Preet kari Pachhtay - 45 books and stories free download online pdf in Gujarati

પ્રિત કરી પછતાય - 45

પ્રિત કરી પછતાય

45

ઝરણા સરિતાના ચહેરાને નિરખતા આમ વિચારી રહી હતી.અને સરિતા આશ્ચર્યથી પોતાની મોટી બહેનને પોતાને આમ નિરખતા જોઈ રહી.પણ એ વધુ વાર ઝરણાની નજરનો સામનો ન કરી શકી.આખરે એણે પૂછવું પડ્યુ.

"તુ મને આ રીતે શા માટે જુવે છે?"

સરિતાના આ પ્રશ્નનો ઝરણાં એ ઘણી જ કડવાશ પૂર્વક જવાબ આપ્યો.

"હું તારા ચહેરાને જોઉં છુ.હું જોઉં છું તારી આ કાળી આંખોને.તારા આ ગુલાબી હોઠો.ને હું તારા આ બદનની ખૂબસૂરતીને જોઈ રહી છું.કે જેણે મારા પતિને પોતાનો પ્રેમી બનાવ્યો."

ઝરણાના આ કાતિલ કટાક્ષ બાણો સરિતાથી ન જીરવાયા.એક આંચકો લાગ્યો એના હૃદયને.અને એની નજર શરમથી નીચે ઝૂકી ગઈ.ઝરણાએ પહેલા તો પોતાના શબ્દની કેટલી અસર સરિતા પર થઈ છે.એનો અંદાજો લગાડ્યો.પછી આગળ ચલાવ્યુ.

"કાલે તમે લોકો પિક્ચર જોવા ગયા હતા ને?"

ઝરણાએ સરિતાને સવાલ કર્યો.પણ સરિતા થી આનો જવાબ ન અપાયો. પોતાની ગરદન પણ એ ઉંચી ન કરી શકી.સરિતાને ખામોશ જોઈને ઝરણા એ બીજા પ્રશ્નનો એની ઉપર પ્રહાર કર્યો.

"ઇન્ટરવલ પછી તો શોભા લઈને બાહર જ ઉભી હશે? તુ અને એ. તમે બંને અંદર એકલા જ હતા ને?"

આ વખતે પણ સરિતા થી જ્યારે પોતાની ગરદન ઉંચી ન થઈ.તો ઝરણાં એ આગલા બે પ્રશ્ન કરતા વધુ ઘાતક ત્રીજો પ્રશ્ન કર્યો.

"હું એ જાણવા માગું છું સરિતા.કે એ એકાંત મા તમે બંને એ શું શું વાતો કરી? અને બીજુ શું શું કર્યું?"

અને ઝરણાએ ધાર્યું હતુ એજ પરિણામ આ પ્રશ્નનું આવ્યુ.આ પ્રશ્નનો સીધો પ્રહાર સરિતા ના હૃદય ઉપર થયો.નીચે ઝૂકેલી એની ગરદન ઝાટકા સાથે ઊંચી થઈ.અને નજર ઝરણાના ચહેરા ઉપર ખોડાણી.ભીડાયેલા એના લાલ હોઠ કરુણતા થી જરાક કંપ્યા.પણ એ કાંઈ બોલી ન શકી.એણે પોતાનો જમણો હાથ પોતાની ડાબી તરફની છાતી ઉપર દબાવ્યો.લાચાર અને આંસુ ભરી નજરે એ ઝરણાને જોઈ રહી.પણ ઝરણાએ આજે સંપુર્ણ રીતે કઠોર થવાનો નિર્ણય લઇ લીધો હતો.પોતાના સ્વરને વધુ ધારદાર બનાવતા એણે ચોથા પ્રશ્નનું તીર સરિતા ના નાજુક હૃદય ઉપર છોડ્યું.

"એક વર્ષની જુદાઈ પછી.કાલે પહેલી વાર તમને થિયેટરમાં એકાંત મળ્યું હતુ. અને એ એકાંતનો તમે બંનેએ જરૂર ગેરલાભ લીધો હશે જ.વધુ નહીં તો બે-ચાર કિસ..."

"ના.બેન.ના."

સરિતા લગભગ ચિત્કાર કરી ઉઠી. એની આંખોમાં આંસુ ઘસી આવ્યા. ચહેરા ઉપર દર્દ છલકાય આવ્યુ. નકારમાં પોતાનું ડોકું એણે જોશ ભેર ધુણાવ્યુ.

"ના.બેન નહીં.એવો કોઈ ગેરલાભ અમે નથી લીધો.મારાથી...મારાથી....સાગરને પ્યાર જરૂર કરાઈ ગયો છે.પણ છતાં મેં મારી મર્યાદાઓને ફગાવી નથી દીધી. મારામાં પણ લાજ શરમ જેવું છે. થિયેટરમાં અમે સાવ એકલા જ ન હતા. બીજા પ્રેક્ષકો પણ હતા.એ લોકોની હાજરીમા...."

સરિતા પોતાનું વાક્ય પૂરું ન કરી શકી."

પણ સરેતાનો આ બચાવ ઝરણાને ગળે ન ઉતર્યો.

"થિયેટરમાં ભલે બીજા લોકો પણ હશે? પણ થિયેટરમાં અંધારું પણ હશે ને? અને એ બધા તો પિક્ચર માં પોતાનું ધ્યાન પરોવીને બેઠા હશે.આનો તમે બંનેએ કોઈ લાભ જ નહીં ઉપાડ્યો હોય આ હું નથી માની શકતી."

હવે સરિતા લગભગ રડી પડી.

"તુ માન.યા ન માન. પણ એ અંધકારનો અમે કોઈ ગેરલાભ નથી લીધો.હુ ઈશ્વર ના સોગંદ ખાઈને કહુ છુ."

