શ્રી રામ રહસ્ય
એવી વાત જે કદાચ આપે ક્યારેય સાંભળી કે વાંચી નહીં હોય, પ્રભુના જન્મથી રામ જન્મભૂમિનો ઇતિહાસ તથ્યો સાથે
રામ નામ એ હિંદુ સંસ્કારોમાં જન્મ થી મૃત્યુ સુધી કોઈ ના કોઈ રીતે જોડાયેલું છે, પરંતુ શું આપણને આ રામ નામ નો અર્થ ખબર છે ?તો આવો સમજીએ આ રામ નામ નો અર્થ સમજવાનો પ્રયાસ કરીએ.
બે અક્ષર અને બે માત્રાથી બન્યું છે રામનું નામ.
ર્+આ+મ્+અ = રામ
- ર - રસાતાળ
- આ - આકાશ
- મ - મૃત્યલોક
- આકાશ પાતાળ અને ધરતીના સ્વામી એટલે રામ
- બ્રાહ્મણ સંહિતા અનુસાર रमन्ते सर्वत इति रामः
- 'જે સર્વત્ર વ્યાપ્ત છે તે રામ છે'
- સંસ્કૃત વ્યાકરણ અનુસાર रमन्ते એટલે જે અતિ સુંદર અને દર્શનીય છે એ રામ છે...
- મનોજ્ઞ શબ્દ રામ સાથે જોડાયેલ શબ્દ છે. જેનો અર્થ છે મનને ઓળખનાર...
- હિન્દી વ્યાખ્યાકાર માને છે કે, આનંદ, સંતોષ અને શાંતિ આપનાર એટલે રામ...
- કેટલાક વિદ્વાનોની વ્યાખ્યા છે, ચાર ભાઇઓમાં ભરત ધર્મ, શત્રુઘ્ર અર્થ, લક્ષ્મણ કામ અને રામ મોક્ષના પ્રતીક છે. એટલે રામ નામનો એક અર્થ મોક્ષ પણ છે.
સંસ્કૃત વ્યાકરણ મુજબ ‘રમ્’ ધાતુમાં ‘ઘઈ’ પ્રત્યેયના યોગથી ‘રામ’ શબ્દ બન્યો છે. ‘રમ્’ ધાતુનો અર્થ રમણ (નિવાસ) કરવો છે. તેપ્રાણીઓના હૃદયમાં ‘રમણ’ (નિવાસ) કરે છે, એટલે ‘રામ’ છે. ભક્ત પણ તના મનમાં ‘રમણ’ કરે છે. એટલે પણ તે ‘રામ’ છે.
રામ બે અક્ષર અને એક માત્રા મળીને બનેલો શબ્દ છે. ર, આ અને મ. ‘ર’થી રસાતાળ એટલે પાતાળ, ‘આ’થી આકાશ અને ‘મ’થી મૃત્યુલોક એટલે પૃથ્વી. જે પાતાળ, આકાશ અને ધરતી પ્રણેયના સ્વામી છે, તે રામ છે.
જગતગુરૂ સ્વામી રામભદ્રાચાર્ય કહે છે-‘રમંતે કણે કણે ઇતિ રામ‘ જે કણ-કણમાં વ્યાપ્ત છે, તે રામ છે
વિષ્ણુસહસ્ત્રનામ પર પોતાના ભાષ્યમાં આદી શંકરાચાર્યએ કહ્યું છે કે નિત્યાનન્દસ્વરૂપ ભગવાનમાં યોગિન રમણ કરે છે, એટલે તે ‘રામ’ છે.
આ તમામ અર્થો એકજ અર્થ સૂચવે છે કે, રામ સર્વકર્તા છે, સર્વજ્ઞ અને સર્વ વ્યાપક તથા આનંદપ્રદક છે.
ભગવાન શ્રી રામ ની કથાઓ પણ ઘણી રોચક છે
ભગવાન વિષ્ણુને શા માટે રામનો અવતાર લેવો પડ્યો, શ્રીમદ ભાગવત, વાલ્મીકિ રામાયણ, હરિવંશપુરાણ અને રામચરિત માનસમાં વિવિધ કારણો આપવામાં આવ્યા છે. સામાન્ય રીતે કહીએ તો 2 શ્રાપ અને 2 વરદાન છે જેના કારણે રામનો અવતાર થયો. ચાલો જાણીએ કે તે શ્રાપ અને વરદાન શું હતા.
પહેલો શ્રાપ: જય-વિજયને સનકાદિક ઋષિઓએ આપ્યો હતો.
આ કથા શ્રીમદ ભાગવત મહાપુરાણના ત્રીજા
અધ્યાયમાં છે. સૃષ્ટિની શરૂઆતમાં, બ્રહ્માજીએ
અનેક વિશ્વોની રચના કરવા માટે તપસ્યા કરી. તેમની તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાન વિષ્ણુએ સનક, સનંદન, સનાતન અને સનતકુમાર નામના ચાર ઋષિઓના રૂપમાં અવતાર લીધો. તેમને ભગવાન વિષ્ણુનો પ્રથમ અવતાર માનવામાં આવે છે.
વૈકુંઠલોકમાં ભગવાન વિષ્ણુના જય-વિજય નામના બે દ્વારપાળ હતા. એકવાર સનકાદિ મુનિ ભગવાન વિષ્ણુના દર્શન કરવા વૈકુંઠ આવ્યા. જ્યારે સનકાદિ મુનિ દરવાજામાંથી બહાર નીકળવા લાગ્યા ત્યારે જય-વિજય હસ્યા અને શેરડીનો સાંઠો આડો રાખીને તેમને રોક્યા. સનકાદિક ઋષિઓને આ વાતનું ખરાબ લાગ્યું.
તેણે બંનેને ત્રણ જીવન માટે રાક્ષસ સ્વરૂપે જન્મ લેવાનો શ્રાપ આપ્યો. ક્ષમા માગવા પર સનકાદિ મુનિએ કહ્યું કે ભગવાન શ્રી હરિ સ્વયં ત્રણે જન્મમાં તમારો અંત કરશે, ત્રણ જન્મ પછી તમને મોક્ષ મળશે.
પ્રથમ જન્મમાં જય-વિજયનો જન્મ હિરણ્યકશિપુ અને હિરણ્યાક્ષ તરીકે થયો હતો. ભગવાન વિષ્ણુએ વરાહનો અવતાર લીધો અને હિરણ્યાક્ષનો વધ કર્યો અને નરસિંહના અવતારમાં હિરણ્યકશિપુનો વધ કર્યો.
બીજા જન્મમાં જય-વિજયએ રાવણ અને કુંભકર્ણ તરીકે જન્મ લીધો, તેમને મારવા માટે ભગવાન વિષ્ણુને રામનો અવતાર લેવો પડ્યો. ત્રીજા જન્મમાં બંને શિશુપાલ અને દંતવક્ર તરીકે જન્મ્યા. આ જન્મમાં ભગવાન શ્રી કૃષ્ણએ તેનો વધ કર્યો હતો.
ભગવાન રામના અવતારનું પહેલું કારણ સવકાદિક મુનિઓનો શ્રાપ બન્યો.
આ જય તથા વિજય ના 3 અવતાર એટલે
1. હિરણ્યકશિપુ - હિરણ્યાક્ષ જેમને ક્રમશઃ નરસિંહ તથા વરાહ અવતરે મોક્ષ અપાવિયો
2. રાવણ અને કુંભકર્ણ જેને રામ ભગવાને મોક્ષ આપિયો.
3. શિશુપાલ અને દંતવક્ર જેને ભગવાન શ્રી કૃષ્ણે મોક્ષ આપીયો.
બીજો શ્રાપ: નારદે ભગવાન વિષ્ણુને આપ્યો.
રામચરિત માનસના આ બાલકાંડમાં કથા છે.
એકવાર નારદ મુનિ હિમાલયમાં તપસ્યા કરી રહ્યા હતા. તેમની તપસ્યા ઘણા વર્ષો સુધી ચાલુ રહી. ઈન્દ્રને લાગ્યું કે નારદ મુનિ તેમની તપસ્યા દ્વારા ઈન્દ્રનું પદ પ્રાપ્ત કરશે. ઈન્દ્રએ કામદેવને નારદ મુનિની તપસ્યા ભંગ કરવાનો આદેશ આપ્યો.
નારદ જ્યાં તપસ્યા કરી રહ્યા હતા ત્યાં કામદેવ પહોંચ્યા. તેણે નારદ મુનિ પર કામુક બાણો છોડ્યા. બાણોની અસરથી નારદ મુનિની તપસ્યા ભાંગી પડી હતી. તેણે આંખો ખોલી અને કામદેવ સામે જોયું. કામદેવને લાગ્યું કે નારદ મને પણ ભગવાન શિવની જેમ ભસ્મ કરશે. તેણે નારદની માફી માંગી.
કામદેવે કહ્યું કે મેં આ બધું રાજા ઈન્દ્રના આદેશથી કર્યું છે. આપની તપસ્યા ભંગ કરવામાં મને કોઈ રસ નથી. મેં ફક્ત રાજાના આદેશનું પાલન કર્યું છે. કામદેવના આવા શબ્દો સાંભળીને નારદ હસ્યા અને તેમને માફ કરી દીધા. જ્યારે તેને ક્ષમા મળી ત્યારે કામદેવે કહ્યું-મેં ભગવાન શિવની તપસ્યાનો ભંગ કર્યો હતો, તેથી તેણે મને બાળીને રાખ કરી દીધો હતો. તેણે વાસના પર વિજય મેળવ્યો પણ ક્રોધ હારી ગયા. તમે તો ક્રોધ પર પણ વિજય મેળવ્યો અને મને માફ કરી દીધો. તમે શિવ કરતાં પણ મોટા સન્યાસી બની ગયા.
આ સાંભળીને નારદ અહંકારી થઈ ગયા. તે આ વાત કહેવા ભગવાન શિવ પાસે ગયા. ભગવાન શિવે તેમની વાત સાંભળી અને કહ્યું કે તમે મને આ વાત કહી છે પરંતુ ભગવાન વિષ્ણુને ભૂલથી પણ ના કહેશો. નારદ તેમની વાતને અવગણીને સીધા વૈકુંઠ લોકમાં ગયા. તેણે ભગવાન વિષ્ણુને પણ આ જ વાત કહી.ભગવાન વિષ્ણુ સમજી ગયા કે નારદ અહંકારી થઈ ગયા છે. તેમના અહંકારનો નાશ કરવો પડશે. ભગવાન વિષ્ણુએ પોતાની માયાથી એક નગરની સ્થાપના કરી. જેના રાજા શીલનિધિ હતા અને તેમની પુત્રી વિશ્વમોહિની હતી, જેનો સ્વયંવર થવાનો હતો. જ્યારે નારદ એ શહેરમાં પહોંચ્યા ત્યારે વિશ્વમોહિનીને જોઈને તેઓ વિચારવા લાગ્યા કે હવે મારે પણ લગ્ન કરી લેવા જોઈએ. તે ભગવાન વિષ્ણુ પાસે ગયા અને કહ્યું કે કૃપા કરીને તમારી માયાથી મને તમારું સ્વરૂપ આપો જેથી વિશ્વમાહિની મને તેમના સ્વયંવરમાં પસંદ કરી લે. ભગવાન વિષ્ણુએ નારદનું મુખ વાનર જેવું બનાવી દીધું. વિષ્ણુ પોતે સ્વયંવરમાં પહોંચ્યા અને વિશ્વમોહિનીએ વિષ્ણુને જ પોતાના વર તરીકે પસંદ કર્યા. નારદને જોઈને બધા હસતા હતા. આ જોઈને નારદે ભગવાન વિષ્ણુને શ્રાપ આપ્યો કે જો તમે મને સ્ત્રીઓથી વિયોગ આપો તો તમે પણ માનવ શરીર ધારણ કરશો અને 14 વર્ષ સુધી સ્ત્રીઓથી અલગ થઈને ભટકશો, મને વાંદરાનું મોં આપ્યું, આ વાંદરાઓ તમને તમારી પત્ની શોધવામાં મદદ કરશે. નારદનો આ શ્રાપ ભગવાન વિષ્ણુએ ગ્રહણ કર્યો અને આ રીતે બીજો શ્રાપ રામના અવતારનું કારણ બન્યો.
