Preet kari Pachhtay - 23 books and stories free download online pdf in Gujarati

પ્રિત કરી પછતાય - 23

પ્રિત કરી પછતાય*

23

બોખા મોમાં એકઠું થયેલું થુક ગળવા માટે માં થોડું રોકાણા.એક ગ્લાસ ઠંડુ પાણી પીય ને અત્યાર સુધી એકધારા બોલ્યા કરવાથી લાગેલો થાક ઉતાર્યો.

અધૂરી મુકાયેલી વાત પૂરી સાંભળવા ઝરણાના કાન ઊંચા નીચા થઈને થનગની રહ્યા હતા.હવે માં એ વાતનો દોર આગળ વધાર્યો.

......"મેઘાને ત્યાં અવારનવાર એનો મામો ધીરજ આવતો.ચોવીસીમાં પહોંચેલો ધીરજ હજી કુંવારો જ હતો.એની પરિસ્થિતિ મેઘાના કુટુંબ કરતા ઘણી સારી હતી.અને એ જાણતો હતો કે આવી તંગ ગરીબી મા બહેન પોતાના બચ્ચાઓને મોજ શોખ તો નહીં જ કરાવી શકતી હોય.એટલે જ્યારે એ બહેનને મળવા આવતો.ત્યારે નાના ભાણેજરુ ઓને ક્યારેક ફરવા લઈ જતો.તો ક્યારેક સિનેમા જોવા પણ લઈ જતો.મેઘા પણ હંમેશા એની સાથે જતી.પણ પહેલા એ બંનેના દિલમાં કોઈ પાપ ન હતું.બંનેની વચ્ચેનો મામા ભાણકી નો પવિત્ર સંબંધ અકબંધ હતો. સૌથી પહેલા પાપ નુ બીજ વસુ એ મેઘા ના હૃદયમાં રોપ્યું.મામા ભાણેજના એ પવિત્ર સંબંધને અવળે રસ્તે દોરી જવામાં વસુ નિમિત્ત બની.જેમ રામાયણ લખાવવામાં મંથરા નિમિત્ત બનેલી.જો મંથરા એ કૈકયી ના કાન ન ભંભેર્યા હોત.તો કૈકયે દશરથ પાસે બે વરદાન માંગ્યા ન હોત.તો રામને વનવાસ ન થયો હોત.તો રાવણ સીતાનું અપહરણ ન કરી શક્યો હોત.તો રાવણ રામના હાથે ના મરાત.તો સીતાની અગ્નિ પરીક્ષા ન થાત.તો ધોબીના મહેણા સાંભળીને પ્રભુ રામ સીતાનો ત્યાગ ન કરત.સીતા માતાને મહા ઋષિ વાલ્મિકી ના આશ્રમમાં ન જાવુ પડત.અને તો વાલ્મીકિએ રામાયણનો ગ્રંથ જ ન લખવો પડત.આમ આખી રામાયણ લખવવામાં મંથરા એ મુખ્ય ભાગ ભજવ્યો હતો.તો મામા ભાણકી ના પાવન સંબંધને મેલો કરાવવામાં વસુ એ મુખ્ય ભાગ ભજવ્યો હતો.

એ દિવસે મેઘા અને ધીરજ પિક્ચર જોઈને વાતો કરતા કરતા આવી રહ્યા હતા.આખો પાડોશ જાણતો હતો કે આ લોકો હંમેશા સાથે પિક્ચર જોવા જાય છે.અને બંનેની વચ્ચે મામા ભાણેજના સંબંધ સિવાય બીજું કાંઈ નથી.પણ વસુએ જ્યારે આજે એ બંનેને સાથે જોયા.ત્યારે મનમાં જ એ બબડી ઉઠી.

"વાહ કેવી સુંદર જોડી છે આ મામા ભાણેકીની.આ બંનેની વચ્ચે જો પ્રેમના પુષ્પો ખીલી જાય તો? તો તો નવો ઇતિહાસ રચાઇ જાય."

