TU ANE TAARI VAATO..!! - 22 books and stories free download online pdf in Gujarati

તું અને તારી વાતો..!! - 22

પ્રકરણ 22 બસ મારુ સર્વસ્વ એક તું...!!

"રશુ.... કોઈ પણ પરિસ્થિતિમાં જો સમાજનો વિચાર કરીશુંને તો આપણે જ્યાં છીએ ને..ત્યાં જ રહીશું... And Always be Positive.... તું શું કામ એવું વિચારે છે કે... આ સમાજ આપણને નહીં સ્વીકારે...!!?? જો આપણાં પ્રેમમાં તાકાત હશે ને તો એમને પણ સ્વીકારવું પડશે...!! અને હા... રશુ... યાદ રાખજે કે હું હંમેશા તારી સાથે જ છું એ પણ પછી કંઈ પણ રીતે...."

"Hmmm"

રશ્મિકાને વિચારોની ગડમથલ કરતાં જોઈ વિજયને તેની ચિંતા થવા લાગે છે....

"રશું ફ્રેશ થવા માટે ક્યાંક બહાર જઈએ..??"

"Hmmm... પણ તમારું કામ...?"

"એક કામ કરીએ.... હું આ કામ સાથે લઈ લઉં અને કોઈ Nature place માં જઈને સાથે વાતો કરતાં કરતાં કરીશું....."

"Ok"

"Wait.... હું હર્ષદભાઈને મળીને આવું..."

"કેમ..??"

"અરે.... એમને કહીને જ જવાય ને પાગલ...!!"

"Hmmm"

વિજય પોતાની Chair પરથી ઉભો થઈ કેબિનની બહાર જાય છે.... અને રશ્મિકા તેની સામે જોઈ રહે છે... પણ આ શાયરી હજુ પણ એના શબ્દો સાચા છે કે ખોટાં તેના તર્ક- વિતર્કમાં છે....


"ખબર નહીં આ લોકો દરેક સંબંધમાં
આ વાહિયાત દુનિયાનાં
નામ પર જ કેમ સવાલ ઉઠાવે છે....?
કહે છે, " આ દુનિયા શું વિચારશે...!!??"
આખરે , ક્યાં સુધી જીવીશું
આ દુનિયાના વિચારો પર...."


વિજય હર્ષદભાઈની કેબિન પાસે આવી ડૉર પર ટકોરા મારે છે....જ્યારે હર્ષદભાઈ પોતાનું કામ કરી રહ્યા છે.... વિજયને જોઈને તે વિજયને અંદર આવવા કહે છે....

"અરે... વિજય આવ...."

"હા... હર્ષદભાઈ..."

"બોલ ને વિજય..."

"હર્ષદભાઈ..... આજે રશ્મિકા થોડી Sad છે.... તો..."

"હા..... એટલે જ મેં ત્યાં મોકલી....."

"Hmmm.... તો... હું તેને કોઈ Natural Place પર લઈ જાઉં.....!!?? મારું work પણ ત્યાં લેતો જઈશ ને એને સારું પણ Feel થશે....!""

"Hmmm.... પણ વિજય આ ફાઈલ ક્યાંક ખોવાઈ કે નુકશાન ન થાય...!!"

"હા... હર્ષદભાઈ.... એની જવાબદારી મારી....!!"

"Ok... વિજય... Take Care...પણ ક્યાં જવાનાં..!???"

"અહીંયા જ નજીકમાં.. મહાદેવનું મંદિર.... આજુ બાજુમાં Natural Place પણ છે અને એક River પણ....."

"Okey....હા જઈ આવો..."

"Okey.... Thank you...હર્ષદભાઈ...."

"Mention not.....વિજય..."

વિજય ખુશ થઈને હર્ષદભાઈની કેબિનમાંથી પોતાની કેબિનમાં આવે છે... રશ્મિકાને વિચારોમાં પડેલી જોઈને થોડી ક્ષણ માટે વિજય થોડે દૂર ઉભો રહે છે... પણ રશ્મિકા બેધ્યાન છે.... એટલે વિજય થોડી ક્ષણો માટે ત્યાંજ ઉભો રહે છે....અને રશ્મિકાને જોઈ રહે છે....


"પાનખર જેવી થઈ ગઈ છે આ જિંદગી,
આવ ને રશું એમાં આજે
લાગણીનું ખાતર ને પ્રેમનું નીર
નાખી ફરી એકવાર વસંત બનાવીએ...."


"રશું.... રશું....!!!!"

રશ્મિકા હજુ પણ બેધ્યાન છે.... એટલે વિજય પાછળથી રશ્મિકાના ખભા પર હાથ મૂકે છે.... એટલે રશ્મિકા ઝબકીને વિજય સામે જુએ છે....

"રશુ.... Don't worry dear.... હું છું... તારો ભૂત....!!"

"Hmmm...."

"ચાલ....જઈએ!!??"

"Hmm... હું મારું પર્સ લઈને આવું..... પપ્પાના કેબિનમાં પડ્યું છે..."

"Okey.... હું નીચે wait કરું છું.."

"હા... But તમારું work..!!??"

"અરે હા યાર... You are perfect... વાંદરી..."

"Hmm... હું લઈ આવું...??"

"હા... વાંદરી... નીચે આવજે.."

રશ્મિકા વિજયની કેબિનમાંથી નીકળી હર્ષદભાઈની કેબિનમાં જાય છે...પણ આજે આ શાયરી એના શબ્દોની સરિતામાં શાંત અને ગંભીર બનીને વહે છે... એના ચહેરા પરની આ ગંભીરતા ચોખ્ખી રીતે દેખાઈ આવે છે.... વિચારોમાં મગ્ન રશ્મિકાને આવતા જોઈ હર્ષદભાઈ બોલી ઉઠે છે....