હવે બે વરદાનની વાત કરીએ.....
પ્રથમ વરદાન ભગવાન વિષ્ણુએ મનુ અને શત્રુઓને આપીયું હતું.
વિષ્ણુ ભગવાને આ સિવાય બ્રહ્મા દેવના અંશ મનુ અને સત્રૂપાની તપસ્યાથી ખુશ થઈ ને ભગવાન વિષ્ણુ એ વરદાન આપેલું કે હું તમારો પુત્ર બનીશ. અને આજ મનું અને સતૃપા આવતા જન્મે રાજા દશરથ અને કૌશલ્ય બનીયા જેમના ઘરે ભગવાન વિષ્ણુ એ રામ સ્વરૂપે અવતરણ કરિયુ. કારણ હતું રાવણનું વરદાન રાવણે અમર બનવા માટે બ્રહ્મદેવ ની તપસ્યા કરી ને વરદાન પ્રાપ્ત કરોયું હતું કે.. કોઈ દેવ, રાક્ષસ, યક્ષ, ગાંધર્વ, પ્રાણી, પશુ, જંતુ, નાગ, પક્ષી, દેવી કોઈ પણ તમને મારી ન શકે રાવણ મનુષ્ય અને વાનર નામ ભૂલી ગયા અને એના કારણે ભગવાન ને મનુષ્ય અવતરણ લીધું અને વાનરોની સહાય થી રાવણનો વધ કરિયો.....
દેશ અને દુનિયામાં રામાયણ અનેક ભાષામાં અને અનેક પ્રકારે મળી આવે છે પરંતુ કેટલીક દાંત કથાઓ છે જેની ઉપર આજે પણ લોકો વિશ્વાસ કરે છે...
એવી 5 કાલ્પનિક વાત વિશે જાણીએ.
- છત્તીસઢની દંત કથાનુસાર ભગવાન રામની એક બહેન શાંતા હતી. જેના લગ્ન શ્રૃંગી ઋષિ સાથે થયા હતા. આજ શ્રૃંગી ઋષિ ને દશરથ રાજાનો પુત્રકામેષ્ટી યજ્ઞ કરવો હતો. અને એના પ્રતાપે દશરથને રામ, ભરત, લક્ષમણ તથા શત્રુઘ્ન નો જન્મ થયો હતો.. પરંતુ રામ ની આ બહેન શાંત નો કોઈ ઉલ્લેખ વાલ્મીકિ રામાયણ માં તથા રામચરિત માનસમાં જોવા મળતો નથી.
- એક મિથ્યાનું સાર રામ ઉત્તમ પતિ ના હતા, કારણ કે એમેને લોકોપવાદથી બચવા માટે સીતાનો ત્યાગ કર્યો હતો પરંતુ આ વાત સત્ય નથી. વાલ્મીકિ રામાયણ માં ઉત્તર કાંદાના 48 માં અધ્યાયમાં માતા સીતા લક્ષ્મણને કહે છે કે અયોધ્યા જઇ ને પ્રભુ રામ ને કહેજો કે મારા કારણે જે બદનામી થઈ રહી છે એને દૂર કરવી એ મારું કર્તવ્ય છે તો પ્રજાનું પુત્રની જેમ પાલન પોષણ કરજો.
- રાવણનાના મહેલમાં હજારો મહિલાઓ હતું, જેને યોધ્ધ માં જીતી હતી અથવા અપહરણ કરીને લેવામાં આવી હતી, આવી હજારો મહિલાઓ રાવણના મહેલ માં હતું કારણ કે તમને બચવા માટે કોઈ અવિયું ન હતું, કારણ કે એ કાળ માં આવી મહિલાનો ત્યાગ કરવા માં આવે છે કે જેનું અપહરણ થયું હોઈ અથવાતો યુદ્ધના હારી ગયા હોઈ. પરંતુ રામ ભગવાન ને તો સીતાજી માટે યુદ્ધ કરી ને પતિવ્રત માટે ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
- અનેક જગ્યાએ એવો ઉલ્લેખ મળે છે કે સીતા એ રાવણની j પુત્રી હતી જેનો રાવણે ત્યાગ કરિયો હતો. પરંતુ વાસ્તવમાં ઘણા ઋષિઓને મારી ને તેને કોઈ થી મતીનોંઘડો ભરિયો હતો અને એ જોઈ એક ઋષિ એ રાવણને શ્રાપ આપ્યો હતો કે આ લોહીથી એક સંતાન ઉત્તપમ થશે ને તેના કારણે તરો વધ થશે. કહેવાય છે કે પછી રાવણે a ગઢાને મિથિલા પાસે આ ઘડો જમીનમાં દાટી દીધો અને આગળ જતા એક ગળામાંથી સીતા ની પ્રગટ થયા. પરંતુ રામાયણ અથવા રામચરિત માનસ માં એવો કોઈ ઉલ્લેખ નથી અને આ બંને ગ્રંથો માં સીતાજી ને માતા લક્ષ્મીનું રૂપ માનવામાં આવે છે...
- કેટલીક માન્યતાનું હનુમાન વિવાહિત છે અને એમને એક પુત્ર પણ છે... વાસ્તવમાં લંકાદહન પછી હનુમાનજી નો પરસેવો સમુદ્રમાં પડે છે જે એક માછલી ગ્રહણ કરી લે છે અને તેનાથી તેને એક પુત્ર ઉત્પન્ન થાય છે જે મકરધ્વજ નામથી ઓળખાય છે જે પાતાળમાં રહેતા હતા અને રાવણના ભાઈ અહિરાવણની સેનામાં હતા.
- બીજી એક મિથકનુસાર સૂર્યદેવ પાસે વિદ્યા પ્રાપ્ત કરતી વખતે અમુક વિદ્યા એવી હતું જેના માટે વિવાહિત હોવું અનિવાર્ય છે અને હનુમાન બાળ બ્રહ્મચારી હતા જેથી સૂર્યદેવ હનુમાન ના લગ્ન પોતાની તપસ્વી કન્યા સુવર્ચલા સાથે વિવાહ કરવા અને વિવાહના તુરંત પછી સુવર્ચાલા તપસ્યા માટે જતા ર્યા હતા. દક્ષિણ ભારતમાં ઘણા મંદિર માં ભગવાન હનુમાનની પૂજા પત્ની સાથે થાય છે.
- એક મિથક રાવણ માટે છે કે તે ખૂબ ચરિત્ર વાન હતા અને તેમને સીતાને એની મરજી વગર સ્પર્શ પણ ન હતા. કરિયા અને મહેલ માં રાખ્યા ન હતા.. વાસ્તવમાં એની પાછળ વાલ્મીકિ રામાયણ કહે છે કે રાવણના ભાઈ કુબેરના સંતાન નલકુબેર ના પત્ની રંભા સાથે બળાત્કાર થી સમાગમ કરિયો હતો જેના પ્રતાપે નલકુબેરે રાવણને શ્રાપ આપ્યો હતો કે જો હવે તે કોઈ સ્ત્રીને તેની મરજી વગર કોઈ પણ કારણ થી સ્પર્શ કરશે તો તેને મસ્તકના 100 ટુકડા થઈ જશે.. આ કારણ થી રાવણે સીતાજીનો સ્પર્શ કરિયો ન હતો.
- રામસે બડા રામકા નામ જેનાથી સમુદ્રમાં પથ્થર તરિય, જે નામને મહાદેવ અને હનુમાન પોતાનું સર્વ મને છે, એ નામ જે આપડા જીવનમાં કોઈ ના કોઈ રીતે જોડાયેલું છે. આ રામ નામનો ઉલ્લેખ સર્વપ્રથમ ક્યાં થયો અને રામાયણ કેટલી ભાષામાં અને કેટલા પ્રકારે લખાયેલી છે તે આજે જાણીએ
- રામ નામનો ઉલ્લેખ 1500 થી 1000 ઉ.પૂ ઋગ્વેદ માં જોવા મળે છે, ઋગ્વેદમાં ઇક્ષ્વાકુ, દશરથ, રામ અને સીતા નો ઉલ્લેખ જોવા મળે છે, આ તમામ ઉલ્લેખ અલગ અલગ જગ્યાએ જોવા મળે છે ઇક્ષ્વાકુ, દશરથ, રામ આ 3 ને રાજાના સ્વરૂપે થતાં સીતાને કૃષિની દેવીના સ્વરૂપે ઋગ્વેદ માં ઉલ્લેખ છે, પરંતુ ક્યાંક એવો ઉલ્લેખ નથી કે આ ઉલ્લેખ ભગવાન રામ નો છે.
- ત્યારબાદ સૌથી પહેલા ભગવાન રામનો ઉલ્લેખ વાલ્મીકિ રામાયણમાં કરવામાં આવે છે, જોકે વાલ્મીકિ રામાયણ ને લઈને અલગ અલગ દવાઓ થયા છે.
- પ્રોફેસર 'બલ્કે' પોતાની પુસ્તક "રામકથા કા ઇતિહાસમાં" લખ્યું કે રામાયણ ઇ. પૂ 2 સદીમાં એટલે કે આશરે 2400 વર્ષ પહેલાં લખાય હતી.
'કામિલ' ના જણાવિયા અનુસાર રામ કથાનો ઉલ્લેખ રામાયણ પહેલા "દશરથ જાખી" જે આ જથી લગભગ 2600 વર્ષ પહેલાં લખેલી હતી. પરંતુ તેમાં રામ કથા નો વિસ્તાર નથી. જેથી આજે વાલ્મીકિ રામાયણને જ સૌથી વધુ પ્રમાણિત માનવામાં આવે છે. એનું બીજું કારણ એ પણ છે કે આજ વાલ્મીકિ ઋષિ આશ્રમમાં સીતાજી વનવાસ દરમિયાન રહ્યા હતા ને અહિયજ લવ કુશ નો જન્મ થયો હતો કે જેમણે રામ દરબારમાં રામકથા સંભળાવી હતી.
વાલ્મીકિ રામાયણ સૌથી વધુ પ્રમાણિત હોવા છતાં ઇસ. 1576માં અવધિ ભાષામાં લખાયેલી તુલસીદાસ કૃત રામચરિતમાનસ દુનિયામાંભરમાં સૌથી વધુ વંચાતી રામકથા છે.
આ રામ કથા ત્યારબાદ સંસ્કૃત અને અવધિ ઉપરાંત હિન્દી અને ઉર્દૂ વગેરે ભાષામાં લખાય પણ રામકથા લખવામાં આવી છે..
1584 થી 1588 દરમિયાન બાદશાહ અકબરે 'અલ્બદાયું' દ્વારા વાલ્મીકિ રામાયણનું ઉર્દૂમાં ભાષાંતર કરાવિયું, ત્યારબાદ જહાંગીરે ફારસી ભાષામાં અનુવાદ કરવિયું.
આગળ જતાં શાહજહાંના કાળમાં 'ફૈજી' એટલેકે ફારસી કવિએ ભાષાંતર કર્યું ત્યાર બાદ 17 મી સદીમાં ' તજૂર્માયે રામાયણ' લાખાણી જે વાલ્મીકિ રામાયણનું ઉર્દૂમાં અનુવાદ હતું..
