Word No-13 books and stories free download online pdf in Gujarati

વોર્ડ નંબર : ૧૩

વોર્ડ નંબર : ૧૩

ડોક્ટર : અનિકેત મહેતા, હેડ નર્સ :રોઝી ફર્નાન્ડિસ,
વોર્ડ બોય : ગણપત .

વડોદરા ની સિવિલ હોસ્પિટલ માં સોમવાર થી શુક્રવાર દર્દી અને એમના સગાવહાલા થી ભરેલી રહેતી,કોઈ એડમિટ થવા આવ્યું હોય તો કોઈ રજા લઇ ને ઘરે જાય, કોઈ જીવ મૂકી ને જાય તો કોઈ દવાખાના ને આશીર્વાદ આપી ને જાય.આજે શનિવાર હોવાથી બપોર પછી હોસ્પિટલ એકદમ શાંત હતી
લોબી માં મેટ્રન રોઝી ના સેન્ડલ નો અવાજ ઠક,ઠક આવતો હતો એ સિવાય પુરી હોસ્પિટલ માં સન્નાટો હતો. બધા દર્દી જાણે દર્દ ને ભૂલી ને નિદ્રાદેવી ના શરણે થયા ન હોય !
આ ખામોશી માં પલીતો ચાંપ્યો એક અનજાન ચીસે ..
કોઈ પુરુષ ની રુંધાયેલી ચીસ સંભળાઈ.અસ્પષ્ટ અવાજ... એક તડપ હતી અવાજ માં ,મેટ્રન તરત જ અવાજ ની દિશા માં ચાલી અવાજ તો વોર્ડ ન.૧૩ માં થી આવ્યો. વોર્ડ ન. ૧૩ એ સર્જન વોર્ડ હતો .તાત્કાલિક સારવાર અને વાંઢ-કાપ કેટલાય દર્દી ગમે તે સમયે ત્યાં આવતા. પણ અત્યારે કોઈ દર્દી નહોતો ડોક્ટર પોતે - તેને જોયું તો ખુરશી માં અનિકેત બેઠો હતો, વાળ અસ્તવ્યસ્ત, ચહેરો પરસેવા થી રેબઝેબ,આંખો માં વિચિત્ર ગભરાહટ હતી પૂતળી ઓ સફેદ થઇ ગઈ હતી. અને અનિકેત પોતે તંદ્રા અવસ્થા માં હતો. અત્યારે તે ભાન માં હતો પણ સજાગ ન હતો. રોઝી ની ઉપસ્થિતિ થી તે અજાણ હતો
રોઝી ચાલીસી વટાવેલી, અનુભવી અને સમજુ સ્ત્રી હતી,કંઈક અજુગતું ઘટ્યા ની તેને ગંધ આવી ગઈ
તેને અનિકેત ને બે હાથ થી જંઝોડી નાખ્યો.
કોણ ..કોણ ..કોઈ બીજી દુનિયા માં થી પાછો આવ્યો હોય તેમ અનિકેત બોલ્યો
"ડોક્ટર સાહેબ, હું રોઝી .. શું થયું ? કેમ અસ્વસ્થ લાગો છોં ?"
" કઈ નહિ, એકદમ મારા .. પછી અનિકેતે વાત ને છુપાવવા ના હેતુ થી " અત્યારે કેટલા વાગ્યા ?"
રોઝી સમજી ગઈ કે સર, વાત જણાવવા નથી માંગતા તો તેને પણ પ્રત્યક્ષ હસી ને કહ્યું "૨ વાગ્યા ને ૪૦ મિનિટ થઇ છે તે પણ રાત નાં "
" રોઝી, એક કપ કોફી નું .."
" હું સમજી ગઈ સર,હું રાઉન્ડ માં જાવ છું ગણપત ને કોફી લઇ ને મોકલું છું..કઈ કામ હોય તો ૭૦૧ પર કોલ કરજો હું ત્યાંજ બેસીસ."
" થેન્ક યુ રોઝી, ગુડ નાઈટ .."
"ગુડ નાઈટ સર .."
કહી રોઝી ચાલવા માડી.ફરી એજ નિસ્તબ્ધતા, નીરવતા અને ખામોશી ચારે બાજુ ફરીવળી. ફર્ક એટલો હતો કે સેન્ડલ નો અવાજ બંધ થઇ ગયો હતો.
અનિકેત રૂમ માં મંથન કરતો હતો.તે ૧૨ વાગ્યા પછી આવ્યો,એક વૃદ્ધ કાકા સિવાય ૧૩નંબર આખો ખાલી ખમ હતો.આવી ને ટેબલ પર પગ મૂકી આંખો બંધ કરી ત્યાંતો તેને માથા માં કોઈ નો સુંવાળો હાથ ફરતો હોય તેવું લાગ્યું તેને ક્યારે ઊંઘ આવી ગઈ ખબર જ ના પડી ..તે ગાઢ નિદ્રા ના સરી પડ્યો
..થોડો સમય પહેલા જ તેને લાગ્યું તેનો અવાજ રૂંધાય છે, શ્વાસ અટકે છે, ગરદન પર કોઈ ની ભીંસ વધી રહી છે. અવાજ નીકળતો નથી.. જાણે કોઈ અનજાની તાકાત તેને મારી નાખશે ..અનેતેના થી એક અજાણ્યા ભય ને વશ થઇ ચીસ નીકળી ગઈ...
..પછી તેને કોઈ જોર જોર થી હલાવી રહ્યું હતું ..જોયું તો સામે રોઝી ઉભી હતી, રાત ની મેટ્રન ..હેડ નર્સ ...
કોઈ દુ સ્વ્પ્ન હતું કે શું ?

