Preet kari Pachhtay - 49 books and stories free download online pdf in Gujarati

પ્રિત કરી પછતાય - 49

*પ્રિત કરી પછતાય*

49

ત્યારે સરિતા પણ સાગરને જ જોઈ રહી હતી.સાગર અને સરિતાની પ્યાસી નજરો જ્યારે આપસમાં મળી તો એવી મળી.કે બંને દીન અને દુનિયા નુ ભાન સુધ્ધાં ભૂલી ગયા.બંને એક બીજા ની આંખોમાં એવા તો ખોવાઈ ગયા.કે આજુબાજુમાં કોઈ ત્રીજું.તેમની ઉપર ચોકી કરી રહ્યું છે.એને સુધ પણ એમને ન રહી.સાગરના હાથની ચોપડી સરકી ને ક્યારે નીચે પડી ગઈ.એનો પણ ખ્યાલ સાગરને ના રહ્યો.એકીટશે સરિતાને પોતાની આંખોથી સીધી પોતાના દિલમાં ઉતારતો રહ્યો.અને સરિતા પણ પલક ઝબકાવ્યા વિના. સાગરને પોતાની કીકી ઓમાં ઉતારતી ગઈ.સરિતા સાગર ની આંખોમાં ખોવાઈ ગઈ.અને સાગર સરિતા ની આંખોમાં ખોવાઈ ગયો.સરિતા અને સાગર એકબીજાની આંખોમાં એવા પરોવાઈ ગયા.કે બંને એ વાત સાવ ભૂલી જ ગયા.કે સામે જ પલંગ ઉપર ઝરણા.એ બંને ઉપર નજર રાખીને જાગતી પડી હતી.ઝરણા વારા ફરતી સાગર અને સરિતા ઉપર પોતાની નજરનો પહેરો રાખી રહી હતી.એ ઘણીવાર સુધી એ બંનેને એકબીજા તરફ જોતા જોઈ રહી.પણ સાગર અને સરિતા ની નજરને એણે જ્યારે એક બીજા ઉપરથી હટતા ન જોઈ.ત્યારે એના તન બદનમાં એક ઝાળ લાગી ગઈ.એનું હૃદય ઈર્ષા ની આગમાં સળગવા લાગ્યુ. છતાં થોડી વાર એણે ઈન્તજાર કર્યો.કે હમણાં એ બંને.પોતપોતાની નજર ફેરવી લેશે.પણ એનો એ સંયમ ઠગારો નીવડ્યો.સમય ધીમે ધીમે પસાર થવા લાગ્યો...એક મિનિટ... બે મિનિટ.. પાંચ મિનિટ... અને પંદર મિનિટ વીતી ગઈ.છતાં ન તો સાગરની નજર સરિતા ઉપરથી હટી.

ન તો સરિતા ની નજર સાગર ઉપરથી ખસી.એ બંને તો એકબીજામાં એવા ખોવાઈ ગયા હતા.એવા ઓત પ્રોત થઈ ગયા હતા.કે એમને પોતાના સિવાય આ દુનિયામાં કોઈ છે જ નહીં એમ લાગ્યું હશે.આખરે ઝરણાંની સહનશક્તિ ખુટી ગઈ અત્યાર સુધી જાળવી રાખેલી ધીરજે એને જવાબ આપી દીધો. ઝરણાને લાગ્યું કે.આમ નમ જ અગર આખી રાત પસાર થઈ જશે.તો પણ આ બંનેમાંથી એકેય ની તંદ્રા તૂટે એમ નથી.ત્યારે એ પોતાના પલંગ ઉપરથી ઉઠી.અને ધીરે ધીરે સ્વીચ બોર્ડ તરફ આગળ વધી.અને ટ્યુબલાઈટ ની સ્વીચ ઓફ કરી નાખી.અચાનક રૂમમાં અંધારું છવાઈ જતા.સાગર અને સરિતા બંન્ને એકી સાથે હેબતાઈ ગયા.બંને લગભગ બેભાન થઈને એકબીજાની આંખોમાં એવા તો ઉતરી ગયા હતા.કે અચાનક લાઇટ ના બુઝાઈ જવાથી.બંને જાણે ભાનમાં આવ્યા.ઝરણાને તો એ બંને સાવ ભૂલી જ ગયા હતા.પણ ઝરણાં એ જ્યારે લાઈટ ઓલવી નાખી.ત્યારે જ એમને યાદ આવ્યુ.કે એ બંનેની વચ્ચે ઝરણા નામની દીવાલ હજી અડીખમ ઉભી છે.

