Guhilot dynasty and Maharana Pratap in Indian history - 31 in Gujarati Short Stories by Sisodiya Ranjitsinh S. books and stories PDF | ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 31

Featured Books
Categories
Share

ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 31

મહારાણા વિક્રમાજીત

બાદશાહ ની મહેમાનગતિ

મહારાણા વિક્રમાજીત ને અમદાવાદ નું સ્મરણ થઈ આવ્યું.  ગુજરાત નો શાહજાદો ચાંદખાઁ તેનો પરમમિત્ર  બની ગયો હતો. બાદશાહે તે વખતે રાજકુમાર વિક્રમાજીતને બાન માં રાખી લીધો હતો.

      આથી વિક્રમાજીતને ગુજરાતની રાજધાની અમદાવાદમાં થોડો વખત રહેવાનો લાભ મળ્યો હતો.  તે વેળા ચાંદખાઁ  તેનો જિગરી દોસ્ત બન્યો હતો. કવ્વાલી અને નાચની મહેફીલો , શાહી  રંગત અને વૈભવ , શરાબના જ્યાં અને ખૂબસૂરત સાકીની મસ્તી , એના મૃગાક્ષી નયનો . બાંકી અદા ,હાસ્ય અને મજાકના ફૂવ્વારા , ગઝલો અને હૂશ્ન ની પરીઓના જલસા નિહાળીને રાજકુમારનું મન બેકાબૂ બની જતું. એના યુવાન હૈયામાં સુષુપ્તપણે  ઈશ્કની મરદ જગાવવામાં આ વાતાવરણે મહત્વનો  ફાળો  આપ્યો. મહેમાનનવાજી એટલી સુંદર હતી કે , તેના મનમાંથી નજરકેદની ભાવના ઓસરી ગઈ.  

રાજકીય પરિસ્થિતિમાં પલટો આવતા બાદશાહે રાજકુમાર ને ચિત્તોડ રવાના કરી દીધો.

ઉપેક્ષા નો ડંખ

આ ઘટના હતી ઈ,સ ૧૫૨૭ની .

ઈ. સ ૧૫૩૦ માં રાજકુમાર વિક્રમાજીત અને સરદાર વનવીર બને જિગરી દોસ્ત બની ગયા. જ્યાં જુઓ ત્યાં બને સાથેબજ હોય. રાજમાતા જવાહરબાઈને શિતલાદેવી માટે હમદર્દી  હતી.  મૂળ એ દાસી હતી પરંતુ પૃથ્વીરાજનો વંશ એનો પુત્ર વનવીરથી આગળ વધતો હતો.  એની પાછળ અહોભાવ હતો

. “કાકીજી , આપ લોકોની દયાથી હું અને મોટા ચિત્તોડગઢના રાજપરિવારમાં સ્થાન પામી શક્યા છીએ , મળે તો મારી માં એક દાસી અને હું દાસીપુત્ર.”

“વનવીર, તુ તારી જાતને હીન કેમ મને છે? તને મહારાણાએ સરદાર ની પદવી આપી છતાંય હજુ .. “

“ ના , પરંતુ કોકવાર કોઇનું ઉપેક્ષા  જેવુ વર્તન  જોઉં  ત્યારે હૈયું ભરાઈ આવે બાકી ચિત્તોડગઢમાં અમે સુખી છીએ. “

“ વનવીર માણસ કર્મથી મહાન બને છે, વિદુર પણ દાસી પુત્ર હતા છતાં એના શ્રેષ્ઠ કર્મોને કારણે , ભગવાન વાસુદેવ ને પ્રિય હતા. શાંતિદૂત કૃષ્ણે એને ત્યાં જ ભોજન લીધું હતું.  તમને માતા અને પુત્ર ને ચિત્તોડગઢમાં સ્થાન અપાવવા સ્વર્ગીય મહારાણા રૂઢીચુસ્તો સામે ખૂબ ઝઝૂમ્યા હતા. તને ખબર છે?  વિદૂરને તો કુરુક્ષેત્રના યુદ્ધ પછી પણ ધર્મરાજ યુધિષ્ઠિરે એમને પોતાના મહાઅમાત્ય બનાવ્યા હતા.”

         એટલે જ તો મને ઘણીવાર  મારી જાત પર નફરત થઈ આવે છે.  અમે અણ ગમતા મહેમાન છીએ એવું માનનારા હજુ પણ ચિત્તોડગઢમાં છે ખરાં.

 “પરંતુ દાસી પુત્ર હોવાનો અફસોસ ન હોય. કીર્તિ હંમેશા સુકર્મ પાછળ દોડતી આવે છે. જન્મ ક્યાં લેવો માણસના હાથમાં નથી પરંતુ કેવા કર્મો કરવા એ તો તેના હાથમાં જ છે

વનવીર અને વિક્રમદિત્ય :અનોખુ ગઠબંધન  .

પરંતુ વનવીર ના મનનું સમાધાન થતું ન હતું, પોતાની માં શિતલાદેવી એટલે ઉપેક્ષિત. એ કારણે પોતે પણ ઉપેક્ષિત , નહિ તો એ સ્વર્ગીય મહારાણા સાંગાજીના મોટાભાઇનો પુત્ર. મહારાણા રત્નસિંહની જગ્યાએ એજ મહારાણા હોત.

“વિક્રમાજીત આપણે બને ઉપેક્ષિત , આપની દોસ્તી જ આપણો સથવારો,”

“ હા મિત્ર,આપણે કદી ગાદીપતિ થવાના નથી. પછી જીવન ને કઠોર નિયમોમાં જકડીને શા માટે શુષ્ક બનાવી દેવું? વિક્રમાજીત કહેતા.

 આથી તેમણે ખાઈ, પી ને મોજ કરવાનું ધ્યેય અપનાવ્યું હતું.

 “ વનવીર, અમદાવાદની શાહી મહેમાનગતિની રંગત તો કોઈ ઓર જ હતી.”

વનવીરે વિક્રમાજીત ને અજમેરની ઉર્વશી અને તુલસીને હવાલે કર્યો.  એ રાહબર બન્યો અને અચાનક વિક્રમાજીત મેવાડપતિ બન્યા.

“ વનવીર તું જ મારો સાચો સલાહકાર , વખત આવ્યે તને જ સેનાપતિ બનાવીશ.”

વનવીર ને વિક્રમાજીતના ઉદયમાં પોતાનો ઉદય જણાયો.

“વિક્રમાજીત હવે આપ મહારાણા છો. હું ભગવાન એકલિગજી ના સોગંદ ખાઈને કહું છું કે,

મહારાણા વિક્રમાજીતને વફાદાર રહીશ. “

“વનવીર , મન બેચેની અનુભવે છે, અહીં ઉર્વશી કે તુલસી ને લઈ આવ.”

“મહારાણાજી, હમણાં એ વાત ન કરો. સમય આવ્યે હું અવશ્ય લાવીશ. વનવીરે દબાતા સ્વરે કહ્યું. મેવાડના સરદારોની એને બીક હતી.

મીરાંબાઈ સાથે સંધર્ષ થયો. મીરાંબાઈએ ચિત્તોડગઢ છોડ્યું. ઈ. સ ૧૫૩૨ની સાલ આવી મેવાડમાં ભયંકર દુષ્કાળ પડયો. એના પ્રત્યેક ભાગમાં દુષ્કાળના ઓળા ઉતરી આવ્યા, ભૂખ અને તરસથી માણસો ટપોટપ મરવા લાગ્યા. શાસન તરફથી સહાય તો શું દયા પણ રાજકર્મચારીઓ દાખવતાં નહીં. ખેડૂતો પાસેથી કર વસૂલ કરવા જુલ્મની હદ ઓળંગી જતાં. નિર્ધન મરતો હતો. નિરપરાધી મરતો હતો. શસ્ત્ર હીન મરતો હતો, પ્રજા જુલ્મથી ત્રાસી ગઈ હતી.  

  “ આવો દુષ્કાળ અને આવો જુલમી રાજા કદી જોયો નથી.” પ્રજા કહેતી હતી. પ્રજાનો પોકાર હતો . દુષ્કાળ અને રોગચાળા થી બચાવો.નવા કરવેરા ન નાખો. ખેડૂતોનું મહેસૂલ એક વર્ષ માટે મુલત્વી રાખો. લૂંટારા, ઠગ અને રાજકર્મચારીઓથી રક્ષણ આપો.

 રાજમાતા કર્માવતીદેવી અને જવાહરબાઈએ સૌને દિલાસો આપ્યો. “ધૈર્ય ધરો. મને પણ ચિંતા છે. થોડા દિવસોમાં જ સૌ થાળે પડી જશે.” પ્રતાપગઢના રાજવી વાઘસિંહ સ્વર્ગીય મહારાણા સંગ્રામસિંહના  પિત્રાઈ ભાઈ હતા. એમના પિતા સ્વર્ગીય મહારાણા રાયસિંહ સાથે મતભેદ થવાથી ચિત્તોડગઢ છોડી ચાલી નીકળ્યા હતા. તેમણે પ્રતાપગઢ વસાવ્યો હતો.  

વાઘસિંહ બહાદુર રાજપૂત હતા. તેઓને પોતાના વંશ માટે ગૌરવ હતું. આથી જ તેઓ મેવાડના ભીલોના મુખ્ય સરદાર નવલસિંહ ને કહી રહ્યા હતા. “મહારાણા વિક્રમાજીત તેમના પિતા સ્વર્ગીય મહારાણા સંગ્રામસિંહ ના એકપણ સદગુણ ધરાવતા નથી. મિત્રો ને પણ દુશ્મન બનાવી દીધા છે. સંસ્કૃતિના મૂલ્યો જાળવનાર મેવાડી રાણો એ મૂલ્યોની અવહેલના કરે,  જુલ્મો વરસાવે ત્યારે મેવાડ  નો વિનિપાત કોણ રોકી શકે ?

“ રાજાજી એકલિગજીના ભક્ત મહારાણાઓનો દરબાર ગૌરવશાળી હતો. જ્યારથી મહારાણા વિક્રમાજીતે વારાંગનાઓના નૃત્યમાં ડૂબી જવાનું પસંદ કર્યું છે. ત્યાર થી સરદારોમાં અપ્રિય થઈ પડ્યા છે.  પોતાના પોતાના ઉધ્ધત સ્વભાવથી તેઓ સૌનો અનાદર કરે છે. ફક્ત વનવીર ની આખે જ સધળું જુએ છે.  શરાબના નશામાં ચકચૂર રહે છે.  હવે તો સરદારો બળવો કરવાની વેતરણમાં છે. “

   “ ભીલરાજ, તમે આ શું કહો છો? મેવાડના સરદારો મેવાડી મહારાણા વિરુધ્ધ બગાવત કરે ? ના , એ અસંભવ છે.

     “પરંતુ મહારાણાના વર્તને એ સંભવ બનાવી દીધું.તેઓ જયમલ રાઠોડ પર શમશેર ઉગામતા આચકાય ન હતા.  મીરાંબાઈ નો શિરછેદ કરવા ધસી ગયા હતા. પ્રજાની પીડા સંભળવા ને બદલે વારાંગના ઓ ના ગીતોમાં ડૂબી ગયા છે.  શું મેવાડના બહાદુર સરદારો માટે આ અસહય નથી ?”

    “ જો આવો લાવા ધગધગતો હોય તો પછી વિક્રમાજીત ને ગાદી પરથી ઉઠાડી મુકવા જોઈએ.”વાઘસિંહજી ગુસ્સે થઈ બોલ્યા. “બધા ના હૈયા માં આજ વાત ઘુટાય છે.  પરંતુ સ્વર્ગીય મહારાણા સાંગાજીના પુત્ર હોવાને નાતે સૌ અચકાયા છે અમે મેવાડના મહારાણા ને આંગળીથી રક્ત કાઢી રાજતિલક કરવામાં ગર્વ અનુભવતા હતા.  પરંતુ મહારાણા વિક્રમાજીત માટે મને પસ્તાવો થાય છે. “

“તો પછી ભીલરાજ, વિક્રમાજીતની સાન ઠેકાણે લાવવી જ જોઈએ.”

   આમ વાતો કરતાં કરતાં બને મહારાણા વિક્રમજીતના મહેલ નજીક આવ્યા.”સાંભળો મહારાજ, જ્યાં વીર ઘોષણા સંભળાવવી જોઈએ ત્યાં. નર્તકીના પાયલની ઝંકાર સંભળાય છે. સ્વયં મહારાણાજી શરાબના નશામાં ચૂર છે.. વનવીર એમનો મુખ્ય સલાહકાર છે. જ્યપાલ જેવો લાલચુ અંગરક્ષક છે.          “ ભીલરાજ. લાલચુ માણસ હંમેશા નાવને ડૂબાડે . તમને યાદ હશે કે દિલ્લીશ્વર મહારાજ પૃથ્વીરાજ નો એક સેનાપતિ હાહુલીરાય લાલચુ હતો. એને જયચંદે લાખો સોનામોહરો ની લાલચ આપી અને પછી તો ઘર ફૂટે ઘર જાય. આ દેશ ને ગુલામી ની બેડીઓમાં ફસાવું પડયું “આમ કહેતા રાજા વાઘસિંહ વિક્રમાજીતના મહેલના મુખ્ય ખંડમાં આવી પહોંચ્યા. તેમણે શું જોયું.?