આ ઉપરાંત
ઉડિયા, તેલુગુ, બંગાળી, મરાઠી, ગુજરાતી સહિત અનેક ભાષામાં રામકથા લખાયેલી છે
ભારત સિવાય નેપાળ, તિબેટ, પૂર્વ તુર્કિસ્તાન, જાવ, ઈન્ડોનેશિયા, ઇન્ડોચાઇના, બર્મા, થાઇલેન્ડ અને કંબોડિયા, આ 9 દેશોમાં રામ કથા અલગ અલગ અને અલગ અલગ સમયે લખાયેલી છે.
16 સદી પછી લગભગ 15 વિદેશી યાત્રીઓને પોતાના અનુભવ પ્રમાણે ફેંચ, ડચ, અંગ્રેજી, પોર્ટુગીઝ વગેરે ભાષામાં લખાયેલી અનેક પુસ્તકોમાં રામકથાનો ઉલ્લેખ છે...
કથાઓ ભલે અનેક હોઈ પરંતુ લોકોના મનમાં વસેલ રામ તો એકજ છે.
રામજન્મમાં ભૂમિનો ઇતિહાસ ઇતિહાસ
અયોધ્યા એજ અયુધ છે... એટલે કે જેને જીતી ના શકાય. આ વાત નો ઉલ્લેખ ઇતિહાસથી લય ને પુરાણોમાં મળે છે.
પરંતું આ અયોધ્યાના રામ રાજ્યથી લય ને રામ મંદિર સુધી શું છે કહાની આવો જાણીએ.
બોદ્ધ સાહિત્ય અનુસાર અયોધ્યાનો ભગવાન બુદ્ધના સમય માં વિશાખા કહેવાતું. જે સંપૂર્ણ રીતે સંપન્ન શહેર હતી.
તો અથર્વવેદ માં અયોધ્યાનો 9 દ્વાર વારી દેવોની પૂરી તારીખે દર્શાવાયું છે. સાથે જ જાણવા મળે છે કે અયોધ્યા ક્યા કાળ માં પ્રસિદ્ધ હતી. વાલ્મીકિ રામાયણ અનુસાર સરિયું તટ ઉપર બનેલી આ અયોધ્યા નગરી 12 જોજન લાંબી અને 3 જોજન પહોળી હતી.. એટલે કે 5200 ચોરસ કિલ્લોમીટર.
1863/63 માં અયોધ્યાનો સૌપ્રથમ આર્ક્યોલોજીકલ સર્વે થયો હતો. જેમાં ધનન અને વિશાખ શિલાલેખ સાથેના સિક્કા મળી આવીયા હતા. ઇતિહાસ કર જોન કી એના પુસ્તક 'india a history' માં લખે છે કે. 'અયોધ્યાની સ્થાપના એવી જગ્યા એ થઈ હતી જ્યાં 2 વેપારી માર્ગ એક બીજાને કાપે છે. તેથી આ નગરી ખૂબ સમૃદ્ધ હતી.
બ્રિટિશરાજ દરમિયાન કલેક્ટર 'લાલા સીતારામ' તેના પુસ્તક અયોધ્યા ' અયોધ્યા કા ઇતિહાસ' કહ્યું છે કે ઈસા પૂર્વ 6 શતાબ્દીમાં અયોધ્યા કોશલ દેશની રાજધાની હતી.
અને ઘણી જગ્યા એ અયોધ્યાનો ' સાકેત ' પણ કહેવામાં આવ્યું છે.
પાલી ભાષાના પ્રોફેસર રીઝ ડેવિડ્સ અયોધ્યા અને સાકેત બોદ્ધ સમયકાળ દરમિયાન બે અલગ અલગ શહેરો હતા.
અયોધ્યા સૂર્યવંશી રાજધાની હતી અને એવું માનવામાં આવે છે કે આ વંશ ભારતીય ઇતિહાસમાં સૌથી લાંબો રાજવંશ હતો.
તેના કુલ 123 રાજાઓ હતો. જેમાં દશરથ 63 અને રામ 64 માં રાજા હતા.
રમાવતરની વાત કરીએ તો સ્કંદ પુરાણમાં તેનો ઉલ્લેખ અનુસાર રામ એ ભગવાન વિષ્ણુના અવતાર હતા. પરંતુ આ અવતાર પાછળ અનેક કારણો હતો. જેના મુખ્ય રાવણનો ઉપદ્રવ હતો.
અયોધ્યા અને શ્રી રામ વચ્ચે નો સંબંધ ઘણા સમય થી છે પરંતુ રામ અને રામ રાજ્ય પછી અયોધ્યા દરેશ શાસક સાથે બદલાતી રહી છે. તો વિવિધ રાજવંશ દરમિયાન અયોધ્યાની સ્થિતિ કેવી હતી.
શું મુગલ બાદશાહ બાબરે ખરેખર મંદિર તોડી ને મસ્જીદ બનાવી હતી. આવો જાણીએ.
બોદ્ધ સાહિત્યના પ્રાચીન ગ્રંથોમાં 16 જનપદોનો ઉલ્લેખ મળે છે એમાંથી એક કોસલ હતી અને તેની રાજધાની અયોધ્યા નગરી હતી. અનેક ઇતિહાસકાર માને છે કે અહીંના મંદિરોનો જીર્ણોદ્ધાર પ્રથમ વખત ઇ. સ. 57 માં કરાયું હતું. તે સમયે અહીં કુષાણ વંશના કનિષ્કનું શાસન હતું. અને ગુપ્તસામ્રાજ્યના સ્કંદગુપ્તનું શાસન ઇ.સ 454 થી 467 હતું. ઇતિહાસકારોનું કેહવુ છે કે વિક્રમાદિત્યનું બિરુદ ધારણ કરનાર સ્કંદગુપ્ત પોતાને રામ માનતા હતા. એમણે પોતાની રાજધાની સાકેત બનાવી અને તેનું નામ અયોધ્યા રાખ્યું. સાંસ્કૃતિક ઇતિહાસ કાર હૈંસ ટી બેકર પોતાની પુસ્તક હિસ્ટ્રી ઓફ અયોધ્યાના લખે છે કે.. વિક્રમાદિત્યએ ઘણા અયોધ્યામાં ઘણા મંદિરોનો જીર્ણોધાર કરાવિયો હતો. ગુપ્ત વંશ પછી ત્યાર ઘણા લાંબા સમય સુધી નાના રાજાઓના વચ્ચેના ઝગડાઓમાં ફસાયેલી રહી. ઇ.સ 1192માં મહંમદ ઘોરી પૃથ્વીરાજને હરાવી દિલ્હીની ગાદી ઉપર કબજો કરિયો. ત્યારે અયોધ્યા તેને તાબામાં આવી. એજ વર્ષ અયોધ્યામાં મંદિર નિર્માણ ઉપર પ્રતિબંધ લગાયો હતો.
પરંતુ તેમ છતાં એ સમયે અહીં મંદિર બનવાના દસ્તાવેજો ઉપલબ્ધ છે.
વર્ષ 1199માં ઠાકુર કુંદપાલ શ્રીવાસ્તવે ગઢવામાં નવગ્રહ મંદિર બનાવ્યું હતું.
વર્ષ 1245માં ઠાકુર શ્રીવાસ્તવે સિદ્ધેશ્વર મંદિર બનાવ્યું હતું.
વર્ષ 1526માં પાણીપતના યુદ્ધ પછી મુગલ શાસન શરૂ થયું.
1932 માં બ્રિટિશ કલેક્ટર લેખક લાલ સીતારામનું પ્રકાશિત પુસ્તક કહે છે કે બાબર 1528 માં અવધ આવિયો હતો. અને પ્રખ્યાત ફકીર ફઝલ કલંદરની સલાહથી તેમણે તેના સેનાપતિ મિરબાકીને રામજન્મભૂમિ ઉપર બનેલા મંદિરને તોડીને મસ્જિદ બનવાનો આદેશ આપેલો હતો. ત્યાર બાદ અયોધ્યાના હિન્દુઓ સાથે 17 દિવસ લડ્યા બાદ મિરબાકી મંદિરમાં પ્રવેશ્યો પરંતુ અંદરની મૂર્તિઓ ગાયબ થઈ ગઈ હતી. મીરબાકીના લોકોએ મંદિરની તમામ વસ્તુઓનો ઉપયોગ કરીને તે સ્થાન મંદિરના સ્થાને મસ્જિદ બનાવી હતી. જેનો ઉલ્લેખ મસ્જિદના દીવાલો ઉપર જોવા મળીયો હતો.
પરંતુ કૃણાલ કિશોર તેના પુસ્તક ayodhya revisited લખે છે કે બાબરે અયોધ્યામાં મસ્જિદ બનાવડાવી હોવાના કોઈ પુરાવા મળતા નથી. બાબર નામથી લયને આગામી 240 વર્ષ સુધીના દસ્તાવેજમાં મસ્જિદ બનવાનો કોઈ ઉલ્લેખ નથી. અપચલ એમનો તર્ક છે કે બાબર નામ અનુસાર 20 જૂન 1529 અનુસાર બનારે મીરબાકી અને તેની સેનાને છૂટા કરી દીધા હતા. આવી સ્થિતિમાં મીર બાકી દ્વારા મસ્જિદ બનાવડાવો સાવજ નથી આવતો.
1784 માં મેડિકલ ઓફિસર તરીકે ભારત આવેલા ફ્રાન્સીસ બુકાનન ને ઇસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા સર્વેની કામગીરી સોંપવામાં આવી. તેઓએ 1813-14માં અયોધ્યાનો સર્વે કરિયો જેમાં તેમને કહીયું કે હિન્દુઓ મને છે કે મંદિર ને ઓરંગઝેબ તોડી પાડ્યું હતું અને આ મસ્જિદ ખુબજ આધુનિક છે અને તેના ઉપર લખેલું છે કે તેને બાબર દ્વારા બનાવામાં આવી હતી. પછી થી આ રિપોર્ટ ના કારણે આ મસ્જિદનું નામ બાબરી મસ્જિદ પડીયું. મંદિર તોડ્યાનો સૌપ્રથમ ઉલ્લેખ 1767 માં અસ્ટ્રેયાના પાદરી ટેફેન્થેલર દ્વારા કરવામાં આવેલો હતો જેઓ એ ભારત ના 22 પ્રાંતોની મુલાકાત લય ને અલગ અલગ વૃતાંતો લખિયા છે. તેઓ 7 વર્ષ સુધી અયોધ્યા રહ્યા તેમના લખેલ વૃતાંતમાં ઉલ્લેખ મળે છે કે આ મંદિર ઓરંગઝેબ દ્વારા તોડવામાં આવિયુ હતું અને તેના સ્થાને મસ્જિદ બનાવાઈ હતી. અયોધ્યામાં મંદિર તોડીને મસ્જિદ અવશ્ય બનાવાઈ છે પરંતુ કયા સમય માં અને કોના કહેવાથી એ ઉપર ઇતિહાસકારોનો એક મત નથી.
