Bhagya na Khel - 21 in Gujarati Moral Stories by Manish Pujara books and stories PDF | ભાગ્ય ના ખેલ - 21

Featured Books
Categories
Share

ભાગ્ય ના ખેલ - 21

આ બાજુ પ્રભાવતી લક્ષ્મી દાસ અને અનુરાધા ત્રણેય જણા મુંબઈ પહોચી જાય છે અનુરાધા લક્ષ્મી દાસ ના ઘરે જમીને પોતાના ઘરે રવાના થાય છે આને કેવા માણસો ગણવા સગા બાપ ની વીધી મા પણ ન રોકાણા આનાથી હરામી માણસો જોયા ના હોય કોઈએ અનુરાધા ઘરે પહોચીને પ્રફુલ ને વાત કરે છે કે ગામડે આવુ થયુ પણ પ્રફુલ શું બોલે તે પોતે જ પોતાનો બાપ ધામમાં ગયો હોય અને તેજ ના ગયો હોય શું બોલે આવ દીકરા ભગવાન કોઈ ને પણ ન આપે
આ બાજુ ગામડે મનુભાઈ ને નરેને દુકાન નુ ઘણું ખરૂ કામ સંભાળી લીધુ હોય મનુભાઈ ને હવે થોડો આરામ મળી રહેતો અને પહેલા કરતાં ધંધો થોડો સારો હોય થોડી ઘણી બચત થતી હોય છે
નરેન મોરબી તથા સુરેન્દ્રનગર થી ખરીદી કરવાનુ ચાલુ કરી દે મનુભાઈ નો નાનો દીકરો હવે સરા ભણવા માટે જતો હોય છે આમને આમ દીવસો પસાર થતા હોય છે અને એક દિવસ સમાચાર મળે છે કે મુંબઈ થી લક્ષ્મી દાસ ને ઈ લોકો (ભેડીયાઓ)
આવવા ના છે વળી મનુભાઈ ને ચિંતા થાય છે કે આ ભેડીયાઓ આવી ને વળી શું કરસે
સમય જતાં લક્ષ્મી દાસ ને બધા ભાનુબેન ના ઘરે ખરેડા આવી ગયા છે એવા સમાચાર મળે છે ભાનુબેન ના ઘરે આરામ કરી પછી
મનુભાઈ ના ઘરે આવછે એવી માહિતી મળે છે હવે મનુભાઈ અને
જસુબેન વિચારતા હતા કે આ ભેડીયાઓ આવી ને કોઈ નવી મુસીબત ઉભી ન કરે તો સારું મારા ભગવાન અને આખરે બઘા ભેડીયાઓ મનુભાઈ ને ત્યાં આવી પહોચે છે જેમાં લક્ષ્મી દાસ અને પ્રભાવતી તથા પ્રફુલ અને અનુરાધા સાથે ભાનુબેન પણ આવીપહોછે એક દિવસ બધા રોકાવાના હોય છે બધા સાથે જમીને રા તે બેઠા હોય છે ત્યારે લક્ષ્મી દાસ વાત કરે છે કે આપણુ જુના ગામ નુ મકાન વેચાણ થી આપી દઈએ છીએ અને જુના ગામ ના મકાન દુકાન ના પચાસ હજાર રૂપિયા આવે છે એટલે મનુભાઈ તમારા ભાગ મા સાડા બાર હજાર રૂપિયા આવશે એટલે
મનુભાઈ કહે છે કે મકાન દુકાન ના પચાસ હજાર રૂપિયા આવતા હોય તો કાંઈ વાંધો નઈ પણ હું તમને પચાસ હજાર રૂપિયા આપી દવ મને મકાન દુકાન આપીદો મનુભાઈ આવુ કહેતા પ્રભાવતી તરત જ બોલે છે કે તમે રૂપિયા કયાંથી કાઢસો એટલે મનુભાઈ કહે છે કે હું રૂપિયા ગમે ત્યાં થી કાઢુ ઈ તમારે શું કામ છે તમારે તો રૂપિયા થી મતલબ ને તમે બીજા ને મકાન દુકાન આપો એમ મને આપીદો અને રૂપિયા ગણીલો એટલે પ્રભાવતી કહે છે સારૂ સારૂ વીચાર શું આમ કહીને વાતને ટાળી દે છે અને બીજા દિવસે લક્ષ્મી દાસ ને બધા લોકો પાછા જતાં રહે છે
સમય જતાં દેવલખી ગામ થી મનુભાઈ ના મિત્ર સરા જતા હોય મનુભાઈ ના ઘરે આવે છે મનુભાઈ તેમને ચા ☕પાણી કરાવે છે અને બન્ને મિત્રો વાતુએ વળગે છે વાત વાત મા મનુભાઈ ના મિત્ર કહે છે તમે આપણા ગામનું મકાન દુકાન વહેંચી નાખ્યું તો મને કહેવાય ને તો હું લઇલેત એટલે મનુભાઈ કહે છે કે મને ખબર જ નથી કે મકાન દુકાન વહેંચી ગયા હુ કાઈ જાણતો નથી હમણાં મોટો ને ઈ આવ્યા હતા તે વાત કરતા હતા પણ મેં કિધુ હું રૂપિયા તમને આપી દવ મને મકાન દુકાન આપીદો એટલે વીચાર શું એવું કહીને જતા રહ્યા અને અત્યારે તમો કહો છો એટલે મને ખબર પડે છે કે મકાન દુકાન વહેંચાઇ ગયું છે . વાહ છે ને બાકી મનુભાઈ ના ભાગ્ય રૂપિયા દેવા છતાં બાપ દાદા નુ મકાન દુકાન ન મળે અને ભેડીયાઓ વેચી ને ખાઈ જાય આને કહેવાય ભાગ્ય ના ખેલ .
(કૃમશઃ)