      શરાબના નશા માં વિક્રમાજીત બબડતા હતા.”જીવન જીવો તો મોજથી , મોત પછી કશુંજ નથી . નર્તકી તારી નૃત્ય કળા અને સંગીતકળા મને આનંદસાગરમાં ડૂબાડી દે છે. તું નૃત્ય કર  અને ગા . હું ડૂબવા માંગુ છું.

       નૃત્યાંગને જીવનની મસ્તી જેમાં છલોછલ છલકાઈ રહે એવું મદભર્યું ગીત છેડયું.  સૌ તાણમાં મસ્ત હતા. ખંડ ના પ્રવેશદ્વાર પર ઉભેલા વાઘસિંહ પ્રત્યે કોઈ નું ય ધ્યાન ન ગયું. તેઓ ક્રોધ થી તપી ગયા.

      મેવાડના મહારાણા વિક્રમાજીતના મહેલમાં મહેફિલ જામતી. શરાબ નિરેલમચેલ ઊડતી . નૃત્યાંગનાઓના નૃત્ય થતાં . ઉધ્ધત મહારાણાથી મેવાડના સરદારો તંગ આવી ગયા હતા. પ્રત્યપગઢના રાજવી વાઘસિંહને  આ હકીકત જણાવવામાં આવી તેથી બનતી ત્વરાએ તેઓ ચિતોડગઢ  આવી પહોંચ્યા હતા. કેટલાક પીઢ પુરૂષોએ તેમને જણાવ્યું, “મહારાજ, મહારાણાજીએ  હદ કરી છે. કોઇની ફરિયાદ કાને ધરતા જ નથી. “

      અને પ્રત્યક્ષ જે કાઈ જોયું તેથી તેઓ ખૂબ ગુસ્સે થયા.  તેઓ ખંડના મધ્ય ભાગમાં જઈ ગર્જી ઉઠયા. “ વિક્રમાજીત હું આ શું જોઈ રહ્યો છું.? સાવધાન, મેવાડ ચારે બાજુ શત્રુઓથી ઘેરાયેલું છે. એને તારા નાચગાનની જરૂર નથી.  ભગવાન એકલિગજી નો ભક્ત હોવા છતાં તું કામાતુર બન્યો. આપણાં પૂર્વજો તારા પર ફિટકાર વરસાવતા હશે.”

“આપ સંગીતકળા પ્રત્યે આટલો બધો તિરસ્કાર દર્શાવો છો? કલાકારો નું આવું અપમાન !”

વિક્રમાજીત , “વારાંગનાઓ નું અપમાન મેવાડના વીરો કરતાં યે વધારે વસમું લાગ્યું. સાંભળ, મેવાડની રાજગાદી સાચવો નહીં તો આંખના પલકારામાં છીનવાઈ જશે. વાઘસિંહે ચેતવણી આપી.                   આપ કેવળ ઉપદેશ આપવા જ પધાર્યા છો? “વિક્રમાજીતે કહ્યું.

     મેવાડપતિ ને શીખામણની જરાયે જરૂર નથી. “વનવીર બોલ્યો. જોડે ઉભેલા ભીલરાજ નવલસિંહ થી આ કઠોર વચન સહન થયું નહીં. તેણે ગુસ્સે થઈ કહ્યું.

  “ મહારાણાજી, યાદ કરો, મારા અગુઠાને કાપ મૂકીને મે અપને રાજતિલક કર્યું હતું.  ત્યારે મને સ્વપ્ને ય ખ્યાલ ન હતો કે, મહારાણાજી કંદર્પના દાસ બનશે. મેવાડની પ્રજા ,પોતાના રાજાને વિલાસના નગ્ન દ્રશ્યો ના નાયક તરીકે જોવા ટેવાયેલી નથી , જે પ્રજા આપણાં આદેશ પર જાન કુરબાન કરવા તૈયાર થઈ જાય તે પ્રજા કર્તવ્ય ભ્રષ્ટ મહારાણા ને રાજસિંહાસનેથી પદચ્યુત કરવાની ક્ષમતા પણ ધરાવે છે. “

  “ ભીલરાજ તમે તમારી હેસિયત ભૂલી જાઓ છો. તમે મને ધમકી આપવાની નીચતા દાખવો છો.” ઉત્તેજિત થઈ વિક્રમાજીત બોલ્યા. ભીલરાજ, તમારી નાલાયકીનું પ્રદર્શન ન કરો. તમારી આ  હિંમત કે મહારાણાજીને  ધમકી આપો. મહારાણાજીનો હુકમ હોય તો .. “જ્યપાલ વચમાં બોલી ઉઠયો .

        ઉકળી ઉઠેલા વાઘસિંહ બોલ્યા, :જયપાલ ,તારી મર્યાદામાં રહે. તમે કામાંધો દુશ્મન અને દોસ્તને ઓળખી શકતા નથી.મહારાણાને વિલાસ અને શરાબના કુમાર્ગે ચઢાવનાર કોણ છે? વધ તો એમનો કરવો જોઈએ. “

       વિક્રમાજીત નતમસ્તકે ઉભા હતા. એકાએક બંને રાજમાતાઓનું આગમન થયું. “મહારાણા તરફથી કાકાજી હું માફી માંગુ છું. “વનવીરે કયું. “ અમે નીચ અને નાલાયક, લો આ શમશેર ” રૂંધાતા સ્વરે ભીલરાજે કહ્યું.

“રાજમાતા, વિક્રમાજીત ગાદી ને લાયક નથી. ઉદયને ગાદીએ  બેસાડો .” વાઘસિંહે કહ્યું. “વિક્રમાજીત તારા કૃત્યો એક માં તરીકે મને વિષાદ માં મૂકી દે છે. મેવાડ વધુ બરબાદ થયા તે પહેલાં બહેતર છે કે, તું રાજગાદી છોડી દે “જવાહરબાઈ બોલ્યા.

મેવાડની ઉજ્જવળ પરંપરા હું જાળવી શક્યો નથી. મને માફ કરો. હું મેવાડના રાજમુકુટનો ભાર વહન કરી શકું એમ નથી. ભાઈ ઉદયને મેવાડપતિ બનાવો. “ધન્ય છે વિક્રમ , પરંતુ ઉદયને મસ્તકે રાજમુકુટ હું મૂકવા દેવા તૈયાર નથી. એ બાળક છે. રાજનીતિના આટાપાટા ખેલવાની એની ઉમર નથી, આટલો પસ્તાવો કર્યા પછી વિક્રમને જ એક તક આપો.” રાજમાતા કર્માવતીદેવી બોલ્યા.

કાકાજી , મને માફ કરો. હું ફરજ ભૂલ્યો હતો.”વિક્રમાજીત બોલ્યા, વાઘસિંહે પ્રસન્નચિત્તે કહયુ. રાજમાતા , તમે ધન્ય છો, ભીલરાજનું પ્રદાન સમજો છો. હવે મને લાગે છે કે , હજી મેવાડનું પુણ્ય પરવાર્યૂ નથી.”

હવે સૌ મેવાડના ઉત્થાન માટે કામે લાગી જઈએ. “

અને એક દુ:ખદ પ્રકરણ નો સુખદ અંત આવ્યો.

---------------------------------૨-----------------------------------

          ઈ. સ ૧૫૩૩ની સાલ. બાદશાહ બહાદુરશાહે ચિત્તોડ પર આક્રમણ કરવા માટે પ્રસ્થાન કર્યું.  રાયસિંહના કિલ્લા પર તેણે ફતેહ મેળવી હતી. પરંતુ આકરી કિમત ચૂકવીને સંગ્રામશાહ, સિલહદિરાય ,લક્ષ્મણસિંહ અને મોપરે  શાહની સેનાનો કચ્ચરઘાણ કાઢી નાખ્યો હતો.

રાણી દુર્ગાવતીએ જૌહર કર્યો. એ  મહારાણા સાંગાજી ની વીર પુત્રી હતી. રાજપૂતોની બહાદૂરી નો પૂરેપૂરો ખ્યાલ બાદશાહ બહાદુરશાહને આક્રમણ વખતે જ આવી ગયો.”સહી માયને મે યે લોગ નરબંકા છે .”

સમગ્ર મેવાડ અંધાધૂંધી ના પંજામાં સપડાયું હતું. પ્રજા નો પોકાર સાંભળવામાં આવતો ન હતો. મહારાણા વિક્રમાજીત વિરુદ્ધ બગાવત ની તૈયારી થતી હતી. ગુપ્તચરોના અહેવાલ હતા ,કે સાંગાજીના બાળપુત્ર ઉદયને મેવાડપતિ બનાવવામાં આવશે. જો આમ થાય તો આંતર વિગ્રહ જાગે અને એવો સમય જ આક્રમણ કરવાનો સુઅવસર ગણાય ? આથી ગુજરાતના બાદશાહે પોતાની સેના મેવાડ તરફ દોરી. પરંતુ ચિત્તોડગઢમાં રાજમાતાઓ અને પ્રતાપગઢના રાજવી વાઘસિંહની     દરમિયાનગીરિથી બધુ થાળે પડી ગયું, અને ગુજરાતમાં બાદશાહ ના ઘર આંગણે જ બળવો થવાના સંકેત ગુપ્તચરોએ આપ્યા. મહારાણા વિક્રમાજીતે અહંકાર છોડી વડીલોની માફી માંગી મહારાણા પદ જાળવી રાખ્યું. એણે નિર્માલ્યતા છોડી રાજના કામકાજ પર ધ્યાન આપવા માંડયું. ચિતોડના ભવનોમાં હવે વારાંગના ઓના પાયલની ઝંકાર સંભળાતી નથી જ્યપાલ અને વનવીર ની સત્તા પર અંકુશ આવી ગયો.

ભક્ત કવિ મીરાંબાઈએ મેડતાનો પણ ત્યાગ કર્યો હતો . એમનો ભાઈ જયમલ રાઠોડ ગુજરાતના સંભવિત આક્રમણની ખબર સાંભળીને પોતાની સેના સાથે ચિત્તોડગઢ તરફ રવાના થઈ ચૂક્યો હતો.  જોધપુર ના રાજવી ગાંગાજીની મદદ કોને મળશે એ કળાતું નથી આથી બાદશાહ બહાદુર શાહ સેના ને પાછી ગુજરાત દોરી ગયો.

છ માસ નો સમય પસાર થઈ ગયો. ફરી બાદશાહ બહાદુરશાહ  પોતાની સેના સાથે ચિત્તોડગઢ આવી પહોંચ્યો. ચાંદખાં એમનો નાનો ભાઈ અને કસાયેલો સિપેહસાલાર હતો. થોડા વર્ષો પહેલાં ચાંદખાં અને વિક્રમાજીત અમદાવાદના શાહી મહેલો માં રંગીન મહેફિલોના મહેમાન હતા. બને જિગરી દોસ્ત બની ચૂક્યા હતા. પરંતુ હવે બને ની શમશેરો સામસામે ટકરાવાની હતી.

   ઘણાં વખતથી બને પક્ષે ભારે તૈયારી થતી હતી. ચિત્તોડના કિલ્લામાં પણ ભારે ઉત્સાહ નું વાતાવરણ હતું. એક પછી એક કુમક ના સમાચારો આવી રહ્યા. હતા.

“જોધપુરના રાજા ગાંગાજી સ્વયં મોટી સેના સાથે આવી રહ્યા છે.”મેડતાના રાવ વીરમદેવે પોતાના પુત્ર જયમલ સાથે ચિત્તોડગઢ આવવા સેના રવાના કરી દીધી છે.”

રાજમાતાઓને અટલ વિશ્વાસ  હતો કે , ગુજરાતનાં બાદશાહ બહાદુર શાહ ની સેના ભૂંડે હાલે પરાજય પામશે. આ સમાચારો ગુપ્તચરો દ્વારા બાદશાહ ની છાવણી માં પહોંચતા હતા. ચિત્તોડગઢના દુશ્મનો ધારતા ન હતા. તેઓની કુમક પણ મહારાણાની મદદે આવવા લાગી.

“દુશ્મનની શક્તિને ઓછી આંકવામાં મે ભારે ગલતી કરી છે. બાદશાહ બહાદુરશાહ વિચારતા હતા. ચાંદખાંના ઉત્સાહ માં ઓટ હતી. રાજપૂતો અને નરબંકા મેવાડીઓને દુશ્મન બનાવીને બાદશાહ મોટી ભૂલ કરી રહ્યા છે. એવો તેણે અફસોસ થતો હતો.                         

      કાજળઘેરી  અમાવસ્યાની રાતે એક ગુપ્તચર જે સમાચાર લાવ્યો તે નાથી રાજમાતા ધનબાઈ હતાશ થઈ ગયા. ગાંગાજી મોટી સેના તૈયાર કરીને  પ્રસ્થાન કરવાના હતા. યુવરાજ માલદેવે  રાઠોડી સેનાને યુધ્ધમાં સંડોવવા માટે નારાજી વ્યક્ત કરી.  

    જ્યાં મહારાણો હાડાવંશીય રાજમાતાને પુત્ર હોય, આપણો કટ્ટર શત્રુ વીરમદેવ  મદદે જતો હોય ત્યાં આપણે શા માટે..?