કહેવાય છે કે 1528માં મીર બાકી એ બાબરી મસ્જિદ બંધાવી પણ વિવાદનો વિસ્ફોટ તેના 300 વર્ષ પછી 1813 માં થયો
ઇતિહાસકાર સર્વપલ્લી ગોપાલના પુસ્તક એનાટોમી ઓફ કંફ્રન્ટેશન મુજબ 1855માં કેટલાક મુસ્લિમોએ હનુમાન ગઢી ઉપર ચડાઈ કરી મુસ્લિમો નોંધાવો હતો કે હનુમાન ગઢી એક મસ્જિદ તોડીને બનાવાય છે. પરંતુ અવધ ના નવા બે તપાસ સમિતિ બનાવી અને સમિતિ નો રિપોર્ટ આવ્યો કે અહીંયા કોઈ મસ્જિદ હતી નહીં જેથી કરીને મુસ્લિમ પક્ષનો દાવો ફગાવી દેવામાં આવ્યો આ વિભાગ આગળ જતા ત્રણ વર્ષ પછી રામ મંદિર સુધી પહોંચ્યો જ્યારે 1858માં નવેમ્બર મહિનામાં બાબા ફકીરસિંહ ખાલસા નેતૃત્વમાં 25 નીહંગોએ બાબરી ઈમારતમાં ઘૂસીને હવન પૂજન કર્યું. ત્યારે મસ્જિદના મોજ્જીન મૌલવી મુહમ્મદ અસગરે તેના વિરોધ એફઆયઆર નોંધાવી. કૃણાલ કિશોરના પુસ્તક અયોધ્યા રીવિઝીટ મુજબ એફઆઈઆર માં કહેવાયું હતું કે નીહંગ શીખોએ મસ્જિદને અડીને ને એક ચબૂતરો બનાવ્યો છે. અને મસ્જિદની દીવાલો પર રામ રામ લખી દીધું છે રામ મંદિર વિવાદમાં આ પહેલો કાનૂની દસ્તાવેજ હતો. કે ચબૂતરો બનાવવાની કહાની કેટલીક જગ્યાએ અલગ પણ મળે છે. આ વિવાદથી બચવા 1959માં શાંતિ વ્યવસ્થા જાળવી રાખવા માટે અંગ્રેજોએ ચબૂતરા અને મસ્જિદ વચ્ચે દિવાલ બનાવી દીધી અને પહેલીવાર વિસ્તારો નક્કી કરવામાં આવ્યા. અને રામ ચબુતરા નો રસ્તો મસ્જિદ થી અલગ કરી દેવામાં આવ્યો અંદરના ભાગમાં મુસ્લિમ અને બહારના ભાગમાં હિન્દુ પોતાની આસ્થા મુજબ પૂજા કરવા લાગ્યા. અંગ્રેજોના આ પગલાં પછી હિન્દુ પૂર્વી દ્વારથી અને મુસ્લિમ ઉત્તરી દ્વારથી પ્રવેશ કરવા લાગ્યા.
ત્યારબાદ 29 જાન્યુઆરી 1885 એ પહેલીવાર પ્રકરણ ફૈઝાબાદ પાસે પહોંચ્યું નિર્મહોય અખાડા ના રઘુવીરદાસે પોતે જન્મસ્થાનના મહંત હોવાનું કહી અરજી કરી. ચબૂતરા ને રામ જન્મસ્થાન ગણાવીને ભારત સરકાર અને મોહમ્મદ અશ્ગર વિરુદ્ધ સિવિલ કોર્ટમાં કેસ દાખલ કર્યો.
આ પ્રકરણને સુનવાણી કરી રહેલા જજ પંડિત હરિ કિશન એ 14 ડિસેમ્બર 1885 એ તેની અરજી રદ કરતા લખ્યું કે ચબૂતરો અને મસ્જિદ બિલકુલ બાજુમાં છે ચબૂતરા પર મંદિર બનાવવાની મંજૂરી આપવી તે ભવિષ્યમાં હિંદુઓ અને મુસલમાન વચ્ચે રમખાણો નો પાયો નાખવા બરાબર છે.
જજ પંડિત હરિ કિશન ના નિર્ણય વિરુદ્ધ અખાડાએ બીજીવાર અપીલ કરી આ બાબતે પ્રકરણ ડિસ્ટ્રિક્ટ કોર્ટના તત્કાલિક જિલ્લા જજ કર્નલ ચેમિયાર પાસે પહોંચ્યો. કર્નલ ચેમિયરે પ્રકરણને સમજવા માટે મસ્જિદ વાળા વિસ્તારની મુલાકાત લીધી અને 18 માર્ચ 1886 એ તેમને પણ અરજી ફગાવી દીધી.
સાથે ચુકાદામાં લખ્યું કે..."મેં અયોધ્યા ગામની સરહદ પર બાબરીની બનાવેલી મસ્જિદ જોઈ જો મસ્જિદને સ્થાને પણ બનાવાય છે જે હિન્દુઓ માટે પવિત્ર હતું. તો તે દુર્ભાગ્યપૂર્ણ છે પણ આ વાત 356 વર્ષ જૂની છે. હવે સમાધાન કરવા માટે બહુ મોડું થઈ ગયું છે".
1886 માં થયેલી કાનુડી લડાઈ પછી અયોધ્યામાં રામ મંદિરને લઈને કોઈ મોટો વિવાદ થયો નહીં હિન્દુઓને મુસ્લિમ પક્ષ પોતપોતાના ભાગમાં સીમિત રહ્યા. પછી કેટલાક વર્ષો બાદ 1934 માં અયોધ્યાન અઢી લે આવેલા એક ગામમાં બકરી તેના દિવસે ગૌ હત્યા ની બનાવની ચિનગારી ભડકો બની. રમખાણો થયા અને આ આગ અયોધ્યા સુધી પહોંચી. કેટલાક લોકોએ બાબરી મસ્જિદને પણ નુકસાન પહોંચાડી જોકે પછી અંગ્રેજોએ ઇમારતનું સમારકામ કરાવ્યું.
વર્ષ 1936 માં મુસલમાનોના શિયા અને સુની સમુદાય એ વાત ઉપર ઝઘડી પડ્યા કે મસ્જિદ પર કોનો અધિકાર હશે પછી વકફ કમિશનરે આના પર તપાસ બેસાડી.
જિલ્લા વકફ કમિશનર મજીડે 8 ફેબ્રુઆરી 1941 એ પોતાનો રિપોર્ટમાં કહ્યું કે મસ્જિદની સ્થાપના કરનાર બાદશાહ સુન્ની હતા તેના ઇમામ અને નમાઝ અદા કરવા કરનાર પણ સુની હતા એટલે આ સુની મસ્જિદ થઈ. પછી શિય વકફ બોર્ડે સુની વકફ બોર્ડ વિરુદ્ધ ફૈઝાબાદની સિવિલ કોર્ટમાં કેસ કર્યો. જોકે સિવિલ જજ એસ એ અહેશા ને 30 માર્ચ 1946 એ શિયા સમુદાય નોંધાવો ફગાવી દીધો. ત્યારથી આ મસ્જિદ સુન્ની વકફ બોર્ડ અંતર્ગત આવતી થઈ.
1934 માં રમખાણો પછી લગભગ 13 વર્ષ સુધી અયોધ્યામાં શાંતિ રહી પણ 1947 માં ફરી તણાવ વધવા લાગ્યો. અયોધ્યા ધારક નાઈટ પુસ્તક અનુસાર 1947 ના અંતમાં અયોધ્યામાં વૈરાગીઓ અને હિન્દુ મહાસભાની એક મોટી સભા થઈ. આ સભામાં બાબરીની ઈમારત પર કબજો કરવાની વાત પણ મૂકવામાં આવી હતી.
1947 માં દેશ આઝાદ થયો, પણ અયોધ્યાનો મસ્જિદનો અને મંદિરનો વિવાદ આઝાદ થઈ શક્યો નહીં. આઝાદીના બે જ વર્ષ પછી 1949 માં રામ મંદિર વિવાદ એક નવો જ ગુણાંક લઈ લીધો. મજેદાર વાત એ છે કે આને પહેલીવાર રાજનૈતિક મુદ્દો બનાવનારી પાર્ટી કોંગ્રેસ જ હતી.
યુપીમાં 1948 માં 13 સીટો પર પેટા ચૂંટણી થવાની હતી તેમાં સૌથી ચર્ચિત ફૈઝાબાદની હતી. અહીંથી સમાજવાદી નેતા આચાર્ય નરેન્દ્ર દવે અને કોંગ્રેસના બાબા રાઘવદાસ આમને સામને હતા. આચાર્ય નરેન્દ્ર દવે ની મજબૂત પકડને જોઈને કોંગ્રેસે પહેલીવાર રામનો નામનો સહારો લીધો. બાબા રાઘદાસે એલાન કર્યું કે તે રામ જન્મભૂમિને વિરોધીઓથી મુક્ત કરાવીશું એ પણ મેસેજ આપવાની કોશિશ થઈ કે રામ મંદિરના પ્રકરણને કોંગ્રેસ ઉકેલી શકે છે.
પેટા ચૂંટણીમાં રામ નામનો જાદુ ચાલ્યો અને કોંગ્રેસ 1352 વોટથી જીતી ગઈ. બાબા રાઘવદાસે સંતો સાથે બેઠક કરી અને મંદિર માટે સરકારને પત્ર પણ લખ્યો. આ વચ્ચે વકફ ઇન્સ્પેક્ટર મોહમ્મદ ઈબ્રાહીમ મે 10 ડિસેમ્બર 1948 એ રિપોર્ટ જાહેર કર્યો. રિપોર્ટ અનુસાર હિન્દુ વૈરાગી આ વિસ્તારમાં kબર અને મઝારને સાફ કરીને રામાયણના પાઠ કરી રહ્યા છે, અને તે બાબરી મસ્જિદની ઇમારત પણ કબજો કરી રહ્યા છે.
સીટી મેજિસ્ટ્રેટ ગુરુદત્ત સિંહે 10 ઓક્ટોબરે એક રિપોર્ટ કલેકટર ના સભ્યો તેમાં જણાવ્યું કે બાબરી ઇ મારતની બાજુમાં એક નાનકડું મંદિર બનેલું છે. 14 નવેમ્બર આવતા આવતા હિન્દુ વૈરાગી એ બાબરી ઇમારત સામેના એક ભાગને સાફ કર્યો અને ત્યાં જ પૂજા પાઠ કરવા લાગ્યા ભીડ વધી તો પ્રશાસ અને ત્યાં એક પોલીસ ચોકી બનાવી. પણ સ્થિતિ ભગાડવા લાગી જેની અસર બરાબર 28 દિવસ પછી જોવા મળી. 23 ડિસેમ્બર 1949 માં અયોધ્યાન માં એક નવા વિવાદે જન્મ લીધો એક રાત પહેલા બાબરી માળખાની અંદર ભગવાન રામની મૂર્તિ મળી આવી. હિન્દુ સંગઠનો એ દાવો કર્યો કે ભગવાન રામ પોતે પ્રગટ થઈને સંદેશો આપી રહ્યા છે કે આજ તેનું જન્મસ્થાન છે જો કે મુસ્લિમ પક્ષે આ વાતને ફગાવી દીધી. મુસ્લિમ પક્ષની ફરિયાદ પર નોંધાયેલી એફ.આઈ.આરમાં અભીરામદાસ સહિત 50 થી 60 અજ્ઞાત લોકો વિરુદ્ધ આઈપીસી ની સેક્શન 147 448 અને 255 અંતર્ગત કેસ નોંધવામાં આવ્યો. આ ઘટના પછી તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નેહરુએ 26 ડિસેમ્બરે યુપીના તત્કાલીન અધ્યક્ષ ગોવિંદ વલ્લભ પંથને તાર મોકલ્યો જેમાં નેહરુએ કહ્યું કે 'અયોધ્યાની ઘટનાએ મને બહુ વિચલિત કર્યો છે મને ભરોસો છે કે આ પ્રકરણમાં તમે અંગત રીતે રસ લેશો. જે સ્થિતિ છે તેનાથી ખતરનાક મિસાલ બનાવાઈ રહી છે જેનું પરિણામ સારું નહીં હોય.'
