક યુગલને સાચો ન્યાય અપાયો છે. એ વાતે આનદ પામ્યા. “રતનસિંહ, તારું દિલ ખરેખર દરિયાવ છે. સમર્પણ જ માનવી ને મહાન બનાવે છે. “કર્ણાવતી બોલી ઉઠયા.

  રાજમાતા ધનબાઈ હતા. પરંતુ પ્રજાના હૈયાના સિંહાસને મીરાં બિરાજતી હતી. મીરાંનો તેજો વધ કરવા ધનબાઈએ પાસો ફેક્યો.

 “ શત્રુને ઊગતો ડામવો એ ચાણક્યની રાજનીતિ છે.જોધપૂર સામે મેડતા મોરચો માંડે છે. અને અહી આ મેડતી ભકતાણી નડે છે. એની લોકપ્રિયતા આપણા માટે ખતરનાક નીવડશે.”                  

“માં , મીરાં વિધવા છે. ભક્ત છે, નિસંતાન છે. એનાથી વળી મેવાડની રાજનીતિને કયું સંકટ આવવાનું છે,”હસતાં હસતાં રતનસિંહ બોલ્યા. “રતનસિંહ તને કદાચ ખબર નહિ હોય કે , મીરના માણસે મહારાણા ને સાવધ કર્યા ન હોત તો તું બે ત્રણ વર્ષ વહેલો મહારાણો બન્યો હોત.” રાજમાતા ધનબાઈએ પુત્ર ની સામે વેધક નજરે જોયું.

મહારાણા રતન સિંહ ને માં ની વાતમાં તથ્ય લાગ્યું. “માં, હું આમાં શું કરી શકું ?

મેવાડમાં મેવાડના મહારાણા કરતાં બીજા કોઇની કીર્તિ ઉચ્ચ સ્થાને ન હોય.” રાજમાતા બોલ્યા.

“પ્રસરતી કીર્તિ ને આપણે અંકુશમાં તો રાખી જ ન શકીએ ?”મહારાણા રતનસિંહે કહ્યું . સાંભળ, મેવાડ હમણાં યુદ્ધ માંથી પસાર થયું છે. એની આર્થિક સ્થિતિ કથળી ગઈ છે. ખોટ ખર્ચાઓ બંધ કરવાના બહાને મીરાંની બધી સગવડો ખુંચવી લે પછી થી એનો લોકસંપર્ક  કપાઈ જશે.”

મહારાણાને આ વાત ગમી ગઈ. ચંપા અને ચંદ્રિકા નામની બે રાજમાતા ની ખાસ દાસીઓ હતી. “જો તારે મીરાની દાસીઓ બનીને એની પર સખત દેખરેખ રાખવાની.”

મીરાં ભક્તિની સુષમાં છે. મીરાં મેવાડની શાન છે. મીરાં ની ભક્તિ અજોડ છે.

   આવી વાતો સાંભળીને રાજમાતા ધનબાઈનું અહમ ઘવાતું. “બેટા, મેવાડના રાજકાજ પર જ્યારે તું ધ્યાન આપે છે ત્યારે હવે મીરાં ના વધારે પડતાં ખર્ચા રાજે વેઢારવા ની શી જરૂર છે.?   મીરાં એક વિધવા સ્ત્રી છે. એના માટે આટલો બધો ખર્ચ કરવાની કોઈ જરૂર નથી. રજની બધી સગવડો ખુચવી લો મહેલના ખૂણે ,મીરાં ને રહેવા પૂરતા બે ઓરડા બસ છે. જ્યાં મારી બે દાસીઓ તેની સગવડ સાચવશે.”   રાજમાતા ધનબાઈએ આ રીતે મીરાંને રહેવા પૂરતા બે ઓરડા બસ છે. જ્યાં બે દાસીઓ તેની સગવડ સાચવશે.  

રાજમાતા ધનબાઈએ આ રીતે મીરાંના ગર્વનું ખંડન કર્યું. મીરાની ભક્તિમાં પણ રાજમાતા ને ગર્વ દેખાયો. મહારાણા રતનસિંહે પણ વિચાર્યું. મીરબાઈની કીર્તિ એ મારી અપકીર્તિ છે. મેવાડમાં મેવાડી રાણા ની યશગાથા જ સર્વોપરી હોવી જોઈએ. હવે મીરાં એ પોતાનું અસ્તિત્વ ઓગાળી નાંખવું જોઈએ, ગુમનામીમાં જતા રહેવું જોઈએ.

 મીરાની ભક્તિ સાચી હતી આંસુના જળથી સીંચી સીંચીને કૃષણરૂપી પ્રેમની વેલ એણે ઉગાડી હતી. સવારનો સમય હતો. મીરાંના મહેલમાં ભક્તોની ભીડ જામી હતી. મીરાં એ ભજન ગાવા માંડયું.

“મેરો તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ, ..

ભક્તિના તાનમાં સૌ ગુલતાન હતા. ત્યાં તો મહેલના પ્રાંગણમાં બે અશ્વારોહી આવ્યા. તેમણે મીરાં ને રાજઆના સંભળાવી. નિસ્પૃહી મીરાંએ મંદ હાસ્ય કરતાં કહ્યું,”જે રાજનું છે તે રાજ સંભાળી લે, મારે એમાં વાંધો નથી.      

