Preet kari Pachhtay - 30 books and stories free download online pdf in Gujarati

પ્રિત કરી પછતાય - 30

પ્રિત કરી પછતાય*

30

ગુરુવારની સવાર સાગરના ઘરમાં ધમાચકડી લઈને આવી.કારણકે ઝરણા આજે સુવાવડ માટે.પોતાને પિયર અમદાવાદ જાવાની હતી.એ યાદ કરી કરીને પોતાનો સાથે લઈ જવાનો તમામ સામાન પેક કરી રહી હતી.અમદાવાદ લઈ જવાની પોતાની દરેક નાની-મોટી ચીજો યાદ કરી કરીને બેગમાં મૂકી રહી હતી.મુંબઈ સેન્ટ્રલ થી સાડા બારે ટ્રેઈન છૂટતી હતી.માટે કમથી કમ બાર વાગ્યા સુધીમા સ્ટેશને પહોંચી જવુ જોઈએ. એની જગ્યાએ અગિયાર તો ઘરે જ વાગી ગયા હતા.અને હજુ સામાન પેક થયો નહોતો.ત્યારે ખીજાઈને સાગરે કહ્યુ.

"મેં તને સોમવારે જ કહ્યું હતુ ને કે તું અત્યારથી જ તારો સામાન પેક કરવા લાગી જા.તો ગુરુવાર સુધીમાં બરાબર પેક થઈ જશે.ત્યારે માન્યું નહીં.હવે જો કેટલું મોડું થઈ રહ્યું છે."

"બસ.બસ.બાબા.પેક હવે થવા આવ્યું છે.થોડીક ધીરજ રાખો."

ઝરણાએ ઠંડા કલેજે કહ્યુ.

"શુ ધીરજ રાખે? આપણે ટેક્ષીમા જવાનુ છે.હેલિકોપ્ટરમા નઈ."

ધૂંધવાતા અવાજે સાગરે કહ્યુ.બરાબર સાડા અગિયાર વાગે સામાન ઓકે થઈ જતા.ઝરણાંએ સાગરને કહ્યુ.

"ચાલો ઉપાડો હવે બેગ.બધુ રેડી થઈ ગયું છે."

સાગર ટેક્સી બોલાવી લાવ્યો.બધો સામાન ટેક્ષીમાં ગોઠવ્યો.ઝરણાએ જતા પહેલા પોતાની દાદી સાસુના ચરણસ્પર્શ કરતા જવાની આજ્ઞા માંગી.ત્યારે માએ ધ્રુજતા હાથે આશીર્વાદ આપતા કહ્યુ.

"સુખી રહો.વહુ બેટા.અને ઈશ્વરની કૃપાથી આ વખતે કુળનો દીપક પ્રગટે એવા અંતરના આશિષ આપું છુ ઝરણા.પણ આ પુરા દિવસે ગાડીમાં હડદોલા ખાતા તને મોકલતાં જીવ કોચવાય છે.પણ થાય શુ? મારા હાથ પગ ચાલતા હોત તો તને સુવાવડ કરાવીને જ પિયર મોકલત."

માં એ ગળગળા સ્વરે કહ્યુ.ત્યારે ઝરણાએ સ્મિત કરતા માં ને ઢાઢસ બંધાવતા કહ્યુ.

"એવુ શુ બોલો છો માં? તમે જરાય મનમા વસવસો ના રાખો.અને તમે જોજો ને.આ વખતે ભગવાનની મરજી હશે તો.આપણા કુળનો વંશવેલો આગળ વધારીને જ આવીશ."

ઝરણાંએ આત્મવિશ્વાસ વ્યકત કરતા કહ્યુ તો ખરું.પણ એ અભાગણી ને ક્યાં ખબર હતી.કે ઈશ્વરે એના માટે કંઈ બીજું જ વિચારી રાખ્યું છે.પણ ઝરણા એ આપેલી ધરપત થી માં એ પોતાનું મન મનાવ્યુ.

"ઠીક.ઈશ્વર આપણા બધાની ઈચ્છા પૂરી કરે."

માં ની રજા લઈને ઝરણા ટેક્સી માં બેઠી તેની સાથે સાગર.સાગરના પપ્પા.અને નાનો ભાઈ કિશોર પણ બેઠા.અને ટેક્સી પુરપાટ ઝડપે મુંબઈ સેન્ટ્રલ તરફ દોડવા લાગી.