પોતાના ગળા ઉપર હાથ રાખીને જ્યારે સરિતાએ ઈશ્વરના સોગંદ લીધા.ત્યારે ઝરણાં એ માનવું પડ્યું કે.ના સરિતા અને સાગરે થિયેટરના અંધકારનો કોઈ ગેરલાભ નહીં લીધો હોય.

"ઠીક છે.કદાચ તમે થિયેટરમાં ચુંબન નહીં કર્યું હોય.પણ વાતો તો કરી જ હશે ને?"

સરિતાએ આ વખતે હકાર માં માથું હલાવ્યુ.

"શુ.શું વાતો કરી?"

ઝરણાએ પ્રશ્નોત્તરી ચાલુ જ રાખી. ઝરણાના આ પ્રશ્નનો શું જવાબ આપવો એ સરિતાને જ્યારે સૂઝ્યું નહીં.ત્યારે એ ખામોશ વદને પોતાની મોટી બહેનને જોઈ રહી.અને સરિતાની આ ખામોશી ઝરણાને કઠી.એને ખામોશ નજરે પોતાની તરફ જોઈ રહેલી જોઈને. ઝરણાએ ઘણી જ કઠોરતાથી કહ્યુ.

"આમ ડોળા ફાડીને મારી સામે શું જુવે છે?હું કાંઈ તારાથી બીવા ની નથી.ગુનો તે કર્યો છે મેં નહીં.મારા ધણી સાથે છાનગપતીયા તે કર્યા છે.તારા ધણી સાથે મેં નથી કર્યા.સમજી?"

ઝરણાના શબ્દે શબ્દે સરિતાનું હૈયુ વિધાતું ગયું.એના હૃદયના ટુકડા થતા ગયા.ઝરણાના શબ્દોનો માર જ્યારે એનાથી સહન ન થયો.ત્યારે એ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી.અને ઝરણા સ્તબ્ધ બનીને એને આ રીતે રોતા જોઈ રહી. એણે ધાર્યું ન હતું કે સરિતા આ રીતે પોક મૂકીને રડવા લાગશે.પહેલા તો ઝરણાએ એને થોડીવાર સુધી રડવા દીધી.જ્યારે સરિતા ના ધ્રુસ્કા થોડા ઓછા થયા.ત્યારે ઝરણાએ પોતાના અવાજમાં જરાક હળવાશ લાવીને પૂછ્યું.

."તો તું નથી કહેવા માંગતી.કે તમે બંનેએ શું શું વાતો કરી?"

સરિતાએ પોતાની હથેળીથી પોતાના ગાલ ઉપર થી દડી રહેલા આંસુઓના રેલા ઓને લુછ્યા.ઝરણાની આંખો સાથે પોતાની આંખો મિલાવી.પોતાના નીચલા હોઠ ને પોતાના ઉપલા દાંત નીચે કરડીને.એણે પોતાની જાતને સ્વસ્થ કરી.પછી એક ઊંડો શ્વાસ લઈને એણે સાગર સાથે કરેલી વાતોનું ટૂંકમાં ઝરણા ને બયાન આપ્યુ.

"પહેલા તો અમે એકબીજાના ખબર અંતર પૂછ્યા.અને પછી અમારી જુદાઈ નો ખરખરો કર્યો.અમારી મજબૂરીનો અમે બંનેએ એકબીજા આગળ અફસોસ વ્યક્ત કર્યો.થોડાક આંસુ મેં સાર્યા.અને થોડા આંસુ સાગરે સાર્યા."

સરિતા બોલી રહી.ઝરણા સાંભળી રહી.

*અમારી જુદાઈ* અને *અમારી મજબૂરી"

આ બે વાક્યો એ ઝરણાના હૃદયની બળતી જ્વાળાઓમાં ઘી હોમવા નુ કાર્ય કર્યું.આથી એણે પોતાના હૃદયને વધુ કઠોર બનાવ્યુ.પણ છતા એણે અવાજમાં કઠોરતા ને ભળવા ન દીધી. પણ મક્કમ સ્વરે એણે સરિતા ને કહ્યુ.

"જો સરિતા આજ સુધીમાં તમારા બંનેના વચ્ચે જે કંઈ થયું છે.એને મેં મૂંગે મોઢે ચુપચાપ સહન કર્યું છે.પણ બસ. હવે હું નથી ઈચ્છતી કે આનાથી આગળ તમારી વચ્ચે હવે કાંઈ પણ રીસ્તો રહે.આ વાતને મારે હવે અહીં જ ધરબી દેવી છે.તારે આજથી એમની સાથે કોઈ સંબંધ રાખવાનો નથી.અને.. અને જો તું હવે પછી પણ એમની સાથે આવું બધું ચાલુ રાખીશ.તો...તો...હુ ઝેર પીને આત્મહત્યા....."

ઝરણા પોતાનુ વાક્ય પૂરું કરે એ પહેલા સરિતાએ પોતાની નાજુક હથેળી ઝરણાના હોઠ ઉપર રાખી દીધી.

"નહીં.બેન નહીં.પ્લીઝ આવું ન બોલ. તારો જીવ લઈને મારે સુખી નથી થવુ." ઝરણાએ સરિતાની આંખો સાથે પોતાની આંખો મળાવી.એ આંખોમાં એને પોતાના માટેની છલોછલ લાગણી ઉભરાતી દેખાઈ.સરિતાની એ લાગણી એ ઝરણાના સ્વરને પણ લાગણી ભર્યો બનાવ્યો.એ ગળગળા સ્વરે બોલી.

"અગર તુ એમ ઈચ્છે છે કે હું સુખ ચેન થી જીવુ.તો તારે મને બે વચનો આપવા પડશે."