વસુના ચહેરા પર આ વિચારની સાથો સાથ શેતાની સ્મિત ફરકી ગયુ.અને એ નવો ઇતિહાસ રચવા તત્પર થઈ.સાંજે મેઘા એને ત્યા બેસવા આવી.ત્યારે વસુ એ મેઘાને ટટોળવા માંડી.

"કયુ પિક્ચર જોયું મેઘા?"

"મહોબત જિંદગી હે"

"વાહ નામ તો સુંદર છે.પિક્ચર કેવુ હતુ."

" પૈસા પડી ગયા.સાવ ભંગાર હતુ."

અણગમાં ભર્યા સ્વરે મેઘા બોલી.

"તોય ધીરજ સાથે જોયુ.એટલે મજા તો આવી જ હશેને?"

પોતાના આ શબ્દોની શું અસર મેઘા પર થાય છે તે જોવા એ ઝીણી આંખ કરીને મેઘાના ચહેરા ને નીરખી રહી.અને ખરેખર વસુ ના પ્રશ્નની ધારેલી અસર મેઘા પર થઈ.ધારદાર સ્વરે એણે વસુને પૂછ્યુ.

"તારો મતલબ સમજાયો નહીં?"

"એમાં સમજવાનું શું છે?જુવાન પુરુષ સાથે જોવાયેલું પિક્ચર ગમે તેટલું બેકાર હોય.તોયે સારું જ લાગે."

અને એના કહેવાનો અર્થ ન સમજે એટલી મેઘા નાદાન કે નાની ન હતી. એક તીણી રાડ પડાઈ ગઈ એનાથી.

"વસુ.. ઉ.ઉ.. તુ.. તુ શું બોલે છે?ભાન છે તને?"

પણ મેઘાના ગુસ્સાની જરાય અસર એ બેશરમ સ્ત્રીને ન થઈ.ઠાવકાઈ એ બોલી "અરે.અરે એમા તુ ચીડાય છો શા માટે? હું તો એમ કહું છું કે ધીરજ દેખાવે ઘણો સારો લાગે છે.જુવાન છે.ફુટડો છે.જોતા જ રાખી લેવાનું મન થાય એવો છે."

"તો રાખી લેને.કોણ ના પાડે છે."

મેઘાના આ જવાબથી વસુની બોલતી બંધ થઈ ગઈ.

વસૂ ના ઘરેથી નીકળીને મેઘા પોતાના ઘરે તો આવી.પણ વારે ઘડીએ એના હૈયામાં વસુના શબ્દો ના પડઘા પડતા હતા.

"ધીરજ દેખાવે ઘણો સુંદર છે.જોતા જ રાખી લેવાનું મન થાય એવો."

તો શું વસુની નજર મામા ઉપર બગડી હશે?એવો પ્રશ્ન એના મનમાં થયો.રાતે વાળુ કરવા જ્યારે બધા બેઠા.ત્યારે જમણ પીરસતી વખતે એની નજર આપો આપ મામા ના ચહેરા તરફ ખેંચાઈ જતી હતી.આમ તો એ ઘણી વાર મામાને જોતી.પણ ત્યારે એના હૃદયમાં પાપ ન હતું.પણ આજે મામાને જોતી વખતે એનું હૃદય થડકી જતુ હતુ. વસુ એ વાવેલું પાપ જાગી જતું હતું.

"વસુ સાચું કહેતી હતી મામા દેખાવે સુંદર તો છે.જ જો મામા મને મળે તો?"

પણ તરત જ એ એના મનને ઠપકો આપતી.

"હટ.ગાંડી.આવા વિચાર કરાય ?એ તો મામા છે મામા."

પણ જેમ જેમ એ પોતાના મનને રોકતી ગઈ.એમ એમ એનું મન જીદે ચડયુ હોય એમ.વધુને વધુ મામા મય બનતું ગયુ.જમતી વખતે એકાએક એની અને મામા ની નજર પરસ્પર અથડાય.અને આ અથડામણ વિસ્ફોટક બની ગઈ.

