Preet kari Pachhtay - 16 books and stories free download online pdf in Gujarati

પ્રિત કરી પછતાય - 16

પ્રિત કરી પછતાય*

16

ગઈ રાતનો.અઢી વાગ્યા સુધીનો ઉજાગરાનો બોજ.આ જ રાતે સાડા નવ વાગ્યામા સાગરની આંખોના પોપચા ઉપર વર્તાવા લાગ્યો.કાલે રાતે ઝરણા સાથે થયેલી ખટપટ નો ખટકો હજી સુધી એના હૃદય પર હતો.

જમી પરવારી ને પોણા દસ વાગે સાગર પોતાની પથારીમાં પડ્યો.અને પડતા વેત જ ઊંઘી ગયો.

સાગર ક્યારેય જમીને તરત સુતો નહી. જમીને થોડીવાર પાડોશના પોતાના દોસ્તો સાથે ગપાટા મારતો.અને પછી ઘરે આવીને ઝરણા સાથે થોડી પ્યાર ભરી વાતો કરતો પછી જ સુતો.પણ આજે પોતાના નિત્ય કર્મને ભૂલીને જમીને તરત જ સુઈ ગયો.એને આમ સૂઈ ગયેલો જોઈને ઝરણાએ એવુ અનુમાન લગાવ્યુ.કે કાલ રાતનો ગુસ્સો હજી સાગરના દિમાગમાંથી ઉતર્યો નથી લાગતો.તેમના ગુસ્સાને ઉતારવા પોતાને જ પહેલ કરવી પડશે એમ ઝરણાને લાગ્યુ.પોતાનું કામકાજ પતાવીને ઝરણાં ઘસઘસાટ ઉંઘતા સાગર ના પડખે આવી.થોડી વાર એ સાગર ના મુખડા ને જોતી રહી.અને મનોમન બબડી.

"કેવા ભોળા દેખાય છે આ.કેટલા નિર્દોષ અને સીધા સાદા દેખાતા આ માણસે કેટલો મોટો વિશ્વાસઘાત કર્યો છે મારી સાથે.ખેર.એ મારા ધણી છે.એ પ્યાર કરે યા નફરત મારે એ નિભાવી લેવુ જોઈએ."

ઝરણાને એટલી ધરપત તો હતી.કે સાગરે પોતાની સાથે વિશ્વાસઘાત કરીને સરિતા સાથે દિલનો રિસ્તો તો જોડ્યો. છતાંય ઝરણા માટે પણ એના હૃદયમાં પહેલા જેટલી જ જગ્યા હતી.બીજી યુવતીના પ્રેમમાં પડેલો પતિ ભાગ્યે જ પોતાની પત્નીને ન્યાય આપી શકે છે. એવું ઝરણા પણ જાણતી તો હતી જ. અશ્વિન અને નંદાનો દાખલો તો તાજો જ હતો.નિશાના પ્યારમાં ભાન ભૂલેલા અશ્વિને નંદાને સદાના માટે કાઢી મૂકી હતી.જ્યારે સાગર સરિતા ના પ્યારમાં દોઢ વર્ષથી તરફડિયા મારે છે છતાંય. મને ક્યારેય ઓછું આવવા દીધુ નથી. ગઈ કાલે જે કાંઈ થયું એમાં બંનેમાંથી કોઈનો વાંક ન હતો.ઝરણાને સરિતા પ્રત્યે નફરત હતી.અને એટલે જ એના સળગતા હૃદયમાંથી ગાળ નીકળી ગઈ હતી.અને સાગરને સરિતા સાથે મહોબ્બત હતી.અને એટલે જ સરિતાને અપાયેલી ગાળ ને એ જીરવી શક્યો ન હતો.ઝરણાએ મનોમન નક્કી કરી લીધુ કે સાગરને મનાવવા માટે ગઈકાલે સરિતાને અપાયેલી ગાળની અત્યારે સાગર પાસે માફી માંગી લેવી જોઈએ. સાગરને જગાડવા એણે સાગરના કપાળમા ચુંબન કર્યું.પણ આ ચુંબનથી સાગરની ઊંઘ ના ઉડી.ત્યારે ઝરણાએ પોતાના હોઠ.સાગરના હોઠ પર ભીડ્યા. અને થોડીવાર સુધી ભીડાયેલા જ રાખ્યા.જ્યારે સાગરને આ પરિસ્થિતિ મા શ્વાસ લેવામાં તકલીફ થઈ.ત્યારે એની આંખો આપોઆપ ઉઘડી ગઈ. મીઠી મજાની ઊંઘમા ખલેલ પડી એટલે સાગરે અણગમા ભરી નજરે ઝરણા સામે જોયું.અને પછી પડખુ ફરીને પાછો સુઈ ગયો.સાગરની આ હરકતથી ઝરણાને લાગી આવ્યું.પણ એણે તો મનોમન નક્કી કર્યું હતું કે સાગરને મનાવ્યા વગર તે નહીં સુવે અને ન તો સાગરને સુવા દેશે.આ વખતે એણે સાગરને ઢંઢોળી ને ઉઠાડ્યો.