રાત ના અંધકાર માં આ ઘટના એ તેને હચમચાવી નાખ્યો.અનિકેત મેડિકલ નો સ્ટુડન્ટ હતો અને વિજ્ઞાન તેનો પ્રિય વિષય હતો માટે ભૂત પ્રેત માં તે જરા પણ માનતો ના હતો .
તો પછી આ હતું શું ? મારા શીશ પર સુંદર સ્પર્શ અને ગળા પર ની ભીંસ ..

"અંદર આવું સાહેબ, ?"
" આવ ગણપત, ચા લાવ્યો ?"
" હા, આ લો "
" સાહેબ, તમે અહીં એકલા બેસો તો બીક નથી લાગતી?"
" ના, હું ડોક્ટર છું, જો હું ડરું તો કામ કેમ કરું ?"
" એમ નઈ, ભૂત પલીત ની કહું છું સમજો .. તેને આંખ નો મિચકારો માર્યો
"કેમ, અહીં એવું કશું ના હૉય "
" શાયેબ તમે ચા પીલો,પછી મળી ને વાત કરું "
" તું બોલ, મારે એમ પણ સમય પસાર કરવો કઈ રીતે ?" કહી ને અનિકેત નો હાથ ચા ના કપ તરફ વળ્યો.
તે જાણવા માંગતો હતો કે ગણપત શું કહે છે, અને અત્યારે જે થયું તે પછી તો અનિકેત ને ઊંઘ આવવાની
ન હતી.
સાહેબ ,તૈણ વરહ પે'લા એક બાઈ અહીં તેના પતિ ના ઈલાજ માટે આવી હતી,તે સગર્ભા હતી
તમારા પે'લા ડોક્ટર નલિન હતા તેમને આ જ રૂમ માં પતિ ને બેભાન બનાવી બાઈ ને આબરૂ લીધી "
"પછી ?"
સવારે બાઈ ને ડિલિવરી થી બાળક મરેલું હતું,બાઈ બહુ રડી પણ શું? બપોરે તેનો પતિ મરી ગયો,પછી પોલીસ ,પત્રકાર અને પબ્લિક બહુ ચાલેલી ડોક્ટર ને સસ્પેન્સ કર્યા અને હોસ્પિટલ રાબેતા મુજબ ચાલવા લાગી.
એના થૉડા દિવસ પછી કોઈ બાઈ નો દેહ આ રૂમ ની પાછળ ની સાઈડ મળેલો.એવું કે છે તેને આત્મહ ત્યાં કરી હતી
" એટલે કે પેલી બાઈ જે ઈલાજ કરવા આવી હતી તે ..બરાબર "
" હા, બરાબર પણ સાહેબ ,હવે એ બાઈ નો પ્રેત અહીં ફરે છે, લોકો તો એમ કહે છે કે ૧૩ નંબર એટલે
ભૂતિયો રૂમ,કયારેક ક્યારેક તો તે નાના બાળક સાથે પણ દેખાય છે"
" તે જોઈ ?"
" ના, સાહેબ પણ હું અહીં એકલો આવતો જ નથી "
"ઓકે, તું જા , હું હવે થોડું કામ કરું ..અને પછી સુઈ જાઉં "
"હા સાહેબ , જાઉં છું, સાચવજો.
ગણપત ના ગયા પછી થોડો વિચારે ચડી ગયો,ખરેખર આવું હોય શકે ? અને પેલા ડોક્ટર પર ચીડ ચડી ..અસુર પ્રકતિના પેટનો .. કેવો નીચ છે ..પેલા અજન્મેલા બાળક નો વાંક શું ? એવું વિચારતા વિચારતા તે પહોંચ્યો અતીત માં..
ડો .નલિન મહેતા નો એક સંતાન અનિકેત મહેતા,માતૃછાયા ગુમાવી ને સ્વચ્છન્દી રીતે ઉછેરલ બાળક એટલે પોતે..
                                                                 

                                 સમાપ્ત :

 

 Copy Right@Jayesh Gandhi 05.04.24