Guhilot dynasty and Maharana Pratap in Indian history - 53 books and stories free download online pdf in Gujarati

ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 53

વીર પૂંજાજી

 

ઉંચા ઉંચા પહાડોની વચમાં આવેલી ખીણમાંથે ઘોડેસવારો પસાર થઈ રહ્યા હતા. સૌ સવારો કદાવર છે. ઘોડાઓ કદાવર છે. આ ઘોડે સવારો મહારાણા પ્રતાપસિંહના આદેશથી પાનખા ગામે ભીલરાજા પૂંજાજી પાસે જઈ રહ્યા હતા.

એક યુવાન લાગતો ઘોડેસવાર સરદાર ગુલાબસિંહ છે. જેના પિતા અઢળક સંપત્તિમાં આળોટતા જમીનદાર છે પરંતુ ગુલાબસિંહ દેશભક્ત યુવાન છે. મહારાણા પ્રતાપના અંગરક્ષક તરીકે તેણે પોતાને સમર્પિત કરી દીધો છે. એની લગોલગ કંઇક અંશે ભયંકર ચહેરો ધરાવતો દાઢીધારી પ્રૌઢ વયનો ઘોડેસવાર છે. કાલુસિંહ એણે એના સાથીઓ સાથે થોડા સમય પહેલાં જ ડાકૂગીરી છોડી દીધી છે. પાછળ એના સાથીઓ છે.

સૌથી આગળના બે ઘોડેસવારો વાતોમાં મશગુલ છે. “ગુલાબસિંહ, તમે તો મેવાડના ધરતીના સપૂત. અમે તો ચંબલની ખીણના ડાકુ, જો મહારાણા સ્વતંત્રતા યજ્ઞની હાક સૂણી જ હોત તો આજે પણ ડાકુ જ રહ્યા હોત.”

“કાળુસિંહજી, આપ મારા વડીલના સ્થાને છો. આપ જાણો છો કે, ડાકુ અન્યાયની આંધિમાંથી પેદા થાય છે. જગતમાં અસમાનતા અને અન્યાય ન હોત તો લડાઈ અને સંઘર્ષ ન હોત. ડાકુગીરી ઇન્સાન માટે પ્રિય વસ્તુ નથી, પરંતુ સમયની માંગ છે.”

“તમારા વિચારોમાં સાચે જ ગુલાબની ખૂશ્બૂ છે. શું આ મોગલસેના અરવલ્લીના પહાડોમાં ફાવશે?

“આ આક્રમણ જ બેબુનિયાદ હશે એટલે ફાવવાની શક્યતા નથી પરંતુ મોગલ શહેનશાહ અકબરના જીવનમાં એક ડાઘ બની જશે. જગતનો ઇતિહાસ બતાવે છે કે, મહાન સામ્રાજ્ય પણ આ પર્વતીય જાતિઓના જીવનમાં દાખલ કરવાની હિંમત કરી શક્યા નથી. મોગલ સેના પણ જો કોમલ મેરથી આગળ વધશે તો અરવલ્લીના પહાડોમાં, ગીચ જંગલોમાં ક્યાંયે ખતમ થઈ જશે, આપ પર્વતમાં વસતા ભીલોના જીવનમાં ડોકિયું કરશો એમની જીવનપદ્ધતિ જાણશો, એમના જીવનની નિર્દોષિતા જોશો ખુશ ખુશ થઈ જશો.

“ગુલાબસિંહ, સાચી વાત છે. આ આક્રમણ બેબુનિયાદ હશે માટે જ મહારાણા નરશાર્દુલ પ્રતાપસિંહજી લોહીના છેલ્લા બુંદ સુધી આ ધરતીની સ્વતંત્રતા માટે સંઘર્ષ કરશે જ, મહારાણાના નામનો જાદુ આજે સારાયે રાજપૂતાનામાં ફેલાઇ ગયો છે. હું તો માનું છું કે, મહારાણા પ્રતાપ  એટલે અંધકારમાં પ્રકાશિત એક દીવડો.”

“સ્વતંત્રતા માટે સંઘર્ષ આવશ્યક અને અનિવાર્ય છે. પરદેશી સુલતાનોએ છેલ્લા ચારસો વર્ષથી હિંદુઓ પર ભયંકર જુલ્મો ગુજાર્યા છે. જ્યાં એ લોકોની સત્તા છે ત્યાં હિંદુઓ ઘોડા પર બેસી શકતા ન હતા. જ્યાં હિંદુઓ પોતાની પવિત્ર નદીઓ ગંગા જમનામાં સ્નાન કરી શકતા ન હતાં. સિકંદર લોદી  હિંદુઓ તરફ કટ્ટર હતો. એણે સંત કબીરને સતાવ્યા હતા.

એક સમયે ગંગા કિનારે સંતનો બાદશાહ સાથે ભેટો થઈ ગયો.”

“તુમ કબીર હો,” ગર્વથી બાદશાહે પૂછ્યું.

“હા, હું કબીર છું.”

“તમે તમારી જાતને મોટા અવતારી પુરૂષ ગનાવો છો. લોકો તમારા ચમત્કારની વાતો કરે છે. આજે તમારી પરીક્ષા થઈ જશે. તમારું પાખંડ ખુલ્લુ પડી જશે. સત્તા સામે શિર ઉઠાવવાની સજા ભોગવવી પડશે. જો તમારામાં સત્ય હોય, તત્વ હોય તો સામે ગંગાજળમાં મડદું તરી રહ્યું છે. એને સજીવન કરો.”