"એય.જાગો ને."

પોતાના કાળા ઝુલ્ફો ને સાગરના ગાલો ઉપર લહેરાવતા એ બોલી.પણ એના સુવાળા અને મુલાયમ ઝુલ્ફો થી ગલી પચી થવાને બદલે.ઊંઘતા સાગરને જાણે કાંટા ભોંકાતા હોય એમ એક હાથે ઝુલ્ફો ને ઝટકો આપીને હટાવતા એ છંછેડાયેલા સ્વરે બબડ્યો.

"આઘી જાને.સુવા દેને."

પણ ઝરણાએ એની આ હરકત નુ માઠુ ન લગાડ્યુ.ઉલટાનુ લાડ ભર્યા સ્વરે પૂછ્યુ.

"અત્યાર મા સુઈ જાવુ છે?"

પણ બગડેલી ઊંઘમાંથી જાગેલો સાગર વધુ બગડ્યો.

"આ અત્યાર છે?આજો અગિયાર થયા."

"હા હજી તો અગિયાર જ વાગ્યા છે ને?"

ઝરણાના શબ્દોમાં પ્યારનો નશો હતો. પણ સાગરના શબ્દોમા કરડાકી હતી.

"તો શું કાલની જેમ આજે પણ અઢી વગાડવા છે."

"હું ક્યાં કહુ છુ કે અઢી વાગ્યા સુધી જાગો."

"તો પછી હેરાન નકર અને સુવા દે."

"પણ તમે મારી સાથે બોલ્યા ચાલ્યા વિના આમ સુઈ જાવ તો મને ઊંઘ ક્યાંથી આવે?બે ઘડી મારી સાથે કંઈક વાત કરો પછી સુઈ જજો."

" મારો અત્યારે વાત કરવાનો નહી.પણ સૂઈ જવાનું મૂડ છે સમજી."

તકીયા ની અંદર મોઢું સંતાડતા સાગરે વડચકુ ભર્યું.

"પણ જ્યા સુધી તમે મારી સાથે નહી બોલો ત્યા સુધી હુ તમને નહીં સુવા દઉ."

ઝરણા પણ પોતાના નિર્ણય મા મક્કમ હતી.ઝરણાની આવી દાદાગીરી જોઈ સાગરનો પીત્તો ગયો.

"નિરાંતે સુવા દે છે કે પછી બહાર જઈને સુવ?"

પલંગ પરથી નીચે ઉતરતા એ બોલ્યો. અને સાગરને મનાવવા અત્યાર સુધી જાળવી રાખેલી ઝરણાની ધીરજનો હવે અંત આવ્યો.

"હુ તમને ગમતી જ નથી."

એમ કહીને એ પોતાનું કપાળ બે હાથે ફૂટવા લાગી.અને ખીજાયેલા સાગરના મગજનો પારો હદ વટાવી ગયો.

"એક તો નિરાંતે ઊંઘવા નથી દેતી.અને પાછી માથાકૂટે છે."

બે ચાર ઝાપટ આવેશમાં આવી જઈને એણે મીરાના ચહેરા પર ફટકારી દીધા. અચાનક થયેલા આ હુમલાથી ઝરણા હેબતાઈ ગઈ.એણે સ્વપ્ને પણ ધાર્યું ન હતુ કે સાગર આમ પોતાની ઉપર હાથ ઉપાડશે.અને ઝરણા ઉપર હાથ ઉપાડી લીધા પછી.સાગર પણ પછતાયો કે પોતે આ શું કરી બેઠો?ઝરણા પર હાથ ઉગામી ને પોતે કહી શૂરવીરતા પુરવાર કરી? હેબતાઈ ગયેલી ઝરણાં ઘડીક વાર ગાલ ઉપર હાથ રાખીને સાગરના ચહેરા ને જોઈ રહી.અને પછી આંસુ વરસતી આંખે બોલી.

"શા માટે આમ રીબાવી રીબાવીને મારો છો? એક સાથે ફેસલો કરી નાખો ને જેથી તમારી અને સરિતા ની વચ્ચેનો રસ્તો સાફ થઈ જાય."


Share

NEW REALESED