“યુવરાજ , ચિત્તોડગઢ એ માત્ર મેવાડ નહિ, રાજપૂતાનાનું  નાક છે.” અને વિફરેલા યુવરાજે પોતાના પિતાને મહેલના ઝરૂખેથી ફેકી દીધા. ગાગાજી મૃત્યુ પામ્યા. હવે માલદેવ સર્વસત્તાધીશ બની ગયો. રાજમાતા ધનબાઈએ હોઠ કરડ્યા .” ચિત્તોડને બચાવવું કપરું છે. “ ગંભીર મંત્રણા ચાલી. જો બાદશાહ  બહાદુરશાહ દ્રવ્ય થી રાજી થતો હોય તો સંધિ કરી લઈએ ?

        શા માટે ? આપણે ખતમ થઈ જશું પરંતુ સંધિ તો નહિ જ “સરદારો ગર્જી ઉઠયા.

આપણી તાકાત નો આપણને પૂરે પૂરો અંદાજ તો છે જ આંતરિક ઝગડા ,ઉપર ઉપરી યુદ્ધો, આના કારણે મેવાડ ખોખરું થઈ ગયું છે, એને શક્તિ શાળી બનાવવા સમયની જરૂર છે. જોધપુરની કરૂણ ઘટના બની છે. આ બધા ને કારણે યુદ્ધને ટાળવું એ જ ઉચિત છે. “ કિલ્લેદાર ચીલ મહેતા એ કહ્યું.      

સૂર્યોદય સાથે મેવાડનો દૂત બાદશાહની છાવણીમાં હાજર થયો. એ આવ્યો હતો સંધિ નો પ્રસ્તાવ લઈ ને  બાદશાહ બહાદુરશાહ ને મનાવતા ચાંદખાં ને નવનેજા આવી ગયા. પરંતુ આખરે સફળતા મળી. મેવાડના ખજાના માંથી પુષ્કળ દ્રવ્ય આપીને બહાદૂરશાહને ગુજરાત પાછો રવાના કર્યો.  

“ફરી પાછો આવીશ. નાગૌર નું ફાટક મને ફરી અહી ખેચી લાવશે. “બહાદુરશાહ મનમાં વિચારતો હતો.  “હમણાં તો ભલે શાહ ધન લઈને જતો.  ફરી યુદ્ધનો સ્વાદ ચખાડીશું “ મેવાડી સરદારો ગણગણતા હતા.

સંધિ એ યુદ્ધ પૂરું થવાની નિશાની નથી, અલ્પ વિરામ છે. ફરી તાજા માજા થઈ ને લડવાનો મધ્ય કાળ છે.                                       

 જ્યાં સંધિ થાય છે ત્યાં જ ભાવિ યુદ્ધ નો પાયો નંખાય છે. ગુજરાત ના બાદશાહ બહાદુર શાહ ની મહત્વાકાંક્ષાઓ અપાર હતી. એમના સફરની છેલ્લી મંઝીલ દિલ્લી નું તખ્ત હતું.  મહત્વાકાંક્ષા હોય છે સુંદર પરંતુ એની સફર કપરી હોય છે. પ્રથમ તો પોતાના સહોદરને જ માર્ગ માંથી હટાવવો પડ્યો. નાનો ભાઈ ચાંદખાં ચખમો આપી ફરાર થઈ ગયો.  પોતાના કટ્ટર શત્રુ, મેવાડના ધણી વિક્રમાજીત ને આશરે ગયો. અને હવે તો બહાદુરશાહ ની ચાલનો એ પણ એક મહોરો બની ગયો. એણે આ ઘટના ને મેવાડ પર આક્રમણ કરવાનું એક બહાનુ બનાવી લીધું, આ વેળા બાદશાહે માળવાના સૂબેદાર મલ્લુખાં ની દોસ્તી બાંધી. પોર્ટુગીઝ ગવર્નરની દોસ્તી બાંધી. ચિત્તોડગઢ ને નેસ્તનાબુદ કરવા ત્રણે શક્તિ કામે લગાડવાની હતી. “રાણા કુંભા અને રાણા સાંગાના ઘા ગુજરાત ભૂલ્યું નથી. હું એનો બદલો લઈશ જ. “ રાત દિવસ બાદશાહ ને આ વિચાર સતાવતો હતો. ગુજરાતની સેના માંડું પહોચી. માળવાના શાસક મલ્લુ ખાં એ  બાદશાહ નું શાનદાર સ્વાગત કર્યું.  “મલ્લુખાં આ રાજપૂતો આપણા માર્ગ ની મોટી દીવાલ છે.  આપણી સલ્તનતો માટે મોટો પડકાર છે નહિ તો હિંદમાં મુસ્લીમ સત્તા જ હોય.”

“પરંતુ ધર્મ અને સત્તા ને ક્યાં મેલ ખાય ? જ્યાં એક ધર્મના રાજ્યો હોય ત્યાં પણ ભયંકર યુદ્ધો થાય છે જ. મુલ્લૂખાં બોલ્યા.   

  પરંતુ મેવાડ માટે તો મારા દિલમાં બીજો પણ ડંખ છે. મારા ૬ અબ્બાજાન રાણા ૬ સાંગાજીના હાથે કેદ થયા હતા. એ બેઆબરૂ થવાની તવારીખ ૬ અમારા હૈયામાં શૂલનીમફક ભોંકાય છે, હું મેવાડી મહારાણા વિક્રમાજીત ને ઠેઠ ચિત્તોડગઢ થી અમદાવાદ કેદીના પિજરાંમાં  પુરીને લઈ જઈશ. “

“પરંતુ મને શંકા છે. મેવાડી કદી જીવતો હાથ ન આવે.” મુલ્લુંખાં બોલ્યા.

“હું એ અશક્ય ને શક્ય કરી બતાવવા માગું છું. સાથે સાથે બાગી ચાંદખાંનો પણ અમદાવાદના ચોકમાં આમ પ્રજાના દેખતા શિરોચ્છેદ કરવા માગું છું જેથી કોઈ ઈન્સાન બાગી બનવાનો ખ્યાલ પણ ન  કરે. સબક શિખવાડવો એ મારી ફરજ છે.”

મંત્રણામાં, માળવા  અને ગુજરાતની સેના સયુક્ત  રીતે ચિત્તોડગઢ પર આક્રમણ કરશે એવું નક્કી થયું. “જહાંપનાહ , ફિરંગી ગવર્નર નન્હા-દડ-કુન્હા અપને મળવા માંગે છે. “ખુશી થી,બઈજ્જત એમને મારી સમક્ષ લઈ આવો.” કુરનીશ બજાવીને પોર્ટુગીઝ ગવર્નર બાદશાહની સામે ઊભો રહ્યો.

“બેસો, આસન ગ્રહણ કરો, ગવર્નર બાદશાહ સાહેબ.”

પોર્ટુગીઝ ગવર્નરે આસન પર બેસતા બેસતા આભાર માની લીધો.

 “અમને ખબર મળી છે કે, આપ ચિત્તોડગઢ પર હુમલો કરવા માંગો છો. અમે આપતા મિત્રો છીએ. અમારી પાસે જે દારૂગોળો છે. એ ચિત્તોડગઢને ઉઠાવી દે એવો છે. એ ટોપખાનું અમે આપની સેવામાં સોંપીએ.”

 બાદશાહ ખુશ થયા. “અમને તમારી દોસ્તી પર નાઝ છે. “

બંને પક્ષે શરતો થઈ. ‘બદલામાં આપ કયુ પર કિલ્લો બાંધવાની પરવાનગી આપશો ?

“મંજૂર, મુલ્લુખાં, તોપખાનાનો હવાલો હવે આપણે સંભાળી લઈશું. “

પોર્ટુગીઝ ગવર્નર હવે ઉભો થયો. રજા માંગી ચાલતી પકડી.

“જહાંપનાહ, મને આ પોર્ટુગીઝ ખતરનાક લાગે છે. એને તો ગુજરાતના પુતન, પેટ, મંગલોર, થાણા, તોલાના અને મુઝફરાબાદને બાળીને ખાક કરી દીધા હતા. આ પ્રજા માણસોને ગુલામ બનાવીને બકરાં ઘેટાંની માફક વેચે છે.

“મલ્લુખાં, એની પાસે જે તોપખાનું છે. એ આપણા વિજયનો મોટો આધાર છે. અને સમય આવ્યે એને પણ જોઈ લઈશું.”

      આજ પોર્ટુગીઝો એ  ગુજરાતના લગભગ પાંચ, છ હજાર માણસોને ગુલામ બનાવી પોતાના દેશમાં વેચી માર્યા હતા.  “અરર , જીવતા માણસોનો સોદો ?” ધૃણાથી બહાદુરશાહ બોલ્યા.

“હાં ,જહાંપનાહ . કદી  કદી તો આપણને સખત નફરત થઈ આવે છે. આ લોકો પર, તેઓ જે મુલકમાં પગ મુકે છે ત્યાં ઈન્સાનિયતની તૌહીન કરે છે. આપણે પણ કેવા છે ? વિચારો, દરિયાપારના પરદેશીને મિત્ર બનાવી એ છીએ અને રાજપૂત જેવી કોમને દુશ્મન !

“મલ્લુખાં , રાજનીતિ કહે છે. કે સબળને મિત્ર બનાવવો ખતરનાક છે. પરદેશી તો આજે છે અને કાલે ચાલ્યો જશે. રાજપૂતો તો સદાયે આ મુલકમાં રહેવાના. મારે વેરની તૃપ્તિ અર્થે આ યુદ્ધ કરવું જ છે”

“ શમશેરબાજ સામે લડવું સરળ છે. કુટિલ વ્યાપારી પ્રજા સામે જીતવું અશક્ય. હું તો હજુ માનું છું કર, આપ પોર્ટુગીઝ ગવર્નરની સહાય લઈને મોટું જોખમ વહોરી રહ્યા છો. “

મલ્લુખાં, આ પણ શેતરંજ ની એક ચાલ છે. મારે તો હિંદના સરતાજ બનવું છે. હું જાણું છું કે ,આ પોર્ટુગીઝો ની આખરી નેમ પણ એજ છે. હું એનો ઉપયોગ કરી લઉ પછી એમને ખતમ કરતાં મને કોણ રોકવાનું છે?  

    મલ્લુખાં, સમજી ગયા કે , સામ્રાજ્યની લાલસા માનવીને પાગલ બનાવી દે છે.

તબડક .. તબ .. ડક .. તબ .. ડક કરતાં સાત ઘોડેસવારો ચિત્તોડગઢ ચાલ્યા આવતા હતા. ચંદ્ આકાશમાંથી નાસી ગયો  છે. અને સુર્ય હજુ દ્રષ્ટિગોચર થતો નથી. અરવલ્લીની પહાડીઓની વચ્ચે આવેલી ખીણો પસાર કરી ઘોડેસવારો મેદાનમાં પ્રવેશ્યા. સાતે ઘોડેસવારો કદાવર હતા. પરંતુ સૌથી આગળ ઘોડો દોડાવતો યુવાન કદાવર અને સોહામણો હે. એ યુવક હતો ગુજરાતનો શાહજાદો ચાંદખાં. એ ગુજરાતથી જીવ બચાવીને ભાગી આવ્યો હતો.

ગુજરાતના બાદશાહ બહાદુરશાહે પોતાના એક ભાઈની હત્યા કરી. આ સમાચાર વેળાસર પહોંચાડી ચાંદખાં ને એના ઉસ્તાદે જીવ બચાવવા ભાગી છૂટવાની સલાહ આપી.

તે પોતાના વિશ્વાસુ સાથીઓ સાથે મોટાભાઇ મોતનો પંજો ઉગામે તે પહેલાં નીકળી નાઠો. ચાંદખા ને પકડવા આવેલી ટુકડી હતાશ થઈને બાદશાહ પાસે પહોંચી ત્યારે તે ગુસ્સે થઈ બોલી ઉઠ્યો. “પંખી ઊડી ગયું. “

ચિત્તોડગઢનો દરવાજો ખૂલ્યો એટલે સાત ઘોડેસવારો ગઢમાં પ્રવેશ્યા. ચીલ મહેતા , જે કિલ્લેદાર હતા તેમણે આ ટુકડીને રોકી.

“તમે કોણ છો? આપનો પરિચય ?”

“કિલ્લેદારજી , આપ મહારાણાને ખબર આપો કે , ગુજરાતથી ચાંદખાં આપણે મળવા આવ્યા છે. “

થોડીવારમાં કાસદ આવ્યો.”

        “ મહેમાનોને અતિથિ ઘરે રોકો. તેમની સુંદર મહેમાન ગતિ કરો.”

શાહજાદા ચાંદખાંએ મહારાણાની તહેનાતમાં ઈસ્માઈલખાં ને મોકલી પોતાની મકસદ જણાવી.

તરત જ મહારાણાજીના નિવાસસ્થાને ખાનગી મંત્રણા યોજાઈ. ગુજરાતના બાદશાહ બહાદુરશાહના ભાઈ અને શાહજાદા ચાંદખાં ચિત્તોડગઢ માં અક્ષરો માંગવા આવ્યા છે.” મહારાણા એ નિવેદન કર્યું.

