Dhup-Chhanv - 105 books and stories free download online pdf in Gujarati

ધૂપ-છાઁવ - 105

લક્ષ્મી બા જરા આગળ નીકળ્યા એટલે ધીમંત શેઠે અપેક્ષાને એક મિનિટ માટે રોકી લીધી અપેક્ષા ડ્રાઈવર સાઈડની બારી ઉપર હાથ મૂકીને ઉભી હતી ધીમંત શેઠે તેના હાથ ચૂમી લીધાં આ સૌથી પહેલું અને મીઠું ચુંબન હતું... બંનેની નજર એક થઇ ધીમંત શેઠે હળવેથી અપેક્ષાને "આઈ લવ યુ, ડાર્લિંગ" કહ્યું અને તે તેમજ અપેક્ષા બંને જાણે ભાવવિભોર બની ગયા અને પ્રેમની નદીમાં તણાઈ ગયા.. "કાલે મળીએ.. બાય.‌." કહીને અપેક્ષા રોમાંચભરી તોફાની અદામાં પોતાના ઘર તરફ આગળ વધી... અને ધીમંત શેઠ મંત્ર મુગ્ધ થઈને જાણે પોતાની અપેક્ષાને જતાં જોઈ રહ્યા...
બંને પોત પોતાના રૂમમાં જઈને સૂઈ ગયા.
લક્ષ્મીબાને આજે નિરાંતની ઉંઘ આવી હતી પરંતુ તે આખી રાત ઈશ્વરને પ્રાર્થના કરતા રહ્યા કે, હે ભગવાન કહેવાય છે કે..જોડીયા તો ઉપરવાલા બનાતા હૈ તો મારી અને મારી દીકરીની શું ભૂલ થઈ ગઈ છે કે તેની જોડી બને છે અને તૂટી જાય છે. બસ પ્રભુ હવે તો મારી સહનશક્તિની પણ હદ થઈ ગઈ છે હવે તે જે મારી અપેક્ષાની જોડી ધીમંત શેઠ સાથે બનાવી છે તેને અમર રાખજે પ્રભુ તેને કોઈની નજર ન લાગી જાય. હું તો આજે છું અને કાલે કદાચ ન પણ હોઉં તો મારી અપેક્ષાને કોઈને સહારે જીવવું ન પડે તે પોતાનું ઘર લઈને બેઠી હોય એટલે મારા જીવને શાંતિ..અને તેમની નજર સમક્ષ પોતાની અપેક્ષા અને ધીમંત શેઠની જોડી તરવરી રહી હતી. તેમણે એક ઉંડો શ્વાસ લીધો અને પડખું ફેરવીને સૂઈ જવાનો પ્રયત્ન કર્યો.
આ બાજુ અપેક્ષાની દશા પણ કંઈક એવી જ હતી તે પણ મનોમન વિચારી રહી હતી કે, શું ખરેખર હું ધીમંત શેઠ સાથે લગ્ન કરી રહી છું..?? મારો તેમની સાથેનો સાથ તો અમર રહેશે ને..તેની નજર સમક્ષ ઈશાન આવી ગયો.. હું તેને ખૂબજ ચાહતી હતી અને તે પણ કદાચ તેનાથી વધારે મને ચાહતો હતો પણ શું નું શું થઈ ગયું.‌.?? તેની આંખમાંથી આંસુ સરી પડ્યા તે વિચારવા લાગી કે, હું પાછી ભૂતકાળ તરફ કેમ જઈ રહી છું મારે મારા ભૂતકાળને ભૂલી જવાનો છે અને તો જ હું સારી રીતે જીવી શકીશ..અને તે મક્કમ બનવાની કોશિશ કરતી રહી.
વિચારોમાં ને વિચારોમાં ક્યારે તેને ઉંઘ આવી ગઈ તેની તેને પોતાને પણ ખબર ન પડી...
સવારે સાત વાગ્યે તેના મોબાઈલમાં રીંગ વાગી ત્યારે તેની આંખ ખુલી. ધીમંત શેઠનો ફોન હતો. તેણે ફોન ઉપાડ્યો, "હા, બોલો કેમ આટલો વહેલો ફોન કર્યો."
"બસ, તને ઉઠાડવા અને ગુડ મોર્નિંગ કહેવા.."
અપેક્ષાએ પણ ગુડ મોર્નિંગ કહ્યું.
"સાંભળ આજે આપણે પ્રેમચંદ એન્ડ કંપની સાથે મીટીંગ છે એટલે તારે વહેલા ઓફિસે આવી જવું પડશે ‌પ્રેમચંદ કંપનીના ચેરમેન આપણાં ત્યાં આવવાના છે એટલે તું નવ વાગ્યા સુધીમાં ઓફિસ પહોંચી જજે હું પણ પહોંચી જઈશ અને તને લેવા માટે આવું?"