બાદશાહની ધમકી સાંભળી કબીરનું રૂંવાડુંયે જ ફરક્યું. તેઓ હસ્યા, આજુબાજુ ઉભેલીએ મેદનીને કાબીર પર દયા આવી. અ બિચારો હસીને પોતાના મોતને બોલાવી રહ્યો છે.

સંતે ગંગાનદીના પ્રવાહ તરફ દ્રષ્ટિપાત કર્યો, પ્રેમપૂર્વક બોલ્યા, “જય ગંગા મૈયા, મારા દીકરાને મોકલી આપ”

લોકોએ જોયું કે, મડદામાં સંચાર થવા લાગ્યો. એ સજીવન થયું. કબીરે હાંક પાડી, “બેટા, ચાલ્યો આવ.”

તરતા મડદામાં પ્રાણ આવ્યા. તે હાથ હલાવીને તરતો તરતો કિનારે આવ્યો કબીરના પગમાં પડી ગયો.

જનનેદની બોલી ઉઠી “કમાલ હૈ, ભૈયા કમાલ હૈ.”

બેટા, આજથી તું મારી પાસે રહે, તુ મારો દીકરો કમાલ.”

“જો જુલ્મ વિરૂદ્ધ અવાજ ઉઠાવવામાં ન આવે તો ભવિષ્યમાં પણ આવા જુલ્મી બાદશાહો બની શકે. “કાલુસિંહ બોલ્યો, દરબારમાં બોલી ઉઠ્યા હતા.

“મેવાડના પર્વતીય પ્રદેશમાં વસતા ભીલો ત્યાગ, તપસ્યા, રાષ્ટ્રભક્તિ અને નિષ્કપત સેવાભાવમાં અદ્વિતીય છે. આ ભીલોનો આપણે સાથ લેવો જ જોઇએ. મેવાડની રાજકીય, સામાજીક, આર્થિક અને સાંસ્કૃતિક ધારાથી તેઓ ક્યારેય જુદા પડ્યા નથી. તેઓ પ્રત્યે જો આપણે ઉપેક્ષાની ભાવના રાખીશું તો આપણાં બધાં માટે એ ગંભીર ભૂલ સાબિત થશે.’

“ખરી વાત છે. ગુલાબસિંહ, આજની દશ હજાર વર્ષ પહેલાઅં અયોધ્યાપતિ રામના પરમ મિત્ર નિષાદરાજ ગૃહ જ હતાને? ગંગાપાર કરાવનાર કેવટ કોણ હતો શબરી તો મહાન ભક્ત થઈ હઈ. ગૃહાદિવ્ય પહેલાં ઇદરના રાજવી ભીલરાજ જ હતાને? આજે પણ ભીલપ્રજા તો મેવાડનો ડાબો હાથ છે. ભરતવંશના મહાન રાજવી સંતનુની મહારાણી સત્યવતી(મત્સયગંધા) કોણ હતી? ગુરૂ દ્રોણાચાર્યના કપટથી સહેજ માટે જગતનો શ્રેષ્ઠ બાણાવળી થતો રહી ગયો એ ભીલકુમાર પ્રતિભામાં ક્યાં કોઇથી ઉતરે એવો હતો?”

“માટે જ હું કહું છું કે હવે આદિવાસીઓની ઉપેક્ષા કર્યે પ્રજાકલ્યાણ થવાનું નથી.”

ઉંચા ઉંચા પહાડોની વચમાં આવેલા પાનખાં ગામમાં પ્રવેશતા પહેલાં નદી પસાર કરવી પડી. ઉંચા ઢોળાવો ચઢતી જોબનવંતે પનિહારીઓને તેઓ જોઇ જ રહ્યા.

ઘોડેસવારો આગળ વધ્યા. દૂર ગીચ ઝાડીની પેલેપાર એક સમતલ મેદાન હતું. એ મેદાનમાં સ્ત્રીઓ ભેગી થઈ વાતો કરતી હતી.

“બહેનો, સરદાર પૂંજાજી ક્યાં રહે છે?”

“થોડે દૂર જાશો એટલે એક ટેકરા પર કેટલાંક મકાનો આવશે ત્યાં અમારા સરદાર રહે છે.” એક યુવતીએ જવાબ વાળ્યો.

ઘોડેસવારો સરદાર પૂંજાજીના નિવાસસ્થાને પહોંચ્યા. પૂંજાજી બહારગામ ગયા હતા. તેમના દાદાજી વીરાજીએ બધાનું ભાવભીનું સ્વાગત કર્યુ. ભોજન કરાવી જમાડ્યા.

વૃક્ષોની ઘટામાં આવેલી આ એક સુંદર અને સ્વચ્છ વસાહત હતી. એ વસાહતની મધ્યમાં એક મોટું મકાન અને મોટી ઓસરી હતી જે સરદાર પૂંજાજીની હતી.

રાત પડી ખાટલા ઢાળવામાં આવ્યા. બધાં મહેમાનોને સૂવાનો સુંદર પ્રબંધ કરાવ્યો.

દાદા પોતાના ખાટલા પર બેઠા હતા. ઓસરીમાં બાળકોનું ટોળું જામ્યું હતું. એમાં છોકરાંઓ પણ હતા ને છોકરીઓ પણ હતી. તેઓ બોલી ઉઠ્યા, “ દાદાજી, દાદાજી અમને વાર્તા કહો.” બાળકો બૂમબરાદે ચઢ્યા.

