Dhup-Chhanv - 121 books and stories free download online pdf in Gujarati

ધૂપ-છાઁવ - 121

અપેક્ષાની નજર સમક્ષ ઘડીકમાં ધીમંત શેઠનો ચહેરો અને ઘડીકમાં પોતાના ઈશાનનો ચહેરો બંને તરવરી રહ્યા હતા..
અપેક્ષા અને ઈશાન બંને એકબીજાને છોડવા માટે તૈયાર નહોતા.. અને અસમર્થ પણ હતાં..
કદાચ તેને માટે જવાબદાર બંનેનો એકબીજાને માટેનો ગળાડૂબ પ્રેમ જ હતો..
જેણે બંનેને જકડીને રાખ્યા હતા..
અપેક્ષાને લાગ્યું કે હવે હું પાગલ થઈ જઈશ..
હવે આગળ...
તેણે પોતાના બંને હાથ વચ્ચે પોતાનો ચહેરો દબાવી દીધો અને દિલોદિમાગમાં ચાલતું ધીમંત શેઠ અને ઈશાનની પસંદગી વચ્ચેનું ઘમાસાણ યુધ્ધને તે રોકવાની કોશિશ કરવા લાગી..
ઈશાન ખૂબ પોઝિટિવ વિચારો ધરાવતો છોકરો હતો તે અપેક્ષાની વર્તમાન પરિસ્થિતિ વિશે તાગ મેળવવાનો પ્રયત્ન કરવા લાગ્યો..તે અપેક્ષાને ગુમાવવા નહોતો માંગતો..
અને જાણતો પણ હતો કે જો અપેક્ષા આ વાતનો વધારે પડતો સ્ટ્રેસ લેશે તો તેના દિમાગ ઉપર તેની ગહેરી ચોટ પડશે..
તેણે અપેક્ષાને સાંત્વના આપતાં કહ્યું કે, "તારે જે નિર્ણય લેવો હોય તે તું લઈ શકે છે. હું તો એકલો જ હતો અને એકલો જ છું..એમ સમજીને મારી જિંદગી પૂરી કરી દઈશ.. મારે કારણે તારે તારો સંસાર બગાડવાની કોઈ જરૂર નથી.."
ઈશાનના આ મમતાભર્યા શબ્દોએ અપેક્ષાને જાણે જીવતદાન આપ્યું હોય તેમ તેણે ઈશાનની સામે જોયું અને ઈશાનના બંને હાથ પકડી લીધાં..તેની આંખોમાંથી ઉષ્માભર્યા અશ્રુ વહ્યે જતા હતા જાણે તે દિલમાંથી વહ્યે જતા હોય તેમ..અને તેના મોંમાંથી દર્દસભર શબ્દો સરી પડ્યા..
"મને માફ કરી દે ઈશાન, હું તારી સાથે નહીં રહી શકું.. હું ધીમંતને દગો નહીં કરી શકું.."
અને અપેક્ષા ચોંધાર આંસુએ રડતી રહી..
ઈશાન તેને શાંત પાડવાની કોશિશ કરવા લાગ્યો..
વર્ષોનો મનનો ઉભરો ઠલવાઈ જતાં થોડી વાર પછી અપેક્ષા થોડી શાંત પડી અને વિચારવા લાગી કે હવે શું કરવું?
તેના મનમાં એક એવો વિચાર આવ્યો કે, ઈશાનને માટે હું એક વ્યવસ્થિત રૂમ લઈ લઉં..એક નાનકડું ઘર.. જ્યાં તે શાંતિપૂર્વક હેમખેમ રહી શકે..
આ વાત તેણે ઈશાનને જણાવી.. ઈશાને આમ કરવાની કોઈ જ જરૂર નથી અને પોતાને માટે અપેક્ષાએ તકલીફ ઉઠાવવાની કોઈ જ જરૂર નથી તેમ જણાવ્યું.
પરંતુ અપેક્ષા પોતાના ઈશાનને આવી કંગાળ હાલતમાં છોડવા માટે જરાપણ તૈયાર નહોતી.
તેણે ઈશાનને પ્રોમિસ આપી કે, તે પોતાના નામથી તેને એક મોબાઇલ ફોન લઈ આપશે અને જેનાથી તે ઈશાનનો કોન્ટેક્ટ કરતી રહેશે અને તેના હાલચાલ પૂછતી રહેશે.