શાહજાદા ચાંદખાંને આશરો આપી ગુજરાત અને માળવા બનેનો કોપ વહોરી લેવો એ મૂર્ખામી છે. ભાઈઓ તો આજે લડ્યા છે. કાલે ભેગા થઈ જશે. નાહક મેવાડ ને યુદ્ધ નું ક્ષેત્ર બનાવી રક્તપાત વહેવડાવવાની શી જરૂર છે ? કિલ્લેદાર ચીલ મહેતા એ કહ્યું.

“મહારાણા લાખાજીના વખતમાં મંડોવરના કુમાર રણમલે આવી જ રીતે શરણ માંગ્યું હતું. અને પછી એના પગલે ચિત્તોડ બરબાદીના પંથે ચડી ગયું. કુમાર રાઘવદેવનો  બળી ચડાવાયો હતો. કુમાર ચંડને ભારે આપદા વેઠવી પડી હતી.” મંત્રી કર્મચંદે  ભૂતકાળ ઉકેલ્યો. સોનગિરાજી એ કહ્યું, “ હું કિલ્લેદાર મહેતાજી કરતાં જુદો મત ધરાવું છું. કારણકે હું રાજપૂત છું. શરણાગત ધર્મ એ તો ક્ષત્રિયત્વનો આત્મા છે. ચાંદખા ને આશરો આપો કે  ન આપો. મેવાડ પર આક્રમણ તો થવાનું જ છે. વાઘ લોહી ચાખી ગયો હોય તેમ ગુજરાતનો બાદશાહ બહાદુરશાહ એકવાર ધન પડાવીને લઈ ગયો છે. વારંવાર ધન આપીને સંધિ કરવાનો હું વિરોધી છું. કદાચ આજની પેઢી લડાઈમાં ખતમ થઈ જશે. એમાં વાંધો શો છે ? આપના કવિ તો ગાય છે જ કે ,

બરસ છત્તીસ કે આગે , જિયે કો હૈ ધિક્કાર                              

    પરંતુ કોઈ મેવાડપતિ ધન આપવાની અને દુશ્મન ધન લેવાની હિંત નહિ કરે.” પ્રતાપગઢના રાજવી વાઘસિંહજી ઊભા થયા.” ચીલ મહેતા અને મંત્રી કર્મચંદ ની વાતમાં પણ મુલક માટે પ્રેમ છે. પરંતુ અમે ક્ષત્રિયો તો યુદ્ધનો માર્ગ જ પસંદ કરવાના. યુદ્ધ ટાળવાથી ટળવાનું નથી. હું પણ માનું છું કે ચાંદખાં ની શરણાગતિ ને પગલે યુદ્ધ આવતું પરંતુ ચાંદખાં ને આશરો આપવો.”

હાડા સરદાર અર્જુનસિંહે કહ્યું ,”યુદ્ધ ભયંકર હશે. સાંભળ્યું છે કે, બાદશાહ બહાદુરશાહ ની મંત્રણા પોર્ટુગીઝ ગવર્નર સાથે ચાલે છે. અને એની પાસે મોગલ શહેનશાહ બાબર ની જેમ શક્તિશાળી ટોપખાનું છે. પરંતુ જેણે ગુજરાતના શહેરો અને ગામડાઓ બાળ્યા, પ્રજા ને લુંટી અને માનવીઓને ગુલામ બનાવી દરિયાપારના દેશોમાં વેચી માર્યાએ પોર્ટુગીઝ નો સાથ શું બાદશાહ લેશે ? પોર્ટુગીઝોની મદદ તો બે ધારી તલવાર જેવી છે.“

“ અર્જુનસિંહની વાત બરાબર છે પરંતુ આપણે તો બધાંનો મુકાબલો કરવાનો છે. સમજીને નિર્ણય લેવાનો છે.”

મહારાણા વિક્રમાજીતે કહ્યું. “ચિત્તોડગઢમાં ચાંદખાં ને આશરો આપવો.” એવો સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો.

   “ ઈસ્માઈલખાં  મેવાડની ધરતી મણેખૂબ ગમી. અહી ગગનચુંબી પહાડો છે. કલ .. કલ નિનાદ કરતાં ઝરણાં છે. પાણીનું નર્તન કરતી નદીઓ છે. ડુંગર પરથી વહેતાં ઝરણાં જાણે કોઈ મુગ્ધા કે કિશોરી રમત કરતી કરતી નીચે ઉતરી રહી હોય એવા લાગે છે. અહીં ના સરોવરો સમુદ્ર પ્રવાહોની સ્પર્ધા કરતાં હોય એમ લાગે છે. અહીં જન્નતના બગીચાઓની સ્પર્ધા કરે એવા બાગ છે. અરવલ્લી પર્વતમાળાની છાયા એવી તો ગીચ છે કે, ભર બપોરે સૂર્યદેવ પોતાની દ્રષ્ટિ થી અહીની ધરતીને નિહાળી શકતો નથી. ભગવાન એકલિંiગજીએ  મેવાડની ધરતી ને સઘળું આપ્યું છે. ચાંદખાંએ કહ્યું

   “ એટલે જ આ ધરતી પર પુષ્કળ યુધ્ધો ખેલાયા છે. ઈસમાઈલખાં બોલ્યા. કાશ , પામર ઈન્સાન પોતાના તુચ્છ સ્વાર્થ માટે યુદ્ધ ન ખેલે તો દુનિયા જ સ્વર્ગ બની જાય.“ ચાંદખા  એ કહયું

 “ પરંતુ સ્વાર્થ જ મોટો શેતાન છે, એ વિવેકને ઓળખતો નથી. સ્વાર્થ જેને સ્પર્શે છે એના હૈયામાં અસંતોષ ની જ્વાળા ભળકે છે. બાદશાહને ગુજરાતની પોતાની સલ્તનત થી યે સંતોષ નથી. આપના ખૂનની પ્યાસ છે. મેવાડી મહારાણા ને ઝુકાવીને અપમાનિત કરવાની ખ્વાહીશ છે. “ઈસમાઈલખા બોલ્યા.  

“ ધર્મનું પરિબળ પણ મહાન છે. વખત આવે બહાદુરશાહ, શેરશાહ , હુમાયું અને મલ્લુખાં એક થઈ જાય.” સિકંદરખાન બોલ્યો

સિંકદર, તું ભૂલે છે. એક ધર્મ બીજા ધર્મને તિરસ્કારવાનું શીખવતો નથી. ધર્મ એ તો મનુષ્યના આત્માનો પ્રકાશ છે. ધર્મ સામે ધર્મ ક્યારેય ટકરતો નથી. સ્વાર્થની સામે અથડાય છે. નહીં તો હિન્દુસ્તાનના યુધ્ધોમાં એકપક્ષે કેવળ હિંદુ રાજાઓ જ હોત, પરંતુ મદાંધ શાસકો ધર્મના નામે શસ્ત્ર ઉઠાવે છે અને પાગલ દુનિયાને ઠગે છે. હું તો માનું છુ કે, ભારતનું ભવિષ્ય હિંદુ-મુસ્લિમ એકતામાં છે, વિભાજનમાં નહિ,  હા, શાહજાદાજી, મંહબ વચ્ચે છે જ નહિ, ઝગડા તો વ્યક્તિઓના અહંકાર વચ્ચે છે.

શાહજાદા ચાંદખાં મેવાડના દરબારમાં પેશ થયા. “મહારાણાજી , આપ મારા જિગરી દોસ્ત છો, હું આપણે શરણે આવ્યો છે.”

મહારાણા વિક્રમાજીતે શરણાગતની રક્ષાનો ધર્મ પાળ્યો. તેઓ બોલી ઉઠયા.

શાહજાદા ચાંદખાં, તમે વિક્રમાજીતના મિત્ર છો, મિત્રની રક્ષાનો માટે પ્રાણ આપવા પડે તો યે હું પાછો નહિ પડું, હવે તો ચાંદખાંની આબરૂ એ મારી આબરૂ છે.

“ મહારાણાજી, મોટાભાઇ ની મુરાદને કિનારો નથી. તેઓ માત્ર મેવાડનું પતન જ નહિ, દિલ્લીના તખ્ત  સુધીની મંઝીલ કાપવાની ખ્વાહીશ ધરાવે છે. સામ્રાજ્યની લાલસાએ એવા તો અંધ બની ગયા છે કે, એક ભાઈને રહેંસી  નાખ્યો, હું પણ  રહેસાવાની તૈયારીમાં જ હતો. પરંતુ સાવધાન થઈ ભાગી છૂટયો. આ દોડધામમાં મી મારા જિગરના ટુકડા જેવા પાંચ સાથીઓ ગુમાવ્યા છે.”ચાંદખાંનો અવાજ ભરાઈ આવ્યો. “ખાં, બીજાનું પડાવી લેવાની ઈચ્છા માનવીના પતનની નિશાની છે. મોગલ બાદશાહ હુમાયું કે શેરખાંની તાકાત ઓછી આંકવી એ મૂર્ખાઈ છે.”

“અને એથી યે વધુ મૂર્ખાઈ તો પોર્ટુગીઝ ગવર્નર ની મિત્રતા છે. જે હિંદની ધરતી સાથે પ્રેમના નાતે જોડાયૉ નથી એ આદમી કેવી રીતે મિત્ર બની શકે.

     “ ખાન, માણસનું તકદીર બગડવાનું હોય ત્યારે એની મતિ ભેર મારી જ  છે. અમારા રાજગુરુએ માટે સુંદર ઉદાહરણ આપતા  “ સુવર્ણનો મૃગ આ જગતમાં મળવો અસંભવ છે. છતાં યે સીતાજી એ રામચંદ્રજી સામે સુવર્ણમૃગની કાંચળી લેવા માટે શિકારે જવાની હઠ પકડી. અને રામના ગમન પછી રાવણ તેની કૂટનીતિમાં ફાવી ગયો.”

 “ તો ગુજરાતનું આક્રમણ ખાળવા શું કરવું જોઈએ ?” વિક્રમાજીતે સવાલ કર્યો.

“ મહારાણાજી , હું આગળ જઈશ. મારે કારણે મેવાડ યુધ્ધમાં સપડાય એવી મારી જરાય ઉમ્મીદ નથી.”

 “ચાંદખાં, જો બહાદુરશાહને યુધ્ધ જવર હોય તો કારણ ગમે ત્યારે ઊભા કરી શકાય. પરંતુ ધર્મ ભૂલી જઈએ તો અમારા પૂર્વજો ફિટકાર આપે. ગોહિલોત વંશ કલંકિત બની જાય.”

     બેરિસ નદીના કિનારે ચાંદખાં અને મહારાણા વિક્રમાજીત સંધ્યા કાળે ઘૂમી રહ્યા હતા.

 “ સાચો ઇન્સાન એ છે કે,જે અન્યાય વિરુધ્ધ અવાજ ઉઠાવે. હિન્દુ હોય, મુસલમાન હોય, દરેકની નસમાં વહેતું લોહી લાલ જ હોય છે. મૈદાને  જંગમાં મૃત્યુ  પામેલા સિપાહીના રક્તના ટપકતા બુંદને જોઈ કોઈ કહી આવશે કે, આ લોહી વહેવું જ ન જોઈએ. લોહી વહેવડાવનાર કોઈપણ મજહબનો ફરિસ્તો  બની શકતો નથી. સત્યને છુપાવવા જ માણસને ધર્મના ઝનૂનનો બુરખો આપ્યો છે. જ્યાં ઈબાદતમાં ઝનૂન આવ્યું ત્યાં ઈન્સાનિયત માંથી ઈતબાર ઉઠી જાય છે અને એમાંથી જાગે છે સંઘર્ષ. સંઘર્ષ યુદ્ધના  મહામાર્ગની પગદંડી છે.

 -----------------------૩-----------------------------                

  સમાજની અવહેલનાથી ઉપેક્ષિતા ક્ષણે ક્ષણે મૃત્યુ-દર્દ ભોગવે છે. જૌહરની જ્વાળા   તો એક જ વાર દર્દ આપે છે. પરંતુ શ્યામા જેવી વંચિતા અને વિધવા ક્ષણે ક્ષણે મરે છે. એ ક્ષણે ક્ષણે  અને વારે વારે મરવાનું અસહય છે.

   જંગલમાં ભીલરાજની ઝૂંપડીમાં શ્યામા પોતાના દુર્ભાગ્યનો વિચાર કરતી હતી. પરપૂર્વથી એકલવ્યનાં જ અંગૂઠા કપાત આવ્યા છે. અને કર્ણના કવચ-કુંડળ છીનવતા ગયા છે , અભિમન્યુ  ચક્રવ્યૂહમાં  ફસાતા ગયા છે. શું દરેક યુગમાં એકલવ્ય, કર્ણ અને અભિમન્યુની  માત્ર ધર્મરાજનો માર્ગ સ્વચ્છ કરવા માટે સાધન બનવા જ સરજાય છે ? દ્રોપદીને મહારાણી બનાવવા કર્ણની, એકલવ્યની  અને અભિમન્યુની પત્નીઓને કાયમ વિધવા બનવાનું ?  એમના પુત્રોને કાયમ અનાથ બનવાનું ?

