Zamkudi - 18 books and stories free download online pdf in Gujarati

ઝમકુડી - પ્રકરણ 18

ઝમકુડી ભાગ 18

જમનાશંકર ઘરે આવ્યા ને મંગળાગૌરી ને ખુશખુશાલ જોઈ ને બોલયા કેમ ગોરાણી આજ તો બહુ ખુશ છો ને લોટરી લાગી કે શુ ? લોટરી કરતા ય વધારે ખુશી ના સમાચાર છે .... ઓહો એટલે જ આજ ઘર માં લાપસી ની સુગંધ આવે છે ,ગોર એ હાથ ધોતા ધોતા કહયુ ,.....આજે આપડી ઝડકુડી નો ફોન આવ્યો હતો ,એણે સમાચાર આપ્યા કે તમે નાના બનવાના છો ,...ઓહોઓ શુ વાત કરો છો ,....ગોરાણી આતો સરસ વાત કરી ,આપડી ઝમકુડી મા બની જશે એટલે આપણ ને શાંતિ કે એનુ ઘર પરમનન્ટ થયી ગયુ ,......તે હું એમ કહુ છુ કે આપણે એક આટો મારી આવીએ એ તો બનારસ ? ......પણ આ બે છોકરાઓ ને કયા મુકીશુ ? સીતા બા ને ઘેર વળી ,રાતે નીકળીશુ ને સવારે પોહોચી જયીશુ ,ને દિવસે ઝમકુ ને મળી ને રાત્રે નીકળી જયીશુ ,........ ..હા એમ જ કરીએ .....ને અંહી ઝમકુડી એક બાજુ મમ્મી બનવાની છે એટલે ખુશ છે પણ સુકેતુ ની મિત્ર હીના આવી છે ત્યાર થી સુકેતુ સતત હીના સાથે જ બીજી રહે છે , એ વાત થી ટેનસન માં રહે છે ,સસરા કિશનલાલ મુનીમજી દવારા બધી હકીકત જાણી લીધી છે .....ને ઝમકુડી ને એકલાં માં સમજાવે પણ છે કે બેટા તુ આવી હાલતમાં ચિંતા ના કર .....તુ મારી વહુ જ નહી પણ મારી દીકરી પણ છે ,ને મારા ધર ની વહુ તુ જ છે ને કાયમ તુ જ રહીશ ,એટલે તુ સુકેતુ ના વરતન થી ઉદાસ ના રહીશ ,.....હુ બેઠો છુ ને આ ઘર માં તુ હમેશા ખુશ રહે એ જ મને ગમશે.,ને બાળક પર પણ બહુ અસર ના પડે એનુ ધ્યાન રાખવાનુ છે ,.....ને ઝમકુ જમીને એના રૂમમાં જાય છે , ને સુકેતુ પણ જમીને બેડરૂમ માં આવે છે ,ને જુએ છે કે ઝમકુ મોઢુ ચઢાવી ને બેઠી છે ,.......મારી ઝમકુ રાણી કેમ રિસાઈ છે ? માય બેબી ,માય જાનુ ,માય લવ.,બસ હવે ખોટા ખોટા મશકા મારવાનુ રહેવા દો ,......તમે પપ્પા બનવાના છો એ વાત થી તમને લગીરે ફેર નથી પડતો ,તમારા ચહરા પર કોઈ આનંદ જ દેખાતો નથી ,......જેટલી ખુશી પપ્પા બનવાની થવી જોઈએ એટલી ખુશી તમને તમારી હીના મળી તરારે થયી હતી ,મે નજરે જોયુ છે .......કે તમને આપણાં. જીવનમાં બાળક આવાની ખુશી મારા જેટલી તમને તો નથી જ , ......