તે ઈશાન માટે એક સુંદર નાનકડું ઘર ખરીદી લેશે અને જો કોઈ વાર શક્ય બનશે તો તે ઈશાનને મળવા માટે પણ આવી પહોંચશે.
અપેક્ષાના આ નિર્ણયથી ઈશાનને ખૂબ રાહત મળી..
પોતાનો પ્રેમ પોતાની પાસે અકબંધ જ છે જ છે તેમ માનીને પોતે સુખરૂપ જિંદગી વિતાવી દેશે તેવી તેણે અપેક્ષાને ખાતરી આપી.
બંને એકબીજાને પ્રેમથી ભેટીને છૂટા પડ્યા.
અપેક્ષાએ મંદિરમાં જઈને પ્રભુ સ્વામિનારાયણ ભગવાનના દર્શન કર્યા.
અને પોતાના ઈશાન માટે એક મોબાઈલ ફોન ખરીદી લીધો તેમજ તેને રહેવા માટે એક રૂમની વ્યવસ્થા પણ કરી લીધી.
ઘણો સમય વીતી ચૂક્યો હતો..
અપેક્ષાના મોબાઈલની રીંગ વાગી..
ધીમંત શેઠનો ફોન હતો..
અપેક્ષાએ પોતે થોડી વહેલી ઉઠી ગઈ હતી તેથી ભગવાન શ્રી સ્વામિનારાયણના દર્શન કરવા નીકળી ગઈ હતી તેમ જણાવ્યું અને હવે તે રૂમ ઉપર પરત જ ફરી રહી છે તેમ પણ જણાવ્યું.
અપેક્ષા ખુશી ખુશી રૂમ ઉપર પરત ફરી..
ધીમંત શેઠ નાહી ધોઈને તૈયાર થયા અને બંને ફરીથી પ્રભુ દર્શને નીકળી ગયા.
ત્યાંથી નીકળીને મહારાજ શ્રી ગણેશદાસજીના દર્શન કરીને તેમની આજ્ઞા લઈને ત્યાંથી રવાના થયા.
બંનેની હનીમૂન ટ્રીપ રંગ લાવી રહી હતી બંને એકબીજાને વળગીને મુસાફરી કરી રહ્યા હતા.
હવે અક્ષતના ઘરે પહોંચવાનું હતું..
અપેક્ષાએ પોતાના ભાઈને પોતે આવી રહી છે તેમ ફોન કરીને જાણ કરી દીધી..
અક્ષત અને અર્ચના બંને પોતાની બહેન અને બનેવીને આવકારવા માટે તૈયાર થઈને બેઠા હતા.
અર્ચનાએ પોતાના ઘરને મઘમઘતા ગુલાબના ફૂલોથી સુંદર સજાવીને રાખ્યું હતું..
જમીન ઉપર પણ ગુલાબના ફૂલની પાંદડીઓ પાથરી દીધી હતી..
અપેક્ષા અને ધીમંત શેઠ ગુલાબની પાંદડીઓ ઉપર પગ મૂકતાં મૂકતાં અક્ષતના ઘરમાં પ્રવેશ્યા..
અક્ષત અને અર્ચના બંને પોતાની વ્હાલી બહેન અને વ્હાલસોયા જીજાજીને ભેટી પડ્યા..
અક્ષત અને અર્ચનાએ બંનેને આશિવૉદ પણ આપ્યા કે, આ ગુલાબના ફૂલોની જેમ જ તમારું બંનેનું જીવન પણ મહેકતું રહે..
અપેક્ષાએ પોતાના નાના લાડકા ભત્રીજા રુષિને પ્રેમથી ઉંચકી લીધો અને હ્રદય સોંસરવો ચાંપી લીધો.
અક્ષત અને અર્ચના બંનેએ પોતાની માં લક્ષ્મીના ખબર અંતર પૂછ્યાં અને માંને ફોન લગાવ્યો..આખોય પરિવાર ખુશખુશાલ હતો અને તેમાં પણ
ધીમંત શેઠ અને અપેક્ષા એ બંને તો વળી ખૂબજ ખુશ હતાં.
અપેક્ષા પોતાના ઈશાન વિશે ધીમંત શેઠને જણાવશે કે નહીં જણાવે??
અપેક્ષાના જીવનમાં ઈશાનના પરત ફરવાથી કોઈ તોફાન તો નહીં આવે ને??
જોઈએ આગળના ભાગમાં શું થાય છે તે..
~ જસ્મીના શાહ 'સુમન'
દહેગામ
14/12/23
Share

NEW REALESED