   કાયદા નું શાસન માનવીના શરીર સુધી જ હોય છે. ભક્તિની અસર માનવીના મન પર થાય છે. કૃષ્ણ મંદિર પાસેના બે ઓરડામાં બે દાસીઓના અને તે પણ પરિચરિકાઓ કરતાં વિશેષ તો જાસૂસો હતી. તેવી દશામાં પણ નિર્મોહી મીરાં સાદાઈથી દીપી ઉઠી.

 મીરાની કીર્તિ ધૂપસળી ની માફક ભારતમાં સર્વત્ર ફેલાઈ ગઈ. જેમ જેમ મીરાની કીર્તિ પ્રસરતી જતી હતી તમ તેમ મહારાણા રતન સિંહ ના હૈયામાં અગનઝાળ વધુને વધુ તીવ્રતાથી ફેલાતી હતી.

  હવે તેમણે મર્યાદા અને રાજપરિવારની પરંપરાનું એક અસ્ત્ર આદેશ ના રૂપમાં મોકલ્યું.

“ પૂજ્ય ભાભીજી, મેવાડના રાજપરિવારની મર્યાદા જગપ્રસિધ્ધ છે. આપ અમારા સ્વર્ગીય મોટાભાઇ ભોજરાજના ધર્મપત્ની છો. આપની માન , મર્યાદાની જાળવણી કરવાની અમારી ફરજ છે. તમે તમારા આવાસે સાધુ સંતો,જેમાં અસલી ઓછા અને નકલી વધારે હોય તેમની સાથે હળો મળોએ આપણી રાજકીય પરંપરાની વિરુધ્ધ છે. આપે રાજમાતા ધનબાઈ, રાજમાતા જવાહરબાઈ કે રાજમાતા ક્રમવતી જેમ ગૌરવથી,શાનથી,તેઓની માફક રહેવું જોઈએ. આપ આપના વડીલના માર્ગનું અનુકરણ કરશો એવી હું આશા રાખું છું. “

   મીરાંબાઈ સમજી ગયા. માંન ,મર્યાદાની હિફાજતના નામે ગુલામી ની બેડીઓમાં મહારાણા મને જકડી દેવા માંગે છે., એમણે સંદેશો મોકલ્યો.

 “ મહારાણા, હુ રાજ મર્યાદાને લોપતિ નથી. મારી ભક્તિ મેવાડની રાજરીતિ ને ક્યાંય બાધક નીવડશે નહિ. તમારા સંસારી નયનોમાં ભક્તિની દિવ્યતા પારખવાની શક્તિ ક્યાંથી હોય ?  એ દિવ્યતા નો આછો સ્પર્શ તમારા મનને કરવો હોય તો આવો કૃષ્ણ મંદિર માં અને સંત સમાગમ કરો. આત્માના કલ્યાણ ની કેડી તમને લાધશે. “

ઉપદેશ કોઈને ગમતો નથી. અહંકારી મહારાણા ને ગુસસો ચડ્યો. મીરાં ની વાત મહારાણા ને નાગણ ના ડંખ જેવી કરી અસર કરી ગઈ.

  આ રાજદ્રોહી સ્ત્રી ને મારે પાઠ ભણાવવો જ રહ્યો. તે  જમાનામાં વિષ પ્રયોગ સાહજિક હતો. મીરનો કાંટો દૂર કરવાનો માર્ગ મહારાણાએ વિચારી રાખ્યો. મહારાણા રતન સિંહ વીર હતા. પરંતુ તેમનું હૈયું સાબુત ન હતું. ધીરે ધીરે તેઓ ખુશામતી દરબારીઓથી ઘેરાઈ ગયા. મહત્વાકાંક્ષાની  નગચૂડનો ભરડો એમની ચરે બાજુ વીટળાઈ વળ્યો.

  જ્યાં મહારાણા સંગ્રામસિંહે અંબર,જોધપુર, બુંદી અને બીજા રાજ્યો સાથે લગ્ન સંબંધો બાંધી ભવ્ય જોડાણ કરી પોતાની તાકાત વધારી હતી. ત્યાં મહારાણા રતનસિંહે વીરમદેવ પર આક્રમણ કરાવ્યું. જેમાં વિરમદેવે વિજય મેળવ્યો પરંતુ મેવાડે એક વિરોધી વધાર્યો.

  બુંદીમાં આંતર વિગ્રહ કરાવ્યો. હડાઓ ગુસ્સે થયા.અંબર નરેશ આંતરિક કારણ ન જાણી શક્યા પરિણામે રતનસિંહના ધરાર ઈન્કારથી નારાજ થયા.

   વીર વીરમદેવ મેવાડના આક્રમણને નિષ્ફળ બનાવ્યું એટલે મીરાં પર મહારાણા નો કોપ બમણા વેગથી ઉતર્યો.

વિદ્રોહ,બળવો , ઉધ્ધતાઈ , નાફરમાની મીરાં ના વર્તન ને કયું નામ આપી શકાય?