. બારને વિસે સ્ટેશને પહોંચ્યા.ત્યારે ગાડી તો ક્યારનીય પ્લેટફોર્મ પર લાગી ચૂકી હતી.અને ઉપાડવા ને ફક્ત દસ જ મિનિટ બાકી હતી.પપ્પાએ ઝડપથી ઝરણા વાળો ડબ્બો શોધી કાઢ્યો.અને ઝરણાને એની સીટ ઉપર બેસાડી દીધી. બધો સામાન સીટ નીચે વ્યવસ્થિત ગોઠવી દીધો.વધુ બરાબર મુકાઈ ગયા પછી પપ્પા કિશોરને લઈને ડબામાંથી નીચે ઉતર્યા.ઉતરતા ઉતરતા સાગરને કહેતા ગયા.

"બે ત્રણ મિનિટની વાર છે બેટા.તારે વહુ સાથે કાંઈ વાતચીત કરવી હોય તો કરી લે.

પપ્પાના ગયા પછી સાગર એકાદ મિનિટ તો ઝરણાના ચહેરાને જ જોતો રહ્યો. ઝરણાના ચહેરા ઉપર સાગરથી દુર જવાની ગમ ગીની સ્પષ્ટ દેખાઈ રહી હતી.પણ સાગરને આટલા માણસોની વચ્ચે આ રીતે પોતાની તરફ જોઈ રહેલો જોઈને એ શરમાઈ ગઈ.

"આવી રીતે શું કામ જુઓ છો?"

લડખડાતી જીભે એણે સાગરને પ્રશ્ન કર્યો.ત્યારે ગળગળા સ્વરે સાગરે જવાબ આપ્યો.

"તારો ચહેરો ત્રણ મહિના પછી જોવા મળશે.તું પાછી ફરીશ ત્યારે આ ચહેરાને જોવા હું હોઈશ યા...."

સાગર પોતાનું વાક્ય પૂરું કરે એ પહેલા ઝરણાએ એના મો ઉપર પોતાની હથેળી મૂકી દીધી.અને થોડો ગુસ્સો દેખાડતા બોલી.

"આવું અશુભ શા માટે બોલો છો?"

"તારા ચહેરાને આજે પેટ ભરીને જોઈ લેવા દે ઝરણા જિંદગીનો શું ભરોસો?"

સાગર એકાએક ઉદાસ થઈ ગયો.અને ઝરણા સાગરના ઉદાસ ચહેરાને જોઈ રહી.એની આંખો પણ છલકાઈ ગઈ. ત્યાં ગાડીએ વ્હિશલ મારી.ગાડીની વ્હિશ

લ સાંભળીને બંને સ્વસ્થ થઈ ગયા.ઝરણાએ કહ્યું.

"સમયસર લેટર લખજો.આળસ નહીં કરતા."

"અને તું પણ ત્યાં પહોંચતા જ પહોંચ્યા નો તાર કરાવી દેજે.અને તારું ધ્યાન રાખજે."

સાગરે બોલવાનું પૂરું કર્યું.ત્યાં ગાડી ઉપડી.ગાડી સ્ટાર્ટ થતાં જ સાગરે ધડકતા હૃદયે.પેંટના ખિસ્સામાં હાથ નાખ્યો.અને એક કવર કાઢીને એણે ઝરણાના હાથમાં મુક્યુ.ઝરણા એ પ્રશ્નાર્થ ભરી નજર સાગર સામે માંડી.

"ઝરણા.મે તને કહ્યુ હતું ને કે.મારો એક પત્ર સરિતા માટે લઈ જાજે.તો એ આ પત્ર છે.તુ પહેલા વાંચી લેજે.અને જો તને ઠીક લાગે.અને તું એને આપી શકે. તો આપી દેજે."

આટલું બોલી માલતીના ગાલ ઉપર એણે એક ચુંબન આપ્યુ.અને એ રફતાર પકડતી ટ્રેનમાંથી ઉતરી ગયો.ટ્રેનની બારી માંથી ભીંજાયેલી આંખે હાથ હલાવતા ઝરણાએ આવજો કર્યું. જવાબમાં સાગરે આંખમા ઘસી આવેલા આંસુ લૂછવા ખીસ્સામાંથી બહાર કાઢેલો રૂમાલ ઝરણા સામે હલાવ્યો.અને ટ્રેન એ બંને પતિ પત્નીની વચ્ચે અંતર વધારતી અમદાવાદમાં માર્ગે પુરપાટ ઝડપે દોડવા લાગી.