“સાંભળો, બાળકો વાર્તા સાંભળવી છે ને ! વાર્તા તો સૌને ગમે. વાર્તા તો જગત જનમ્યું છે ત્યારથી જ જન્મી છે. વાર્તા સાંભળવાની અને સંભળાવવાની પ્રથા તો યુગો જુની છે. બાળકો ચૂપ થઈ જાઓ. આજે હું તમને સાત ભાઇની વાર્તા કહેવાનો છું.”

“દાદાજી, કહો ત્યારે સાત ભાઇની વાર્તા.”

ચંબલ નદીના કિનારે સીતાપુર નામે એક મજાનું ગામ હતું. આ ગામમાં સાત ભાઇઓ રહેતા હતા. એમનાં નામ હતા નવલસિંહ, ધરમસિંહ. કિસનસિંહ, ફતેહસિંહ, ચંદ્રસિંહ, જશવંતસિંહ અને કર્ણસિંહ.

આ સાતે ભાઇઓમાં કર્ણસિંહ નાનો હતો તેથી કુંવારો હતો.

કર્ણસિંહને કરમા નાચનો બેહદ શોખ હતો. ગાઉનાં ગાઉ ચાલીને જ્યાં કરમા નાચ થવાનો હોય ત્યાં પહોંચી જતો. ખૂબ નાચતો.

આ કર્ણસિંહ માત્ર જમવા જ ઘરે આવતો. રાતે ઉજાગરા કરતો અને દિવસે ઘોરતો એટલે એની ભાભીઓ એના ઉજાગરા કરતી. આવા રખડું, બેકાર અને નાચણિયા છોકરને કોન કન્યા આપે?

 જેમ જેમ સમ્ય વીતતો ગયો તેમ તેમ કર્ણસિંહને બધે બદનામી થવા માંડી.

આથી ગુસ્સે થઈને એના ભાઇઓ અને ભાભીઓ એક દિવસ ફરી વળી, “અલ્યા કરણિયા, તને દુનિયાનું ભાન ચે કે નહિ, કશો કામ ધંધો કરતો નથી. હવે તો કાં તો નાચ છોદી દે, કાં તો ઘર”

“નાચ છોડું? એ તો મારો પ્રાણ છે.”

આટલું સાંભળતાં જ ભાઇઓના ગુસ્સાનો પારો ઉંચો ચઢી ગયો. બાવડેથી પકડી ઘરમાંથી કર્ણને તગેડી મૂક્યો.

આમ કર્ણસિંહે ઘર છોડ્યું. ઘરમાં શું હતુ કે જેથી અને છોડવાનું મન ન થાય? સૌ એને “આળસુ” “માથે પડેલો” કહીને ધિક્કારતા હતા. માત્ર એની માં ગંગા એને “બેટા” કહીને પ્યાર કરતી પરંતુ તે તો પાંચ વર્ષ પહેલાં જ સ્વર્ગે સિધાવી ગઈ હતી.

ભાભીઓ છણકા કરી, કડવા વખ જેવા વેણ કાઢી લૂખો-સૂકો રોટલો આપતી. કર્ણસિંહે ઘર છોડી દીધું ને જંગલની કેડી પકડી જંગલમાં દોડતા દોડતા નાચતો જાય અને હરખાતો જાય. વનવાસી કોઇ કંઈ આપે તો ખાઈ લે પછી નાચતો નાચતો આગળ વધે. એ એક ગામમાં પહોંચ્યો.

એ ગામના લોકોએ એક ઠેકાણે ભેગા થઈને એનો નાચ જોયો. એણે દરેક કંઇને કંઇ આપ્યું. ગામનો મુખી પણ પ્રસન્ન થયો.

“કરણ તું અહીં રહે. ગામમાં મારું એક ઘર ખાલી પડ્યું છે તેમાં પડી રહેજે.”

કરણનો ચહેરો જ ચાડી ખાતો હતો કે, એ પરિશ્રમ કરે એવો કસાયેલો જુવાન છે.

ગામના એક ખેડૂતે એને અદધા ભાગે જમીન ખેડવા આપી. કર્ણસિંહ દિવસે જમીન ખેડતો જાય. રાત્રે નાચતો જાય આમ આનંદથી એના જીવનના વર્શો પસાર થવા લાગ્યા.

એક દિવસે, ઉનાળાના ભરબપોરે, તે જ્યારે ખેતરના છેવાડે, વૃક્ષ નીચે મઝાની નિંદર માણી રહ્યો હતો ત્યારે અચાનક સિંહની ગર્જના અને એક યુવતીની ચીસો સંભળાઇ.

એ સફાળો જાગી ઉઠ્યો. કેડમાં કટાર હતી અને બાજુમાં મુકેલી ડાંગ ઉપાડી એ દોડ્યો. એણે જોયું કે, એક સુંદર યુવતી પર સિંહ ત્રાટક્યો હતો. યુવતીએ પોતાની કમરમાંથી કટાર કાઢી સિંહને ડારી રાક્યો હતો પરંતુ પાછા પગલાં ભરતા તે લથડી અને સિંહે લાગ જોઇ તરાપ મારી પરંતુ એ જ વેળા સિંહ અને યુવતીની વચ્ચે કર્ણસિંહ આવી ગયો. સિંહ સાથે બરાબરની ટક્કર જામી. લાગ જોઇ કર્ણસિંહે સિંહને ડાંગ મારી ભોંય ભેગો કરી દીધો. એક જોરદાર ડાંગનો ઘા કરી સિંહના રામ રમાડી દીધા.

આ યુવતી ગામના જમીનદારની દીકરી હતી.જમીનદારે આ વીર યુવક સાથેપોતાની દીકરીના લગ્ન કર્યા.

