Bhagya na Khel - 19 in Gujarati Moral Stories by Manish Pujara books and stories PDF | ભાગ્ય ના ખેલ - 19

Featured Books
  • જૂનું અમદાવાદ

    *અમદાવાદનો અમારો ગાંધી રોડલેખક: *અશોક દવે**મને એટલું યાદ છે...

  • એક ષડયંત્ર.... - ભાગ 50

    (માનવ સિયાને સોના જેવું બનાવે છે, ઉદાહરણ આપી સમજાવે છે. સિયા...

  • ભાગવત રહસ્ય - 4

    ભાગવત રહસ્ય-૪   સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I તાપત્...

  • સચિન તેંડુલકર

    મૂછનો દોરો ફુટ્યો ન હતો ને મૂછે તાવ દેવો પડે એવા સોલીડ સપાટા...

  • જોશ - ભાગ 1

    Kanu Bhagdev ૧ : ભય, ખોફ, ડર... ! રાત્રિના શાંત, સૂમસામ વાતા...

Categories
Share

ભાગ્ય ના ખેલ - 19

બા ધામમાં જતા લક્ષ્મી દાસ અને પ્રફુલ ફેમિલી સાથે દેવલખી ગામમાં આવી પહોંચ છે પછી બાનુ અગિયાર મુ કરવાનું નક્કી કરે છે અને રસોયા ને બોલાવી અગિયારમા નું રસોડું નકકી કરે છે પછી
બ્રહામણ ને બોલાવી બાની અગિયારમા ની વીધી કરાવાનુ નક્કી કરેછે આખરે અગિયારમા દીવસે બાની વીધી તથા ગામ જમણ કરી બાની વીધી પુણૅ કરે છે હવે મનુભાઈ દેવલખી ગામમાં ઘણા દિવસો પછી આવ્યા હોય મનુભાઈ ગામમાં સંબધી ના ઘરે બેસવા ગયા હોય પ્રભાવતી અને લક્ષ્મી દાસ ને મોકળું મેદાન મળતા તેની ચાલ ના ચોકઠાં ગોઠવા મંડે છે અને પ્રફુલ ને કહે છે કે હવે બાપુજી નું શું કરસુ બાપુજી હવે અહીં એકલા તો રહીનસકે તો બાપુજી નુ કાંઈક ગોઠવવુ તો પડશે ને હવે પ્રભાવતી કહે છે કે અમે બાપુજી ને અમારી સાથે ન રાખી સકીએ એટલે પ્રફુલ પણ કહે છે કે હું પણ બ ન રાખી સકુ મારે ફલેટ પણ નાનો છે બાપુજી નો સમાવેશ ન થાય એટલે પ્રભાવતી પણ કહે છે કે અમારે તો બબે ઘરે વહુઓ છે
એટલે અમારે પણ જગ્યા નથી બોલો બાપુજી એ લીધેલા 4bhk ના ફલેટ માજ બાપુજી માટે જગ્યા નથી આ ભેડીયાઓને શું કહેવું
આમ બંને જણાને બાપુજી ને રાખવામાં રસ ન હોય પ્રભાવતી એક ચાલ રમવાનું નકકી કરે છે ઈ ચલ મા મનુભાઈ ને ફસાવવા નુ નકકી કરે છે મનુભાઈ ગામમાં થી ઘરે પાછા આવે છે ત્યારે પ્રફુલ
વાત (ચાલ) ની સરૂઆત કરતાં કહે છે કે મોટા ભાઈ બાપુજી ને તમે ન રાખો હુ ન રાખુતો કોણ રાખે બાપુજી અહીં એકલા તો હવે
અહીં એકલા તો ન રહી શકે ને એટલે શું કરસુ એટલે પ્રભાવતી કહે છે કે બાપુજી ને વૃધ્ધા આશ્રમમાં મુકી આવીએ એટલે મનુભાઈ ના કહે છે એટલે લક્ષ્મી દાસ કહે છે કે તો બાપુજી ને કોણ રાખે એટલે મનુભાઈ કહે છે કે તમે કોઈ ન રાખો તો હું બાપુજી ને મારા ઘરે લઈ જાવ બાકી બાપુજી ને આશ્રમ માં મુકાઈ
નહિ કારણ કે સમાજ મા વાતુ થાય મારે અહીં ગામડામાં રહેવું છે
તમારે તો સહેર મા જતું રહેવું છે મને અહીં સમાજ નુ સાંભળવું પડે તમને કાઈ ફેર ન પડે મારે અહીં સરમ અનુભવા જેવુ અને નીચુ
જોવા જેવુ થાય એટલે બાપુજી ને આશ્રમ માં ન મુકાય એટલે લક્ષ્મી દાસ કહે કાઈ વાંધો નઈ બાપુજી ને તુ લઈજા આમ કરી ને