શ્યામા ચારણી મૈયાને ચરણે બેસી પોતાની હૈયાવરાળ  ઠાલવતી હતી. “માઁ , કુમાર સાથેનો  મારો પ્યાર શું નફરતને પાત્ર હતો ? મેવાડનો રાજપરિવાર જીવતાં તો મને સ્વીકારતો નથી. પરંતુ સમય આવ્યે રાજપૂતાણીઓ સાથે જૌહર કરવાની પરવાનગી પણ આપતો નથી. સમગ્ર મેવાડ યુધ્ધથી રહેંસાઈ રહ્યું હોય ત્યારે યુધ્ધથી મુખ ફેરવી લેવું એ યોગ્ય છે ?

 “ શ્યામા ,કેવળ રાજમહેલોમાં જ પ્રજાની ચેતના ધબકતી નથી. ચિત્તોડગઢની બહાર યુવાનોમાં જુસ્સો જગાવવો એ પણ માતૃભૂમિનું ઋણ છે.”

“ માઁ , આપે આપની ધગધગટી જ્વાળા જેવી વાણીથી સેંકડો યુવાનોને વીર સિપાહી બનાવ્યા છે. જ્યારે હું ચિતોડના યુવરાજની પત્ની હોવા છતાં ગૌરવથી સમર્પણ  કરી શક્તિ નથી.”

 “ શ્યામા , તારી જરૂર યુદ્ધ પછી પડશે. હું તને યુધ્ધથી વિરક્તિ કેળવવાનું ખેતી નથી. પરંતુ યુધ્ધના સર્વનાશ પછી પુનનિર્માણ વખતે તારી જરૂર પડશે. તારા પુત્ર વિજયને તે માટે સુરક્ષિત રાખ. એ મેવાડના રાજવંશની ચિનગારી છે.”

“પરંતુ એને અધિકાર ક્યાં મળવાનો છે? પાંચ વર્ષના ઉદયને સૌ આપવા તૈયાર થયા. મારાં સાત વર્ષના વિજયને તો કોઈ યાદ પણ કરતું નથી. ક્યાંથી યાદ કરે ભીલડીના દીકરાને ?”

“શ્યામા , આટલો બધો આક્રોશ કોની પર ? આજે તો મેવાડની રાજમાતાઓ મોતની અગનપિછોડી ઓઢી લેવા તૈયારી કરે છે. તું શ્યામા , જાણે છે ? ચિત્તોડગઢ જનાર કેવળ રાખ બનવાના. કોઈને ખ્યાલ નથી કે, કોઈને ખ્વાબ નથી કે, ધર્મરાજાની માફક સિંહાસન પર બેસી જવાશે. કોઈ પાંચાલીની માફક રાજરાણી બનવાની નથી, અહીં તો કેવળ સમર્પણ છે. અહીં અધિકાર નહિ કેવળ કર્તવ્યની માંગ છે. મેવાડ ચારે બાજુ શત્રુઓથી ઘેરાયેલું છે. જેને તેં પ્રેમ કર્યો એના પરિવારના સકંટમાં વધારો ન કરાય.”

કર્તવ્યપથ પર અમે ભીલો તો અગ્રસર છીએ. મોતને દુલ્હન બનાવવામાં ક્ષત્રિયાણી-જાયાઓથી ભીલનીઓના બેટાઓ પાછા પડે એમ નથી. “

“તારી વાત ઈતિહાસ સિધ્ધ છે. પરંતુ શ્યામા હું તને બીજું કામ સોંપવા  માંગુ છું.”

“વિજય નાનો છે. યુધ્ધની જ્વાળાઓથી એને બચાવ. સાંભળ , ઉદય પણ આંહીથી દૂર છે. યાદ રાખ. જગતને યુદ્ધ વગર ચાલશે. શાંતિ વગર નહિ ચાલે. વિશ્વની પ્રકૃતિ સર્જનાત્મક છે. એનું તાંડવ તો નદીના પૂરની માફક ક્ષણિક હોય છે. છતાં કર્તવ્ય માટે એ તાંડવ  ખેલવું આવશ્યક બની જાય છે. પરંતુ ત્યાર પછી મુલક્ને બેઠો કરવા શાંતિના ફરિસ્તાઓની જરૂર હોય છે. શ્યામા, તારું કામ જ્યાં યુદ્ધ પૂરું થશે ત્યાંથી શરૂ થશે. “

“પરંતુ વિજયનો અધિકાર ? માં તરીકે મારે કશું જ નહિ કરવાનું ?

“શ્યામા, તારો માર્ગ સમર્પણનો છે, સ્વાર્થનો નથી. દીકરી, તારું કલ્યાણ મેવાડના કલ્યાણમાં જ છે. મેવાડને મહાન બનાવવા તું મમત છોડ. શ્યામા ભારતના ભવ્ય ભૂતકાળને યાદ કર. રાધેયે  પુરુષાર્થ કરી મહારથી બની, અંગનું રાજ્ય મેળવ્યું. રાધેય માંથી રશ્મિ-રથી બન્યો. અંગૂઠા વગર એકલવ્ય મહાન બાણાવળી બની શક્યો. ઈતિહાસને એમના પરાક્રમની  નોંધ લેવી પડી. વિજય પણ એવો પરાક્રમી બનો એવી મારી અભિલાષા છે. મેવાડ અને ગુહિલોતવંશ ને જીવાડવામાં સ્ત્રીઓનો સિહફાળો છે. સ્વયં બાપ્પા રાવળ એના સાક્ષી છે. પદ્મિની અને બાર હજાર ક્ષત્રિયાણીઓના જૌહરને યાદ કર. આજે એ જ રસ્તે રાજમાતા જવાહરબાઈ, કર્માવતીદેવી અને ચિત્તોડની ક્ષત્રિયાણીઓ તૈયારી કરીરહી છે. જવાહરબાઈ તો હાથમાં તલવાર ધારણ કરી શત્રુઓ સામે લડી લેવાની જાગૃતિ ધરાવે છે. “

“ચારણી માતા, આ વિશ્વમાં શું કર્મ જ માનવીને મહાન બનાવે છે ?. “

“હા , શ્યામા ,આથી જ મહાવીર કર્ણને મનાવવા ગયેલા ભગવાન કૃષ્ણને કહેવું પડ્યું હતું કે, કર્ણ તું ઈચ્છે અને ધર્મના પડખે રહે ટોપણછે પાંડવો તારી આજ્ઞામાં રહે અને હસ્તિનાપુરનું રાજ્ય તને મળે.”

શ્યામાના મનનું સમાધાન થઈ ગયું. વિજયને લઈને શ્યામા પહાડીમાં ઓગળી ગઈ. ચારણી મૈયાએ સોંપેલી જવાબદારી અદા કરવા માટે એ જરૂરી હતું.

 હવે શ્યામાએ નિર્ધાર કર્યો હતો. પવિત્ર ગુહિલોતવંશની રક્ષા એ સૌ મેવાડીઓની ફરજ છે. સમર્પણ એજ સર્વસ્વ છે. હું મેવાડના રાજવંશ પાસે આજે મારો કે મારા પુત્રનો અધિકાર માંગવાની ઈચ્છા નહિ કરું. 

શ્યામા તો વૃક્ષની દાળીથી તોડેલા પાંદડાં જેવી લાગતી હતી. એક ભાવુકે  તો કહ્યું હતું કે, શ્યામા તો પગ તળે કચળાયેલા ફૂલ જેવી છે. એ સરિતા ખરી પરંતુ જળ વિનાની. એવો ઉધાન કોને ગમે જે વૃક્ષ વગરનો, છોડ વગરનો, લીલોતરી વગરનો હોય. શ્યામા આજની ભોમકાના અંહકારમાં પ્રસ્થાન કરી ગઈ. મેવાડનો રાજપરિવાર એ ખાનદાનીનો પ્રકાશ છે. તો શ્યામા માને છેકે , હું એનો અંધકાર છું.

શ્યામાનો રાજપરિવાર સાથે નો સંબંધ કદી મિથ્યા થવાનો નથી. જે સંબંધ ચંદ્રનો કલંક સાથે છે , જે સંબંધ  આત્માનો પરમાત્મા સાથે છે. એવો અટૂટ સંબંધ શું ઈતિહાસ જુદો પાડી શકવાનો છે ? વિજય એ તો શ્યામાની ધવલકીર્તિ છે.

-----------------------------------૪----------------------------------

        મહારાણા વિક્રમાજીતનું મનોબળ તૂટી ગયું. ચિત્તોડગઢના કિલ્લાના કાંગરે ઊભા રહીને તેમણે શું જોયું? માળવાના સૂબેદાર મુલ્લુખાં અને ગુજરાત ના બાદશાહ બહાદુરશાહનું વિશાળ લશ્કર, ફિરંગીઓનું તોપખાનું પણ હતું. મેડતાના રાવ વીરમદેવ મેડતાથી આવી શક્યા ન હતા.તેઓની અડધી સેના અજમેરમાં રોકાયેલી હતી. જોધપુરના રાજવી માલદેવની ગીધનજર મેડતા પર  હતી.

ચિત્તોડગઢના બહાદુરશાહના ત્રીજા આક્રમણ વેળા મેવાડીઓ સાધનથી,માનવબળથી સાવ બેહાલ હતા.

મહારાણા વિક્રમાજીત, એનો જિગરી મિત્ર વનવીર અને અંગરક્ષકો જ્યપાલ અને જેતાજી ચિત્તોડગઢની બહાર પલાયન થઈ ગયા હતા. ચીલમહેતાને કુમાર ઉદયને લઈને બુંદી રવાના થવાનું ફરમાન થયું.

“ હું ચિત્તોડગઢનો કિલ્લેદાર ભાગેડુ બનું ? જહાજનો કપ્તાન જહાજની સાથે જ જળસમાધિ લે છે. કિલ્લાનો કિલ્લેદાર મરે છે, કિલ્લાના પતન સાથે એ પરંપરા હું મૃત્યુના ડરથી તોડવા માંગતો નથી.” ચીલ મહેતા ગર્જી  ઉઠયા,

કિલ્લેદારજી , રાજમાતાનું ફરમાન એ ફરમાન છે. ક્યારેય મૃત્યુ કરતાં જીવન વિશેષ કિંમતી બની જાયછે. તમે હયાત હશો તો ચિત્તોડગઢને ખંડેરમાંથી ધબકતું શહેર બનાવી શકશો. આપની સાથે પન્ના અને શીતલાદેવી પણ પ્રસ્થાન કરશે.”

ચાંદખાં અને તેના સાથીદારો મેવાડીસેનામાં રહીને આત્મ-સમર્પણ કરવા માંગતા હતા, પરંતુ વાઘસિંહજી બોલ્યા. “ચાંદખાં, બહાદુરશાહના હાથમાં આવે કે આ લડાઈમાં મૃત્યુ પામે તો રાજપૂતોની શરણાગતની રક્ષાની ટેક લાંછિત થાય.”

“મારી રક્ષા માટે આપ સર્વસ્વ હોમી દો અને હું  જ જીવ બચાવી ને  નાસી જાઉ તો મારુ ઝમીર મને કોસે. એવું જીવતર કોડીનું થઈ જાય.”

આમ ચાંદખાં પણ તેના છ બહાદુર સાથીઓ સાથે બહાદુરશાહની સામે ટક્કર લેવા તૈયાર થઈ ગયા.                                                               

    યુધ્ધના મોરચા સામસામે મંડાઈ ગયા. કિલ્લાના તોતિંગ દરવાજા બંધ થઈ ગયા. બાદશાહ બહાદુરશાહની સેનાએ કડક નાકાબંધી કરી દીધી બાદશાહ બહાદુરશાહ વૈરાગ્નિમાં આવી જઈ કાળો કેર વર્તાવી દીધો. જ્યાંથી સેના પસાર થતી. તે ગામડાઓમાં ગરીબ, શસ્ત્રહીન પ્રજાના મકાનો બાળવા માંડયા. આથી પ્રજાનું જોમ તૂટી રહ્યું હતું. પ્રજા ઉચાળા ભરી બીજા રાજ્યોમાં જવાની તૈયારી કરીરહી હતી. ચિત્તોડગઢમાં લડવા જતા સરદારો એમને સમજાવતા.

તમે મેવાડ છોડીને ક્યાં જશો ? હિંદમાં ખૂણે ખૂણે આજ પરિસ્થિતિ છે. યુધ્ધો, જુલ્મ અને અત્યાચાર સર્વત્ર છે. મેવાડી વીરો તો અન્યાયની  સામે શમશેર ઉઠાવનાર છે. તમે પણ હિમત ન હરો. સૂર્યવંશી મહારાણાઓનો સુર્ય એમના ભાગ્યાકાશમાંથી એકાદ આંધિના કારણે આથમવાનો નથી.

  ભલે સર્વત્ર ઘનઘોર વાદળ છવાયું. શ્રદ્ધા રાખો. શીઘ્ર સૂર્યની પ્રથમ કિરણનો તમે અનુભવ કરશો. આ વસુંધરા વીરવિહીન નથી. જવાંમર્દો મેવાડના પટમાં હાજર થશે જ. એની સહન જાળવશે. સુલતાનોના રાજમાં જશો તો ત્યાં માણસો ગુલામ બનીને વેચાય છે. તમારી સ્ત્રીઓ બાદશાહોના જનાનખાનામાં વાસનાની પૂતળીઓ બનશે. ગામ લૂંટાયે ચાલશે, ઘર બળે ચાલશે પરંતુ આબરૂ ગયે શું ચાલશે ? આથી નિરાશ પ્રજામાં નવો જુસ્સો આવ્યો.