ઝરણાનું આમ અચાનક લાઇટ ઓલવી નાખવુ.સરિતાથી સહન ન થયું. એ આજે છેલ્લી વાર પોતાના સાગરને મન ભરીને જોઈ લેવા માંગતી હતી.એ જાણતી હતી કે સાગર નો સ્પર્શ એના નસીબમાં હવે નથી જ નથી.એટલે આજે આખરી વાર એ પોતાના સાગરને પોતાની નજરોથી સ્પર્શી લેવા ઈચ્છતી હતી.પણ ઝરણાએ એની આ મનોકામના જ્યારે પૂરી ન થવા દીધી. ત્યારે સરિતા ને ઘણું જ લાગી આવ્યુ. એ ફરી પાછી પથારીમાં ઉંધી પડીને. ધ્રુસ્કે ધ્રુસ્કે રડવા લાગી.ઝરણા પોતાના પલંગ ઉપર પડ્યા પડ્યા.એને ધ્રુસ્કા ભરતા જોઈ રહી.અને સાગર પણ પોતાના પલંગ ઉપર સુતા સુતા સરિતાને રડતા જોઈ રહ્યો.સરિતા ધ્રુસ્કા ભરતી હતી.ત્યારે એની ઊંચી નથી થતી પીઠ. ડીમ લાઈટના આછા અજવાળામાં સાગરને સ્પષ્ટ દેખાતી હતી.સાગરને તીવ્ર ઈચ્છા થઈ આવી.કે પોતે ઉંભો થઈને રડતી સરિતા પાસે જાય.અને અને સાત્વન આપે.એનું રોમે રોમ પોકારી ઉઠ્યુ કે એ પોતાની પ્રિયતમાને પોતાની બાહોમાં લઈ લે.એના સળગતા હૃદયને પોતાના પ્યારનું આશ્વાસન આપીને શાંત કરે.છેલ્લા એક વર્ષથી જે હોઠોને પોતે ચૂમી નથી શક્યો.એ તરસ્યા હોઠ પર પોતાના હોઠ મૂકીને અને રડતી બંધ કરી દે.પણ એ મજબૂર હતો.સામે જ પોતાની પરણીતા પણ બેઠી હતી.અને એની હાજરીએ એને અસહાય બનાવી દીધો.એ કંઈ જ ન કરી શક્યો.સરિતાના ધ્રુસ્કા ઓ જ્યારે એને અસહ્ય લાગવા લાગ્યા.એ ધૃસ્કા ઓ એના કાન વાટે થઈને જ્યારે સીધા એના હૃદય સાથે ટકરાવા લાગ્યા.ત્યારે એણે પોતાનું મોં બીજી દિશામાં ફેરવી લીધું.એની પોતાની આંખોમાંથી પણ આંસુઓ વહેવા લાગ્યા હતા.અને એને રોકવાનો એ મિથ્યા પ્રયાસ કરવા લાગ્યો.પણ જેમ સરિતાના આંસુઓ ના રોકાણા.એમ એના આંસુ પણ રોકાયા.

સાગર અને સરિતા નું હૃદય.જુદાઈના દર્દમાં આખી રાત રડતું રહ્યું.અને ઝરણા નુ હૃદય ઈર્ષા ની આગમાં આખી રાત સળગતું રહ્યું.ત્રણે માંથી એકેયને એ આખી રાત ઊંઘ ન આવી.ત્રણે જણા પોતપોતાની પીડામાં.પોતપોતાની પથારીમાં પડ્યા.પડ્યા.પડખા ફેરવતા રહ્યા.અને આખી રાત પૂરી થઈ ગઈ.