"ના ના એ તો હું પહોંચી જઈશ તમે ચિંતા ન કરશો."
"ઓકે ચાલ તો બાય મૂકું..અને સાંભળ આઈ લવ યુ માય ડિયર.‌‌."
"આઈ લવ યુ." બોલીને અપેક્ષાએ પણ ફોન મૂક્યો અને તેના ચહેરા ઉપર એક આછું સ્મિત રેલાઈ ગયું.
સાટીનની મરુન કલરની રજાઈને તેણે ગળે વળગાડી દીધી અને તેમાં પોતાનું મોં નાંખીને તે ફરીથી પાછી સૂઈ ગઈ અને પોતાના લગ્ન જીવનનું મીઠું મધુરું સ્વપ્ન જોવા લાગી.
ધીમંત શેઠ અને અપેક્ષા બંને સમયસર ઓફિસમાં પહોંચી ગયા અને મીટીંગની તૈયારી કરવા લાગ્યા. પ્રેમચંદ એન્ડ કંપનીમાંથી કંપનીના મેનેજર શ્રી ત્રિલોકભાઈ મીટીંગ માટે આવી ગયા હતા અને ધીમંત શેઠ તેમજ અપેક્ષા બંને તેમની સામે મીટીંગ માટે ગોઠવાઈ ગયા હતા.
આજે તો આખો દિવસ બસ આમજ બીઝી રહ્યો અને પૂરો થઈ ગયો.
આજે તો મીટીંગને કારણે અપેક્ષા થોડી જલ્દીથી જ ઓફિસ આવવા માટે નીકળી ગઈ હતી એટલે મહારાજ શ્રીએ કહ્યા પ્રમાણે તે શિવલિંગ ઉપર દૂધ ચઢાવવા માટે જઈ શકી નહોતી પરંતુ આવતીકાલથી હું શિવલિંગ ઉપર દૂધ ચઢાવવા જરૂર જઈશ તેવું તેણે મક્કમપણે નક્કી કરી લીધું હતું.
ધીમંત શેઠ અને અપેક્ષા બંને સાથે જ ઘરે જવા માટે નીકળ્યા એટલે ધીમંત શેઠ અપેક્ષાને તેના ઘર સુધી ડ્રોપ કરવા માટે ગયા રસ્તામાં અપેક્ષા પોતે આવતીકાલથી રેગ્યુલર મહાદેવજીને દૂધ ચઢાવવા જવાની છે તેવી વાત કરી એટલે ધીમંત શેઠે પણ પોતે પણ દરરોજ મહાદેવજીના દર્શન કરવા માટે મંદિરે જશે અને પોતાના વતી તેમજ અપેક્ષા વતી તેમને પ્રાર્થના કરશે કે અમારા લગ્નમાં જે કોઈપણ વિધ્નો નડતા હોય તે દૂર થાય તેમ જણાવ્યું.
ધીમંત શેઠની આ વાતથી અપેક્ષા ખૂબજ ખુશ થઈ ગઈ હતી.
તેને ખુશ જોઈને ધીમંત શેઠને તેને પૂછ્યું કે, "બોલો મેડમ, તો પછી હવે લગ્નનું મુહૂર્ત જોવા માટે ફરીથી ક્યારે મહારાજ શ્રીને ઘરે બોલાવીશું?"
"એક બે દિવસ થોડા જપી જાવ ને પછી નક્કી કરી લઈએ.." અપેક્ષાએ ધીમંત શેઠની સામે જોઈને તેમને વિનંતી કરતી હોય તેમ કહ્યું.
"ઓકે તમારી જેવી ઈચ્છા મેડમ.." અને ધીમંત શેઠે અપેક્ષાના હાથ ઉપર પોતાનો હાથ મૂક્યો અને તેને હળવેથી પ્રેમથી દબાવ્યો અને ખાતરી આપી કે, તું ચિંતા ન કરીશ હું તારી સાથે જ છું..
અને એટલામાં અપેક્ષાનું ઘર આવી ગયું એટલે ધીમંત શેઠે પોતાની કારને અટકાવી અને અપેક્ષા નીચે ઉતરવા માટે ઉભી થઇ એટલે ધીમંત શેઠે ફરીથી તેનો હાથ પકડ્યો અને, "આઈ લવ યુ, ડિયર" કહ્યું.
ધીમંત શેઠના આ મીઠા શબ્દો અપેક્ષાના નાજુક દિલને સ્પર્શીને જાણે હ્રદય સોંસરવા ચાલ્યા ગયા તે પણ ભાવવિભોર બની ગઈ અને....
વધુ આગળના ભાગમાં....
~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
9/7/23