29 ડિસેમ્બરે ફૈઝાબાદ કોર્ટના એડિશનલ સીટી મેજિસ્ટ્રેટ માર્કંડેય સિંહે વિવાદસ પદમાળખાની સીઆરપીસી 1898 ની કલમ 145 હેઠળ જપ્ત કરી લીધી. પરિસરના ગેટને તાળું મારી દેવામાં આવ્યું મૂર્તિની પૂજા અને સંભાળ માટે પ્રિયદત્તરામને રીસીવર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. યુપી સરકારે પણ આ મામલે વિધાનસભામાં એક લીટી નો જવાબ આપ્યો હતો કે આ પ્રકરણ કોર્ટમાં છે અને એના પર કઈપણ કહેવું યોગ્ય નથી.
1950 માં ફરી કાનૂની લડાઈ શરૂ થઈ. હકીકતમાં 1950 જાન્યુઆરીમાં ઓલ ઇન્ડિયા રામાયણ મહાસભાના મહાસચિવ ગોપાલસિંહએ કોર્ટમાં અરજી દાખિલ કરી. જેમાં રામ જન્મભૂમિ વાળા સ્થળે પૂજા અર્ચના કરવાની પરવાનગી માગવામાં આવી હતી ડિસેમ્બરમાં દિગંબર ખાડાના મહંત રામચંદ્રદાસ પરમહંસે પણ પૂજા માટે અરજી કરી હતી.
ત્રીજો કેશ નિર્મોહી અખાડાએ કર્યો પોતાને રામ જન્મસ્થાનના પ્રબંધક ઘણા આપ્યા 1961 માં સુન્ની વકફ બોર્ડ પણ કોર્ટમાં માળખાની માલિકી માટે દાવો રજૂ કરી દીધો. જિલ્લા જજે સુનવાણીને સરળ બનાવવા માટે ચારે કેસને છોડી દીધા.
આગળ જતા જનસંખે 1977 માં મંદિરને મુદ્દો. બનાવ્યો 1977 માં જનતા પાર્ટી એ જ્યારે ગઠબંધન સરકાર બનાવી ત્યારે ઘણા મુદ્દા એ વેગ પકડ્યો. પરંતુ ત્રણ વર્ષમાં જ સરકાર પડી ગઈ અને ઇન્દિરા ગાંધી એક વખત ફરી સત્તામાં આવ્યા. એ સમયે સંઘ પરિવાર એ મંદિરની માંગ પર હિન્દુ અને એક જૂથ કરવાની રહેતી બનાવી. એમાં માત્ર અયોધ્યા જ નહીં પરંતુ કાશી અને મથુરા પણ સામેલ કરવામાં આવ્યા.
રામ જન્મભૂમિ મુક્તિ યજ્ઞ સમિતિએ પહેલી રથયાત્રા કાઢી 27 જુલાઈ 1984 ના રોજ હિન્દુઓ વતી રામ જન્મભૂમિ મુક્તિ યજ્ઞ સમિતિની રચના કરવામાં આવી. મોટર કારનો રથ બનાવાય જેમાં રામસિતાની મૂર્તિઓની અંદર કેદ બતાવવામાં આવી આરત 25 સપ્ટેમ્બરે બિહારથી નીકળ્યો અને 8 ઓક્ટોમ્બરે અયોધ્યા પહોંચ્યો સમગ્ર આયોજનનો હેતુ હિન્દુઓને એક કરવાનો, ઇમારતના તાળા ખોલવા અને મંદિર નિર્માણ કરવાનો હતો આ રથ અયોધ્યાથી દિલ્હી પહોંચ્યો અને એ સમયે ઇન્દિરા ગાંધીની હત્યા થઈ તેના કારણે આગળ કાર્યક્રમ રદ કરવામાં આવ્યા.
80 ના દાયકામાં મંદિરનો મુદ્દો ગરમાયો. ઇન્દિરા ગાંધીની હત્યા પછીના વર્ષે સામાન્ય ચૂંટણીમાં પ્રસન્ન બહુમતીથી એક તરફ રાજીવ ગાંધીની સરકાર બની જ્યારે બીજી તરફ રામ મંદિરનો મુદ્દો ફરી ગરમાયો. વિશ્વ હિન્દુ પરિષદે સરકારને અલ્ટીમેટ આપ્યું કે : 'અગામી શિવરાત્રી એટલે કે 6 માર્ચ 1986 સુધી માળખાનું તાળું ન ખોલવામાં આવ્યું તો તેને ટોડી પાડવામાં આવશે.' મંદિરનો દાવો મધુ મજબૂત કરવા માટે તત્કાલીન યુપી સરકારે પણ જોર લગાવ્યું. મંત્રી વીર બહાદુર સિંહે 42a રામકથા પાર્ક અને રામ કી પૈડી બનાવવાની વાત કહી.
80 ના દાયકામાં શાહબાનો કેસમાં સુપ્રીમ કોર્ટનો ચુકાદો પલટાવાને કારણે રાજીવ ગાંધી પર મુસ્લિમ તૂષ્ટિકરણનો આરોપ થઈ રહ્યા હતા. નવો ચુકાદો ફેબ્રુઆરી 18 1986 માં સંસદમાં રજૂ થયો હતો આ વચ્ચે જાન્યુઆરી 1986 માં ફૈઝાબાદ જિલ્લા કોર્ટના ગર્ભ ગૃહનું તાળું ખોલવાની અરજી ફગાવી દેવામાં આવી. અરજી કરનાર વકીલ ઉમેશ પાંડેએ ઉપરી કોર્ટમાં અપીલ કરી, તો જિલ્લા વહીવટ તંત્રએ ગર્ભગૃહ ખોલવાની સહમતિ જાહેર કરી જજ કેઅમ પાંડય ના આદેશથી ગર્ભ નું તાળું ખોલવામાં આવ્યું. ચુકાદો કોર્ટનો હતો, પરંતુ માનવામાં આવે છે કે હિન્દુઓની નારાજગી દૂર કરવા માટે રાજીવ ગાંધીની સરકારે આ પગલું ભર્યું.
રથયાત્રા સાથે રામ મંદિર આંદોલનની નવી શરૂઆત શાહબાનો કેસ પછી સપ્ટેમ્બર 1990 માં લાલ કૃષ્ણ અડવાણીએ રથયાત્રા શરૂ કરી.
1990 થી 2024 એટલે કે લગભગ 34 વર્ષ જે રામ મંદિર વિવાદનો સૌથી મહત્વપૂર્ણ સમયગાળો હતો. આ 34 વર્ષમાં રામ મંદિરના નામે ગોળીઓ ચલાવવામાં આવી, રમખાણો ફાટે નીકળ્યા અને રામલલ્લા કોર્ટમાં પહોંચ્યા.
1986માં તાળા ખોલતાની સાથે જ આ રાજનીતિની અસર ઉત્તર પ્રદેશથી સમગ્ર દેશમાં થવા લાગી.
નથી રાજ રેતી સમાજ અને અદાલત એમ ત્રણેય મોરચે હલચલો થવા લાગી ૧૯૮૬માં તાળા ખોલ્યા બાદ રામ મંદિર વિવાદે હોબાળો મચાવ્યો. 1984 માં VHP ની ધર્મ સંસદમાં પણ રામ મંદિરનો મુદ્દો ચર્ચાઓ હતો તો 1980 માં રચાયેલી ભાજપે તે મુદ્દાને રાજકીય અવાજ આપ્યો. જેના વિશે કોંગ્રેસ ખચકાતી હતી, ભાજપનું વલણ હતું કે આ મામલે કોર્ટ નહીં પણ સરકાર પગલા ભરે. આ સાથે જ કાયદાકીય મોરચે પણ સક્રિયતા વધી. 1989 માં રામ મંદિર વિભાગ સંબંધીત તમામ અરજીઓ અલ્હાબાદ હાઇકોર્ટમાં સિફ્ટ કરવામાં આવી.
આગળ જતા 1989 ની બે ઘટનાઓએ રામ મંદિર વિવાદ નો માર્ગ તદ્દન રીતે બદલી નાખ્યો.
પહેલી ઘટના. 1 જુલાઈ 1989 ના રોજ ભૂતપર્વ ન્યાયાધીશ દેવકીનંદન અગ્રવાલએ રામ મિત્ર તરીકે અરજી દાખલ કરી જેમાં રામલલ્લા વીરાજમાનને અન્યાયિક વ્યક્તિ ગણાવીને વિવાદિત જમીન પર તેમનો દાવો રજૂ કરવામાં આવ્યો હતો. રામલલ્લાને ન્યાયિક વ્યક્તિ તરીકે માનવાથી જ તેમણે 1919 માં જમીનના અધિકારો આપવાનો રસ્તો ખુલ્યો.
બીજી ઘટના. 9 નવેમ્બર 1989 ના રોજ રાજીવ ગાંધી સરકારની પરવાનગીથી અયોધ્યામાં વિવાદિત માળખાની નજીક કરવામાં આવ્યું. જો કે મુસ્લિમ પક્ષના વિરોધને કારણે મંદિર નિર્માણ શરૂ ન થઈ શક્યું આ વિરોધી ભાજપને એક મુદ્દો આપી દીધો અને તેની અસર 1990 માં દેખાય.
1989માં કેન્દ્રમાં વી.પી સિંહ સરકારની રચના થઈ તે સમયે સપાના મુલાયમ સિંહ યાદવ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી હતા.
ભાજપના લાલકૃષ્ણ અડવાણીએ 25 સપ્ટેમ્બર 1990 ના રોજ ગુજરાતના સોમનાથ થી રથયાત્રાની શરૂઆત કરી હતી જે 30 ઓક્ટોમ્બરે અયોધ્યા પહોંચવાની હતી. આ માટે અયોધ્યામાં કાર સેવકો ભેગા થવા લાગ્યા પરંતુ રથયાત્રાને રોકી ને અડવાણીની બિહારમાં ધરપકડ કરવામાં આવી. આ ઘટના બાદ અયોધ્યામાં એકઠા થયેલા કાર સેવકો 30 ઓક્ટોમ્બરે ઉશ્કેરાયા હતા કેટલાક જૂથો વિવાદિત માળખામાં પ્રવેશવાનો પ્રયાસ શરૂ કરવા લાગ્યા. રાજ્ય સરકારના આદેશ પર પોલીસે ગોળીબાર કર્યો આ ઘટનામાં 16 કાર સેવક માર્યા ગયા.
અણુમાં ભાજપના કલ્યાણ સિંહ યુપીના સીએમ બન્યા હતા તેમણે યોગ્ય વિવાદિત 2.77 એકર જમીન પ્રવાસન વિકાસ માટે કબજે કરી લીધી તેમ જ નજીકની 42 એકર જમીન વીહીપને લીઝ પર આપી. બીપી સિંહ સરકાર દ્વારા આરક્ષણ અંગેના મંડલ કમિશનરો રિપોર્ટ લાગુ કરવાની દેશમાં ઉજળીયાત અને પછાતની રાજનીતિ તીવ્ર બની આ મહોલમાં ભાજપના મંદિરની માંગ નું સમર્થન પણ વધી ગયું. અયોધ્યામાં કાર સેવક ની તારીખ નક્કી કરવામાં આવી શાંતિ વ્યવસ્થા ની વાત આવી ત્યારે કલ્યાણસિંહે સુપ્રીમ કોર્ટમાં સબંધના નામો આપ્યું કે શાંતિ જાળવી રાખવામાં આવશે.
6 ડિસેમ્બર 1992 ના રોજ અયોધ્યામાં કારસેવકોની ભીડ હતી એ.જી. નુરાની તેમના પુસ્તક 'બાબરી મસ્જિદ આ મેટર ઓફ નેશનલમાં ઓનારમાં' લખે છે કે 6 ડિસેમ્બરની સવારે લાખો કાર સેવકો અયોધ્યા પહોંચ્યા નારા લાગી રહ્યા હતા "મિટ્ટી નહીં ખિસકાયેંગે ઢાંચા તોડકે જાયેંગે."