“ હે પ્રભુ એકલિંગજી, અમને માફ કરો. આપણા પ્રત્યે અશ્રધ્ધા કેળવી તે બદલ, આપણા ત્રિશૂળ નીછે અમે જીવીશું અને નહિં જીવાય તો મરીશું,”

રાજમાતા જવાહરબાઈ જુદી માટીના ઘડાયેલા હતા. તેઓ તો માનતા હતા કે, સ્ત્રીઓએ પણ શસ્ત્રો ઉઠાવવા જોઈએ. બાર હજાર ક્ષત્રિયાણીઓ અગ્નિજ્વાળામાં બળી મરે તે કરતાં શમશેર લઈને દુશ્મનને પડકારી મોતને ભેટે તો ? દુશ્મનની કેટલી સેના ખતમ થાય ? યુધ્ધમાં દુશ્મનને જેટલું નુકશાન પહોંચાડાય એટલું પહોંચાડવું જોઈએ. વિક્રમાજીતની ગેરહાજરીમાં રાજ્યની લગામ તેમણે સંભાળી હતી. સર્વ પ્રથમ તો તેમણે ચુનંદા માણસોને સાધુના વેશમાં રવાના કર્યા. તેઓ જ્યાં જતાં ત્યાં રાજમાતાનો સંદેશો કહેતા.

“ શું જનની પોતાના સ્તનનું દુગ્ધપાન એટલા માટે કરાવે છે કે, સુંદરમાં જ્યારે રોગી, વૃદ્ધ અને નેત્રહીન થઈ જાય ત્યારે પુત્ર એનો ત્યાગ કરે ?

મેવાડની ભૂમિને ત્યાગવાનો વિચાર એટલે જે સિપાહીઓ પોતાના પરિવારને છોડીને યુદ્ધક્ષેત્રે ચિત્તોડમાં ગયા છે તેમનો વિશ્વાસઘાત મેવાડનો રાજવંશ તો આ ભૂમિનો પહેરેદાર છે. માલિક તો સ્વયં ભગવાન એકલિંગજી છે. આવી ભૂમિ તમને ક્યાંય નથી મળવાની. સમગ્ર દેશ જ્યારે સંકટમાં હોય ત્યારે જીવનનો મોહ વ્યર્થ છે. મોતનો ઘા વિધાતાએ લખેલો છે. જ્યાં જશો ત્યાં એ તમને છોડવાનો નથી. શું પ્રલય પછી પણ ઈશ્વર પ્રાણીઓની રક્ષા કરતો નથી ? ઈશ્વર પર શ્રધ્ધા રાખો. આ કઠિન સમય પણ ચાલ્યો જશે. .             

  “ શું કહ્યું ? તમારું ઘર બળીને ખાક થઈ ગયું ? પત્ની અને બાળકો એમાં બળીને રાખ થઈ ગયા ? એટલે તમે મેવાડ છોડવા માંગો છો ? તમને ખબર છે દુર્ભાગ્ય માનવીનો પીછો છોડતું નથી. અરે, એક મહારાણો નાસી ગયો તો શું થઈ ગયું. હું તો તલવાર ધારણ કરી ને તમારી સાથે છું ને ? અરે મેવાડના રાજવંશે તો દરેક સમયે પરિવારના સેંકડો સભ્યોને જૌહર અને કેસરિયાંની કેડીએ કંડાર્યા છે. અને તે પણ સાત સાત સદી થી. તેઓ મેવાડ છોડીને બીજે ક્યાંય જવાનો વિચાર સુધ્ધાં કરતાં નથી. કાયર ન બનો, ભગવાન પણ કાયર ની સહાય કરતો નથી.

ભગવાન જરૂર ઉઠાવે છે પડેલાને ,

પણ પડેલો જો શ્રધ્ધા થી નામ લે,

કોણ કહે છે આ સંગ્રામ મેવાડીઓ માટે અંતિમ છે. જવ આવું વિચારે છે તેના ચક્ષુ કેવળ ચર્મચક્ષુ છે. દિવ્યચક્ષુ નથી. બિચારી આંખો એને દગો દઈ રહી હશે. આ મહાસમરમાં બાપ્પા રાવળના વંશજો લડીને સમાપ્ત થઈ જશે. એ વિચાર કલુષિત છે. અત્યાર સુધીના દરેક યુદ્ધ મેવાડે અસ્તિત્વના ભોગે જ લડયાં છે. પરંતુ એનું અસ્તિત્વ ખતમ થઈ ગયું નથી. મેવાડનો રાજદીપક એ બુઝાતો દિપક નથી અને અંતિમ ઝલક આપનારો દિપક નથી. આંધિ અને તૂફાનમાં પણ એ જલતો રહેશે. કારણકે એમાં સર્વોચ્ચ બલિદાનનું તેલ પુરાય છે. મેવાડના દીપકને જે તેલ સિચાય છે એ ચિંતન રક્ત પ્રવાહનું ઝરણું છે. એના કેસરિયાને જૌહર કદી એળે જવાના નથી. એની એક એક સતી મોટા મોટા જુલ્મી સામ્રાજ્યોને નેસ્તનાબૂદ કરવાની મહાશક્તિ ધરાવે છે. દેશ માટે, પતિ માટે સતી થનારી ભવાનીની નિંદા કરનારા મોટા ધુરંધર હોય તો યે સમયના પ્રવાહમાં ધૂળ ચાટતા થઈ જાય છે. આ અપિલની પ્રજા પર ધારી અસર થઈ.

મેવાડના ગામે ગામ અને ઘેર ઘેર રાજમાતાઓની હાકલ પહોંચી ગઈ,

સમરભૂમિમાં પ્રસ્થાન કરો. શું જનની જન્મભૂમિને ગુલામીની બેડીઓમાં જકડવા દેશો ? ગુજરાતનાં બાદશાહ બહાદુરશાહ અને માળવાના સુલતાન મુલ્લુખાં એ ક્રૂર અને જંગાલિયતા ભર્યું આક્રમણ કર્યું છે. મર્દ જો ઘરમાં ભરાઈ રહેશે તો મેવાડ ગુલામ બની જશે તો મેવાડ ગુલામ બની જશે. સાચા સૈનિકો રણભૂમિ એ યજ્ઞભૂમિ  છે. આ પવિત્ર ભૂમિમાંથી દુશ્મનને તગેડી મૂકો. વીરો મેવાડની આબરૂ તમારા હાથમાં છે.”

ચિત્તોડગઢ પાસે દુશ્મનની વિશાળ સેનાએ પડાવ નાખ્યો. ત્યાં સુધીમાં તો ગઢમાં પણ તમામ તૈયારીઓ થઈ ચૂકી. યોધ્ધાઓ આવી પહોંચ્યા. અનાજની રસદો ભરાઈ ગઈ.આજે મહત્વનો નિર્ણય લેવાનો હતો.

દરબાર ભરાયો હતો. રાજમાતા જવાહરબાઈએ  સમગ્ર પરિસ્થિતિનો ખ્યાલ આપ્યો. આપણે શું કરવું ? એ સવાલ મૂક્યો.

   “મેવાડ ખોખરું થઈ ગયું છે. આપણા મિત્રો વીરમદેવ અને માલદેવ મદદ કરે એમ નથી. દુશ્મન બમણી શક્તિ ધારણ કરીને આવ્યો છે. એની માગણી છે કે., બાગી ચાંદખાંને અમારે હવાલે કરી દો, નહિ તો ચિત્તોડગઢને ખેદાનમેદાન કરી દઈશું ?”

     .   સૌ બોલી ઉઠયા,” ચાંદખાં આપની આબરૂ છે. એ નહિ બને. ભલે યુદ્ધ થાય.”

સોનગિરાજી ઊભા થયા, “સરદારો. રાજમાતા આપણા સર્વોચ્ચ અધિકારી છે. એમના આદેશની કોઈથી અવગણના નહિ થાય. ભલે એ આદેશ મોતનો હોય કે જીવનનો હોય.”

“અમને કબૂલ છે.”સૌ બોલી ઉઠયા. યુદ્ધ માટેનો ઉત્સાહ ઉન્માદની કક્ષાએ હતો. “ભગવાન એકલિંગજીનું સ્મરણ કરી, રાજમાતા કર્માવતીદેવી બોલી ઉઠયા. એમના સ્મરણપટે, દિવ્યચક્ષુ આગળ મહારાણા સંગ્રામસિંહની માનસછબી કંડારાઈ હતી. “પ્રાણેશ્વર, તમારુ સમગ્ર જીવન મેવાડની અસ્મિતા માટે ફના થઈ ગયું. સો સો યુદ્ધો કર્યા. શરીરપર એસી એંસી ઘા ઝીલ્યા. એ મેવાડનું ગૌરવ મારુ પણ જીવનધ્યેય છે. પતિના આદરેલાં આધુરાં રહે તો પત્નીએ પૂરાં કરવા જોઈએ. મારોશ્વાસ એટલા માટેજ ચાલે છે. સમય આવશે તો પ્રાણોનું બલિદાન આપતાં ખચકાઈશ નહિ. આપ મારા રાહબર છો. મને માર્ગ સુઝાડજો.”

  યુધ્ધનું વાતાવરણ પૂરજોશમાં તૈયાર થઈગયું. હથિયારો ધારદાર બની ગયા.

બદશાહનો દૂત દરબરગઢમાંથી ગુસ્સામાં નીકળ્યો, ત્યારથી સૌ સમજી ગયા કે, યુદ્ધ હવે હકીકત બની ગઈ છે.   કિલ્લામાંથી બહાર નીકળતાની સાથે જ,દૂત અને તેના સાથીઓએ ઘોડા દોડાવી મૂક્યા.

વિશાળ સેના અનેક રાવતીઓમાં વહેચાઈ ગઈ હતી. બધાં તંબુઓની વચમાં એક મોટો તંબુ હતો. એ બદશાહનો તંબુ હતો. અત્યારે ત્યાં ગુજરાતના બાદશાહ બહાદુરશાહ, મળવાના સૂબેદાર મૂલલુખા અને પોર્ટુગીઝ ગવર્નર નન્હા-દૂ –કુન્હા બેઠા હતા.

“જહાંપનાહ, આપના ભાઈ ચાંદખાંને આ હઠીલા રાજપૂતો નહિ સોંપે, ભલે એ નષ્ટ થાય. આવી રણઘેલીપ્રજા તો દુનિયામાં ક્યાંય જોવા નહિ મળે.

મૂલ્લુખા, મારી ઉમ્મીદ પણ એજ છે. મારે માટે પ્રતિહિંસાનો રસ્તો સરળ બની જશે. “પરંતુ ચાંદખાંને આપ સ્વયં શિક્ષા ન કરી શકો તો બાગીઓ પર ધાક કેવી રીતે ?

“મૂલલુખા, મેવાડના યુદ્ધમાં મેવાડીઓ મરશે તો ચાંદખાં પણ મરશે. ા રીતે હું એક કાંકરે બએ પક્ષી મારીશ.

“બાદશાહ સલામત , મારુ તોપખાનું અજેય ચિત્તોડગઢના વજરકિલ્લાને તોડી પાડશે. એમાં શંકાને થયાં નથી.” પોર્ટુગીઝ ગવેનરે કહ્યું. દૂતે હકીકત જણાવી, 

બીજે દિવસે સવારે યુધ્ધની નોબત વાગી. ગઢના કાંગરે કાંગરે શસ્ત્ર સજ્જ સૈનિકો ગોઠવાઈ ગયા. દુશ્મનદળના હુમલા શરૂ થઈ ગયા. એકબાજુ થી ‘અલ્લા હો અકબર નો નાદ અને બીજી બાજુથી ‘જય એકલિગજી ‘ ના નાદ આકાશને ગજવવા માંડયા.

રોજ નાની નાની લડાઈઓ થતી. યોધ્ધાઓનું બાહુબળ જોવા મળતું. જે પક્ષની ખુવારી વધારે થતી એ પક્ષ ગુસ્સે થતો અને જે પક્ષની ખુવારી ઓછી થતો એ પક્ષ આનંદ મનાવતો.

 રક્ષાબંધનનો પવિત્ર તહેવાર આવ્યો. એ દિવસે ભગવાન ભાસ્કરના આગમન પહેલાં જ વસ્ત્રો અને શસ્ત્રો સજીને સૈનિકો અને શણગાર સજીને ક્ષત્રિયાણીઓ ચોકમાં હાજર થઈ ગયા. આ ગજબની પ્રજા હતી. યુધ્ધના સમયે પણ તહેવાર ઉજવવાનું ચૂકતી નહિ.

 “વીરો, રાખડીના મોલ સસ્તા નથી. આ રાખડી મામૂલી નથી. બ્રાહ્મણ બાંધશે અને એક સિક્કો પકડાવી દઈએ એટલે ચાલશે. આ તો બહેનની રક્ષા માટેની છે. આજે તો રાખડી બંધાવનારે બલિદાન આપવાની તૈયારી સાથે રક્ષા બંધવવાની છે.” રાજમાતા જવાહરબાઈએ સંબોધન કર્યું.