હવે કર્ણસિંહ જમીનદારના જેવા વૈભવથી રહેતો હતો. છતાં એણે નાચ છોડ્યો ન હતો. એણે એક મોટી હવેલી બંધાવી હતી.

સમયનું   ચક્ર ફરતું જ રહે છે. વર્ષોના વહાણ વાયા.

કર્ણસ્સિંહના છ ભાઇઓ અને ભાભીઓ ગરીબ બની ગયા. તેઓનાઅ બહોળા પરિવાઅરને ખાવાના પણ ફાફા પડવા લાગ્યા.

આટલા વરસોઆં કર્ણસિંહના ભત્રીજા અને ભત્રીજીઓની એક મોટી સેના તૈયાર થઈ ગઈ હતી.

“ઝાઝા મળ્યાને ખાવાના ટળ્યા ખરું ને દાદાજી” એક ચબરાક છોકરી હસતા હસતા બોલી.

સૌ ખડખડાત હસી પડ્યા.

હા, બેટી તે સાચી વાત કહી. તો બાળકો, હવે વાર્તા આગળ સાંભળો. કર્ણસિંહના છ ભાઇઓ અને તેની પત્નીઓ હવે જંગલમાંથી લાકડાં કાપી લાવીને, તેના ભારા બનાવીને, ગામે ગામ ફરતા, વેચતાં અને તેના જે પૈસા મળતા તેનાથી પોતાના પરિવારનો ગુજારો ચલાવતા.

એક દિવસે, સંયોગવશ, કર્ણસિંહ જે ગામમાં રહેતો હતો તે ગામમાં જ લાકડાંના ભારા વેચવા તેના ભાઇઓ અને ભાભીઓ આવી પહોંચ્યા.

કર્ણસિંહની હવેલી એ જ વિશાળ પ્રાંગણ માં જ તેઓ આવી પહોંચ્યા. “શેઠ, ભારો લેવો કે?”

બહાર તો કર્ણસિંહનો દીકરો અર્જુન ઉભો હતો. પોતાને કોઇ શેઠ કહે એટલે તે હરખાયો તે ઘરમાં દોડી ગયો.

“બાપુ, ભારા વેચવા આવ્યા છે. લેવા છે?”

કર્ણસિંહ બહાર ગયો. કર્ણસિંહ પોતાના બંધુઓને ઓળખી ગયો. પરંતુ કર્ણસિંહને કોણ ઓળખે?

કર્ણસિંહે બધા ભારા ખરીદ્યા.

“તમને ભૂખ લાગી હશે.બપોર થવા આવ્યા છે.”

“હા, શેઠ, સીતાપુર ખૂબ દૂર છે.”

“હું જાણું છું. તમે બધાં અહીં જમી લો.”

અર્જુન તો જોતાં જ રહી ગયો.

બાપુ, આ લોકોને તે વળી...

“અર્જુન તું ચુપચાપ જોયા કર, તને મઝા પડશે.” કર્ણસિંહે બધાંને ભોજન કરાવ્યું.

જમ્યા પછી નવલ  ધરમાને કહેવા લાગ્યો, “શેઠ, બવ હારા છે.”

ભોજન કરાવ્યા બાદ કર્નસિમ્હે હસતાં હસતાં પૂછ્યું, “તમે મને ઓળખો છો?”

ભાઇઓ બિચારા બોલી ઉઠ્યા, “ના શેઠ, અમે તમને ની ઓળખતા, અમારા ગામનો શેઠ તો કામ કરાવી કરાવીને દમ કાઢી નાખે.”

કર્ણસિંહે પૂછ્યું, “તમે કેટલા ભાઇઓ?”

નવલ તરત બોલી ઉઠ્યો,” શેઠ, અમે હાત ભાઇઓ.”

તો પછી અહીં તો છ જ કેમ? એક ભાઇ ક્યાં?

“શેઠ, એ કામધંધોની કરતો, અને રાત્રે નચવા આખા મલકમાં જાતો તેથી અમે ઇને કાઢી મેક્યો.”

હવે કર્ણસ્સિંહને લાગ્યું કે મારે મારા ભોળાભાઇઓને બહુ સતાવવા જોઇએ નહીં, તે બોલ્યો, “ભાઇઓ, બંધુઓ, હું જ તમારો નાનો ભાઇ કર્ણસિંહ છું. તમે મને કાઢી મૂક્યો અને પછી તો... આમ કહી કર્ણસિંહે માંડીને વાત કહી.

“અર્જુન, તારા કાકા અને કાકીઓ છે.”

અર્જુન દોડ્યો ઘરમાં, થોડીવાર પછી ઘરમાંથી એક યુવતી આવી બધાં ભાઇઓને પગે લાગી.

કર્ણની ભાભીઓ નાઅચતી કૂદતી બોલી ઉઠી. હે...હે.. કર્ણની લાડી બહુ રૂપાળી છે ને.

આખું કુટુંબ આનંદ કિલ્લોલ કરવા લાગ્યું.

“કર્ણ, તું અમારી સાથે ચાલ.”

બધાં ભાઇઓ અને ભાભીઓના આગ્રહથી એ પીગળ્યો.

“મને ત્યાં નાચવા દો તો જ હું આવું.”

બધાંએ હા કહી.

કર્ણસિંહ જંગલમાં ગયો. કરમાની ડાળી તોડી લાવ્યો.

ગામ આખાને આમંત્રણ આપવામાં આવ્યું.

મોડી રાતે આકાશના નીલ ચંદરવા નીચે સાતે ભાઇઓએ, પોતાની સાતે લાડીઓ સાથે કરમા નૃત્ય કર્યુ.

આખા ગામે આ અદભૂત નૃત્ય નિહાળ્યું.

