Preet kari Pachhtay - 18 books and stories free download online pdf in Gujarati

પ્રિત કરી પછતાય - 18

પ્રિત કરી પછતાય*

18

ઝરણાની મોટી નણંદ એને સાગરના કમરામાં લઈ આવી.અને ફૂલોથી સજાવેલી સૈયા ઉપર એને બેસાડી દીધી.અને જાતા જાતા મીઠી મશ્કરી પણ કરતી ગઈ.

"મારો ભાઈ સાવ ભોળો.અને બિલકુલ સીધો છે.તારે એનાથી જરાય ડરવાની જરુર નથી હોં.એ પણ તારી જેમ જ *સીખાવ*છે. પણ હા વધુ પડતા ઉત્સાહમાં આવી જઈને તને હદ બાર હેરાન કરે તો મૂંઝાતી નહી કે હવે શુ કરવુ? અમે બાજુના રૂમમાં જ સુતા છીએ.બેધડક સાદ કરજે."

કહીને ખડખડાટ હસતી એ બાહર ચાલી ગઈ.અને ઝરણા સ્મિત કરીને સંકોચાઈ ગઈ.

ફુલોથી સજાવેલા બેડરૂમ મા હવે એ એકલી પડી.જેમ શું થશે? શુ થશે ની ગભરાહટ હતી.તો પ્રિયતમની બાહોમાં પોતાની પ્રથમ રાત ગુજરશે એની ઉત્તેજના પણ હતી.એનુ હ્રદય.પીયુ પીયુ ના પોકાર નાખતુ.બાહર પોતાના દોસ્તોની વચ્ચે બેસેલા સાગરને મળવા બેબાકળુ થયુ હતુ.

અને અહી સાગર પણ ઝરણાને મળવા અધીરો થયો હતો.પણ એને એના દોસ્તોએ શિખવાડી રાખ્યું હતું કે બહુ વહુ ઘેલો ના થતો.જ્યારે ઓલી ની ધીરજ વાટ જોઈ જોઈને ખૂટી જાય. ત્યારે જ એની પાસે જવુ.એટલે જ સાગર જાણી જોઈને ઘણી મોડે સુધી દોસ્તો ની વચ્ચે બેસી રહ્યો હતો.જ્યારે સાગરને લાગ્યું કે હવે પેલી ઇંતેજાર કરીને થાકી ગઈ હશે.ત્યારે એ ઉભો થયો.પણ હકીકતમાં તો સાગરની જ ધીરજ હવે ખૂટી ગઈ હતી.કોઈ રાજા દુશ્મનનો ગઢ જીતવા જતો હોય અને એની પ્રજા જે રીતે એનો ઉત્સાહ વધારવા પ્રોત્સાહન આપે.એવી જ રીતે એના દોસ્તોએ એને પોરસ્યો.

*જા દોસ્ત ફતેહ કરો"

અને સાગર પોતાના જીવનની નાજુક રાત પસાર કરવા પોતાના બેડરૂમ મા પહોંચ્યો.સાગરના દરેક પગલા જમીન પર નહીં પણ જાણે પોતાની છાતી પર પડતા હોય એવું ઝરણાને લાગ્યુ.એણે પોતાનો હાથ છાતી ઉપર ભીંસી દીધો. તોય.જાણે એનું હૃદય બળજબરીથી છાતીમાંથી કૂદીને સાગરના કદમોમાં પડવા માંગતું હોય એમ.કુદા કુદ કરવા લાગ્યુ.એનુ દિલ.ક્યારેક પીયુ.પીયુના પોકાર નાખતુ આનંદ વ્યક્ત કરતુ હતુ. તો ક્યારેક શું થશે? શું થશે? કરીને ગભરામણ અનુભવતુ હતુ. છત ઉપર ફૂલ સ્પીડ માં ફરતો પંખો પણ એના શરીરને પરસેવે રેબઝેબ થતાં ન રોકી શક્યો.

શરીર ઉપરથી કોટ ઉતારી સાગર ધડકતા હૃદયે.ઝરણાની બાજુમાં બેઠો. ઝરણા ઘૂંઘટ નીચે ચહેરો છુપાવતી. શરમાતી.ગભરાતી.શ્વાસ રોકીને બેઠી હતી.ગળામા બાંધેલી નેક ટાઈ ઢીલી કરતા સાગર બબડ્યો.

"ઝરણા."

અને એણે પોતાના ધ્રુજતા હાથ ઝરણાના ઘૂંઘટ તરફ લંબાવ્યા.પોતાની દુલ્હનને સગાઈ પછી આમ તો એ બે વાર મળી ચૂક્યો હતો.પણ આટલી નજીકથી એ એને પહેલી જ વાર જોવાનો હતો.મળવાનો હતો.

સહુથી પહેલા એ.ઝરણાના સુંદર ચહેરાને પેટ ભરીને નિહારવા માંગતો હતો.પણ ઝરણાએ ઘૂંઘટને અંદરથી મજબૂતીથી પકડી રાખ્યો હતો. ગભરાહટ મા પણ એની સખીઓ એ શીખવેલું તે ભૂલી ન હતી.એકસોને એક રુપિયા લઈને જ મો દેખાડવાનું છે.એ એને બરાબર યાદ હતુ.સાગર પહેલા તો એમ સમજ્યો કે ઝરણાં શરમાઈ રહી છે એટલે કદાચ ઘુંઘટ ખોલવા નહીં દેતી હોય.એટલે એણે બીજી વાર કોશિશ કરી.પણ આ વખતે પણ ઝરણાએ દાદ ના આપી.ત્યારે લડખડાતા સ્વરે સાગરે આજીજી કરી.