“મેવાડના વીરોને આ કહેવાની વસ્તુ નથી. આ વસ્તુ તો એમની ગળથૂથીમાં  જ જડાયેલી છે.” એક યુવાન બોલ્યો.

એ સાથે જ હજારો કરતલ ધ્વનિથી આખો ચોક ગાજી ઉઠ્યો.

      સૌ પ્રથમ રક્ષા બાંધી રાજમાતા કર્માવતીદેવીએ  પોતાના ભાઈ હાડા સરદાર અર્જુનસિંહને, “વીરા , કુરુક્ષેત્રનો અર્જુન બની રહેજે.”

  અર્જુનસિંહ હસતાં હસતાં બોલ્યો,” શું કરું, અહી નથી ધર્મરાજ કે નથી કૃષ્ણ. પરંતુ કુંતાજીના આશીર્વાદની જેમ આપના આશીર્વાદથી અર્જુન નહિ તો અભિમન્યુ અવશ્ય બનીશ. ભગવાન મને જયદ્રથ ન બનાવે.”

સમગ્ર વાતાવરણમાં ફરી તળીઓનો ગડગડાટ થઈ ગયો.અને થોડીવાર પછી સૌએ પોતપોતાનો મોરચો સાચવી લીધો. પોર્ટુગીઝ ટોપખાનું અંગારા ઓકતું આવી પહોંચ્યું.

આટલા દિવસ પછી ચિત્તોડગઢના કિલ્લામાં મોટું ગાબડું પડ્યું. પાછળ આવતું દળ હવે એ ગાબળામાં

થઈને કિલ્લામાં પ્રવેશવા દોટ મૂકી રહ્યું હતું. હવે કિલ્લો હાથ આવ્યો સમજો.      

 પરંતુ અચાનક સાતસો હાડા વીરો સાથે અર્જુનસિંહ ત્યાં ગોઠવાઈ ગયા. એકબાજુ કિલ્લાના તૂટેલા ભાગની મરામત ચલતી હતી અને બીજી બાજુ અર્જુનસિંહ અને તેના સાથીઓ યુદ્ધ આપતા હતા. ભયાનક યુદ્ધ ચાલતું હતું. ટોપકનું પણ આગનગોળા ફેકતું હતું.

સમારકામ થઈ ગયું પરંતુ અર્જુનસિંહ અને તેના સાથીઓ રણમેદાનમાં પોઢી ગયા.

“દુશ્મનની મુરાદ ધૂળમાં મળી ગઈ પરંતુ અર્જુનસિંહ  અમર થઈ ગયા.” સાશ્રુ વાઘસિંહ બોલ્યા.

“વાઘસિંહ, અર્જુન  મારો વીરો જે બોલ્યો તે તેને પાળી બતાવ્યું. ખરેખર એ અભિમન્યુ બની ગયો. જ્યાં સુધી મેવાડ રહેશે ત્યાં સુધી એ અમર રહેશે. વીરા, તે રાખડીના મૂલ્ય ચૂકવી આપ્યા. “કર્માવતી બોલ્યા

દિનપ્રતિદિન ચિત્તોડગઢની પરિસ્થિતિ કપરી બનતી જતી હતી.

“મેવાડને બાચાવવા શું કરીએ ? “રાજમાતા કર્માવતીએ વાઘસિંહને સવાલ કર્યો. “ભગવાન એકલિગજીની ઈચ્છા. આપણે લોહીના અંતિમ બુંદ સુધી પર્યટન કરીએ.”

“મને એક વિચાર આવ્યો છે. કદાચ એમાં પણ ભગવાન એકલિંગજીની પ્રેરણા હોય.”

“શો વિચાર  ? આપનો પડ્યો બોલ ઝીલવા સૌ આતુર  છે.”

“મોગલ બાદશાહ હુમાયું ખાનદાન છે. વીર છે. એને હું રક્ષા મોકલી મદદ માટે પ્રાર્થના કરું તો ?” “એ શક્ય નથી. દસ વર્ષ પહેલાં એમના પિતાને આ દેશમાંથી હાંકી કાઢીને જ ચિત્તોડગઢમાં પ્રવેશીશ એવી પ્રતિજ્ઞા મહારાણા સાંગાએ  લીધી હતી. બયાના અને સિકરીમાં ભયંકર યુદ્ધ આપ્યું હતું. એવા દુશ્મનના રાજ્યને હુમાયું મદદ કરે નહિ.”

“એ સિવાય , બહાદુરશાહ અને મૂલલુખા  જેવા મુસ્લીમ શાસકો સામે, એક હિંદુ રાજ્યની રક્ષા માટે હુમાયું  શમશેર ઉઠાવે એમને અસંભવ લાગે છે,” રાજમાતા જવાહરબાઈએ  કહ્યું.

“ બહેન, બધું અસંભવ સંભવ બની રહ્યું છે, અફધાનોની લાખણિ સેના સામે બાદશાહ બાબરની જીત અસંભવ લગતી હતી. એ જીત સંભવ બની. સિકરીમાં મહારાણાજીની હર સંભવ બની. હિંદુ રાજા દગો દે. એ ઘટના સંભવ બની. ચિત્તોડમાં યુદ્ધ છે. છતાં મહારાણો જંગલમાં નાસી ગયો. શું એ કદી સંભવ મનાતું હતું ? હુમાયું મુસલમાન બાદશાહ છે. છતાં કર્માવતીની રક્ષા કબૂલ રાખીને મેવાડની રક્ષા કરે એ પણ સંભવ બની શકે.

રક્ષા અને સંદેશ લઈને એક દૂતને બિહાર રવાના કરવામાં આવ્યો. અને થોડા દિવસમાં સંદેશવાહક આવી ગયો.

-----૫----

દેખો યહ હૈ રાજપૂતના, નાઝ જિસે તલવારો પે ,

જિસને સારા જીવન ખેલા બરછી, ઢાળ, કૃપાણોં સે.

    રાજપૂતાનાની વીરતા માટે કવિઓ વર્ણન કરતાં થાક્તા નથી.

સિંધુ  રાગ સોહામણો , હૈયે હરખ ન માય,

માથા પડે ને ધડ લડે, એના વધામણાં વૈકુંઠ જાય.

             રાજપૂતનું હૈયું ભર બપોરના માથે આવેલા સૂર્યના તાપમાં બળતી રણની રેતી જેવુ શુષ્ક હોવું જોઈએ. એનું હૈયું ભડકે બળતા અંગારા જેવુ હોવું જોઈએ. એની આંખોમાં એક ટીપું આંસુ ં વહેવું જોઈએ. ગરમ રણની રેતી પર આસમાન વાદળ વિહીન હોય છે તેમ,

વાઘસિંહ મેવાડના સરદારોને કહે છે. “વર્ષો સુધી આસવનું પણ કર્યું. હવે રુદ્રની માફક શક્તિનું તાંડવ ખેલીએ.  યાદ રાખો, વીરો ની વસંત ઉધનમાં નહિ રણભૂમિમાં, ગુલાલથી નહીં પણ રક્તથી ખેલાય છે. “

ચિત્તોડમાં ઘૂમતા વીરોની આંખો લાલઘૂમ દેખાય છે જાણે આકાશમાંથી તારા ટૂટી પડયા ં હોય, વાઘસિંહની શમશેર કાળની જિહવા લાગતી હતી.

હુમાયુનો સંદેશો હતો. મેવાડના રાજમાતા કર્માવતીદેવી મને ભાઈ માને છે એ મારા માટે ગૌરવની વાત છે. હું આપની રક્ષા કબૂલ ફરમાઉ છું. ગુહિલોતવંશ વિશ્વવિખ્યાત છે. મહારાણા સંગ્રામસિંહજી માટે, દુશ્મની હોવા છતાં ભારે આદર હતો. મારા પિતા વીરને વીર તરીકે જ જોતા હતા. હું બનતી ત્વરાએ ચિત્તોડ આવી પહોંચું છું. મેવાડના ગુહિલોત વંશની રક્ષા માટે શમશેર ઉઠાવવાનો મારો ધર્મ છે. વિશ્વનો eetihas પણ જાણશે કે, હિંદુ બહેન અને મુસ્લિમ ભાઈના સ્નેહમાં કેટલી તાકાત છે. ખુદાની બનાવેલી દુનિયામાં ઈબાદતના પ્રકાર ભલે જુદા હોય પણ સૌ ઈન્સાન તો એક જ છે.

ચિત્તોડગઢમાં આથી દ્વિગુણિત ઉત્સાહ ફેલાઈ ગયો.

એજ દિવસે કિલ્લાની રક્ષા કરતાં જવાહરબાઈ વીરગતિ પામ્યા. દિવસે દિવસે મેવાડીઓ ખતમ થઈ રહ્યા હતા. ગઢ તોપખાનાની ઝીંક વધુ વખત ઝીલી શકે એમ લાગતું ન હતું. સૌને બીકને પેઠિ કે, કવચ હુમાયું આવે તે પહેલાં ચિત્તોડગઢ ખતમ થવાની ઘડીઓ ગણાઈ રહી હતી.

ગંભીર મંત્રણા યોજાઈ.” બાદશાહ હુમાયું ન આવ્યા.”

“બિહારથી સેના લઈને આવતા વાર  લાગે.”

“સમાચાર સારા નથી. કદાચ આપને ..”

“ભગવાન શંકરના તાંડવ નૃત્યે  પ્રલયકાંડ મચી જાય તો યે ક્ષત્રાણીઓ માટે તે સાંભળી શકવાની ક્ષમતા ધરાવે છે. ગમે તેવા ભયંકર સમાચાર  હું સાંભળી શકું છે. ક્ષત્રાણીઓ  ફૂલથી  કોમળ ન હોય છે. પરંતુ રણાંગણમાં  વજ્રથી કઠોર પણ બની શકે છે.” રાજમાતા કર્માવતીદેવી બોલ્યા.

“ કિલ્લાના એક ખૂણે સુરંગ ખોદાઈ રહી છે. એને અટકાવવાના તમામ  પ્રયાસો માનવશક્તિના અભાવે નિષ્ફળ થઈ રહ્યા છે. “

   “મારી રક્ષાનો સ્વીકાર કરી સહાય આપવાનું ભાઈ હુમાયુંએ વચન આપ્યું છે. સર્વનાશની આંધીમાં આ એકજ આશાનું કિરણ છે.”

“સ્વયં વિધાતા એ વજ્ર ફેક્યું છે. તોપખાનું આપણા ખમીરને ભારે પડી રહ્યું છે. હવે તો મને ઓરત જાગ્યા છે. હું મેવાડનો મહારાણો બનવા માગુ  છું “વાઘસિંહ બોલી ઉઠયા.

“ધન્ય છો વાઘસિંહ, માંગીને મોત લેનારા વીરલા જ હોય છે, “ 

“ હું  પણ ગોહિલોત વંશનો છું. મારો પણ અધિકાર ખરો ને? મને પણ છત્રી પહેરવો.”

હવે વાઘસિંહ દુશ્મનો સામે અંતિમ યુદ્ધ કરવા જવાના એ નક્કી થઈ ગયું.

ભલા અને ભોળા મોગલ બાદશાહ હુમાયુંની સામ્રાજ્ય ઉપરની પક્કડ ઢીલી થઈ ગઈ હતી. પિતાની અંતિમ ઈચ્છાને માન આપી ભાઈઓને સત્તા વહેચી તો ભાઈઓ જ દગાબાજ નીકળ્યા. બિહાર અને બંગાળ બગાવતના રસ્તે આગળ વધ્યા. બિહારનો બળવો સખત હાથે દાબી દેવા પોતાના પ્રખ્યાત સેનાપતિ મહંમદ બેગ સાથે તે મંત્રણા કરી રહ્યો હતો.

“જહાંપનાહ, ગુજરાતનાં બાદશાહ બહાદુરશાહે ચિત્તોડગઢ પર આક્રમણ કર્યું છે.”   મહંમદબેગે કહ્યું

“મહંમદ બેગ,આ રાજપૂતો પણ જબરા છે. મોતથી તો ડરતા નથી. જીત એમને મન મહત્વની નથી. ધર્મ અને ઈન્સાનિયતને સર્વસ્વ મને છે, મેવાડ જેવા પ્રદેશમાં જંગાલિયત ભર્યું આક્રમણ કરી શ માટે બહાદુરશાહ ઈન્સાનિયત ગુમાવી બેઠો છે.”

જહાંપનાહ, એની નજર આપનું તખ્ત છે. મેવાડને ઝુકાવ્યા વગર દિલ્હી ન પહોંચાય એ એમની ગણતરી છે.

“ખ્વાબ જોવાનો સૌને અખ્તિયાર છે. સિધ્ધ તો મર્દ જ કરી શકે છે.” ખળખળાટ હસીને હુમાયું એ કહ્યું.

ત્યાં તો ‘જહાંપનાહ’ મેવાડથી એક દૂત આવ્યો છે. તાકીદે મળવા માંગે છે.”

