Dhup-Chhanv - 108 books and stories free download online pdf in Gujarati

ધૂપ-છાઁવ - 108

અપેક્ષા ખડખડાટ હસી પડી.
"અરે, અરે આટલી બધી ચિંતા ન કરશો મારી, કંઈ નથી થયું મને..આઈ એમ ઓલ્વેઈઝ ઓકે.."
"તું પણ શું યાર જીવ ઉડાડી દે છે મારો! હું તો ટેન્શનમાં મુકાઈ ગયો!"
"ના ના એવું કંઈ નથી. બોલો શું કહેતા હતા?"
"બસ એ જ કે તું તૈયાર છે ને? હું આવું છું તને લેવા માટે અને આપણે પહેલા શીવજી મંદિરે જઈ આવીએ અને પછી ત્યાંથી બારોબાર ઓફિસે જતા રહીએ છીએ."
"ઓકે, તો આવી જાવ માય ડિયર." કહીને અપેક્ષાએ ફોન મૂક્યો અને પોતાની જાતને સંવારતા સંવારતા તે ધીમંત શેઠની રાહ જોવા લાગી....
થોડી જ વારમાં ધીમંત શેઠ અપેક્ષાના દરબારમાં હાજર થઈ ગયા અપેક્ષા તેમની રાહ જોતી જ બેઠી હતી તે નીચે ઉતરી અને ધીમંત શેઠની કારમાં ગોઠવાઈ ગઈ‌. બંને પહેલા શિવજી મંદિર પહોંચ્યા ત્યાં અપેક્ષાએ શિવલિંગ ઉપર દૂધનો અભિષેક કર્યો બંનેએ ખૂબજ પ્રેમથી પ્રભુની પૂજા અને દર્શન કર્યા અને પોતાના સુખી લગ્ન જીવન માટે શિવને પ્રાર્થના કરી અને ત્યાંથી બંને ઓફિસે જવા માટે નીકળ્યા.
ઓફિસે પહોંચીને એક પછી એક મીટીંગ પતાવી, જમવાનો સમય થતાં બંને સાથે જ લાલજીભાઈના હાથનો બનાવેલો બાજરીનો રોટલો અને રીંગણનું ભરથું જમવા માટે ધીમંત શેઠની કેબિનમાં બાજુ બાજુમાં ગોઠવાઈ ગયા.
અપેક્ષાએ વોશરૂમમાં જઈને સોપ લિક્વિડ વડે પોતાના હાથ ધોયા અને ટિફિન ખોલ્યું ત્યાં સુધીમાં ધીમંત શેઠ પણ હાથ મોં ધોઈને પોતાની ચેર ઉપર ગોઠવાઈ ગયા અને સબ્જીની ખુશ્બુ લેતાં લેતાં બોલ્યા કે, "લાલજીએ રીંગણનું ભરથું અફલાતૂન બનાવ્યું લાગે છે ખૂબજ સરસ સ્મેલ આવી રહી છે અપેક્ષાએ પણ પહેલો કોળિયો મોંમાં મૂકતાં મૂકતાં ધીમંત શેઠની હા માં હા ભણી અને બંનેએ જમવાનું શરૂ કર્યું.