ભેડીયાઓ બાપુજી ની જવાબદારી માથી છટકી જાય છે આજ તો પ્રભાવતી ની ચાલ હતી કે મનુભાઈ ગામડાનો માણસ બાપુજી ને આશ્રમ માં મુકવા નઈદે અને આપણે બાપુજી ની જવાબદારી માથી મુકિત મળી જશે આમ પ્રભાવતી પોતાની ચાલ મા સફળ થાય છે અને બીજા દિવસે મનુભાઈ નો પરીવાર બાપુજી ને લઈને નવા ગામ અંબાપુર જવા રવાના થાય છે
હવે આ ભેડીયાઓ હજી દેવલખી ગામમાં રોકાણા હોય છે
કારણ કે બાપુજી ની ઘરવખરી નો નિકાલ કરવાનો હોય છે અને આખરે બધી ઘરવખરી વેચી ને રૂપિયા કરી લે છે આ ભેડીયાઓ
મનુભાઈ ને એક ખાટલા જેવી વસ્તુ પણ લઈ જવાનો આગ્રહ નથી કરતાં બોલો કેટલા હરામી કહેવાય આ ભેડીયાઓ ભગવાન આવા ભેડીયાઓ જેવા ભાઈઓ કોઈ ને ન આપે અને ભગવાન આવા લોકોને કોઈ દિવસ સુખ ન આપે પણ આ લોકો ખૂબ જ સુખી હોય છે અને હાલમાં પણ ખૂબ સુખી છે આ બાજુ આટ આટલા પાપો કરવા છતાં પણ ભેડીયાઓ સુખી અને જસુબેન અને મનુભાઈ દુઃખી આ કોના ઘરનો ન્યાય કહેવાય હવે ભેડીયાઓ
મુંબઈ જવા રવાના થાય છે અને મનુભાઈ બાપુજી ની જવાબદારી મા બંધાઈ જાય છે બાપુજી ખાવા ના સોખીન હોય કઈક ને કઈક નવું ખાવા જોઈ એટલે મનુભાઈ બાજુ ના ગામ થી સ્વટ તથા ફરસાણ લાવી બાપુજી ની રૂમમાં થેલી ભરીને રાખતા હોય છે અને બન્ને છોકરાઓને તેમાથી ખાવા ની સખત મનાઈ મનુભાઈ એ કરેલી હોય છે કારણ કે છોકરાઓ હાલતા ચાલતા ખાઈ જાય અને બાપુજી ખાવા ની જીદ કરે તો અહીં કાઈ મળે નહીં અને બાજુ ના ગામ લેવા માટે જવુ પડે એટલે છોકરાઓ ને ખાવા ની સખત મનાઈ કરેલી આમ મનુભાઈ પોતે પણ બાપુજી ને
ક્યારેય દુઃખી ન થાય તેનુ ધ્યાન રાખતા અને ઓલા ભેડીયાઓ બાપુજી ને છોડી ને ગયા ઈ ગયા કોઈ દિવસ પાછુ વળી ને જોયું નથી આમ બાપુજી અહીં આવતા જસુબેન ને પણ જવાબદારી વધી જાય છે બાપુજી ને સાચવવા કાઈ સહેલી વાત ન હતી બાપુજી ખાવા ના સોખીન વધારે જમીલે અને પેટ બગડે ઘરે ટોઈલેટ ની સગવડ નહિ અને બહાર જતા જતા ટોઈલેટ થઈ જાય
અને ધોતીયા બગાડે
આમ જસુબેન ને બધુ સાફ કરવુ પડે જસુબેન ને ઘરનૂ કામ દુકાન નુ કામ બાપુજી ની જવાબદારી આ બધું કરતાં જસુબેન ને નાકે દમ આવી આવી જાય પણ શું કરે મુંબઈ વાળા જવાબદારી માથી છટકી જાય પણ આપણે થોડા છટકી જવાય આપણા માવતર છે આપણે તરછોડી ન દેવાય આમને આમ જસુબેન ની મુશકલીઓ ભર્યુ જીવન પસાર થતુ હોય છે અને એક સાંજે બાપુજી ને ભગવાન નુ તેડુ આવતા ધામ માં જાય છે રાત પડીગઈ હોય બાપુજી ની સમસાન યાત્રા સવારે કાઢવા નુ મનુભાઈ અને ગામ વાળા નક્કી કરે છે અને બધા સગા વહાલા ની સાથે લક્ષ્મી દાસ અને પ્રફુલ ને પણ જાણ કરવામાં આવે છે અને ગામ વાળા રાત્રે બધા બેસવા આવે છે અને રાત્રે થોડા ઘણા લોકો રોકાઈ છે અને બધા રાત્રે જાગે છે કારણ કે ઘરમાં બોડી હોય એટલે સુવાય તો નહિ અને સવાર પડતાં બાપુજી ની સમસાન યાત્રા નીકળે છે
સમસાન વીધી પુણૅ કરી બધા લોકો ઘરે પાછા આવે છે હવે આગળ શું કરવું ઈ લક્ષ્મી દાસ આવે એટલે નક્કી થાય એટલે લક્ષ્મી દાસ ની રાહ જુએ છે હવે આગળ ની કહાની આપણે નવા એપિસોડ મા પ્રસારીત કરશુ good night