Hitopradeshni Vartao - 19 in Gujarati Children Stories by SUNIL ANJARIA books and stories PDF | હિતોપદેશની વાર્તાઓ - 19

Featured Books
  • જૂનું અમદાવાદ

    *અમદાવાદનો અમારો ગાંધી રોડલેખક: *અશોક દવે**મને એટલું યાદ છે...

  • એક ષડયંત્ર.... - ભાગ 50

    (માનવ સિયાને સોના જેવું બનાવે છે, ઉદાહરણ આપી સમજાવે છે. સિયા...

  • ભાગવત રહસ્ય - 4

    ભાગવત રહસ્ય-૪   સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I તાપત્...

  • સચિન તેંડુલકર

    મૂછનો દોરો ફુટ્યો ન હતો ને મૂછે તાવ દેવો પડે એવા સોલીડ સપાટા...

  • જોશ - ભાગ 1

    Kanu Bhagdev ૧ : ભય, ખોફ, ડર... ! રાત્રિના શાંત, સૂમસામ વાતા...

Categories
Share

હિતોપદેશની વાર્તાઓ - 19

19.

સાગર કિનારે ટીટોડીઓનું એક જોડું રહેતું હતું. આનંદ કિલ્લોલ કરતું હતું. તેઓનું જીવન સાગર કિનારે જ પસાર જ થયું હતું. સાગર એમને જોઈ ઈર્ષ્યા કરતો પણ કાંઈ કરી શકતો નહીં. તોફાને ચડી મોજા ઉછાળતો તેમના સુધી પહોંચી જતો અને તેમના ઘરને ઘસડી લાવતો પણ બીજા જ દિવસે તેઓ તેમનું ઘર ફરીથી બનાવી લેતાં. એક સમય આવ્યો જ્યારે સાગરને પોતાની શક્તિ બતાવવાની તક મળી. ટીટોડીએ ઈંડા મૂક્યાં. નરે પોતાની પત્નીને સમજાવી કે આપણે બીજી કોઈ સલામત જગ્યાએ જઈએ પણ માદાએ કહ્યું આ આપણું ઘર છે. જન્મથી અત્યાર સુધી અહીં જ રહીએ છીએ તો આપણે ઘર છોડવું જોઈએ નહીં. નરે સાગરના ડરની વાત કરી પણ માદાએ કહ્યું કે એ આપણા જેવા નાના પક્ષીને હેરાન કરે નહીં. માદાએ ઈંડા મુક્યાં અને અભિમાની સાગરે તક ઝડપી. ટીટોડીઓ ચરવા બહાર ગઈ હતી અને સાગરે મોજા ઉછાળ્યાં. ટીટોડીના ઈંડાને ઘસડી લાવી પોતાના પેટાળમાં સમાવી લીધાં. ટીટોડીઓ પાછી આવે તો ઘરનું નામ નિશાન નહીં !

માદા તો કલ્પાંત જ કરવા લાગી. બંનેએ સાગરને ઈંડા પાછા આપવા વિનંતી કરી પણ અભિમાની સાગર હસતો રહ્યો. છેવટે નાની એવી ટીટોડીએ એના ઈંડાં પાછાં મેળવવા માટે સાગર સાથે બાથ ભીડવા નક્કી કર્યું. સાગર હસવા લાગ્યો. એ જોડું તો ઉપડ્યું. આખા ઇલાકા માં ફરીને બધા પક્ષી ભેગા કરી ટીટોડીની માતાએ પોતાની દુઃખ જણાવ્યું. કેટલાક પક્ષીઓ એની વાત પર હસવા લાગ્યાં. 'મૂર્ખ ટીટોડી' ક્યાં સાગરની શક્તિ અને ક્યાં આપણે પામર પક્ષી. આપણે શું કરી શકીએ?' ટીટોડીએ કહ્યું "અમે તો વર્ષોથી એ ઘરમાં રહીએ છીએ. સાગર ગમે એટલો મોટો હોય અને આપણે ગમે એટલા નાના હોઇએ, સાગરની શાન ઠેકાણે લાવવી પડશે."

"એ કેવી રીતે?"

"આપણે ભલે નાના પણ ઘણાં બધાં છીએ. આપણે ઉડી શકીએ છીએ. આપણે શક્તિનો મહત્તમ ઉપયોગ કરીએ."

"કેવી રીતે?"

" શાસ્ત્રમાં કહયું છે કે એકતાની શક્તિ અનેક ગણી છે. સૂતરનો તંતુ બારીક હોય છે પણ તેનાથી બનેલું દોરડું બળવાન હાથીને પણ બાંધી રાખે છે. આપણે આટલા બધા સંપીને લાગી જઈએ તો શું નહીં કરી શકાય? તે માટે પહેલાં તો સમસ્ત પક્ષીઓએ ભેગા થવાનું પછી એક એક થઈને સાગર પર હુમલો કરવાનો. એ માટે સંદેશો સમર્થ પક્ષી જાતને વહેતો કરો અને સાગરની શાન ઠેકાણે લાવો. "

બધે જોરશોરથી ચર્ચાઓ થઈ અને ઉપર મુજબનો સંદેશો વહેતો થયો. પક્ષીજગતના અગ્રણી તથા પક્ષી રાજ ગરુડ સભામાં હાજર રહ્યા  ચર્ચા થઈ અને અંતે ઠરાવ થયો. બધાં જ પક્ષીઓ સાથે પક્ષીરાજ ગરુડ પણ તે યુદ્ધમાં ચડ્યા. મોરચો મંડાયો અને હુમલો શરૂ થયો. પક્ષીઓ ચાંચમાં જે કાંઈ આવે એ બધો કચરો સાગરમાં હોમવા માંડ્યાં. એક જ ધ્યેય જ કે દુશ્મનને પૂરો કરી દો. ગરુડરાજને યુદ્ધ મોરચે હાજર હોવાથી વિષ્ણુ ભગવાન બેબાકળા બન્યા. એમનું વાહન ગરુડ. એના વગર તો ભગવાન ક્યાંય જઈ શકે નહીં. એમણે અનુચરોને મોકલ્યા ત્યારે ભગવાનને બધી વાતની ખબર પડી. પક્ષીઓનો હુમલો જબરજસ્ત હતો. પહેલાં તો સાગરને હસવું આવ્યું પણ જેમ જેમ સમય જતો ગયો તેમ પક્ષીઓની સંખ્યા અને તેમણે નાખેલ કચરાની સંખ્યા વધતી ગઈ. સાગરની જળચર સૃષ્ટિમાં પણ હાહાકાર મચી ગયો. સાગર આખરે શાંત થયો. તેને તેના અભિમાનનું જ્ઞાન થયું. એ પણ અકળાયો. પક્ષીરાજ ગરુડને વિષ્ણુ ભગવાનનું તેડું આવતાં એમની પાસે ગયા અને બધી વાત કરી. વિષ્ણુ ભગવાને ઈન્દ્રને સાગરને સમજાવી સમાધાન કરી આપવાની વાત કરી. ઇન્દ્રએ સાગરને બોલાવી બધી વાત સમજાવી. આખરે સમાધાન સ્વીકારી ટીટોડીનાં ઈંડાં પાછાં આપી દીધાં અને પક્ષીઓનો વિજય થયો. એકતાનો વિજય થયો. અભિમાનની હાર થઈ.