ધીમંત શેઠ અપેક્ષાની સામે જોઈને તેને કહેવા લાગ્યા કે, "આજે તો તે મને ડરાવી જ દીધો હતો હું તો ખરેખર સાચું જ માની બેઠો હતો કે, તારી તબિયત બગડી છે, એક્ટિંગ કરતાં તો કોઈ તારી પાસેથી શીખે..!!" અપેક્ષા ધીમંત શેઠની સામે જોઈને હસી રહી હતી..
"શું હસે છે મારો તો જીવ નીકળી ગયો હતો..!"
"લે વળી એમાં શું થઈ ગયું, એમાં શું જીવ નીકળી જાય..?"
"મારી જગ્યાએ રહીને જો એટલે તને ખબર પડે..!!" અને એટલું બોલતાં બોલતાં ધીમંત શેઠે હાથમાં લીધેલો કોળિયો પકડીને તે અટકી ગયા અને એકીટશે અપેક્ષાની સામે જોવા લાગ્યા..
તેમનો ડાબો હાથ તેમનાથી અપેક્ષાના હાથ ઉપર મુકાઈ ગયો અને તે ભાવવિભોર થઈને અપેક્ષાને કહેવા લાગ્યા કે, "હવે મને છોડીને ક્યાંય ન જતી હવે તારા વગરની જિંદગી જાણે અશક્ય લાગે છે જેટલું પણ આયુષ્ય બાકી રહ્યું છે તે તારી સાથે ખૂબજ સુંદર રીતે પ્રેમથી જીવવું છે અને તારી સાથે વર્લ્ડ ટૂર કરવી છે બસ બાકી રહેલી આ જિંદગીને ખૂબ જ ખુશીઓથી ભરી દેવી છે એને પ્રેમથી માણવી છે..બસ બીજું કશું જ નથી જોઈતું હર પળ હર ક્ષણ તારો સાથ જોઈએ છે.." ધીમંત શેઠના આ શબ્દો સાંભળતાંની સાથે જ અપેક્ષાની આંખમાંથી અશ્રુધારા વહેવા લાગી.
ધીમંત શેઠે તેના મુલાયમ ગોરા ગાલ ઉપર પોતાનો હાથ ફેરવીને તેને કહ્યું કે, "અપુ, હવે તારા રડવાના દિવસો ગયા. બસ, હવે આપણાં બંનેના જીવનમાં બસ ફક્ત ખુશી જ ખુશી હશે. ઈશ્વરે તારી અને મારી ખૂબ પરીક્ષા લીધી છે બસ હવે બહુ થયું હવે તું અને હું આપણે બંનેએ એકબીજાના પૂરક બનીને રહેવાનું છે."
જે ધીમંત શેઠને જોઈતું હતું તે જ અપેક્ષાને પણ જોઈતું હતું બસ ફક્ત સુખ અને શાંતિ.. તે પણ હકારમાં પોતાનું માથું ધુણાવી રહી હતી.
અને બંનેની આ ઈમોશનલ વાતો ચાલી રહી હતી અને એટલામાં અપેક્ષાના મોબાઈલમાં રીંગ વાગી જોયું તો મોમનો ફોન હતો અપેક્ષાએ મોમ સાથે ફટાફટ પોતાની વાત પૂરી કરી. મોમ તેને આજે રાત્રે ધીમંત શેઠને ઘરે જવાનું છે એટલે વહેલી ઘરે આવજે તેમ કહી રહ્યા હતા.
ધીમંત શેઠ અને અપેક્ષા બંને પોતાની ઈમોશનલ વાતોમાંથી બહાર આવ્યા અને જમવાનું પૂરું કર્યું અને વળી પાછા પોત પોતાના કામમાં વ્યસ્ત થઈ ગયા.

સાંજ પડતાં જ અપેક્ષા ધીમંત શેઠની રજા લેવા માટે તેમની કેબિનમાં અંદર આવી અને તેમની બાજુમાં ઉભી રહી ગઈ અને તેમને પૂછવા લાગી કે, "સર, હું આજે થોડી વહેલી ઘરે જઈ શકું છું પછી મોમને લઈને આપણાં ઘરે આવવાનું છે તો?"
ધીમંત શેઠે પણ હસીને જવાબ આપ્યો કે, "હા હા સ્યોર મેડમ, તમે જઈ શકો છો.. પણ તમે મને સરને બદલે ધીમંત કહેશો તો મને વધારે ગમશે.."
"હા સ્યોર અને તમારે મને અપુ કહેવાનું રાઈટ.‌‌.?" અપેક્ષા ધીમંત શેઠની ચેરની પાછળથી ધીમંત શેઠને વળગી પડી અને એટલામાં ઓફિસના ડોર ઉપર કોઈએ નૉક કર્યું..
બંને છૂટાં પડ્યાં અને અપેક્ષા પોતાના ઘરે જવા માટે નીકળી.
બરાબર 9.30 વાગ્યે અપેક્ષા અને લક્ષ્મી ધીમંત શેઠને બંગલે હાજર થઈ ગયા હતા અને બધા જ આલિશાન બંગલાના વૈભવી સુંદર ડ્રોઈંગ રૂમમાં મહારાજ શ્રી કૃષ્ણકાંતની રાહ જોતાં સફેદ કલરના મખમલી સોફા ઉપર ગોઠવાઈ ગયા હતા...
વધુ આગળના ભાગમાં..‌
~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
7 /8/23