બીજે દિવસે, વહેલી સવારે, સાતે યુગલ પોતાના ગામે રવાના થયા.

“પછી?” બધાં બાળકો બોલી ઉઠ્યા.

પછી કર્ણસિંહે ખાધુ પીધુને મોજ કરી.

પરસાળમાં ચુપચાપ પોતાની પથારીમાં ચુપચાપ બેસીને સાંભળતા મહેમાનો સામે જોઇને નિરાજી બોલ્યા.

“આ બાળકોને રોજ વાર્તા સાંભળવાની આદત છે. વાર્તા ન સાંભળે તો ઉંઘે જ નહી.”

રાત જામતી હતી. બાળકો વિખરાયા.

((૨))

વીરાજી વીર પૂંજાજીના દાદા હત, તેઓ ૧૦૫ વર્ષના હતા. છતાં ૭૫ વર્ષથી વધારે વય લાગતી ન હતી. તેઓ સાધુ સંન્યાસીઓ સાથે આખાયે હિંદમાં ફર્યા હતા. યુવાનીમાં ઘણી લડાઇઓમાં ભાગ લીધો હતો.

પૂંજાજીના પિતા રતનાજી, જેમણે બાળ ઉદયને બચાવવમાં પન્નાને સહાય કરી હતી. ઇ.સ. ૧૫૪૦ માં ઉદયસિંહને રક્તથી રાજતિલક કર્યુ હતું. અને ભીલરાજ પૂંજાજી, જ્યારે માહારાણા પ્રતાપસિંહ ગાદીએ બેઠા ત્યારે તેમણે રક્ત વડે રાજતિલક કરેલું.

ભીલો અરવલ્લીની પર્વતમાળામાં “બિન્ધાસ્ત” વિચરણ કરતા.પ્રકૃતિની ગોદમાં નિર્મળ શાંતિના ગીતો ગાતા.

ભીલપ્રજા સ્વાતંત્ર્યપ્રિય હોય છે. તેઓના તાતા, વિષ પાયેલા તીરો, દુનિયની કોઇપણ સેનાને હંફાવી શકે એવી તાકાત ધરાવતા. આ તીરો મોગલ સેનાના સિપાહીઓની છાતીને ચાળણી કરી દેવા સમર્થ છે.

આ પહાડી મુલકના ભીલ સરદારો પણ ખૂબ બહાદૂર હોય છે. પોતાની ધરતીની સ્વતંત્રતા માટે, સ્વયં મરી ફીટવા હંમેશા તૈયાર રહે છે.

બંને સરદારો જાગ્યા, સવાર પડ્યું, એક યુવતી તુલસી ક્યાંરાની પૂજા કરી રહી હતી. તે અર્ધઃ સ્નાતા હતી.

“કાલુસિંહજી, તુલસીના છોડને બધં જ વનવાસી બહુ જ શ્રદ્ધાથી પૂંજે છે. તુલસીને વૃન્દાવતી કહેવામાં આવે છે. વૃન્દાવનવિહારીની પ્રિયા માટે તુલસીનું આ બીજું નામ છે. અહીં દરેક દેવસ્થાન નજીક તુલસીનો છોડ આપણને જોવા મળે જ, એના પાંદડા દેવપૂજામાં અર્પણ કરવામાં આવે છે, રોગીને પ્રવાહીમાં આપવામાં આવે છે.”

સૂર્યોદય થયાને એક પ્રહર વીત્યો. ત્યાં તો પોતાના સાથીઓ સાથે વીર પૂંજાજી આવી પહોંચ્યા.

“મહારાણાએ આપને યાદ કર્યા છે.” આ વાક્યો સાંભળતાવેંત પૂંજાજી આનંદમાં આવી ગયા.

“ગુલાબસિંહજે, આ ભીલપ્રજા કોઇનો અયોગ્ય ગર્વ સહી લેતી નથી. જ્યાં સુધી અમારા શરીરમાં પ્રાણ છે ત્યાંસુધી મેવાડની આઝાદીનો દીપક હોલવાઇ જ ન શકે. અમે કોઇ જુદી જ માટીના ઘડાયેલા છીએ આ સાબિત કરી આપવાનો મોકો આવી પહોંચ્યો છે. હું અને મારા બીલો ફરમાનીમાં પાછા નહિ પડીએ.”

“મહારાણાજીએ જ્યારે રણનાદ કર્યો છે ત્યારે અમે તન, મન અને ધનથી એમની સાથે જ છીએ.”

“મહારાણા પ્રતાપ એટલે લાવાથી તપ્ત થયેલી ધરતી પર અમૃતનું એક બુંદ.”

વીર પૂંજાજીએ, સૌનો આદર- સત્કાર કર્યો.

બપોરના સમયે વાતે વળગ્યા.

“કાલુસિંહજી, ભીલપ્રજા પણ એક પ્રાણવાન સંસ્કૃતિ ધરાવતી પ્રજા છે. દાદા, તમે જ કંઇક કહો.”

“આપણે એકબીજાને મળીએ છીએ ત્યારે નમન કરીએ છીએ. મેં ભારતમાં સો પ્રકારના નમન કરતા આદિવાસીઓને જોયા છે.

ભીલ સ્ત્રીઓ પણ ખૂબ બહાદુર હોય છે. સંબર જાતિના આદિવાસીઓની આ વાત છે. એક સમયે, ચૈત્ર માસમાં એક ઉત્સવ હતો. પુરૂષોએ શરાબ પીધો હતો. મસ્ત હતા. તે વેળા ભીલ રાજાના કિલ્લામાં એક બાદશાહની સેનાએ ઘેરો ઘાલ્યો. લડવાની વેળા આવી પહોંચી. ભીલ સ્ત્રીઓએ પુરૂષોનો સૈનિક વેશ પહેરી લીધો. જબરજસ્ત યુદ્ધ આપ્યું. બાદશાહની સેનાને ભાગવું પડ્યું.