એકઠી થયેલી કાર સેવકોની ભીડ માંથી કોઈ મસ્જિદના ગુંબજ પર ચડ્યું તો કોઈએ દિવાલ તોડવાનું શરૂ કર્યું. પછીના 6 કલાકમાં માળખાનું નામો નિશાન ભૂંસી નાખવામાં આવ્યું, અને ત્યાં અસ્થાય મંદિર બનાવી દેવાયું. કોઈએ આ ઘટનાને રોકવાનો પ્રયાસ કર્યો નહીં.
આ માળખું તૂટતા જ દેશમાં રમખાણો ફાટી નીકળ્યા વડાપ્રધાન ટીવી નર્સિંગ હરાવે સ્પષ્ટતા કરી કે સુરક્ષા રાજ્ય સરકારના હાથમાં હતી યુપીમાં કલ્યાણ સિંહ ની સરકારને બરખાસ્ત કરવામાં આવી. તપાસ માટે લીબ્રાહમ કમિશન બન્યું. અડવાણી અને કલ્યાણસિંહ સહિત ભાજપના અનેક નેતાઓ સામે કેસ નોંધવામાં આવ્યો. ૧૯૯૩માં કેન્દ્ર સરકારેએ સમગ્ર 67 એકર જમીન સંપાદિત કરી અને યથાસ્થિતિ જાળવી રાખી. બબરીનું માળખું જળાશય થયા બાદ રામલલ્લાને તંબુમાં રાખવામાં આવ્યા હતા તે 27 વર્ષ સુધી તંબુમાં જ રહ્યા. કેસની તપાસ સીબીઆઇએ શરૂ કરી કોર્ટમાં કેસ ખેંચાતો રહ્યો મંદિરના આંદોલનો સ્વર ધીમો પડી ગયો.
બાબરી નું માળખું તૂટી પડ્યાના દર વર્ષ પછી 2002માં ગુજરાતના ગોધરામાં કાર સેવકોની ભરેલી ટ્રેનની બોગીમાં આગ લગાવી દેવાય ગુજરાતમાં રમખાણો ફાટી નીકળ્યા અને દેશમાં રામલાલ મંદિરની ચર્ચાએ જોર પકડ્યું. 2002માં અલ્હાબાદ હાઇકોર્ટે રામ જન્મસ્થાનના સ્વામી વિવાદમાં સુનવાણી શરૂ કરી અને 2003માં એ.એસ.આઇને સર્વેક્ષણનો આદેશ આપ્યો
એ.એસ.આઇ એ દાવો કર્યો હતો કે ખોદકામ દરમિયાન 10 મી સદીના પથ્થરો મળી આવ્યા જે કોઈ હિન્દુ મંદિરના હોઈ શકે છે. આ દરમિયાન 5 જુલાઈ 2005 ના રોજ અયોધ્યામાં રામ જન્મભૂમિ પરિસરમાં આતંકવાદી હુમલો થયો હતો હુમલાખોર લશ્કર-એ-તૈયબાના પાંચ આતંકવાદીઓ માર્યા ગયા.
સપ્ટેમ્બર 2010 ના રોજ અલ્હાબાદ હાઇકોર્ટે વિવાદિત જમીન કેસમાં પોતાનો ચુકાદો આપ્યો.
કોટેજ જમીને ત્રણ ભાગમાં વહેંચી દીધી.
સન્ની વકફબોર્ડને વિવાદિત જગ્યાનો બહારનો ભાગ.નિર્મોહિ ખાડાને સીતા રસોઈ અને રામ ચબુતરા તો મુખ્ય ભૂમિ રામલલ્લા બિરાજમાન ને સોંપવામાં આવી. જો કે માત્ર 6 મહિના પછી સુપ્રીમ કોર્ટે આ નિર્ણય પર રોક લગાવી દીધી. અને રામ મંદિર સંબંધિત કેસની સુવાણી પોતે જ કરવાનો નિર્ણય કર્યો. જોકે આ મામલો સુપ્રીમ કોર્ટમાં પણ ખેંચાતો રહ્યો.
2014 ની લોકસભા ચૂંટણીમાં ભાજપ એ બહુમતી સાથે સરકાર બનાવી. પાર્ટીના ચૂંટણી ઢંઢેરામાં રામ મંદિર મુખ્ય મુદ્દો હતો. કેન્દ્રમાં નવી સરકાર આવ્યા બાદ આ મામલા એ કોર્ટમાં પણ વેગ પકડ્યું. 2017 માં ત્રણ જજોની બેંચે સનવાણી શરૂ કરી અને 2019 માં તત્કાલીન સીજેઆઇ રંજન ગોગોઇની અધ્યક્ષતામાં પાંચ જજોની બેન્ચ બનાવાય.
નંબર 1919 ના રોજ આ બેંચે અયોધ્યા રામ જન્મભૂમિ કેસમાં પોતાનો ચુકાદો આપ્યો જેમાં વિવાદિત જમીનમાં રામલલ્લા બિરાજમાન નું સ્વામીત્વ માનવામાં આવ્યું.
પીન કોટે પોતાના ચુકાદામાં બે પોઈન્ટ 77 એકર જમીન પર રામરેલા બિરાજમાન નો અધિકાર માન્યો. કોટે કેન્દ્ર સરકારને આદેશ આપ્યો કે ત્રણ મહિનામાં એક ટ્રસ્ટ બનાવવાની જમીન સોંપી દેવામાં આવે. સાથે જ મંદિર નિર્માણ ટ્રસ્ટના સંચાલન અને જાળવણી માટે કેન્દ્રને ગાઈડલાઈન બનાવવાની સલાહ આપી.
આ મામલે નિર્મોહી અખાડા પણ માલિકી હકનો દાવેદાર હતો ખોટે જમીન પર તેમનો દાવો ન માન્યો પરંતુ એ જરૂરથી કહ્યું કે રામુ ને ટ્રસ્ટમાં તેમનું પ્રતિનિધિત્વ હોય.
તે કેન્દ્ર અને યુપી સરકારને એ નિર્દેશ આપ્યો કે મસ્જિદ બનાવવા માટે શુન્ય વકફ બોર્ડને અયોધ્યામાં જ પાંચ એકર જમીન આપવામાં આવે. અયોધ્યા જિલ્લા ના ધનીપુર વિસ્તારમાં બોર્ડને આ પાંચ એકર જમીન આપવામાં આવી છે અહીં મસ્જિદ નિર્માણ અને જાળવણી માટે સુની 2020 માં ઇન્ડો ઈસ્લામિક કલ્ચર ફાઉન્ડેશન ટ્રસ્ટ બનાવ્યું. અહીં મસ્જિદની સાથે સાથે 300 બેડ ની હોસ્પિટલકોમ્યુનિટી કિચન, અને ઈન્ડો ઇસ્લામિક રિસર્ચ સેન્ટર બનાવવાની તૈયારી છે
ફેબ્રુઆરી 2024 માં મસ્જિદ નિર્માણની પ્રક્રિયા આગળ વધશે.
રામ મંદિર નિર્માણનું શરૂ કર્યું પાંચ ઓગસ્ટ 2020 ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અયોધ્યામાં રામ મંદિરનું ભૂમિ પૂજન કર્યું પ્રશ્ન સચિવ ચંપતરાય અનુસાર ફેબ્રુઆરી 2023 સુધી ટ્રસ્ટને 3200 કરોડ રૂપિયાનું દાન મળ્યું મીડિયા રિપોર્ટ અનુસાર 2023 ના અંત સુધીમાં આંકડો પાંચ હજાર કરોડ સુધી પહોંચી ગયો ટ્રસ્ટ અનુસાર ફેબ્રુઆરી 2020 થી 31 માર્ચ 2023 સુધી મંદિર નિર્માણમાં 900 કરોડ રૂપિયા થયા મંદિરનો કુલ અંદાજિત ખર્ચ 18000 કરોડ છે પહેલો તબક્કો પૂર્ણ થઈ ચૂક્યો છે અને 22 જાન્યુઆરી 2024 ના રોજ મંદિરમાં બિરાજયા અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો.
રામ મંદિર વિભાગના 500 વર્ષના ઇતિહાસને સમજવા માટે આ મામલાને કાયરા કેવી રીતે સમજવું જરૂરી છે આવી વાત સાથે જોડાયેલી કેટલીક અરજીઓ થઈ શ્રી રામ લીલા મંદિરની કાયદાકીય યાત્રા કેટલા તબક્કામાં પસાર થઈ અને અંતે ભગવાન રામને જમીન માલિક નો હક કેવી રીતે મળ્યો આવો તે જાણીએ.
રામ મંદિરના 500 વર્ષના ઇતિહાસને સમજવા માટે આ કેસમાં કાયદાકીય ભાષાની બારીકાઈથી સમજવાની જરૂર છે. આ મામલો સૌપ્રથમ 1885 માં કોર્ટમાં પહોંચ્યો હતો. આખરે આશરે 2019 માં આ વિવાદનો ઉકેલ દ્વારા આપવામાં આવ્યો આ 134 વર્ષમાં પહેલા બ્રિટિશ રાજ્ય અને પછી સ્વતંત્ર ભારતની આંદોલનમાં આ વિભાગને લગતી કેટલી બધી અરજીઓ ગોળ ગોળ ફરતી રહી તે વિશે જાણીએ.
1985 થી 2019 એટલે કે 134 વર્ષમાં અલગ અલગ ત્રણ પ્રકારના કેસ નોંધાયા.
1. પૂજા કે ઇબાદતનો અધિકાર. 85 માં મહંત રઘુવરદાસની પહેલી અરજી પૂજાની મંજૂરી માટે હતી આ માંગ પર અન્ય પણ અનેક અરજીઓ દાખલ થઈ.
2. રામ જન્મસ્થાન ની માલિક નો હક - 1959માં આવી પહેલી અરજી નિર્મોહી અખાડાએ દાખલ કરી હતી. આ પાસાના સમાધાનથી વિવાદનો ઉકેલ મળ્યો.
3. બાબરી મસ્જિદસ્ત કરવાનો કેસ - 6 ડિસેમ્બર 1992 ના રોજ બાબરી મસ્જિદ સ્વસ્થ કરવામાં આવી અને આ પ્રકરણની પણ આ વિવાદનું મુખ્ય ભાગ રહી.
મંદિર વિવાદમાં પૂજાની માંગ કરતી અને કરજો દાખલ કરવામાં આવી હતી તેમાંથી ચાર અરજી સૌથી મહત્વની હતી.
1. 1885 માં મહાનત રઘુ બરદાસે રામ ચબુતરામાં પૂજા માટે કોર્ટમાં અરજી કરી હતી અરજી ફગાવી દેવામાં આવી હતી પરંતુ કોર્ટે સૈદ્ધાંતિક રીતે સ્વીકાર્યું હતું કે મંદિર તોડીને મસ્જિદ બનાવવામાં આવી છે તે દુર્ભાગ્યપૂર્ણ છે.
2. . 1949 માં બાબરી માળખામાં મૂર્તિઓ પ્રગટ થયા બાદ ગોપાલસિંહ વિશારાદે 1950 માં પૂજાની પરવાનગી માગતી અરજી કરી હતી જ્યારે સુપ્રીમ કોર્ટે 2019 માં પોતાના નિર્ણય આપ્યો ત્યારે આ મામલો પણ પૂર્ણ થયો.