સવારે સરિતા અને શોભા રસોડામાં નાસ્તાની તૈયારી કરતા હતા.ત્યારે આ બાજૂ ના રૂમમાં ઝરણા.અને સાગર. એકલા જ પલંગ ઉપર બેઠા હતા.

રાતનુ એ દ્રશ્ય હજી પણ ઝરણાની નજર સામેથી ખસતું ન હતુ.એક બીજા ના ચહેરાને એકી નજરે નિરખતા સાગર.અને સરિતા.ઝરણા જેમ જેમ એ દ્રશ્યને પોતાના મગજમાંથી હડસેલવા માંગતી હતી.તેમ તેમ એ દ્રશ્ય વધુને વધુ સ્પષ્ટ થતુ જતુ હતુ.અને એ દ્રશ્યની સાથોસાથ.ભૂતકાળના દ્રશ્યોની કડીઓ પણ જોડાતી જતી હતી.મુંબઈના બેડરૂમનો એ પલંગ.જેના ઉપર બેઠા બેઠા.સાગરે સરિતાને ચુંબન કર્યું હતુ.અને પોતે રસોડામાં ચા નો કપ ભરતા.ભરતા.આદમ કદના આયનામાં આ દ્રશ્ય જોયુ હતુ.એકવાર લોકલ ટ્રેનમાં ત્રણે જણા સફર કરતા હતા. ઝરણા.અને સરિતા બાજુ બાજુમાં બેઠા હતા.અને સાગર એ બંનેની સામેની સીટ પર બેઠો હતો.ત્રણેય જણા વાતોમાં મશગુલ હતા.પણ વાતો કરતા કરતા સાગરના પગ સરિતાના પગ સાથે વારે ઘડીએ અથડાતા હતા.

ઝરણા એ બધા દ્રશ્યો ને ભૂલવા મથતી હતી.પણ એની અનિચ્છાએ.એ બધા દ્રશ્યો એની નજર સામે નાચી રહ્યા હતા.એની બાજુમાં બેસેલો સાગર એને તંદ્રામાં ખોવાયેલી જોઈ રહ્યો હતો. એનો ચહેરો સાગર ની નજર ની સામે જ હતો.પણ એના મગજમાં સરિતાના જ વિચારો ઝણૂંબી રહ્યા હતા.એવી જ રીતે સાગરના મગજમાં પણ સરિતા જ ઘુમરાઈ રહી હતી.એ વિચારી રહ્યો હતો કે સરિતાને પ્યાર કરીને.પોતે સરિતાને આંસુઓ સિવાય બીજું શું આપ્યું છે? ગઈ રાતના સરિતાના ધૃસ્કાઓ એ એના હૃદયને હચમચાવી નાખ્યું હતુ.

સરિતા ના એ ધ્રુસ્કાઓ.સરિતાનું એ રુદન.યાદ આવતા જ સાગરના મસ્તક માં એક શંકાએ જન્મ લીધો.કે કાલે સાંજે અમે દેવ દર્શને ગયા ત્યાર બાદ નક્કી ઝરણાએ સરિતાને કાંઈ કહ્યું હશે. અને એના ફળ સ્વરૂપે સરિતાની આંખો માંથી રાતે આંસુઓ વહ્યા હશે?

શું કહ્યું હશે સરિતાને ઝરણાએ?આ પ્રશ્ને સાગરના મગજનો ચકરાવો લીધો. આ પ્રશ્નનો જવાબ જાણવાની તલાવેલી સાગરને થવા લાગી.અને આ પ્રશ્નોનો જવાબ યા તો સરિતા આપી શકે.યા તો ઝરણા.અને અત્યારે સામે ઝરણાં જ બેઠી હતી.આથી સાગરે ઝરણાને સંબોધી.

"ઝરણા."