Jalpari ni Prem Kahaani - 27 in Gujarati Love Stories by Bhumika Gadhvi अद्रिका books and stories PDF | જલપરી ની પ્રેમ કહાની - 27

Featured Books
Categories
Share

જલપરી ની પ્રેમ કહાની - 27

મુકુલને જ્યારે સોળ વર્ષનો થયો ત્યારે તેના જન્મ દિવસ પર તેના મમ્મી એ તેને એ સોનાની ચેન આપી હતી. મુકુલ તેને તેના મમ્મી ના આશીર્વાદ અને શુભકામના માંની હંમેશા પોતાના ગળામાં જ રાખતો ક્યારેય ઉતારતો નહિ.


આજે એ ચેન એની પાસે નથી, એને લાગ્યું કે જાણે એનો કીમતી ખજાનો એની પાસે થી છીનવાઈ ગયો. મુકુલ પોતાની જાતને સંભાળી ના શક્યો તે ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો. આટલો શક્તિહીન મુકુલ પહેલાં ક્યારેય ન હતો.


અચાનક એના ખભા ઉપર કોઈ સુંવાળા હાથ નો નરમ સ્પર્શ થયો. ચિંતા ના કરો, આપ અહીં થી સલામત પોતાના ઘરે પહોંચી જશો. જેટલો નરમ સ્પર્શ એટલો જ નરમ અને મમતા થી ભર્યો અવાજ.


મુકુલે નજર જરા ઊંચી કરી, એની આંખોમાં પીડા ઉતરી આવી હતી. સામે મીનાક્ષી હતી, એ મુકુલ ને ધીરજ બંધાવી રહી હતી. મીનાક્ષી...મીના...ક્ષી...મુકુલ ની જીભ જાણે જાંમી ગઈ હતી,એ બોલી નોતો શકતો, એના શ્વાસ જરૂર કરતાં અતિ તીવ્ર ગતિ થી ચાલી રહ્યા હતા.


મીનાક્ષી એ પોતાના હાથ ને મુકુલ ની આંખ ઉપર મૂક્યો. શાંત માનવ શાંત, ગભરાશો નહિ મારી ઉપર વિશ્વાસ રાખો હું આપનો વાળ પણ વાંકો નહિ થવા દઉં, હું આપને આપના ઘર સુધી પહોંચાડી દઈશ બસ ધીરજ રાખો.


મીનાક્ષી ના હાથના સ્પર્શ થી મુકુલ ના શ્વાસ થોડા ધીમા પડ્યા, મુકુલ મીનાક્ષી ના ખભા ઉપર ઢળી પડ્યો, એને જાણે કંઇજ સુધ બુધ નોતી. બસ નાના બાળક ની જેમ પોતાના માં બાપ ની ચિંતા થી તૂટી ગયેલો મુકુલ મીનાક્ષી ના ખભા નો સહારો લઇ તરફડી રહ્યો હતો.


અચાનક મુકુલ ને પોતાના ખભા પર ઢળેલો જોઈ મીનાક્ષી ક્ષોભ માં મુકાઈ ગઈ. જીવનમાં પહેલી વાર કોઈ નર ના સ્પર્શ નો અનુભવ એને થયો, અને એ પણ એક માનવ નો સ્પર્શ. મીનાક્ષી ના શરીરમાં જાણે એક વીજળી ઉત્પન્ન થઈ અને એનો ઝણઝણાટ આખા શરીરમાં પ્રસરી ગયો. એને સમજાયું નહિ કે આ શું થયું? એ પહેલાં મીનાક્ષી ને આવી અનુભૂતિ પહેલાં ક્યારેય નતી થઈ. તેને શું કરવું કંઈ સમજાઈ નથી રહ્યું.


મુકુલ નો સ્પર્શ મીનાક્ષી ને અજાણ્યો નથી લાગી રહ્યો. કોઈ નાનું બાળક પોતાની માતા ના ખભે માથું મૂકી ને રડતું હોય એજ રીતે મુકુલ મીનાક્ષી ના ખભે માથું મૂકી રડી રહ્યો હતો. મીનાક્ષી ને પોતાને સંભાળતા થોડી વાર લાગી પછી તેણે મુકુલ ને ખભા થી પકડી પોતાના થી થોડો દૂર કર્યો. ખબર નહિ કેમ પણ મુકુલ ની પીડા મીનાક્ષી થી સહન નથી થઈ રહી. મુકુલ ને આમ તૂટી ગયેલો જોઈ એ પણ દુઃખી થઈ ગઈ છે.


પોતાની જાત ને સંભાળો, કંઈ ને કંઈ રસ્તો જરૂર નીકળશે. ઈશ્વરે તમને મૃત્યુ ના દ્વારેથી પાછા મોકલ્યા છે તો હવે એ સ્વયંમ તમારી રક્ષા કરશે. મીનાક્ષી મુકુલ ને હિંમત આપી રહી છે. મુકુલે મીનાક્ષી તરફ જોયું, મીનાક્ષી ની સોનેરી આંખો માંથી સહાનુભૂતિ કરતા સ્નેહ અને વાત્સલ્ય વધારે હતું, એના ચહેરા ઉપર મુકુલ ની પીડા ની વ્યથા પણ સ્પષ્ટ દેખાઈ રહી હતી.


એક અજાણી વ્યક્તિ ને પોતાના માટે વ્યથિત જોઈ મુકુલ ને આશ્ચર્ય થયું. એણે પોતાની જાત ને સંભાળવા નો પ્રયત્ન કર્યો. થોડી વાર બંને ની વચ્ચે મૌન રહ્યું અને અચાનક મુકુલ રુંધાતા અવાજે બોલ્યો, મીનાક્ષી મારા માતા પિતા..... એ આગળ કંઈ બોલે તે પહેલાં ફરીથી મુંસળધાર આંસુઓ એ તેને ઘેરી લીધો.


મીનાક્ષી ને આશ્ચર્ય થયું, આખરે આ માનવ કહેવા શું માંગે છે? આપ શાંત થાઓ અને શું વાત છે જણાવો. અચાનક આમ? મીનાક્ષી થોડી મુઝવણ માં હતી.


મીનાક્ષી હું ઘરે નહિ પહોંચું તો મારા માતા પિતા જીવતા જીવ મરી જશે, ખબર નહિ મારા મૃત્યુ ના સમાચાર સાંભળી ને એમની ઉપર શું વીતી હશે.એ ઠીક તો હશે ને? નાનપણ માં એક દિવસ મારો નાનો અકસ્માત થયો હતો, જ્યારે મારા મમ્મી ને આ વાત ની ખબર પડી તો એ ત્યાંજ બેસુધ થઈ ને ઢળી પડ્યા હતા. એમને જ્યારે મારા મૃત્યુ ના સમાચાર મળ્યા હશે તો શું થયું હશે...ક્યાંક એમને કંઇક થઈ તો નહિ ગયું હોય ને...... બોલતાં બોલતાં મુકુલ ફરી ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો.


આખરે મીનાક્ષી ને ખબર પડી કે મુકુલ ને શું થયું છે, તે કેમ આમ નાના બાળક ની જેમ રડી રહ્યો છે. મુકુલ ના બંને હાથમાં મીનાક્ષી ના હાથ છે, એને ખબર જ નથી કે એ મીનાક્ષી માં સહારો શોધી રહ્યો છે. અચાનક તે મીનાક્ષી ને ગળે લગાડી તેના ખભા પર માથું મૂકી રડવા લાગ્યો. મીનાક્ષી સ્તબ્ધ થઈ ગઈ.


ક્રમશઃ..................