આજે પણ એ પ્રસંગની યાદમાં દર બાર વર્ષે સ્ત્રીઓ પુરૂષ પહેરવેશમાં, હથિયાર ધારણ કરી, જંગલમાં ચિત્ર માસમાં એ ઉત્સવના દિવસે, શિકારે નીકળી પડે છે. આ ઉત્સવમાં કોઇપણ પુરૂષને ભાગ લેવાનો નિષેધ છે. આ સ્ત્રીઓને ગર્વ છે કે, એક જમાનામાં પોતાની ભગિનીઓએ બાદશાહની સેનાને પરાજીત કરીને ભગાડી મૂકી હતી.

અરવલ્લીની પહાડીનું એકાએક વૃક્ષ અમારા માટે દેવ સમાન છે. અકબરશાહના સેનાપતેઓની હિંમત જ નથી કે ઘનઘોર, ઘટાટોપ જંગલોમાં હિંસક પશુઓનો આહાર બનવા આગળ વધી શકે. અહીંના ગીચ જંગલોમાં શેર, ચિત્તા, સુવર જેવા હિંસક વન્ય પશુઓ જ વસે છે.

 

અમે પર્વતપુત્રોએ હંમેશા ચાર વ્રતો પાળ્યા છે.

(૧) વૃક્ષો ઉગાડવા.

(૨) તુલસીનો છોડ ઉચેરવો.

(૩) જંગલો કપાવા દેવા નહીં.

(૪) વૃક્ષો બચાવવા.

વીરાજી બોલ્યા.

આદિવાસી પ્રજાના ઉસ્થાન માટે ૧૭ નિયમો ઘડવામાં આવ્યા છે. જેનું પાલન કરવાથી આદિવાસી પ્રજા સુખી થશે. એવી અમને શ્રદ્ધા છે.

કાળુસિંહે કહ્યું, “દાદા, એ નિયમો કયા કયા?

“એ મઝાના નિયમો છે. સાંભળો.”

(૧) દારૂ ન પીવો. (૨) માંસાહાર ન કરવો.(૩) ચોરી નહિ કરવી. (૪) ધાડ પાડવે નહિ. (૫) કોઇને લૂંટવો નહિ. (૬) મહેનત કરો, ખેતરે જઈ મજુરી કરો. એનાથી જે મળે તેમાંથી પોતાના કુટુંબનો નિર્વાહ કરો.(૭) ગામે ગામે પાઠશાળા ખોલો. બાળકો અને મોટાઓને જ્ઞાનનો પ્રકાશ આપો. (૮) ભગવાન પ્રત્યે શ્રદ્ધા રાખો. રોજ સ્નાન કરો. હવન કરો. નારિયેળની આહુતિ આપો. જો પુરી વિધિથી આ ન કરી શકાય તો છાણથી લીંપીને તેના પર ઘી નાં ટીપાં નાંખીને હવન કરો. (૯) પોતાના બાળકોને સંસ્કારી બનાવો. ગામડે ગામડે અને ઘેર ઘેર, કિર્તન અને વ્યાખ્યાન કરો. (૧૦) ભોજનમાં શુદ્ધિનો આગ્રહ રાખો. યવનો સાથે રોટી કે બેટી વ્યવહાર ન કરો. (૧૧) સ્નાન કર્યા પછી જ ભોજન કરો. (૧૨) સંગઠિત થઈને રહો. મોટામાં મોટી આફત પણ સંગઠિત થઈને સહન કરી શકાય છે. અંદરો અંદર લડશો નહિ. (૧૩) ઘરપર શ્વેત ધ્વજ લગાડો. સફેદ રંગ શુદ્ધતાનું પ્રતીક છે. (૧૪) જ્યાં નિવાસ કરો છો એ ભૂમિની સેવા કરો. (૧૫) દેવોને પશુઓનું બલિ ન ચઢાવો. (૧૬) ભૂત અથવા પ્રેતમાં માનશો નહિ. (૧૭) ભગવાન એકલિંગની, જે દિવ્ય પ્રકાશનું ઝરખું છે, તે સંહારનો દેવ પણ છે. જગતના બધાં પ્રાણીઓનો સ્વામી છે અને સંરક્ષક છે.

સરદાર ગુલાબસિંહને રસ પડ્યો. એણે પ્રશ્ન કર્યો? ભારતમાં વનવાસી પ્રજાનું કેટલું પ્રમાણ છે? વિદ્રોહીઓ ક્યા ક્યાં છુપાયા છે?

વીરાજી તો તૈયાર હતા. તેમણે જીવનમાં ખૂબ મુસાફરી કરી હતી. તેમણે ભારતધેશને જોયો હતો. તીર્થો માણ્યા હતા. આશરે કુલ વસ્તીના ૯% છે. જમ્મુ, કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં કકી, મિઝો, કચોરીદારો નામે ઓળખાય છે. આસમમાં ખાસે નામે, ના પ્રદેશમાં નાગ સમૂહ તરીકે તો ત્રિપુરામાં ત્રિપુરા, રિયાના, મણિપુરમાં થોડાની તાન્મખુલ તથા ભાઓ નામે ઓળખાય છે.