તુ કેમ આવુ વિચારે છે ,હીના મારી કોલેજ ફ્રેન્ડ જ છે ,તુ સમજે છે એવુ કયી નથી ,આ તો વરસો પછી મળી એટલે આટલી વાતો કરૂ છુ ......બીજુ તુ કયીજ વિચારી શ નહી ને ખોટી બાળક પર અસર થશે ,ઝમકુ હુ તને જ પ્રેમ કરુ છુ ને આખી જીદગી તને જ ચાહીશ,.....એટલે પ્લીઝ તુ ચિંતા છોડી દે ,.....ને ઝમકુ ને મનમાં હાશ થયી ,.....ને સુકેતુ સાથે રીસામણા છોડી ને પ્રેમ થી વળગી પડી ,........ને પછી કહયુ કે કાલે મારા મમ્મી પપ્પા આવાના છે તો આપણે કાલે ઘરે જ રહીશુ ,....હા ....ને નોકર કેસર વાડુ દુધ લયી ને ઝમકુ ના રૂમમાં આવે છે ,ને ઝમકુ દુઘ પી ને સુયી જાય છે ને સુકેતુ નીચે આવી ને મમ્મી પપ્પા ને કહે છે કે કાલે ઝમકુડી ના મમ્મી પપ્પા આવવાના છે તો હુ ને ઝમકુ શોરુમ પર નહી જયીએ .......કંચનબેન બેન બોલ્યા ઓહો સરસ ,ભલે ને આવતાં બીચારા લગ્ન પહેલાં ઘર જોવા પણ નથી આવ્યા ને ભગવાન ભરોસે દીકરી આપી દીધી છે ,......કિશનલાલ બોલ્યા હુ પણ ઘરે જ રહીશ ,........ગમે તેમ તોય એ આપણાં વેવાઈ ને વેવાણ છે ,ને ઝમકુડી જેવી દીકરી આપી એ બહુ ખુશી ની વાત છે , સંસ્કાર રી ને ગુણીયલ પણ કેટલી છે , ઓછુ ભણેલી ને ગામડા ની છોકરી બિઝનેસ માં આટલી હોશિયાર નીકળશે એવુ તો વિચારયુ જ નહોતું ,.......ને જમનાશંકર ને મંગળા ગૌરી રેલવે સ્ટેશન ઉતરી ને તયા થી રીક્ષા વાળા ને સરનામુ બતાવે છે ,એટલે રીક્ષા વાળો કિશનલાલ ની હવેલી આગળ ઉતારે છે ,ને તયા બે હથિયાર ધારી વોચમેન રોકે છે ,એટલે જમનાશંકર કહે છે કે અમે ઝમકુ મેડમ ના મમ્મી પપ્પા છીએ ,ઓહો સોરી ....સોરી....સાહેબ .....ચલો ......હુ મુકી જવ.....જમનાશંકર ને મંગળાગૌરી તો ઝમકુ ની હવેલી જોઈ ને અંચબા માં પડી ગયા કે દીકરી નુ સાસરુ આટલુ બધુ સુખી ને આવુ મહેલ જેવુ ઘર ,ઝમકુ મમ્મી પપ્પાને જોઈ ને ખુશ ખુશ થયી જાય છે ......કિશનલાલ ને કંચનબેન મહેમાન નુ સ્વાગત કરે છે ,જમના શંકર ને મંગળાગૌરી ઝમકુડી ને કહે છે બેટા તુ તો ઝમકુડી માં થી મેડમ બની ગયી છે .....તમારી દીકરી ને અંહી કોઇ જાત નુ દુખ નથી ,....ઘરનુ કે રસોડા નુ કોઈ કામ કરવાનું નથી ,બસ બિઝનેસ સંભાળવાનો ને ગાડીમાં હરવા ફરવાનું ......જમવાનું તૈયાર થતા બધાં સાથે જમવા બેસે છે .....ને જમીને ઝમકુડી એના મમ્મી પપ્પાને લયી ને ઉપર એના બેડરૂમમાં લયી જાય છે ....