Zamkudi - 14 in Gujarati Classic Stories by નયના બા વાઘેલા books and stories PDF | ઝમકુડી - પ્રકરણ 14

Featured Books
Share

ઝમકુડી - પ્રકરણ 14

ઝમકુડી ભાગ @ 14..........
ઝમકુડી ને ઘરે ઉતારી ને જમનાશંકર બાજુના ગામ માં કથા કરવા જાય છે , ઝમકુ ઘર માં આવી ઓરડામાં જયી ફસડાઈ પડે છે ,ને પોક મુકી ને રડે છે ,મંગળા બા દોડતાં આવી છે ,શુ થયુ ? ને ઝમકુડી માને વળગી પડે છે ,ધ્રુસકે ને ધ્રુસકે રડે છે ,બસ મારી દીકરી બસ ,હુ સમજુ છુ તારા પપ્પા એ તારી સાથે અન્યાય કરયો છે , માં મારા સપના તુટી ગયા ,મારૂ ભણી ગણી ને કયીક બનવાનું સપનુ રોળાઈ ગયુ ,માં મે ઈજજત જાય એવી કોઈ ભુલ નહોતી કરી ,બસ ના મળતી ને રાત ના પડી જાય એટલે જ નચિકેત ની બાઈક પર બેસી હતી ,ને મે કોઈ ખરાબ કામ નથી કરયુ ,માં તને મારી પર વિસ્વાસ છે ને ? પપ્પા એ સાવ આવુ કેમ કરયૂ ? .....માં નચીકેત બહુ સારો છોકરો છે ,ને હુ તમને પુછયા સિવાય કોઈ પગલુ નહોતી ભરવાની ,તો પણ પપ્પા એ આવુ કેમ કરયુ ? માં મારી જીદગી રોળાઈ ગયી ,શુ હુ છોકરી છુ એટલે આવો અન્યાય ? શુ મને મારા સપના પુરા કરવાનો કોઈ હક નથી ? ......મારી જગયાએ આ ભુલ ભાઈ એ કરી હોય તો ? બસ બધાં નિયમો છોકરી ઓ માટે જ છે ,માં મને મારી રીતે જીવવા નો અધિકાર પણ નહી ,એક નાની ભુલ ની સજા આવડી મોટી ? બસ બેટા ઝમકુ ચુપ થયી જા ,.....મંગળાગૌરી પણ રડી પડયાં ,બન્ને મા દીકરી એક બીજા ને વળગી ને ખુબ રડયા ,બેટા આપણી સ્ત્રી ઓ ની આ જ હાલત છે ,પુરુષ પ્રધાન સમાજ માં સ્ત્રી ની લાગણીઓ ને કોઈ કિમંત નથી , સ્ત્રી જન્મ એ પણ કોઈને ગમતુ નથી ,બસ બધાં ને દીકરો જ જોઈએ છે ,દીકરી જન્મ ની અવગણના સદીઓ થી ચાલી આવે છે , મા ,બાપ પારકી થાપણ સમજી ઉછેરે છે ,ને લગ્ન પછી પણ પતિ નુ ઘર કયાં પોતાનુ લાગવા દે છે ,......મનમેળ ના આવે તો પતિ તરછોડી દે તો એ સ્ત્રી ના રહે ઘર ની કે ઘાટ ની ,......સ્ત્રી નુ પોતાનું કોઈ ઘર જ નથી હોતુ ,......તે જોયુ ને તારા પપ્પા મારી કોઈ વાત ના માને....મારી પણ આ ઘર માં કોઈ કિંમત નથી ,હુ તને એટલે જ સમજાવુ છુ કે દુખી ના થયીશ ,આપણાં હાથમાં કશુ નથી ,ભલે હુ તારી મા છુ પણ હુ તને મદદ નથી કરી શકતી કે નથી અવાજ ઉઠાવી શકતી.....આટલાં મા તુ સમજી જા ......