વળી બિહાર અને બંગાળમાં સંતાલ, મુંડા, ઉશંવ અને હો નામે ઓળખાય છે. ભુનિજ, લોધા અને કોયા નામે ઓળખાય છે. ઓરિસ્સામાં ખોંડ, ગોંડ, કોયા, મુઇયા, ગદાબા અને જુંગ નામે ઓળખાય છે. ભીલ. દુબળા, ધોડિયા, ગામીત, નાયકા, કોળી, વસાવા વગેરે નામે ગુજરાતમાં ઓળખાય છે. મધ્યપ્રદેશમાં ગોંડા, કેગાર, બેંઝા, કગાર, ભૂમિયા, કોરકૂ, તથા હલ્બા નામે ઓળખાય છે.  મહારાષ્ટ્રમાં ભીલ,મહાદેવ-કોળી અને કોંકના નામે ઓળખાય છે. આપણા રાજપૂતાનામાં ભીલ અને મીણાં નામે ઓળખાય છે.

હજુ પણ મારી પાસે દક્ષિણ ભારતના આદિવાસીઓની લાંબી યાદી છે પરંતુ તમે કંટાળી જશો.

“દાદા, તમે તો જ્ઞાનનો ભંડારો છો.” ગુલાબસિંહ બોલી ઉઠ્યા.

“જુઓ કાળુસિંહજી, ભારતીય સંસ્કૃતિના નિર્માણમાં અરણ્ય અને અરણ્યવાસીઓનો મહત્વનો ફાળો રહ્યો છે. માટે જ વૈદિક સાહિત્યની આખી એક ધારા “આરણ્યક” ના નામે ઓળખાય છે. આખું આપણું વૈદિક સાહિત્ય અરણ્યમાં, વૃક્ષ નીચે રચાયું હતું.

આજે પણ ભારત વિખ્યાત જગન્નાથપુરીમાં રથયાત્રામાં આદિવાસી સંબર જાતિનું મહત્વનું સ્થાન છે.

“દાદા, એ કેવી રીતે?” ગુલાબસિંહે ઉત્સુકતાથી પૂછ્યું.

જગન્નાથપુરીમાં જે મંદિર છે. તેમાં કૃષ્ણ, બલરામ અને સુભદ્રાની મૂર્તિઓ છે. એનું મહાત્મ્ય આખાયે ભારતમાં છે. આ જગન્નાથપુરીના મંદિરનો આદિ પૂજારી સબર જાતિનો ભીલ હતો. સમય જતાં આ પૂંજાનું કાર્ય ત્યાંના બ્રાહ્મણોએ પોતાને હસ્તક લઈ લીધું.

પરંતુ બાર વર્ષે જ્યારે જગન્નાથપુરીમાં, મંદિરમાં કૃષ્ણ, બલરામ અને સુભદ્રાની મૂર્તિઓ બદલવામાં આવે છે. ત્યારે આ કાર્ય માટે વનવાસી શંબર જાતિના પૂજારીની રજા માંગવાની પરંપરા છે. જ્યારે નવી મૂર્તિઓ સ્થાપિત થઈ જાય છે ત્યારે સૌથી પહેલી પૂજા શંબર જાતિના વનવાસી પૂજારીના હસ્તે જ થાય છે.

“હવે હું અને મારા સાથીઓ તીર મોકલીને સમગ્ર અરવલ્લી ઘાટીમાં સંગ્રામની હાકલનો સંદેશો મોકલીશું. જે ખૂબ ઝડપી હશે.

“એ સંદેશો કેવી રીતે મોકલશો?” ભારે ઉત્સુકતાથી કાળુસિંહે પૂછ્યું.

ઝડપી સંદેશો મોકલવા માટે અમારી આગવી પદ્ધતિ છે. હું મારા સાથીઓને તીર મોકલીશ જે સાથીઓ આ સંગ્રામમાં જોડાવા માંગતા હશે તે તીરને એવુંને એવું પાછું મોકલશે અને જે તીરને તોડીને મોકલશે એને માટે સમજી લેવાનું કે, તેઓ યુદ્ધમાં ભાગ લેવાના નથી.

મહારાણાજીના રાજતિલકની વેળાએજ આ યુદ્ધની સંભાવનાઓનો વિચાર કરવામાં આવ્યો હતો. મહારાણાએ પોતપોતાની રીતે તૈયાર કરવાનો આદેશ પણ આપી દીધો હતો. આથી મેં મારા ચારસો અંગત સાથીઓને તો ઘોડેસવારી, તીરંદાજી, ભાલો ફેંકવાની કળા, તલવારબાજી, માઇલોના માઇલ ઝડપથી દોડવાની ક્ષમતા વગેરેમાં માહિર કર્યા જ છે. હું જલ્દીથી મહારાણાજીની સેવામાં હાજર થઈ જઈશ.

અમારા બે સૂત્રો છે.

જબતક હમારે શરીરમેં પ્રાણ હૈ મેવાડ કી સ્વતંત્રતા કા દીપ કૈસે બુઝ સકતા હૈ?

અને બીજું

“હમકો કોઇ બાંધ નહીં પાયેગા, સોને ચાંદી કે સિક્કોસે.”

અમારી પાસે સંદેશો પહોંચાડવાની વિધિ પણ ઝડપી છે.

એક પર્વતની ટોચ પરથી મશાલ સળગાવીને ત્રણ વાર હલાવવાનો સંકેત હોય એટલે એ સંકેત ઝીલી, બીજી પહાડોની ટોચ પરથી ત્રીજી પહાડીની તોચ પર એમ હજારો હજારો માઇલો સુધી થોડા જ સમયમાં સંદેશો પહોંચી જાય. પણ તે માટે અગ્નિજ્વાળાના સંકેત ચિન્હો સમજવા પડે જે જૂજ માણસો જ જાણતા હોય છે.