3. 1949 માં ગર્ભગૃહમાં તાળું મારવામાં આવ્યું હતું. 1986માં વકીલ યુ.સી.પાંડેએ પૂજા માટે કોર્ટમાં તાળું ખોલવાની માંગ કરી હતી. ડીસ્ટ્રીક કોર્ટમાં ફગાવી દેવાયા બાદ, ઉપરીકોટમાં આ અરજી પર ગર્ભગૃહ નું તાળું ખોલવાનું આદેશ આપ્યો હતો.
4. 1993 માં કેન્દ્ર સરકાર અયોધ્યામાં જમીનનો કબજો કરી રહી હતી. ડોક્ટર એન.એમ.ફારુકીએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. દલીલ એવી હતી કે મસ્જિદના કબજાને કારણે નમાજ પઢવામાં આવશે નહીં કોર્ટે અરજી ફગાવી દીધી હતી અને કહ્યું કે 'નમાજ પડવા માટે મસ્જિદ ફરજિયાત નથી'
રામ જન્મભૂમિ માલિકીનો હક..
સુપ્રીમ કોર્ટે અને જમીની વિવાદ માન્યું અને તેની સાથે જોડાયેલી ત્રણ અરજીને જ માન્ય ગણી
1. નિર્મોહી અખાડા 1959 માં પહેલીવાર રામ જન્મસ્થાન પર માલિકીનો હક દર્શાવ્યો હતો ફૈઝાબાદ કોર્ટમાં જમીનના સંચાલનનો અધિકાર માગ્યો હતો.
2. સુન્ની વકફ બોર્ડ 1961 માં માલિકી હક નોંધાવો કર્યો બોર્ડે અરજીમાં વિવાદિત પરિસર માંથી મૂર્તિઓ હટાવવાની માંગ કરી હતી.
3. 1989 માં હાઇકોર્ટના પૂર્વ જજ દેવકીનંદન અગ્રવાલ એ રામમિત્ર તરીકે અરજી દાખલ કરી હતી રામલલાને ન્યાયિક વ્યક્તિ ગણાવ્યા અને જમીન પર પોતાનો દાવો રજૂ કર્યો.
ભગવાનને ધરતી પર જમીન માલિકીનો હક કેવી રીતે મળ્યો.
જમીન વિવાદમાં રામલલ્લા વિરાજમાન ને પક્ષકાર તરીકે સુપ્રીમ કોર્ટની માન્યતા એ આ વિવાદમાં મહત્વનો વળાંક હતો.
પરંપરામાં ભગવાનને જીવંત વ્યક્તિ માનવામાં આવે છે ભગવાન સંપત્તિના માલિક હોઈ શકે છે અને કાયદાકીય પ્રક્રિયામાં સામેલ થઈ શકે છે 1888 માં બ્રિટિશ કાયદા હેઠળ પણ હિન્દુ દેવી-દેવતાઓને કાયદાકીય વ્યક્તિ માનવામાં આવ્યા હતા.
આ પહેલા મનોહર ગણેશ તાંબેકર વિરુદ્ધ લખમિરામ ગોવિન્દ્રમ સહિત ડઝનેક મામલાઓમાં કોર્ટે દેવી-દેવતાઓને કાયદાકીય વ્યક્તિ માની ચૂક્યા. હતા રામલલ્લાની વિવિધ વિધિ વિધાન સાથે પ્રાણ પ્રતિષ્ઠા થઈ હતી અને આધારે તેઓ કાયદાકીય વ્યક્તિ માનવામાં આવ્યા એટલે કોટે તેમને જ જમીનના માલિક માન્યા.
આ કેસોની સુનવાણી શરૂ થવામાં 13 વર્ષ લાગ્યા 1989 માં ઈલાહાબાદ હાઇકોર્ટે ચલી અરજીઓ પર સનવાણી 2002માં શરૂ થઈ. 2003માં એએસઆઈને સર્વેનો આદેશ આપવામાં આવ્યો.
9 જાન્યુઆરી 2019
હાઇકોર્ટે 2010 માં વિવાદિત જમીનને ત્રણ ભાગમાં વહેંચી. 2011 માં સુપ્રીમ કોર્ટે નિર્ણય રદ કરી કેસ હાથમાં લીધો.
સી જી આઈ એ પાંચ જજની બેંચ બનાવી 2018 માં સુપ્રીમ કોર્ટમાં મોટીબેંચની માંગ કરવામાં આવી જે ફગાવી દેવામાં આવી 1919 માં CGI રંજન ગોગોએ નિર્ણય પલટી પાંચ જજની બેંચ બનાવી.
9 જાન્યુઆરી 2019 ના રોજ બનેલી પાંચ જજની બેંચમાંથી જસ્ટીત યુ યુ લલિત હટી ગયા. કેમ કે બાબરી કેસમાં તેમણે કલ્યાણ સિંહ નું પ્રતિનિધિત્વ કર્યું હતું 25 જાન્યુઆરીએ નવી બેંચ બની.
8 માર્ચ 2019 ના રોજ મધ્યસ્થી પેનલ બનાવવામાં આવી જેમણે બે મહિનામાં કેસ પૂરો કરવાનો હતો પરંતુ એવું થયું નહીં બે ઓગસ્ટે પેનલ તૂટી ગઈ.
6 ઓગસ્ટ 2019 ના રોજ સુનવાણી શરૂ થઈ તો 40 દિવસમાં પૂરી થઈ ગઈ કોર્ટે નિર્ણય 9 નવેમ્બર 2019 એ સંભળાવ્યો.
બાબરી ધ્વસ્ત કરવાનો કે ત્રીસ વર્ષ જુનવાણી બધા જ આરોપી મુક્ત.
6 ડિસેમ્બર 1992 જ્યારે કાર સેવકોની ભીડે 6 કલાકમાં બાબરી ધ્વસ્ત કરી.
તે પછી ભાજપ અને વિહીત નેતાઓ ઉપર ભડકાઓ ભાષણ અને લોકોને ઉશ્કેરવાના આરોપમાં કેસ ફાઈલ થયો એફઆઇઆર માં લાલકૃષ્ણ અડવાણી, અશોક સિંઘલ, વિનય કટિયાર, મુરલી મનોહર જોશી, ઉમા ભારતી, સાધ્વી ઋતમ્ભરા, વિષ્ણુ હરી, ડાલામિયા અને ગિરિરાજ કિશોર ના નામે સામેલ થયો.
ઘટનાના દસ દિવસ પછી તેની તપાસ કરવા માટે જસ્ટીસ્ટ એસએસ લીબરાહનની અધ્યક્ષતામાં આયોગ નું ગઠન કરવામાં આવ્યું આયોગે ત્રણ મહિનામાં રિપોર્ટ આપવાનો હતો.
કોર્ટનું વલણ
1993માં આ મામલે જોડાયેલા બધા કેસની સુનવાણી લખનૌ સ્પેશિયલ કોર્ટમાં શરૂ થઈ.
1996 માં કોર્ટે સીબીઆઇ ને કહ્યું કે કેસમાં ગુનાહિત ષડયંત્રની કલમ ઉમેરવામાં આવે લાંબા સમય સુધી દલીલ અહીં જ અટકાવેલી રહી કે ગેસની વચ્ચે આ કલમ જોડી શકાય કે નહીં 2003 માં સીબીઆઇ સપ્લીમેન્ટરી ચાર્જશીટ ફાઇલ કરી પરંતુ તેમાં ષડયંત્રની કલમ જોડી શક્યા નહીં..
આમાં સુનવાણી કરી રહેલાએ કોર્ટ એ લાલ કૃષ્ણ અડવાણી ને મુક્ત કરી દીધા 2005 માં ઇલાહાબાદ હાઇકોર્ટે આ આદેશ રદ કરી દીધો મામલાની ફરી સુનવાણી શરૂ થઈ અને 2007માં પહેલીવાર જુબાની લેવાય..
2009માં લિબ્રહ્ન આયોગે રિપોર્ટ સોપ્યો બાબરીધવસ્થને ષડયંત્ર માન્યું અને જવાબદારો ઉપર કેસ ચલાવવા માટે કહ્યું બંને મામલાઓની સુનવાણી અલગ અલગ થવા લાગી તેમને એક કરવાની સીબીઆઇની અપીલ હાઈકોર્ટમાં ફગાવાઈ.
2017 માં સુપ્રીમ કોર્ટે આ આદેશ રદ કરી બંને મામલાઓને એક કરી દીધા. 20 લોકો પણ ષડયંત્રનો આરોપ લાગવા માટે કહ્યું સીબીઆઇ એ 49 લોકોને આરોપી બનાવ્યા તેમાંથી 17 ના મોત થઈ ચૂક્યા હતા.
સીબીઆઇ કોર્ટે 30 ઓગસ્ટ 2022 ના રોજ નિર્ણય સંભળાવ્યો જેમાં લાલ કૃષ્ણ અડવાની સહિત બધા આરોપીઓને મુક્ત કરી દીધા.
1528 થી 2024 એટલે કે 496 વર્ષ પછી અયોધ્યામાં રામલાનું મંદિર બની રહ્યું છે રામ મંદિર વિવાદના આ લાંબા ઇતિહાસ ના દરેક કાલ ખંડમાં અનેક નામ હતા જે સમયે સમયે ચર્ચામાં રહ્યા આવા નામ જે આ વિવાદમાં કોઈને કોઈ ભાષા સાથે જોડાયેલા અથવા કે જવાબદાર હતા આવું તેની પરિચય પ્રાપ્ત કરીએ
આવા વ્યક્તિઓ અને તેના ચહેરા ઘણા છે તેમને ઓળખવા અને તેમની કહાની સમજવા માટે અમે પાત્રને ત્રણ ભાગમાં વિભાજીત કર્યા છે
1.સામાજિક, ધાર્મિક અથવા ઐતિહાસિક પ્રાત્રો
2.રાજકીય પાત્રો
3.કાયદાકીય લડાઈ ના પાત્રો
ધાર્મિક અથવા ઐતિહાસિક પાત્ર.
મીર બાકી
બાબરના કમાન્ડરે 1528 29 માં બાબરી મસ્જિદ બનાવી હતી બાબરનામાં બાકી તાશ્કંદીના નામેથી ઉલ્લેખ છે. કેટલાક ઇતિહાસકારો કહે છે કે બાબરે તેને 1529 માં સેનામાંથી કાઢી મૂક્યો હતો. જ્યારે બાબરનામાં ઉલ્લેખ છે કે તેને સજા પર મોકલવામાં આવ્યો હતો.
ફ્રાન્સિસ બુકાનન
ફ્રાન્સિસ બુકાનન બ્રિટિશ સર્વેકાર હતા. દુકાને 1813 14માં પોતાનું સર્વે રિપોર્ટ લખ્યો હતો. એમાં પહેલીવાર ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, અયોધ્યામાં મસ્જિદની દીવાલ પર એક શિલાલેખ મળ્યો છે જેમાં તેને બાબરી મસ્જિદ કહેવામાં આવી છે.
મહંત રઘુબર દાસ
1885 માં મહંત રઘુબર દાસે સર્વપ્રથમ મંદિરના નિર્માણ માટે ફૈઝાબાદ સિવિલ કોર્ટમાં અરજી દાખલ કરી હતી અરજી ફગાવી દેવામાં આવી હતી પરંતુ આનાથી મંદિરના નિર્માણ માટે કાયદાકીય લડાઈ નો માર્ગ ખુલી ગયો.
પરમહંસ રામચંદ્ર દાસ
1949 માં મૂર્તિઓ પ્રગટ થવાની સાથે પરમહંસ રામચંદ્ર દાસનું નામ ચર્ચામાં આવ્યું. ત્યારે હિન્દુ મહાસભાના નગર અધ્યક્ષ હતા 1990 માં અયોધ્યામાં કાર સેવકોને ભેગા કર્યા. 31 જુલાઈ 2003 ના રોજ 92 વર્ષની ઉંમરે તેમનું નિધન થયું.