ગોરમહારાજ ઝમકુ ને કહેછે બેટા અમને તો કલ્પના પણ નહોતી કે તારુ સાસરુ આટલુ સુખી હશે ......રાજા ના મહેલ જેવુ તારૂ ઘર છે ,ને રાજા ની રાણી જેવા તારા ઠાઠ છે ,.......મંગળાગૌરી ઝમકુડી સાથે વાતે વળગયા ને ગોર થોડી વાર આરામ કરવા આડા પડખે થયાં .......મંગળા બા ઝમકુડી માટે એક થેલી માં ચાર પાચ સાડી ને થોડા ફળ ને મીઠાઈ લાવ્યા હતા પણ ઝમકુડી ની હવેલી ને એનુ બદલાયેલુ સ્વરૂપ જોઈ એવી સસ્તી સાડી ઓ ને મીઠાઈ આપતા શરમ આવી એટલે થેલી એમ જ રાખી ,ઝમકુડી એ પોતાની બચત ના જમા થયેલા દસ લાખ રૂપિયા એક પ્લાસ્ટિક ની થેલી માં પેક કરી ને મંગળા બા ની થેલી માં .......માં ને ખબર ના પડે એમ મુકી દે છે ,.....બે કલાક વાતો કરી ને ગોર બોલ્યા ગોરાણી આપડે પાચ વાગે નીકળવા નુ છે ,....પપ્પા રોકાઈ જાઓ ને .....ના બેટા ઘેર પેલા તોફાની બાળકો સીતા બા ને હેરાન કરસે ,.....ઝમકુડી નીચે આવે છે ને બધા ચા નાસ્તો કરે છે ને પછી ઝમકુ કિશનલાલ ને કહે છે પપ્પા હુ ને સુકેતુ રેલવે સ્ટેશન મુકી આવીએ ? હા બેટા જાઓ મુકી આવો ને કંચનબેન મંગળા બા ને એક જોડી કપડાં ને મીઠાઈ ને કાજુ બદામ ના બોક્ષ આપે છે ,ને ગોર મહારાજ ને સુટ નુ કાપડ આપે છે ,ગોરાણી બહુ ના પાડે છે પણ કિશનલાલ પરાણે બધુ ગાડીમાં મુકાવે છે ,સુકેતુ ને ઝમકુ ગાડી લયી ગોર મહારાજ ને મુકવા રેલવે સ્ટેશન આવે છે ને સિરોહી ની ટ્રેન માં બેસાડે છે ને ઝમકૂડી મમ્મી ને કહે છે માં આ થેલી ખોળામાં જ રાખજો સાચવીને લયી જજો ,એટલે વીલા મોઢે મંગળા બા કહે છે તારા માટે લાવી હતી સાડી ને મીઠાઈ પણ તારી હવેલી જોઈ શરમ આવી તને આપતાં ,.....માં મારે કયી નથી જોઈતુ બધુ જ છે ,તમે થેલી સાચવજો ને આ મારા સાસુ એ આપેલો સામાન પણ સાચવજો ,ને ટ્રેન ઉપડી તયા સુધી ઝમકુ મા .બાપ ને જતા જોઈ રહે છે ,ને પછી ઘેર આવે છે ,ને આરામ કરે છે ,સુકેતુ કહે છે ઝમકુ કાલે ડોક્ટર ની એપોઈમેન્ટ છે ને કાલે સોનોગ્રાફી કરાવી લયીએ ને દવા પણ ચાલુ કરી દયીએ ,હા સુકેતુ કાલે શોપ જતી વખતે જ જતાં આવીશુ ......આજ નો દિવસ તો કયી રીતે ગયો ખબર જ ના પડી ,.....આગળ ની વાત જાણવા માટે વાચો ભાગ @ 19 ઝમકુડી

નયના બા દિલીપસિહ વિઘેલા
્્્્્્્્્્્્્્્્્્્્્