“જલદી , માનસહિત પેશ કરો.” હુમાયું બોલ્યો.

દૂતે સંદેશો અને રાખી પેશ કર્યા. બાદશાહે તરત ઉત્તર પાઠવી, દૂતને રવાના કર્યો.

“જહાપનાહ,આપ મુસલમાન બાદશાહ સામે હિંદુ રાજ્યની તરફેણ કરીને જંગે ચડો છો એ અજુગતું છે.’         

“મહંમદબેગ, બહેન એ બહેન છે. રાજમાતા કર્માવતીદેવીએ મને રાખી મોકલીને મને જે ઈજ્જત બક્ષી છે તે અમૂલ્ય છે. મારે મન સામ્રાજ્ય કરતાં એનું વિશેષ મૂલ્ય છે,”

“જહાંપનાહ બિહારનો મોરચો છોડીને રાજપૂતાના તરફ કૂચ કરીશું તો આપનું સામ્રાજ્ય નબળું પડશે ભવિષ્યમાં શેરખાં નો ખતરો વધી જશે,”     

“એ હું જાણું છું. છતાંય બહાદુરશાહનો ખતરો તો પહેલાં મિટાવી દઈએ. શીઘ્ર આપણે રવાના થઈશું.”

અને હુમાયું બિહારથી સેના લઈને ચિત્તોડ તરફ ઝડપથી આવી રહ્યો હતો, તે વિચારતો હતો. માર્ગની તમામ જમીન હતી જાય અને સેનાસહિત સીધો તે ચિત્તોડગઢ પહોંચી જાય તો.” પરંતુ એવો ચમત્કાર અશક્ય હતો. હુમાયુંનો વિચાર પ્રવાહ પણ ઘોડાઓની ગતિ સાથે ગતિ કરતો હતો.

હિંદુ અને મુસલમાન પહેલાં ઈન્સાન છે. આપની લડત એકબીજા સામે નહિ, ઈન્સાનિયત સામે હોવી જોઈએ. હિંદુ મુસલમાન પર વર્ચસ્વ જમાવવાનું સ્વપ્ન છોડી દે અને મુસલમાન હિંદુ પર. પરંતુ સ્વાર્થનો રાક્ષસ એમ થવા દેતો નથી. શેરખાને સામ્રાજ્યની લાલસા છે. બહાદૂરશાહને વર્ણો બદલો લેવો છે. મૂલ્લુખાને ઘન અને જમીનની લાલસા છે. આ સ્વરર્થોના કારણે અમારા જેવા યુધ્ધની ઈચ્છા ન હોવા છતાં પરાણે યુદ્ધ કરે છે.

રાત્રીનો સમય હતો.ચિત્તોડગઢની ચારે બાજુ સેના ઘેરો ઘાલીને પડી હતી. અચાનક ગઢમાંથી આકાશને આબતી અગ્નિજ્વાળાઓ પ્રગટી.

“જહાંપનાહ, ગઢની જ્વાળાઓ રાજપૂતાણીઓના જૌહરની છે આવતી કાલે ભયંકર યુદ્ધધજામશે. ક્ષત્રિયો કેસરિયાં વાઘા  સજી કાલે આપણી સેના સાથે ટકરાશે.”

આથી છાવણીમાં પણ હલચલ વધી ગઈ. યુધ્ધની તૈયારીઓ થવા લાગી.

“મેવાડની રાજમાતાઓએ શમશેર ઉઠાવીને એક નવો મોરચો ખોલ્યો છે. એથી દરેક આક્રમણખોરોએ માત્ર રણબંકા રાજપૂતોની શંસહેરનો જ નહિ બહાદુર ક્ષત્રાણીઓનો  પણ સામનો કરવાનો રહેશે.” સ્ત્રી-શક્તિની આ નવી જાગૃતિ મેવાડની શક્તિમાં વધારો કરશે.” મુલ્લુખાં બોલ્યા.

વળી તેઓ બોલ્યા. “ જહાંપનાહ, હજારો સ્ત્રીઓ બળતી ચિંતામાં હસ્તે મોઢે કૂદી પડે છે. મુખપર જરાયે વિષાદ નથી હોતો. જાણે પિયુને મળવા જતી પ્રિયા હોય એમ મોતને આલિંગે છે. આજે પણ રજપૂતાણીઓએ મોતની ચાદર ઓઢીને લીધી છે. છતાંય નાની સરખી ચીસ પણ નહિ સંભળાય.”

“પરંતુ મારી તમન્ના અધૂરી રહેવાની. મારે મેવાડને નમાવવું હતું. માટે આ ગર્વીલા રાજપૂતોના મસ્તકો ઝુકાવવા હતા. તેમના મૃતદેહોની રાખ જોવી ન હતી. યુદ્ધમાં વિજેતાઓને ખોખરા બનાવવાની આ પદ્ધતિ પણ રણબંકા રાજપૂતો જ અજમાવી જાણે. ધન્ય છે આ પ્રજાના ખમીરને ,”

“બાદશાહ સલામત, પરંતુ એ જ ખમીર સાથે કાલે આપણે ટકરાવાનું છે. કાલે રાજપૂતો કેસરિયાં કરશે. એ લોકો મરશે પરંતુ આપની સેનાંનો કચ્ચરઘાણ વળી જશે.”

સૂર્યનારાયણના આગમનને વધાવવા જાણે ચિત્તોડગઢનો દરવાજો ખૂલ્યો હોય તેમ ખૂલીગયો. કેસરિયાં રંગમા સજ્જ રાજપૂતો ઘોડેસવાર થઈને બહાર નીકળી પડયા. ગઢની બહાર મેદાનમાં ઘમાસાન યુદ્ધ થયું. લોહીની નદી વહી. સાગર જેવડા દુશ્મન સૈન્યમાં મોતનું તાંડવ ખેલીને મેવાડીઓ પણ મૃત્યુની સોડમ સૂઈ ગયા.

વાઘસિંહે  પણ અંતિમ શ્વાસ લીધો. “અલ્લા હો અકબર “ સેનાએ જયનાદ કર્યો. કિલ્લામાં પ્રવેશ્યા. કોઈ “જય એકલિંગજી “ કહેનાર બચ્યું ન હતું.

     યુદ્ધનો , વિજયનો ઉન્માદ ચઢ્યો એટલે બાદશાહ બહાદુરશાહ બોલી ઉઠ્યો,” વાહ ફિરંગીઓના તોપખાનાની કમાલ, મેં મેવાડનું પતન કરી નાખ્યું, જગતને પ્રતીતિ થઈ કે , બહાદુરશાહ ચિત્તોડનો સર્વનાશ સર્જી શકે છે.”

 “ બાર હજાર રાજપૂતાણીઓ જૌહરની  જ્વાળા  રાખ થઈ ગઈ. મારા વિજયને સત્કારવા ચિત્તોડગઢમાં એક પણ માનવ આત્મા દ્રષ્ટિગોચર થતો નથી. હું વિજયનો મદ કોને દેખાડું ? અરે, સ્વર્ગમાં બેઠો બેઠો મેવાડનો મહારાણો સાંગાજી મારી બેવકૂફી પર હસતો હશે.”

“આ રાજપૂતો નમતા નથી. કપાઈ મરે છે.”

“આ મારી જીત નથી પરંતુ ભયંકર હર છે.”

મોટી મોટી અગ્નજવાળાઓ જોઈને બાદશાહે નિશ્વાસ નાખ્યો. “ શું મારે ચિત્તોડગઢની રાખપર વિજયોત્સવ મનાવવો ?”

ત્યાં તો સમાચાર આવ્યા.” મોગલ સેના આવી રહી છે.”

એનો પણ મુકાબલો થઈ જાય.” બાદશાહ બોલ્યા.

પરંતુ એના સેનાપતિએ સલાહ આપી કે, ગઢમાં રહેવું કે મોગલસેના સાથે ટકરાવું આત્મઘાત ગણાશે.

અને બહાદુરશાહે હુકમા આપ્યો. “સેના પ્રસ્થાન કરે.”

હુમાયું સેના લઈને ચિત્તોડ પહોંચ્યો ત્યારે શૂન્યમ આલોટતું હતું. સ્ત્રીઓની ચિતા આગળ જઈને એને બહેન કર્માવતીદેવીને યાદ કરી.

“બહેન, હું મોડો પડ્યો પરંતુ તારી રાખીનું ઋણ અવશ્ય ચૂકવીશ. એને શીઘ્ર ઘોડેસવારો દોડાવ્યા મેવાડના ગામોમાંથી  મહાજનો બોલાવ્યા.

   મહાજનો તમારા મહારાણાને ખોળી કાઢો. મેવાડના મહારાણા બીજાની આપેલી ભેટ સ્વીકારશે  નહીં. મેવાડને શત્રુવિહીન કરીને હું ચાલ્યો. બાદશાહ બહાદુરશાહની પાછળ. મેવાડનું રાજ્ય ગુહિલોતવંશીય મહારાણાનું જ છે અને રહેશે. અમે મોગલો પણ હિંદના જ વાસી છીએ. આપણી માતૃભૂમિ ભારતમાતા એક જ છે. હું ઈચ્છું છું કે, મેવાડમાં મહારાણાનું શાસન ચિરંજીવ રહો. જે દિવસે આખા દેશમાં હિંદુ-મુસલમાન એકબીજા સાથે સંપથી રહેતા શિખશે, મમતાની દોરીથી બંધાશે તે દિવસે આ દેશનો સુખનો સૂરજ ઉગશે.”

ચિત્તોડ ખાક થઈ ગયું હતું પરંતુ મેવાડ બચી ગયું. હુમાયુંની સેનાએ બહાદુર શાહનો ઠેઠ ગુજરાતના જુનાગઢ સુધી પીછો કર્યો.

મેવાડના મહાજનો, જાગીરદારો, જાગીરદારો સૌ ભેગા થયા. બુંદીથી કુમાર ઉદયને, કિલ્લેદાર ચીલ મહેતા ને બોલાવવામાં આવ્યા.

અરવલ્લીના ગાઢ જંગલમાંથી મહારાણા વિક્રમાજીત, વનવીર અને જીપલને બોલાવી લાવ્યા. ફરીથી નિર્માણની પ્રક્રિયા આરંભાઈ.

 

 

   મહારાણા વિક્રમજીતને સેના માટે વનવીરને પસંદ કર્યો. મેવાડના યુવાનોને સેનામાં જોડાવા હાકલ કરી. વનવીર ,જીપલ, ચીલ મહેતા, દીવાન કર્મચંદ્રના પુરુષાર્થે  નવી સેના પણ તૈયાર થઈ ગઈ.

ચારણી મૈયા અને શ્યામદેવીએ ભીલ સંગઠન ઊભું કર્યું. ભીલ સેનાની આગેવાની નવલસિંહ પુત્ર રતનસિંહને સોંપવામાં આવી.

યુધ્ધની અસર ભૂસી નાખવા સૌ કોઈ કામે લાગી ગયા. ત્યાં તો મહારાણા વિક્રમાજીત અહંકારમાં આવી ગયા.

પોતાના નિવાસસ્થાને   નૂત્યાંગનાઓમાં મશગુલ રહેવા લાગ્યા. દુખી અને ગરીબ લોકોની ફરિયાદ સાંભળવાને બદલે ધમકી આપતા.

દુકાળ આવ્યો. ખેડૂતો મહેસૂલ માફીની માંગણી લઈ આવ્યા. મહારાણાએ ઈન્કાર કરી દીધો. રાજ્યની તિજોરીનું  તળિયું દેખાવા લાગ્યું તો કરકસર રૂપે ઘણાંની માસિક વૃતિ બંધ કરી. એમાં શીતલાદેવીનો પણ વારો આવ્યો.

શીતલાદેવી ફરિયાદ કરવા ગયા તો શરાબના નશામાં મહારાણાએ એમનું ભયંકર અપમાન કર્યું. કાંઈ વાંધો નહિ સેના તો વનવીરની જ છે ને ? શીતલાએ વિચાર્યું.

સરદારોની સહનશક્તિ ખૂટી ગઈ. તેમણે મંત્રણા કરી. ઉદય મોટો થાય ત્યાં સુધી વનવીરને મહારાણા બનાવો.

વનવીરે વિક્રમાજીતનો રાજમુકુટ છીનવી લીધો. સૌએ વનવીરનો રાજ્યાભિષેક વધાવી લીધો. “ભલે વનવીર તું  રાજ કર, હવે  હું ચેનથી જીવીશ.” વિક્રમાજીતે કહ્યું.

જ્યાં વનવીર મહારાણા બન્યો ત્યાં એને વિક્રમાજીત અને ઉદયનું જીવન ખટકવા લખ્યું. ખુલ્લી તલવારે, સવારના પહોરમાં પદભરષ્ટ મહારાણા વિક્રમાજીત ,જ્યારે પૂજામાં બેઠા હતા ત્યારે પાછળથી આવીને તેનું મસ્તક વનવીરે ઉડાવી દીધું.

“ રાજદેહ અવધ્ય ગણાય એવી સૂચનાને એણે ગણકારી નહિ.

મેવાડની ગાદીની સલામતી માટે વનવીર હત્યા કરી છૂટશે. એ બધાં જ પ્રકારની હત્યાઓ કરતાં અચકાશે નહિ.