આજે તો સ્કુલ ની વાત થયી કાલ કદાચ તારા લગ્ન સમયે તુ કયી જ નહી બોલી શકે ,પેલી કહેવત છે ને ,દીકરીને ગાય દોરે તયા જાય ,બસ આ જ રીતે ચુપચાપ સહન કરવુ ને જીવન જીવવુ એ જ સ્ત્રી ની જીદગી ,ઝમકુડી માં ની આટલી બધી વાતો સાભળી સમજી ગયી કે આપણા હાથમાં કયી નથી ,આપણે દુખી થવાનો પણ કોઈ હક નથી ,.....બેટા જા ખેતરમાં આટો મારતી આવ ને ભેસો ને નીરણ નાખતી આવ ,ઝમકુ હાથ મા દાતરડુ લયી ખેતર માં જવા નીકળી ,ને મંગળાગૌરી ઘર ના કામ માં પરોવાઈ ગયાં , ગાડી ને એક દમ ઉભી રહી એટલે ઝમકુડી એના ભુતકાળમાં થી બહાર આવી ,ને આખો ચોળતી સુકેતુ ને જોતી રહી ,એય ઝમકુ કયા ખોવાઈ ગયી ,...્બનારસ આવી ગયુ ,બસ નજીક માં જ ઘર હવે ,પેટ્રોલ પુરાવા ઉભા રહયાં ,મને તો ડ્ડરાઈવર એ ઉઠાડયો ,મારી તો ઉઘ પુરી થયી ગયી ,તુ પણ સુયી જ ગયી હતી ને ? હા હાલ જ જાગી ,હકીકત માં ઝમકુડી ઉઘી જ નહોતી એ ભીનમાલ પોતાના ઘર આગણે થી ગાડીમાં બેઠી તયાર ની એના અતિત માં ખોવાઈ ગયી હતી ,.........પરોઢીયુ થયી ગયુ હતુ ,ચાર વાગે ઘરે આવી ગયા ,બધા ઉઘતા હતાં એટલે ઝમકુડી ને સુકેતુ પોતાના બેડરૂમ માં જયી સુયી ગયા ,થાકેલી ઝમકુડી બેડ માં પડી એવી સુયી ગયી ,......આજે સવારે ઉઠવાનું મોડુ થયી ગયુ ,ઝમકુડી એ ઘડીયાળ માં જોયુ તો આઠ વાગી ગયા હતાં ,સાસુ વઢસે તો ,મન માં બીક લાગીને એ ફટાફટ જેવુ તેવુ નહાઈ ને તૈયાર થયી ,અંહી તો જો સરખી સાડી ના પહેરી હોય સરખો મેકઅપ ના કરયો હોય તોય આવી બને ,સરસ તૈયાર થયી ઝમકુડી નીચે આવી ,સુકેતુ તો કયાર નો રેડી થયી નીચે આવી ગયો હતો ,ઝમકુડી આવી ને ડાઈનીંગ ટેબલ પર બધાં સાથે ચા નાસ્તો કરવા બેઠી ,ને કિશનલાલ એ કહયુ ઝમકુ આજ થી એક ટેલર ને મશીન શોપ માં આવી જશે ,બ્લાઉઝ ની ડીજાઈન ને ભાવ એ બધુ તમારે નકકી કરવાનુ ,એક નંગ પર આપણો એક હજાર નો નફો રાખી ને કામ કરવાનુ ,ને તને જયા ખબર ના પડે તયા મને ફોન કરી દેજે ,હા પપ્પા ......ને તમારા ઘરે બધાં મજામાં છે ને ? બાળકો માટે કપડાં ને બધુ લયી ગયા હતા ને ? હા પપ્પા બધા બધા મજામાં છે ,.....ઝમકુડી નુ ઘર માં આટલુ માન જોઈ આશા વહુ બળી જતી ,એનો સ્વભાવ ઈરષાળુ હતો , ભણેલી હતી પણ કોઈ કામ ની નહી ,આળસુ પણ એટલી ,ઝમકુડી ની આવડત જોઈ એને સમજાયૂ કે જીવનમાં એકલાં ભણતર નો કોઈ મતલબ નહી ,આ ઝમકુડી નવ ચોપડી ભણેલી છે પણ કોઈ ના કહે ,સાલુ મારા કરતા પણ બધી વાતે આગળ છે ,........