ચાહવા છતાય મામાના ચહેરા પરથી તે પોતાની નજર ન હટાવી શકી.ઘણીવાર સુધી એ મામાને નિરખતી રહી.અને ધીરજથી એના આ નેત્ર બાણ ન જીરવાયા.મેઘાની આંખોમાં પોતાના પોતાના માટે ઉછળતો પ્યાર એનાથી અસ્તો ન રહ્યો.પણ તરત જ એણે પોતાના મન ઉપર કાબુ મેળવી લીધો.

"એ તો મારી ભાણેજ છે.મારી સગી બહેનની દીકરી.એની આંખોમાં મારા માટે કોઈ બુરો ખયાલ હોય જ ન શકે. એ અમસ્તી જ મને જોઈ રહી હશે.

કાશ ધીરજના આ વિચારો સાચા પડ્યા હોત.પણ ના.ધીરજ મેઘા ની નશીલી આંખોમાં વસી ગયો હતો.મેઘા ધીરજ ને અત્યારે મામા તરીકે નહીં એક પુરુષ તરીકે જોઈ રહી હતી.

જમીને બધા ગપાટા મારવા બેઠા ત્યારે મેઘા જાણી જોઈને ધીરજની બાજુમા બેઠી.આમ તો ઘણીવાર એ ધીરજની બાજુમા બેસતી.પણ ક્યારેય એની છાતી ધડકી ન હતી.પણ આજે પહેલી વાર ધીરજની બાજુમા બેસીને તેના શરીરમાં રોમાંચ થતો હતો.અને હૃદયમાં થનગનાટ.

ધીરજ નાના નાના ટુચકા ઓ સંભળાવે ત્યારે એ ખિલખિલાટ હસી પડતી.અને હસતા.હસતાએ જાણી જોઈને પોતાના અંગોને ધીરજ ના શરીર સાથે અથડાવતી અને મેઘાના જુવાન અંગો નો મામાના શરીર સાથે સ્પર્શ થતા મામા ના હૃદયમાં પણ અજબ પ્રકારની ઝણઝણાટી ફેલાઈ જતી.મેઘાની તરફ ખેંચાતા જતા પોતાના મનને રોકવાનો ધીરજે ઘણો પ્રયત્ન કર્યો.પણ મેઘાનુ ખીલતુ સૌંદર્ય. મેઘાની સોળે કળાએ ખીલેલી જુવાની. અને ઉન્માદક અને ઉત્તેજિત કરતી મેઘાની અદાઓએ. ધીરજના હૃદયની બાંધી રાખેલી ધીરજ ની પાળને તોડી નાખી.મનુષ્ય જાણતો હોય છે કે પોતે જે રાહ પર જઈ રહ્યો છે.ત્યાં કાંટાઓ સિવાય કાંઈ નથી છતા એ.કાંટાળા માર્ગને જ પસંદ કરે છે. પુણ્ય કરવાથી જ સ્વર્ગ મળે છે.આ વાત તો લગભગ દરેક વ્યક્તિ જાણતી હોય છે.પણ પુણ્યાય નો તે રસ્તો એટલો અટપટો હોય છે.કે દરેક વ્યક્તિ એ રસ્તે ચાલી શકતી નથી.અને દરેક જણ જાણતી હોય છે કે ખરાબ કાર્યો કરવાથી નર્કમાં સબડવું પડે છે.છતા ખરાબ કામોમાં એવી લજ્જત કુદરતે ભરી છે.એવો સ્વાદ ભર્યો છે.એવી કરામત ભરી છે.કે એનું પરિણામ નજર સમક્ષ હોવા છતાં.માનવી વધુને વધુ ખરાબ કાર્યો કરતો જાય છે.પાપ કરવા માં કોણ જાણે કેવુ ય આકર્ષણ હોય છે.કે માણસ ડગલેને પગલે પાપના ડુંગર ખડકતો જાય છે.

ધીરજ અને મેઘા બન્ને જાણતા હતા. કે મામા ભાણેજ નો આ પવિત્ર સંબંધ અભડાવવા નો અંજામ બુરો જ આવશે. છતાંય એ બંને એ પવિત્ર સંબંધને રહેંસી નાખવા અધીરા થયા.