Preet kari Pachhtay - 34 books and stories free download online pdf in Gujarati

પ્રિત કરી પછતાય - 34

પ્રિત કરી પછતાય*

34

"......... મે પણ હંમેશા તને મારી બહેનના રૂપમાં જ જોઈએ છે નિશા. અને આજે પણ તારામાં હું એક બહેન ની છબી જ જોઈ રહ્યો છું.તે મને ઓળખવામાં.સમજવામાં.ભયંકર ફૂલ કરી છે.તે મારી ઉપર એવું ગંદુ લાંછન લગાડ્યું છે કે મને ધરતીમાં સમાઈ જવાનું મન થાય છે."

સાગર આઘાત અને આવેશ ની મિશ્રિત લાગણીથી ઉપલા શબ્દો બોલી ગયો. હવે નિશાનો વારો આવ્યો ડઘાઈ જવાનો.ભોંઠપ અનુભવવા નો.પોતે સાગરને બરાબર સમજ્યા વગર જ કેવો વિકૃત આરોપ મૂકી દીધો હતો સાગર ઉપર.એનો ખ્યાલ આવતા નિશાની ગરદન સંકોચ ના ભારથી આપો આપ ઝૂકી ગઈ.દુઃખ અને લાગણી ભર્યા સ્વરે એણે પૂછ્યુ.

"તો.તો.પછી?"

"શુ તો પછી?"

સાગરે સળગતા સ્વરે પૂછ્યુ.

"શું કોઈ ભાઈ પોતાની બહેનને એકાંત માં મળવા બોલાવે એનો એક જ મતલબ થાય છે કે ભાઈએ બહેન પર નજર બગાડી?મોટાભાઈને રૂએ કોઈ પોતાની નાની બહેનના ભવિષ્ય માટે વાત કરવા ખાનગીમાં બોલાવે.એનો મતલબ એવો જ ધારી લેવાનો કે ભાઈ એ બહેનના યૌવન ઉપર નિયત બગાડી છે?શું દુનિયામાં જે લોકો ની નિયત ખરાબ હોય છે.જે લોકોના મનમાં હવસ અને વાસના ઉછાળા મારતી હોય છે ફક્ત એવા જ લોકો એકાંતમાં મળતા હોય છે?એ જ લોકો ખાનગીમાં વાતો કરતા હોય છે."

સાગરના શબ્દે શબ્દે નિશા નું હૈયુ વીંધાતું ગયુ.પોતે વગર વીચારે સાગરની ઉપર લગાવેલા તહોમત બદલ મનોમન પછતાવા લાગી.સાગરના શબ્દ બાણ એને અસહ્ય લાગ્યા.ત્યાંરે બંને કાન ઉપર હથેળી રાખીને એ ચિખી ઉઠી.

"બસ કર.સાગર.બસ કર.હું માફી માંગુ છું.અને સાથોસાથ હું ખરેખર શરમ પણ અનુભવું છું.કે મેં તને ઓળખવામાં જબરી ભૂલ કરી છે.હુ કબુલ કરુ છુ કે મે તને જબરી ઠેસ પહોંચાડી છે.ફરી એકવાર હું તારી માફી માંગુ છું.પ્લીઝ મને માફ કરી દે.અને કહે કે તું શું કહેવા માંગતો હતો."

ગુસ્સાના આવેગને સમાવીને સ્વસ્થ થતા થોડી વાર લાગી સાગરને.પોતાના જાડી ફ્રેમ ના ચશ્માને આંખો પરથી ઉતારીને એણે રૂમાલ થી લૂછ્યા.અને પાછા આંખો ઉપર ગોઠવ્યા.એક ઉંડો શ્વાસ ખેંચ્યા પછી.એણે પોતાની ચશ્મા ની પાછળ સુરક્ષિત રહેતી દ્રષ્ટિને નિશા ના ચહેરા પર કેન્દ્રિત કરી.મોઢામાં એકઠા થયેલા થુકને ગળા નીચે ઉતારી એ બોલ્યો.