કંચનબેન બોલયા ,સમીર આ તારી વહુ ને શોરૂમમાં કામ આવડે છે કે નહી ? હા મમ્મી ધીરે ધીરે એ પણ શીખી જશે સેલ્સગલ છે ને એની પાસે થી બધુ જોઈ ને આવડી જશે ,આમ પણ ઘરે નવરી જ બેસી રેતી એના કરતાં સારુ ને , હા ભાઈ . ........ચા નાસ્તો પતાવી ને ઝમકુ સાસુ સસરા ને પગે લાગી સુકેતૂ સાથખ શોરૂમ જવા નીકળે છે ,ને સમીર ને આશા પણ એમની શોપ પર જાય છે ,ઘરમાં કંચનબેન ને નાનો મયુર ને નોકરો ઘર માં,.....સવારખ ને રાત્રે ઘર ભરેલું લિગે દિવસે સુમસામ,..... ઝમકુડી કાગળ ને પેન લયી બ્લાઉઝ ની નવી નવી ડીજાઈન બનાવે છે ,નાની હતી તયાર થી ઝમકુડી ને ચિત્રો દોરવા બહુ ગમતાં ,એટલે આ બ્લાઉઝ ની ડીજાઈન પણ એને આવડતી ને ભણવાનુ છોડયા પછી સિવણકલાશ કરયા હતાં ,એટલે થોડો અનુભવ પણ હતો ને પાછુ સસરા એ જવાબદારી સોપી એટલે ઝમકુ ને કામ સરસ રીતે પૂરુ કરવાની તાલાવેલી હતી ,આજે પણ દુકાન માં ઘરાકી ચાલુ થયી એટલે ઝમકુડી ડીજાઈન નુ કામ પડતુ મુકી બનારસી સેલા નો ઢગલો કરી નાખ્યો કસ્ટમર આગળ ,જેના લગ્ન હતા એ યુવતી એક પછી એક એમ કેટલીય સાડીઓ પસંદ કરી ને ઝમકુ એ બધી સાડીઓ વારાફરતી પહેરી ને બતાવી ,એટલે એ યુવતી ખુશ થયી ગયી ને લગ્ન ની બધી સાડીઓ અંહી થી જ ખરીદી ,ઝમકુ એ પુછયુ તમારે બ્લાઉઝ કરાવા ના હોય તો અમે ડીજાઈનર બ્લાઉઝ પણ બનાવી આપીએ છીએ ,ને ઝમકુડી એ હમણાં જ બનાવેલી ડીજાઈન બતાવી તો એ યુવતી ને એની મમ્મી ને બહુ ગમી એટલે પચીસ સાડીઓ ના બ્લાઉઝ પણ અંહી ઓડર આપી દીધો ,પહેલો જ ઓડર પચીસ બ્લાઉઝ નો મળયો એટલે સૂકેતૂ ને મુનીમજી તો ઝમકુડી ની હોશિયારી પર ખુશ થયી ગયા ,ઝમકુ એ ટેલર કાકા ને કહયુ મેડમ નુ માપ લયી લો ,યુવતી ની મમ્મી એ પુછયુ કે ડીજાઈનર બ્લાઉઝ કેટલા માં પડશે ,એક બે થી ત્રણ હજાર માં પડશે દરેક ની ડીજાઈન અલગ અલગ બનશે ,તમને મારા કામ થી સંતોષ ના થાય તો પૈસા પાછા ,.....બસ....સરસ બેન તમારા શોરૂમમાં આવી ને અમારૂ જાણે અડધુ કામ પતી ગયુ ,.....લગ્ન ના કપડાં ને બ્લાઉઝ માં જ વધારે વાર લાગે છે ,બધી સાડીઓ ને રોલ પોલીસ કરી ને ઘેર પહોચાડી દયીશ,......સુકેતુ એ બીલ બનાવ્યુ ,ચોવીસ લાખ ની ખરીદી કરી પહેલા જ કસટમર એ ,સાડીઓ સાથે ચણીયા ,ફોલ.