The Black Thank you very much books and stories free download online pdf in Gujarati

ધ બ્લેક ખૂબ ખૂબ આભાર

હેલ્લો અને નમસ્તે, હું શાલીન પંજાબી, જી હાં હું એજ શાલીન છું જેને આપ સૌએ આટલો બધો પસંદ કર્યો અને મારી વાર્તા "The Black" અને "काला समय" ને આટલી બધી પસંદ કરી ત્થા વાંચી, અત્યારે આપની સાથે થોડી વાતો કરવા હું ભવિષ્ય માથી એટલે મારા સમય 2515 ના વર્ષ માથી ભૂતકાળ માં એટલે કે આપની પાસે ઓક્ટોબર 2023 માં આવેલ છું!, વાચક મિત્રો હું ઝાઝો સમય નહીં લઉં પરંતુ મારી સમય યાત્રા ના અનુભવો કહીશ. મારો જન્મ થયો ત્યારે થોડા દિવસો બાદ મારા માતાપિતા મૃત્યુ પામ્યા હતા ત્યારથી હું અનાથાશ્રમ માં ઉછેરેલો, મારા પિતા સમાન અમિત કાકા કે જેઓ મારા એક સમયના પાડોશી હતા તેઓ મને મળવા આવતા તેમની પાસે પૈસા ન હતા જેથી તેઓ ઉછેરી શક્યા નહીં અને મને મજબૂરી માં આશ્રમ માં મૂકવો પડેલો. મારા ઉચ્ચ અભ્યાસ એટલે કે B. Sc ના ત્રીજા વર્ષમાં આવ્યો ત્યારે મારા જીવનનો મોટો વળાંક આવ્યો, મને મિશન માટે પસંદ કરવામાં આવ્યો અને હું એક મહાન વ્યક્તિત્વ ને મળ્યો અને એ હતા ડો. નર્મદેશ્વર તિવારી, અને આગળ શું થયું એતો આપ જાણો જ છો!!

મેં ભલે એમ કહેલું કે હું શહીદ થવા તૈયાર છું પણ અંદર થી અંધારાનો ડર હતો, અંતરિક્ષ માં સર્વત્ર અંધારું હતું, પરંતુ મારા માટે સાચું અંધારું ત્યારે થયું જ્યારે હું 2000 વર્ષ આગળ વહી ગયેલ અથવા તો એમ કહું કે સમય ધીમો થઈ ગયેલ, આ ઘટના પછી મારું જીવન સાચા અર્થમાં અંધકારમય બની ગયેલુ. એ 4505 ની નવી દુનિયા!! નવા લોકો, અરે અડધા થી વધારે પૃથ્વીવાસીઓ બીજા ગ્રહ પર રહેવા વહી ગયેલા, લો બોલો, કરો વાત!! ભલે મારું જીવન સુધરી ગયું, ભલે એલિયંસ દ્વારા હું ફરી પાછો આવી ગયો પણ સત્ય એ છે કે મારું કોઈ ખાસ નથી, નથી માતાપિતા, નથી મિત્ર, નથી ગુરુ, એવામાં તિવારી સાહેબ આવ્યા અને એમને મેં મારા ગુરુ અને માતાપિતા માની લીધા, વાચક મિત્રો, એક સાચી વાત અહીંયા કહેવા માગું છું કે જે વ્યક્તિ અનાથ હોય છે તેને માનસિક રીતે સહારાની જરૂર હોય છે, હું માનસિક રીતે એકલો થઈ ગયો હતો અને માત્ર એજ કારણ છે કે મેં પ્રથમ વખત તિવારી સાહેબ ની ઓફિસ માં વિચાર્યા વગર કોન્ટ્રેક્ટ પર સાઈન કરી નાખી, કેમ કે જીવનથી ત્યારે પણ કંટાળી ગયેલ હતો, અને બીજી વખત 44th સદી માં પણ મિશન દરમ્યાન આત્મહત્યાની કોશિશ એટલે જ કરેલી મેં.

મારો ધર્મ હું નહીં કહું પણ મને ગુરુ નાનક દેવ જી મહારાજ માં ખૂબ શ્રદ્ધા છે માટે મારા બંને વખત ના મિશન માં હું ગોલ્ડન ટેમ્પલ ગયેલો અને ગર્વ ની વાત એ છે કે 2505 અને 4512 બંને સદી માં પ્રભુ નાનક દેવ જી નું આ મંદિર સહીસલામત હતું, માત્ર મંદિર જ નહીં પણ મારો ભારત દેશ પણ સલામત અને વિકસિત દેશ થઈ ગયો હતો. અને હું પૃથ્વી પર મારા સમયમાં સલામત રીતે પાછો ફર્યો એ મારા માટે કોઈ મોટા ચમત્કાર થી ઓછું નથી, અને મને તે એલિયંસ વિશે પણ એમ જ લાગે છે કે તેઓ કોઈ દેવદૂતો જ હશે તેમનું તો ઋણ ચૂકવી શકું તેમ નથી હું, બીજી સભ્યતા વિશે આપણે વિચારીએ છીએ કે તેમનાથી આપણને ખતરો છે પણ તેવું નથી તે સાબિત થઈ ગયું, ખેર હું હવે ધ્યાન અને યોગ વડે તેઓ લોકો સાથે જોડાઈ ગયેલ છું અને મને જીવનનું મહત્વ સમજાઈ ગયું છે. હું બ્લેક હોલ IOC-188A નો પણ આભાર માનું છું કેમકે તેના ટાઇમ ડાયલેશન ને કારણે મને 4505 ના સમયમાં જવા મળ્યું (મજાક કરું છું હો) !! હાલ માં હું સંશોધન ની સાથે સાથે આંતર્રાષ્ટ્રીય સ્તરે શાંતિ માટેના કર્યો પણ કરું છું કેમ કે એ પણ એલિયંસ ની વાત ભૂલ્યો નથી હું.

માણસ હમેશાં થી ઉચ્ચ કક્ષાનો અને ઉત્તમ સજીવ રહ્યો છે તો તેણે પ્રેમ કરવાનો છે નહીં કે નફરત. સારું મિત્રો હું રજા લઉં, ડો. તિવારી બહાર ગયા છે અને બહાના થી હું છટકી ને તમારી પાસે આવી ગયો, મારો જવાનો ટાઇમ થઈ ગયો, ફરી એકવાર આપનો ખુબ ખુબ આભાર ભાઈઓ ત્થા બહેનો, આવી જ રીતે મને પ્રેમ કરતા રહેજો, હું આવતો રહીશ મળવા હો ને, જય હિન્દ.
Share

NEW REALESED