factors against books and stories free download online pdf in Gujarati

વિરૂદ્ધ પરિબળો

સવારના પહોરમાં આજે પરમ સાથે વાર્તાલાપ કરવાનો મોકો મળ્યો હતો.

આજે હું મોડી આવીશ’. કહી પારો એ છેલ્લો ઘુંટડો ચાનો પીધો.

‘ કેમ આજે વળી પાછું શું છે’?

‘આજે મિટિંગમાં બધું નક્કી કરવાનું છે’. તને યાદ છે ?

‘ હવે આવતા રવીવારે થવાના ભવ્ય કાર્યક્રમ માટેનાં છેલ્લા નિર્ણયો મારે લેવાના છે’.

‘અરે, પણ તું તો રવીવારે તારા મેડિકલ સેમિનારમાં જવાનો છે’. પારો એક પછી એક વાક્ય બોલી રહી હતી.

‘હા, ડાર્લિંગ’. કહી મોઢા પર મધુરું મુસ્કાન ફરકાવતો પરમ ચા પીને ઉભો થયો.

પારો નારાજ થઈ, નિરાશાની વાદળી તેના મુખ પર પ્રસરી ગઈ. રવીવારના કાર્યક્રમનો સમગ્ર દોર તેના હાથમાં હતો. તેનો પતિ ગેરહાજર રહે, તે માન્ય ન હતું. બીજો કોઈ ઈલાજ પણ ન હતો.

‘હિંદુ સ્ત્રી મંડળ’ની તે સેક્રેટરી હતી. પ્રમુખ તેની ખાસ સહેલી એટલે તેને માથે બેવડી જવાબદારી રહેતી. મહેનત કરી આખા કાર્યક્રમનું ભવ્ય સંચાલન યોજ્યું હતું. બાળકો કોલેજમાં હતા. જેને કારણે ઘરમાં ખાસ કામ રહેતું નહી.

પારો અને પરમ ,પરણ્યાને ૨૦ વર્ષ થયા હતાં. બન્નેના કાર્યક્ષેત્ર અલગ. એકબીજાના કામમાં દખલ ન કરે. પ્રોત્સાહન આપે. પરમ તેના ક્ષેત્રમાં ખૂબ નામ કમાયો હતો. પરમ અને પારો ભલે અલગ કાર્ય કરે પણ પ્રેમ અવિરત વરસતો જણાય. જેમ લોહચુંબકના વિરૂદ્ધ પરિબળો એકબીજાને આકર્ષે તે નિયમ અંહી જાણે લાગુ પડતો હોય જણાતું.

પ્રેમની સીમા ન હતી એ જ્રેટલું સાચું હતું તેટલું બન્ને સાથે સમાજમાં કદી પણ સાથે દેખા ન દે એ સત્ય હતું ! હંમેશા એકબીજાના કાર્યક્રમ એવી રીતે નક્કી થતા કે હાજર રહેવું શક્ય બનતું નહી. પરમને પારોના કાર્યક્રમમાં હાજરી આપવાની પ્રબળ ઈચ્છા હોય પણ તે શક્ય બનતું નહી. એને ખબર હતી, પારો અંતરથી પરમની હાજરી ચાહતી હોય !

ચાલો સાથે દેખા ન દે એ મંજૂર, પણ તેના કાર્યમાં જોઈતો સહકાર ખુલ્લા દિલે આપે. પારો તેથી તો તેના કાર્ય માટે મશહૂર હતી. તેના વિષે આવતાં લેખ અને ફોટા જોઈ પરમ પોરસાતો. બહુ ખુશ હોય ત્યારે આલિંગન કે ચુંબન આપવામાં ઉદારતા દર્શાવતો.

છેલ્લા બે દિવસથી પારોના દર્શન પણ થયા ન હતાં. પરમ આવે ત્યારે એ ઘરમાં ન હોય. રાતના મોડેથી આવે. પરમ વહેલી સવારે જાય ત્યારે તેની ઉંઘમાં ખલેલ ન પહોંચે તેમ તૈયાર થઈ હોસ્પિટલ જવા નિકળી જતો.

આજે તેનું આવી બન્યું. પારો એ ફોન જોડ્યો.

‘ડૉક્ટર સર્જરીમાં છે’. નર્સે જવાબ આપ્યો.

એક પછી એક આજે તેને ચાર ઓપરેશન કરવાના હતાં. ફોન કરવાનો સમય મળે તો કરે ને? ત્યાં સુધીમાં પારોના બીજા બે ફોન આવી ગયા. પરમને મનમાં થયું, ‘આજે ઘરે જઈશ તો ખેર નથી. વળી કેલેન્ડરમાં જોયું તો જણાયું ,’આજે મેમ સાહેબા રાતના ઘરે નહી હોય’. હજુ તો વિચાર કરે છે ત્યાં પાછો ફોન આવ્યો. કપડાં બદલી ચાને ન્યાય આપવા બેઠો હતો.

‘આજે ઘરે આવવાનું છે’?

‘કેમ તો ક્યાં જવાનો’.

‘મેરિયાટમાં’.

‘કેમ’?

‘મેં ઘરનું તાળું બદલ્યું છે. નોકરોને ચેતવણી આપી છે, સાહેબ આવે તો બારણું નહી ખોલવાનું’.

‘કેમ, મારો કાંઈ વાંક ગુનો’?

તું મને પૂછે છે ?કેટલી વાર કહ્યું છે, તુ હોસ્પિટલ જવા નિકળે ત્યારે મને ઉઠાડવાની.’

‘હા, મેમ સાહેબા કાન પકડું છું. ભૂલ થઈ ગઈ. જોઈએ તો ફાંસી આપ પણ કાળાપાણીની સજા ન કર’.

પારો હસી પડી. પરમે કપ નીચે મૂકીને જોરથી ફોનને કીસ કરી. જે પારોને પહોંચી ગઈ.

કાર્યક્રમને દિવસે પરમે ચા બનાવી. બંને જણાએ સાથે બેસીને ચા પીધી. તેને ગુડલક કહી ગાડી સુધી વળાવી આવ્યો. પછી તૈયાર થઈ ખંડાલા જવા નિકળ્યો. જ્યાં આખા દિવસનો સેમિનાર હતો. સાંજના સાડા પાંચે બધું પુરું થયું. હવે બધા સાથે ગપસપ કરવાની અને અંતે ડીનર લેવાનું હતું. મનમાં કંઈક નક્કી કરી ઉભો થયો. સેમિનારનો દોર વાઈસ પ્રેસિડન્ટને સોંપી ગાડીમાં બેઠો.

પારો નો કાર્યક્રમ સાત વાગે શરૂ થવાનો હતો. સીધો ક્રૉફર્ડ માર્કેટ તેના મનગમતાં ફૂલવાળાની દુકાને જઈ મોટો સરસ પારોની પસંદના ફુલોનો ગુલદસ્તો ઉભા રહી બનાવડાવ્યો. પ્રોગ્રામ શરૂ થઈ ગયો હતો. ડાબી બાજુ એક જગ્યા ખાલી હતી, આરામથી બેસી ગયો. પારોને તો સ્વપને પણ ખ્યાલ ન હતો. પરમ આવશે ! તેના મનની ઈચ્છા જરૂર હતી.

પ્રોગ્રામ પૂરો થવા આવ્યો. બધા સંચાલકોનું અભિવાદન થતું હતું. તેમના કાર્યની પ્રશંશા થતી હતી. પારોના વખાણ બે મોઢે થતા સાંભળી પરમ ખુશ થતો હતો. અચાનક પારોની સામે આવી ગુલદસ્તો ધર્યો

*******