મહારાણાએ મીરાં ના કંટકને દૂર કરવા એક ભયંકર નિર્ણય કર્યો. જૂન કાળથી શત્રુને વશ કરવા વિષકન્યાઓનો ઉપયોગ થતો. નાગપ્રેષણા થતી, વિષપ્રેષણા થતી.

“મહારાણાજી , દુશ્મનની દાનવતા માઝા મુકે ત્યારે જ નાગ પ્રેષણાનો પ્રયોગ થાય અન્યથા નહિ. “

“મેવાડની રાજ મર્યાદાને માથે સંકટ ઊભું થયું હોય ત્યારે મને એ પ્રયોગ ની આવશ્ક્તા જણાય છે.”    “મહારાણાજી , રાજપરિવારની વ્યક્તિ અવધ્ય હોય છે. તેના પર નાગપ્રેક્ષણાનો પ્રયોગ કરશો તો મહાઆપત્તિ  આવશે.”

મહારાણા હસ્યાં.”મારો સલાહકાર થઈ ને તું આવો નિર્બળ? નાગપ્રેષણા નો પ્રયોગ મીરાં પર થશે જ. મીરાં ભૂતિયા મહેલમાં ગિરધારીની પૂજામાં મસ્ત હતી. રાજ સેવક ફૂલોની છાબ લઈ આવ્યો. પ્રણામ કર્યા.

  આપની સેવામાં, મહારાણાજીએ ભગવાનની સેવામાં છાબમાં ફૂલો મોકલ્યા છે. આપ સ્વીકારશો ?

“મહારાણાજી ભગવાનને ફૂલો અર્પે એ તો મહાઆનંદની ઘડી છે.” સંત હ્રદય હરખાયું.

  ફૂલોની છાબ મૂકીને રાજસેવક ચાલ્યો ગયો. છાબ ઉઘાડી કઈક સળવળાટ  થયો.,ફૂલોની વચ્ચેથી નાગે ફેન ઊચી કરી મીરાં એ જોયું કે,કેવડાનો નાગ છાબમાં દેખાતો હતો. કળોતરા વિષધર કરતાં યે ભયકર. પરંતુ મીરાં ન ડગી કે ગભરાઈ. તેને બે હાથ જોડી, માથું નમાવ્યું,

 નાગદેવતા, મારા પ્રણામ સ્વીકાર કરો. નાગ સર .. સર કરતો ભગવાન કૃષ્ણની મૂર્તિ પાસે ગયો. ફેણ માંડીને ભગવાન સામે ઊભો, મીરાં એ તો ભજન છેડયું.

  “ ગોવિંદો પ્રાણ હમારો રે. મને જગ લાગ્યો ખારો રે .”

સંગીતના તાનમાં મસ્ત મીરાં એ ભજન પૂરું કર્યું ત્યાં તો ઓરડામાં ક્યાંય નાગદેવતા દેખાયા નહિ. મીરાંએ આદેશ આપ્યો. ”નાગદેવતા ને મારશો નહિ માર્ગ આપી દેજો.

 નાગપ્રેષણા ની નિષ્ફળતા થી મહારાણા રતનસિંહ ઝંખવાણા પડી ગયા. થોડો સમય વીતી ગયો ફરી ઘમંડનો ફુફડો માર્યો. કુળદેવીની પૂજાના પ્રસાદમાં હળાહળ વિષ ભેળવી મીરાંને મોકલ્યું. પ્રસાદનો અંગીકાર કરે તો મોત. પ્રસાદને ત્યાગે તો અવગણનાનું મહા આળ. મીરાં મુઝાઈ. એણે ભગવાન તરફ દ્રષ્ટિ કરી. મનને મક્કમ કરી કુળદેવીનો પ્રસાદ આરોગ્યો. ભજન છેડયું, ભજન પૂરું થયું તો ય મીરાં સ્વસ્થ હતી. મહારાણાએ આ હકીકત જાણી .

મીરાં કોણ છે? દેવી છે ? જાદુગરણી છે? જે હોય તે મીરાંને છંછેડવામાં સર નથી. એનો રાહ અને મારો રાહ જુદો છે. સમય આવ્યે એ મારા કૃત્યો બદલ હું એમની માફી માંગી લઈશ. ઈન્દ્ર ખોટો નથી ઈંદ્રાસન ખોટું છે.         

    મીરાંતો ભક્તિમાં સમર્પિત હતી. સંસારના વખ એ ગળી ગઈ હતી. એનું દિલ તો દરિયાવ હતું. મહારાણા જ્યારે મળવાના સુલતાન પર વિજય મેળવવા રવાના થયા ત્યારે મીરાંએ ભગવાન સમક્ષ પ્રાર્થના કરી “ હે ઈશ્વર, મહારાણા રતનસિંહ ને વિજય અપાવજો. યશ અપાવજો. એ વીર છે પરંતુ ભોળો  છે,એની નાદાની પર ક્રોધ ન કરશો.”

  મહારાણા સેના સાથે કરાલદેવી ના મંદિર તરફ રવાના થઈ ચૂક્યા.