ઈન્ટરલોક, બ્લાઉઝ ,નેપકીન,પહેરામણી ની સાડીઓ ,ને પેન્ટ ,શર્ટના કાપડ ને બધુ કસ્ટમર એ ઝમકુ ની દુકાન માં થી લીધુ ,રામુ કાકા આઈસ્ક્રીમ લયી આવો ને કોફી પણ લેતા આવો ,આવનાર કસ્ટમર પણ ખુશ થયી ગયા , ને આઈસ્ક્રીમ ખાઈ ને બીલ ચુકવી રવાના થયા ,એટલે સુકેતુ બોલ્યો ઝમકુ મેડમ તમે તો જોરદાર છો ,અનુભવી સેલ્સગલ ને પણ પાછળ મુકી દીધી ,........મુનીમજી પણ ઝમકુ ના વખાણ કરયા વીના ના રહી શકયા , ખરેખર વહુ બેટા તમારી આવડત તો હુ પણ માની ગયો ,....ઝમકુ સ્કેચપેન ને ચોપડો લયી બ્લાઉઝ ના અવનવા ડીજાઈન બનાવા મા મશગુલ થયી ગયી ,પરણી ને સાસરે આવી તયાર ની ઝમકુ એક મીનીટ પણ નવરી નથી બેસતી કયીક ને કયીક કામ કરતી જ હોય ,ને આવુ સુખી સાસરુ મળયુ છે એટલે પિયર ની યાદ પણ નથી આવતી ,ને જમના શંકર ને મંગળાગૌરી ને પણ એ વાત ની ખુશી છે કે ઝમકુડી ને સુખી ઘર મળયુ છે ,.....સાજે શોપ બંધ કરી ઝમકુડી ને સુકેતૂ ગાડી લયી ઘરે આવે છે ,કિશનલાલ પણ આજે વહેલા આવી ગયા હતાં ,કંચનબેન પણ તયા જ બેઠા હતાં ,સુકેતુ ને જોઈને કંચનબેન બોલયા આવી ગયા બેટા ,મંછા પાણી લાવ તો બે ગલાશ ,.....પપ્પા આજે તો મસ્ત દિવસ ગયો ,....ત્રીસ લાખ નો ધંધો થયો ને ઝમકુ એ પહેલા જ દિવસે પચીશ બ્લાઉઝ નો ઓડર લીધો એ પણ ઉચા ભાવે ,.....ઓહો શુ વાત છે ,ઝમકુ તુ તો ખરેખર બહુ હોશિયાર નીકળી ,મને તો એમ હતુ કે ગામડા ની વહુ છે એટલે શોરુમ નુ કામ શીખતા વાર લાગશે ,પણ તમે તો ઝપાટો કરયો ,ને કિશનલાલ ની વાત થી બધા હસી પડયા ,.....આશા વહુ તમારિ શોપ નુ કેટલુ ? આજે તો પપ્પા ઘરાકી જ નહોતી ,માડ પાચ લાખ નુ વેચાણ થયુ ને બ્લાઉઝ માટે તો કોઈ રેડી નહોતું ,...ઝમકુ બોલી આશા ભાભી તમે ઓડર લયી લેજો હુ તમને કાલે મારી બનાવેલી આ બુક તમને આપીશ એ કસ્ટમર ને બતાવવાની એટલે એ ઓડર આપી જ દેશે ,.કિશનલાલ એ ઝમકુડી એ બનાવેલી ડીજાઈન જોઈ ને પુછયુ ,ઝમકુ આ તે જાતે દોરયા છે ,...હા પપ્પા ,....વાહહ એકદમ સુદર છે ,પછી ગમી જ જાય ને આવી ડીજાઈન તો મારકેટ માં કયાય જોવા ના મળે ,.....આશા એ ચોપડો જોયો ને બોલી હુ આ લયી જયીશ ઝમકુ તુ બીજો બનાવી લેજે ,હા ભાભી તમને આપવા માટે તો ધેર લાવી છુ ,......કંચનબેન બોલ્યા ચલો બધા હાથ ધોઈ જમવા બેસો ,.....આગળ ની વાત જાણવા માટે વાચો ભાગ @ 15 ઝમકુડી....
નયના બા દિલીપ સિંહ વાઘેલા.....
્્્્્્્્્્્્્્્્્્