મહંત અભી રામદાસ
1949 માં મૂર્તિઓ પ્રગટ થાય પછી દાખલ થયેલી એફઆરઆઇમાં મહંત અભીરામ દાસનું નામ પણ હતું તેઓ મૂળ બિહારના દરભંગા જિલ્લાના હતા. તેમણે પોતાના શિષ્યોને કહ્યું કે રામલલ્લાએ તેમને સપનામાં આવીને જન્મનું સચોટ સ્થળ બતાવ્યું હતું.
ગોપાલસિંહ વિશારદે
ગોપાલસિંહ વિશારદે રામલલાના દર્શન અને પૂજાના વ્યક્તિગત અધિકાર પર 1950 માં ફૈઝાબાદ કોર્ટમાં કેસ દાખલ કર્યો. હતો તે રામ મંદિર વિવાદના શરૂઆતની ચાર સિવિલ કેસમાંથી એક હતો. 1986માં તેના નિધન પછી રાજેન્દ્રસિંહ કેસની પેરવી કરી રહ્યા હતા.
કે.કે નાયર
કે કે નાયર 1949 માં મૂર્તિઓ પ્રગટ થઈ એ સમયે ફૈઝાબાદના જિલ્લા અધિકારી હતા. રાજ્ય સરકાર અને પંડિત નેહરુના કહેવા પર નાયરે મૂર્તિ હટાવી ન હતી. 1952માં જનસંઘની ટિકિટ પર બહરાઇચના સાંસદ બન્યા. 7 સપ્ટેમ્બર 1977 ના રોજ તેમનું અવસાન થયું.
મહંત નૃત્યગોપાલદાસ
મંદિર આંદોલનમાં સક્રિય મહંત નૃત્ય ગોપાલદાસનો જન્મ 11 જૂન 1938 માં રોજ મથુરાના કહોરામાં થયો હતો. 1990 માં કાર સેવકનું નેતૃત્વ કર્યું. જાન્યુઆરી 2002માં અયોધ્યા થી દિલ્હી સુધી ચેતવણી સંત યાત્રા નીકળી 82 વર્ષના મહંત શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટના અધ્યક્ષ છે.
ચંપત રાય
યુપીના બીજનોરમાં જન્મેલા ચંપતરાય આરએસએસ સાથે જોડાયેલા છે સંગઠનના પ્રચારક તરીકે મંદિર આંદોલનને ઊભું કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી. આજે તેઓ રામજન્મભૂમિ તીર્થ ટ્રસ્ટના મહાસચિવ તથા રામમંદિર નિર્માણના મુખ્ય ચહેરા છે.
રામ મંદિર સાથે જોડાયેલા રાજકીય ચહેરાઓ.
રાજીવ ગાંધી
1986માં રાજીવ ગાંધીએ ગર્ભગૃહની તાળું ખોલવાનો આદેશ આપ્યો હતો. એ સમયે તેમની સરકાર શહબાનો કેસમાં મુસ્લિમ કટ્ટરપંથીઓની પક્ષ લેવાનો આરોપ સહન કર્યો હતો. માનવામાં આવે છે કે હિન્દુઓ ને ખુશ કરવા માટે આ પગલું ભરવામાં અવિયુ હતું. 21 મે 1991ના રોજ રાજીવ ગાંધીની હત્યા કરવામાં આવી હતી.
મુલાયમસિંહ યાદવ
1990માં મુલાયમસિંહ યાદવ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી હતા. તેમના અદેશથી જ 30 ઓક્ટોબર 1990ના રોજ અયોધ્યામાં કાર સેવકો ઉપર પોલીસે ગોળીબાર કરિયો હતો. આ પછીની ચૂંટણીમાં તેઓને પતાની સત્તા ગુમાવી હતી. મુલાયમ સિંહ યાદવના અવસાન 10 ઓક્ટોબર 2022ના રોજ થયું હતું.
અશોક સિંઘલ
વિશ્વ હિન્દુ પરિષદના સંસ્થાપક એવાઅશોક સિંઘલ. વાજપેયી સરકાર દરમિયાન મંદિરની માંગ આજીવન ઉપવાસ પર બેઠા હતા. બાબરી માળખાને તોડવાના FIR પર તેમનું પણ નામ હતું. 17 નવેમ્બર 2015ના રોજ 89 વર્ષની ઉંમરે તેમનું અવસાન થયું.
લાલકૃષ્ણ અડવાણી.
સોમનાથથી લાલકૃષ્ણ અડવાણીએ જ 25 સપ્ટેમ્બર 1989ના રોજ રામમંદિર માટે રથયાત્રા શરૂ કરી હતી. બાબરી મસ્જિદ તોડવાની FIR માં એમનું નામ પણ સામેલ હતું. હાલ 96 વર્ષના અડવાણી BJP માર્ગદર્શક મંડળનો ભાગ છે.
પ્રમોદ મહાજન
પ્રમોદ મહાજન RSS ના મરાઠા ન્યુઝપેપર 'તરુણ ભરત' ના ડેપ્યુટી એડિટર રયા છે. 1974માં સંઘ પ્રચારક બનેલા મહાજને જ અડવાણીને પદયાત્રાનું જગ્યાએ રથયાત્રા કાઢવાની સલાહ આપી હતી. પ્રમોદ મહાજનની તેમના ભાઈ પ્રવીણ મહાજને 3 મે 2006ના રોજ હત્યા કરી હતી.
મુરલી મનોહર જોશી
મુરલી મનોહર જોશીએ મંદિર આંદોલનમાં ભાગ લીધું હતો. 1992 માં બબરિનું માળખું તોડી પડવાના સમયે તેઓ પરિસરની નજીકમાં હજાર હતા. હાલ 90 વર્ષના છે અને ભાજપ માર્ગદર્શક મંડળીનો ભાગ છે.
પી.વી.નરસિંહ રાવ
નરસિંહા રાવના કાર્યકાળમાં જ 6 ડિસેમ્બર 1992 ના રોજ બાબરી નું માળખું તોડી પાડવામાં આવ્યું હતું પત્રકાર કુલદીપ નાયરની આત્મકથામાં લખ્યું છે કે 'મારી જાણકારી અનુસાર જ્યારે કાર સેવકો માળખું તોડી રહ્યા હતા ત્યારે નરસિંહા રાવ પૂજામાં બેઠા હતા તેઓ જ્યારે ઉભા થયા ત્યારે માળખાનો છેલ્લો પથ્થર હટાવી દેવામાં આવ્યો'
કલ્યાણ સિંહ
મસ્જિદ નું માળખું તોડી પાડવાના સમયે કલ્યાણ સિંહ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી હતા. તેઓ 13 લોકોમાંથી હતા જેમના પર માળખું તોડી પાડવાના ષડયંત્ર માં સામેલ થયાનું આરોપ હતો. માળખું તૂટ્યા બાદ જ તેમની સરકાર બરતરફ કરવામાં આવી. 21 ઓગસ્ટ 2021 ના રોજ કલ્યાણ સિંહ નું અવસાન થયું.
ઉમા ભારતી
આંદોલન દરમિયાન ઉમા ભારતી મુખ્ય પ્રવક્તાઓમાં હતા. લીબ્રાહન આયોગે એમાં પણ ભડકાવ ભાષણ આપવાનો આરોપ લગાવ્યો હતો. 2003 થી 2004 વચ્ચે તેઓ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી હતા.
નરેન્દ્ર મોદી
વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી શરૂઆતથી જ રામ મંદિર સાથે જોડાયેલા હતા. 90 ના દાયકામાં મોદીજી ભાજપ અધ્યક્ષ મુરલી મનોહર જોશીની એકતા યાત્રાના સંયોજક હતા.
અડવાણીની રથયાત્રાઓમાં પણ મોદી સાહેબની મહત્વની ભૂમિકા હતી. વડાપ્રધાન તરીકે તેમના કાર્યકાળમાં જ રામ મંદિર કેસની સુનવાણી માટે જી આવી 19 2019 માં સુપ્રીમ કોર્ટે રામ મંદિર નિર્માણને મંજૂરી આપી.
કાયદાકીય લડતના પાત્રો
જજ કર્નલ ચૈમિયર
ડિસ્ટ્રિક્ટ જર્જ કર્નલ ચૈમિયરે 1888 માં મહંત રઘુબરદાસ ની અરજી પર ચુકાદો આપ્યો હતો અને પહેલી વખત સૈદ્ધાંતિક રૂપથી માન્યું કે મસ્જિદને હિન્દુઓના પવિત્ર સ્થળ પર બનાવવામાં આવી છે.
જજ એસકે યાદવ
CBI કોર્ટના રિટાયર્ડ એસ.કે યાદવ જેમણે 30 સપ્ટેમ્બર 2020 ના રોજ બાબરી નું માળખું તોડનાર તમામ 32 આરોપીઓને મુક્ત કર્યા હતા. રિટાયરમેન્ટ પછી ઉત્તર પ્રદેશ સરકારે તેમને નાયબ લોકાયુક્ત બનાવ્યા.
જસ્ટિસ રંજન ગોગોઈ
જસ્ટિસ રંજન ગોગો એ અયોધ્યા કેસ પર ચુકાદો આપનારી પાંચ જજોની બેચની અધ્યક્ષતા કરી 17 નવેમ્બર 2019 ના રોજ CJI પદ પરથી રિટાયર્ડ થયા. ચાર મહિના પછી રાષ્ટ્રપતિએ તેમને રાજ્યસભા સાંસદ તરીકે નીમાંકિત કર્યા.
જસ્ટિસ એસએ બોબડે
અયોધ્યા પર બનેલી બંધારણીય બેચના સભ્ય જસ્ટિસ શરદ અરવિંદ બોબડે, જસ્ટિસ સંજય ગોગોઈ પછી ભારતના 47 માં ચીફ જસ્ટિસ બન્યા 23 એપ્રિલ 2021 ના રોજ રીટાયર્ડ થયા રિટાયરમેન્ટ પછી જસ્ટિસ બોબોડે મહારાષ્ટ્ર નેશનલ યુનિવર્સિટી નાગપુરના ચાન્સેલર
જસ્ટીસ ડીવાઈ ચંદ્રચડ
અયોધ્યા પર બનેલી બંધારણીય બેંકના જસ્ટિસ ધનંજય યશવંત ચંદ્રચુડ પણ હતા. સૌથી લાંબા સમય સુધી ભારતના ચીફ જસ્ટિસ રહેનાર જસ્ટિસ વાય.વી. ચન્દ્રચૂડના તે દીકરા છે હાલ જસ્ટિસ ચંદ્રચૂડ ભારતના ચીફ જસ્ટિસ છે.
જસ્ટિસ અશોક ભૂષણ
અયોધ્યા પર બનેલી બંધારણીય બેંચના ચોથા જજ હતા જસ્ટિસ અશોક ભૂષણ અશોકભૂષણ જુલાઈ 2021 ના રોજ રીટાયર થયા. ચાર મહિના પછી નેશનલ કંપની લો એપેલેટ ઓથોરિટીના ચેરપર્સન બન્યા.
જસ્ટિસ એસ. અબ્દુલ નઝીર
પણ બનેલી બંધાવીએ બેન્ચના પાંચમાં જજ જસ્ટીસ એસ. અબ્દુલ નઝીર જસ્ટિસ હતા. નઝીર નોટબંધીને પડકાર આપતી અરજી પર ચુકાદોની બેંચમાં પણ સામે હતા જાન્યુઆરી 2030 માં રિટાયર્ડ થયા. અને એક મહિના પછી તેમને આંધ્રપ્રદેશના રાજ્યપાલ બનાવવામાં આવ્યા.