"રશું..... આવને બેટા..."

"Hmmm... પપ્પા.... વિજય સાથે જાઉં...!??"

"હા બેટા... એને વાત કરી મને.... જા... વાંધો નહિ.."

"Hmm"

રશ્મિકા Chair પર પડેલું પર્સ લઈને Return થાય છે..

"રશુ બેટા.... wait.."

"Hmmm..."

"રશું બેટા... તું આ રીતે ઉદાસ રહે... અમને સૌને થોડી સારું લાગશે...!!?? હું બધું જોઈ લઈશ... તું ચિંતા ના કર..... બેટા I will handle it...."

"Hmm... પપ્પા ... હું જાઉં છું..."

"હા બેટા... જય શ્રી કૃષ્ણ...."

"જય શ્રી કૃષ્ણ પપ્પા..."

રશ્મિકા હર્ષદભાઈની કેબિનમાંથી નીકળી જાય છે..... એટલામાં વિજય પણ પાર્કિંગમાંથી બાઈક કાઢીને બહાર રશ્મિકાનો Wait કરે છે.... અને સાથે સાથે તેને રશ્મિકાની આ હાલત જોઈ ચિંતા પણ થવા લાગે છે.... એ શાંત શાયરીને કેમ બોલતી કરવી એ વિચારોમાં વિજય સરી પડે છે... એટલામાં રશ્મિકા ત્યાં આવી પહોંચે છે... અને વિજયની નજર રશ્મિકા પર જાય છે...

"ઓ....રશુ... આવી ગઈ...? જઈએ..?"

"Hmm"

રશ્મિકા વિજયની પાછળ બાઈક પર બેસી જાય છે... વિજય બાઈક Start કરે છે... અને રશ્મિકા ચાલુ બાઈક પર વિજયના ખભા પર માથું નાખી દે છે.... વિજયના ચહેરા પર Smile આવી જાય છે... થોડી ક્ષણ પછી એ શાયરી પોતાની બાહોમાં એ શબ્દોને સમાવી લે છે.....

"રશુ... એક વાત કહું...??"

"Hmmm"

"મને સંભાળીશ ને..??!!"

"Hmm... But આવું કેમ પૂછ્યું..??"

"બસ... મજા આવે છે એટલે..."

"પાગલ... બોલોને...."

"Wow.... ગાંડી... 'પાગલ' શબ્દ સાંભળવા જ આતુર હતો..."

"Hmmm.... બોલોને શું કહેતા હતા...???"

"Hmm... સાંભળ ધ્યાનથી..."

"ભૂત... બોલોને.."

" wow..."

"બોલવાનું છે હવે..??"

વિજય પણ એની લાગણીઓને શબ્દોમાં ગૂંથવા લાગે છે....


બસ એક "તું"
જીવનની અમૂલ્ય ક્ષણ બની છે
બસ એક "તું"

આકરી પરિસ્થિતિનો સાથ છે
બસ એક "તું"

અવાજથી જ વિરહની વેદના સમજે છે
બસ એક "તું"

મારી સુંદર સવાર અને સોનેરી સાંજ છે
બસ એક "તું"

સ્વપ્નમાં આવીને રોજ સતાવે છે
બસ એક "તું"

હૃદયમાં મારા વસી ગયેલ છે
બસ એક "તું"

દરેક ક્ષણ યાદ આવ્યા કરે છે
બસ એક "તું"

મારા જીવનનો શ્વાસ છે
બસ એક "તું"

સહન શક્તિ અને સમજણની મૂર્તિ છે
બસ એક "તું"

મારામાં જ સમાયેલ મારી અભિવ્યક્તિ છે
બસ એક "તું"

મુશ્કેલ પળની હિંમત છે
બસ એક "તું"

અવિરત પ્રેમનો દરિયો છે
બસ એક "તું"

મારુ સર્વસ્વ બની છે
બસ એક "તું"

દોડાદોડીમાં જોવા તરસ્યા પછી
આખરે જોવા મળી મને
બસ એક "તું"

આંખોને ઠંડક આપી ગઈ છે
બસ એક "તું"

કહીશ ત્યાં સુધી રાહ જોઈશ
દુઃખ છે પણ નથી નારાજ તારાથી
જલ્દી આવી જજે મારા માટે મારી રશુ,

કેમ કે મારો ઓક્સિજન બની ગઈ છે
બસ એક "તું"


"રશુ... કેવું Feel થયું...??"

"પાગલ... ભૂત... આટલું બધું બોલ્યા... એના કરતા શાંતિથી કહી દીધું હોત કે....મારુ સર્વસ્વ બસ એક તું..."

આ સાંભળી વિજય કંઈ પણ બોલતો નથી પણ બાઈક સાઈડ પર લઈ ઉભી રાખે છે.... રશ્મિકાના ચહેરા પર આવેલી અધૂરી Smile વિખાવા લાગે છે...


***************


To be Continue...
#Gohil Hemali "Ruh"
@Rashu


શું વિજય અને રશ્મિકના સંબંધને વાચા મળશે કે પછી ત્યાં જ અટકી જશે...? શું વિજયને રશ્મિકાની વાતનું ખોટું લાગ્યું હશે..? જો ના તો પછી કેમ વિજયે બાઈક સાઇડ પર ઉભી રાખી......? જૂઓ આવતાં અંકે......