"જો નિશા.તારા દિલમાં અશ્વિન માટે અત્યારે કેટલી જગ્યા છે.એ હું નથી જાણતો.પણ એટલું જરૂર જાણું છું કે અશ્વિન આજે પણ તને એટલો જ પ્રેમ કરે છે જેટલો ગઈ કાલે કરતો હતો.એ તને આજે પણ અપનાવવા ઈચ્છે છે.એ ઇચ્છે છે કે જે સાથ તમારા બંનેનો અધ વચ્ચે જ છૂટી ગયો હતો.તે પાછો સંધાય જાય.લગ્ન કરીને જેમ એ સુખી નથી થયો.એમ તું પણ દુઃખી જ થઈ છોને?આ વાત તારા સુધી પહોંચાડવાનું કામ અશ્વિન જ મને સોપ્યું હતું.જે મેં પૂરું કર્યું છે.હવે બોલ તારો શું જવાબ છે.શું તું તમારા બંનેની વચ્ચે તૂટી ગયેલી પ્યાર ની દીવાલને પાછી ચણી લેવા માંગે છે યા....."

નિશા ઉપર પોતાના આ શબ્દોના શા પ્રત્યાઘાતો પડે છે તે જાણવા માટે સાગર અટક્યો.પણ નિશાના ચહેરા ઉપર ગમા કે અણગમાના કોઈ ભાવ ફરક્યા નહીં.પોતાના નીચલા હોઠ ને દાંત વચ્ચે દબાવતા નિશા ગંભીર સાદે બોલી.

"અશ્વિન ભલે આજે પણ મને ચાહતો હોય સાગર.પણ એના માટે હવે મારા હૃદયમાં કોઈ જ લાગણી નથી.જરા જેટલી જગ્યા પણ નથી.મારા માટે અશ્વિન તો એ જ દિવસે મરી ગયો હતો જે દિવસે એણે મને તરછોડીને નંદાને અપનાવી હતી.એને મારા તરફથી આટલું કહી દેજે કે હવે મારા વિશે વિચારવાથી કોઈ ફાયદો નહી થાય.મને એના પ્રત્યે નફરત થઈ ચૂકી છે.અને એ નફરત હવે ક્યારેય પ્યાર નું રૂપ લઈ શકે એમ નથી.અશ્વિને હવે મારી ચિંતા કરવાની જરાય જરૂર નથી."

બોલતા બોલતા થાકી ગઈ હોય એમ નિશા અટકી.તાજો શ્વાસ છાતીમાં ભર્યા પછી એણે આગળ ચલાવ્યું.

"એને કહેજે કે એ હવે મારી નહીં.પણ પોતાની ફિકર કરે.એક ઠેકાણેથી મારું ઘર ભાંગ્યુ તો શું થયું? મેં મારા માટે બીજો જીવનસાથી શોધી લીધો છે. આજે મારે ત્યાં જે મહેમાનો આવ્યા હતા.તે મને જોવા જ આવ્યા હતા. અને ફકત વાત જ પાકી નથી થઈ.પણ તારીખ પણ નક્કી થઈ ગઈ છે સાગર. આવતી અઢારમી તારીખે અમે સાદાઈ થી પરણી જવાના છીએ."

આટલુ બોલી.નિશાએ જવા માટે પગ ઉપાડ્યા દરવાજા સુધી પહોંચ્યા પછી. અચાનક યાદ આવ્યું હોય એમ એ થોભી.સાગર તરફ નજર ફેંકતા એ બોલી.

"અને હા.અશ્વિન ને પણ આ કહેવાનું ન ભૂલતો કે અઢારમી તારીખે મારા લગ્નમાં એ જરૂર આવે."

આટલું કહીને એ ઝડપભેર ચાલી ગઈ. અને ઘણીવાર સુધી દિગમૂઢ થઈને સાગર એકી ટશે એ દરવાજાને જોયો જ રહ્યો જ્યાંથી નિશા ચાલી ગઈ હતી. નિશા ના ચાલ્યા જવા પછી પણ ઘણીવાર સુધી સાગરના કાન ઉપર આ શબ્દો પડઘાતા રહ્યા.

આવતી અઢારમી મી તારીખે અમે પરણી જવાના છીએ.

આવતી...આવતી...

અઢારમી.. અઢારમી....

તારીખે.... તારીખે

અમે..અમે... અમે

પરણી... પરણી... જવાના....જવાના છીએ...છીએ...

અઢારમી..અઢારમી..

પરણી..જવાના...છીએ..