"પ્લીઝ!તારી સુરત તો દેખાડ."

પણ જવાબમાં ઝરણાં એ ડોકુ ધુણાવી ને સ્પષ્ટ ના પાડી.ત્યારે સાગર આશ્ચર્ય થી આંખ ફાડીને એને જોઈ રહ્યો.પછી ભોળા ભાવે એણે પૂછ્યુ.

"કેમ?"

જવાબમાં ઝરણાં ચૂપ જ રહી.ત્યારે સાગરને એના અણવર બનેલા બનેવીના શબ્દો યાદ આવ્યા.

"અગર તારી વાઈફ.ઘુંઘટ ઉઘાડવા આનાકાની કરે.તો વગર કીધે સમજી જાજે કે દેવી ધન મેળવ્યા વગર રીઝવા ના નથી."

"ઘૂંઘટ ઉઠાવવાનું કંઈ આપવું પડશે?"

સાગરે ધડકતા દિલે પૂછ્યું.અને જવાબ માં ઝરણાએ આ વખતે હકારમાં માથુ હલાવ્યું.થોડી વાર લાગી સાગરને વિચાર કરવામાં કે ઝરણાને કેટલાક આપવા પડશે.પછી એ ધીમે થી બબડ્યો

"શુ સાલ્લા.રિવાજો બનાવ્યા છે."

સાગર નો બબડાટ સાંભળીને ઝરણા ઘૂંઘટ ની અંદર જ મલકી.સાગર કેટલા પૈસા આપશે ? એકસો ને એક થી ઓછા તો લેવા જ નથી.એવું એણે પણ મનોમન નક્કી કરી રાખ્યું હતુ.એની સખીઓએ પણ એને શીખવું જ હતું કે પહેલી રાતે ધણી થી દબાઈ ન જવુ. પહેલી રાતે જ ધણીને વશમાં કરી લેવાના એને વિચારો આવવા લાગ્યા. પણ સાગરને વશમા કરવાના બદલે. સાગરે જે એને આપ્યુ.એની આગળ એ પોતે જ સાગરને વશ થઈ ગઈ.ઝરણાના બંને ખંભા પકડીને સાગરે એની આંખો મા આંખો પરોવતા કહ્યુ.

"ઝરણા.વીસ વીસ વરસોથી.જે હૃદયને.મે ઘણી યુવતીઓની નજરમાંથી બચાવી રાખ્યું હતું.એ હૃદય.એ અનમોલ અને અમૂલ્ય હૃદય.આજે હું તારા ચરણોમાં મુકું છુ.બોલ હવે આનાથી વધીને તને હું શું આપુ?"

ઘુંઘટ ઉઠાવવા માટે ધણી હમણાં પૈસા કાઢીને આપશે એવી વાટ જોઈને બેઠેલી નવોઢાને.સુહાગરાતે એનો ઘણી પૈસાને બદલે આવો ડાયલોગ સંભળાવે.ત્યારે શો જવાબ આપવો.અથવા શું કરવું એવું તો કોઈ સખીએ શીખ્યું ન હતું. આથી ઝરણા મુંઝાણી.સાગરના સંવાદનો જવાબ ગોતતા ઝરણાને થોડીક વાર લાગી.પોતાને બોલવાના સંવાદને એણે બે ચાર વાર મનોમન ગોખી લીધા પછી.હિંમત ભેગી કરીને પોતાના ગુલાબી હોઠોમાંથી.તે સંવાદને એણે શબ્દો આપ્યા.

"બસ તમારું હૃદય મને મળી ગયુ. એનાથી વધીને મારે બીજું શું જોઈએ?"

એણે સાગરની છાતી પર પોતાનો માથું ટેકવી દીધુ.સાગરને પહેલી જ રાતે વશમાં કરવાનો એણે સંકલ્પ કર્યો હતો. પણ એને બદલે એ પોતે જ સાગરના વશમાં થઈ ગઈ હતી....... ..

આંખોમાંથી ઘસી આવેલા આંસુને ઝરણાએ સાડીના પાલવથી લૂછ્યા. એક ઉંડો નિઃસાસો એણે નાખ્યો.અને ઘસઘસાટ ઉંઘતા સાગરના ચહેરા પર નજર નાખીને એ સ્વગત બબડી.

"જે હૃદયને વીસ વીસ વર્ષ સુધી સાચવીને તમે મને સોપ્યું હતુ સાગર.એ હ્રદયને દોઢ જ વર્ષમાં.મારી પાસેથી આંચકીને.મને પૂછ્યા વગર સરિતાને શા માટે આપ્યુ? શું સરિતા મારા કરતાં તમને વધુ સારી લાગી?તો શું તમે પાછું લઈ લેવા માટે જ હૃદય મને સોપ્યું હતું? આવું મારી સાથે તમે શા માટે કર્યું સાગર? આખર શા માટે?"

પણ સાગર આ સવાલનો જવાબ દેવાની સ્થિતિમાં ક્યાં હતો?ઝરણાની મનોવ્યથા થી બેખબર.એ બેભાન પણે ઘસઘસાટ ઊંઘી રહ્યો હતો.