સંધ્યાકાલ થવા આવ્યો હતો. સૌએ ભોજન કર્યુ. રાત્રે ઘૂમર નૃત્યનો કાર્યક્રમ હતો.

વીર પૂંજાજી ભીલોના રાજા હતા. આખાયે મુલકમાં વીરતા માટે મોટી નામના જ હતી. ભીલપ્રજા માનતી કે, પૂંજાજી એટલે ભગવાન શંકરના ગણ જેવો મહાવીર.

એક જબરજસ્ત તોફાન,

એનું નામ છે પૂંજાજી સરદાર.

અરવલ્લીની ઘાટીનો,

ભોમિયો છે. પૂંજાજી સરદાર.

ભગવાન અકલિંગજીનો

પરમભક્ત છે, પૂંજાજી સરદાર.

કાલુંસિંહ અને ગુલબસિંહ ઘણાં પ્રસન્ન હતા.

“ગુલાબસિંહ મને તો આ નૃત્ય અને સંગીતમાં બહુ સમજ ન પડે. તમારે ઘરે જમીનદારી એટલે તમે તો સમજી શકો.”

સંગીત એ તો માનવીના સુખ દુઃખના સાથી છે. ગમે તે પ્રજાને પોતાનું આગવું સંગીત હોય જ. આમ તો ઉત્તર ભારતનું સંગીત અને નૃત્ય માટે ભાગે થોડુંઘણું એકબીજાને મળતું આવે છે, પરંતુ રાજપૂતાના પોતાના લોકનૃત્યો માટે જાણીતું છે. એમાંયે ઘૂમર નૃત્ય તો છેક રાજપૂતાનાનું પોતાનું મૌલિક નૃત્ય છે. જેની ઝાંકી આજે આપણને જોવા મળશે.

આ ઘૂમર નૃત્ય અદભૂત છે. આ નૃત્યમાં ફક્ત સ્ત્રીઓ જ હોય છે. મોટા મોટા તહેવારો, લગ્ન પ્રસંગ, જન્મોત્સવ કે ખુશીના પ્રસંગે આનું આયોજન કરવામા આવે છે.

રાજપૂતાનામાં પાર્વતીને ગૌરીના નામે ઓળખવામાં આવે છે. આ નૃત્ય દેવી પાર્વતીનું માનવામાં આવે છે. સ્ત્રીઓ ગોળાકારમાં રંગબેરંગી વસ્ત્રો પરિધાન કરીને ઉભી રહે છે. પછી ઝડપથી ડાબા-જમણી ફર્યા કરે છે. કોઇક કોઇક જગ્યાએ લાકડીના નાના ડંડાઓ પણ સ્ત્રીઓના હાથમાં હોય છે. જ્યારે નૃત્ય ચાલતું હોય ત્યારે એકબીજાના ડંડા પર વાર કરવામાં આવે છે. આ ઘૂમર ન્રુત્ય એની ગતિ અને ભાવમુદ્રા માટે વિખ્યાત છે. નૃત્ય કરનારી સ્ત્રીઓના રંગબેરંગી ૩૨ ફૂટ, લાંબા ઘાઘરાઓ જ્યારે લહેરાય છે ત્યારથી શોભા અવર્ણનીય છે. પગમાં પાયલ ઝણકતી હોય છે, એનો કોમળ રણકાર, ઢોલકનો અવાજ વગેરે નયન મધુર લાગે છે. સંગીત, કળા અને યૌવનનો ત્રિવેણીસંગમ રચાય છે.”

“ગુલાબસિંહ, આપે તો ઘૂમર નૃત્યનો સુંદર ખ્યાલ આપ્યો, પણ અહીં નૃત્ય કેવું હશે?”

“કાલુસિંહજી, આજે આ ભીલ લલનાઓ પ્રખ્યાત વીર ભીમસેન વિષે ઘૂમર નૃત્ય રજુ કરશે. એમાં વીર ભીમસેન દુશ્મનોની એક આખી સેનાને પોતે હરાવે છે.

રાત્રે એક ખુલ્લા મેદાનમાં ઘૂમર નૃત્ય રજૂ કરવામાં આવ્યું. સ્ત્રીઓ દ્રુતગતિથી ફરતી જતી હતી અને ગાતી હતી.

ભીમસેન તુ હણહણે લડિયો,

ભીમસેન એકલો હૈ.

ભીમસેન તું ઢોલે ઢાલે લડિયો,

ભીમસેન એકલો હૈ.

ભીમસેન તું વોલીગરૂડે લડિયો,

ભીમસેન એકલો હૈ.

ભીમસેન તું કામદિયે લડિયો,

ભીમસેન એકલો હૈ.

ભીમસેન તું તલવારે લડિયો,

ભીમસેન એકલો હૈ.

સૌએ ઘૂમર નૃત્યની મઝા માણી,

“મહાભારતના ભીમ ઘેર ઘેર થાય એવી પ્રેરણા આપે છે. આ ગીત” કાળુસિંહ બોલી પડ્યા.

બે દિવસની મહેમાનગતિ માણીને કાલુસિંહ અને ગુલાબસિંહ નવી તાજગી સાથે પાછા ફરી રહ્યા હતા.

“એક મહાન જાતિની મહાનતાનો પરિચય મેળવીને આપણે ગોગુન્દા જઈ રહ્યા છીએ. સાચે જ પૂંજો ભીલ એક મહાન સરદાર છે.”