I was just playing - Chapter 8 in Gujarati Women Focused by yogina patel books and stories PDF | હું રમતી હતી ઓટલે - પ્રકરણ 8

Featured Books
Categories
Share

હું રમતી હતી ઓટલે - પ્રકરણ 8

હું રમતી હતી ઓટલે 

પ્રકરણ ૮ -આંસુઓનું આંગણું 

             કાશીરામ કાકા જાસ્મીન ને પોતાની સાથે લઈને ઘરમાં પ્રવેશ્યા, જાસ્મીન ઉત્સુક નજર એ જ વ્યક્તિને શોધી રહી હતી, જેને જોવા માટે તે આટલે દુર આવ્યો હતો- એટલે કે ગુરી ને. પરંતુ અંદર પગ મુકતા ની સાથે જ જે દ્રશ્ય તેની સામે આવ્યું, એ જોઈને તેના પગ ત્યાં જ જકડાઈ ગયા. સામે ગુરી ઉભી હતી. તેણે બાપુએ આપેલો ખાસ ડ્રેસ પહેર્યો હતો. બાપુના ફોટા સામે એકીટશે જોઈને તેની આંખોમાં થી અશ્રુની ધારાઓ વહી રહી હતી. તે ધુસકે ને ધુસકે રડી રહી હતી. જાણે પોતાના દિલનો બધો જ ભાર એ ફોટા સામે ઠાલવી રહી હોય! "જાસ્મીન આ જ ગુરી છે..."કાશીરામ કાકા એ ખૂબ જ ધીમા અને ગંભીર અવાજે જાસ્મીનના પીઠ પર હાથ મુકતા કહ્યું જાસ્મીન સ્તબ્ધ થઈને બસ ગુરી ને જ જોઈ રહ્યો. એક પ્રતિષ્ઠિત પટેલ પરિવારની આ દીકરી અને બાપુ વચ્ચેનો આ અનોખો સબંધ અને ગુરી ના ચહેરા પરની અસીમ વેદના જોઈને જાસ્મીન ના મનમાં અનેક સવાલો વંટોળની જેમ ઘુમવા લાગ્યા. ઘરમાં એક ગુંગળાવી નાખે તેવી શાંતિ હતી. જેમાં ગુરી ના પરિવારના રડવાનો ધીમો અવાજ ગુંજી રહ્યો હતો. જાસ્મીન અને કાશીરામ કાકા ઘરમાં આવ્યા કાશીરામ કાકા ખાટલા ના એક છેડે બેઠાં અને જાસ્મિન પણ તેમની બાજુમાં બેસી ગયો. જાસ્મીન ની નજર સામે બેઠેલી ગુરી પર પડી. ગુરી  માથું નમાવીને બેઠી હતી. ઓઢણીનો છેડો આંગળીમાં વીંટળાતી હતી અને વરસે વરસે આંખો લૂછી લેતી હતી. જાસ્મીન ને પહેલીવાર તેને આમ નજીકથી જોઈ હતી. ઘરમાં બધા બેઠા હતા. છત્તા ગુરીના ચહેરા પર એવી ઉદાસી હતી કે જાસ્મીન ને પૂછ્યા વગર જ ઘણું બધું સમજાઈ રહ્યું હતું. કાશીરામ કાકાએ જાસ્મીન તરફ જોઈને ધીમેથી કહ્યું,"બેટા આ છે ગુરી,"જાસ્મીન ને હળવેથી માથું અલગ.,"હા કાકા ગુરી એ પણ એક ક્ષણ માટે નજર ઊંચી કરી. બંનેની નજર મળી, પણ ગુરી તરત જ નજર નીચી કરી. સીમા રસોડામાંથી પાણીનો ગ્લાસ લઈને આવી. જાસ્મીને પાણીનો ઘૂંટડો ભર્યો. પછી ગ્લાસ હાથમાં જ રાખીને ફરી ગુરી તરફ જોઈએ. એ વખતે ગુરી એ ધીમેથી પૂછ્યું"તમે..... પહેલીવાર આવ્યા છો અમારા ગામમાં?"હા જાસ્મીન ને કહ્યું પણ ગામ તો સારું લાગ્યું. ગુરી ના ચહેરા પર આછું સ્મિત આવ્યું."ગામ સારું છે...... અહીંના લોકો પણ સારા છે. કાશીરામ કાકા હળવેથી બોલ્યા,"હા બેટા , ગામમાં બધા એક બીજાના સુખ દુઃખમાં ઊભા રહે છે. દીકરીનું દુઃખ આવે ઘરના માણસોનું કાળજુ વધારે દુખે! જાસ્મીને કાકા ની વાત સાંભળી. અને આરામથી કહેવા દો કોઈ ઉતાવળ નથી."

                      ગંગાબા અને મણીબા ને જાસ્મીન આવવાના સમાચાર મળ્યા એટલે બંને તરત જ રૂખીના ઘરે દોડી આવ્યા. ઘરમાં આવીને ગંગાબાઈ કાશીરામ કાકાને કહ્યું."એ આવો કાશીરામભાઈ કેમ છો? તબિયત પાણી સારા છે ને?"હા ગંગા બા્ બસ ભગવાનની દયાથી સારું છે."કાશીરામ કાકાએ હસતા હસતા કહ્યું."આ જાસ્મિન છે ભૂલને જોવા માટે લઈને આવ્યો છું."ગંગાબાએ જાસ્મીન સામે જોયું અને પછી રૂખી તરફ જોઈને બોલ્યા,"અમારી ગૂરી બહુ હોશિયાર અને મહેનતુ છોકરી છે. એના બાપુના અવસાન પછી તો ઘરની ઘણી જવાબદારી પણ એણે પોતાના માથે લઈ લીધી છે."ગંગા બાના અવાજમાં ગુરી માટેનું ગર્વ સ્પષ્ટ દેખાતો હતો. મણીબા એ પણ વાતમાં સુર પુરાવ્યું,"હા આવી સંસ્કારી અને સમજુ છોકરી આજકાલ ક્યાંથી મળે? ઘરના મોટા-નાનાનું માન રાખે, કામમાં હાથ બતાવે અને મુશ્કેલીઓ આવે તો પણ પાછળ ન હટે."કાશીરામ કાકા પણ જાસ્મિન સામે જોઈને બોલ્યા જાસ્મીન પણ કાંઈ ઓછો નથી. છોકરો નાનો હતો ત્યારથી જ માં - બાપનો સહારો ન હતો. કાકા કાકા કાકી સાથે રહીને મોટો થયો છે! પણ અમે ક્યારેય એને પારકો ગણ્યો નથી. પોતાના દીકરાની જેમ જ ઉછેર્યું છે". માતુજે કાકાની વાત સાંભળીને જાસ્મીન માથું ઝુકાવીને બેઠો રહ્યો. તેના ચહેરા પર સંકોચ હતો. ગંગા બા એ ગુરી તરફ જોયું.ગુરી પણ એક ખૂણે શાંત બેઠી હતી. ઘરમાં ચાલતી વાતો સાંભળતી હતી, પણ નજર વારંવાર જાસ્મીન તરફ જતી હતી. આજે તેના માટેનો દિવસ કંઈક અલગ હતો. એક તરફ બાપુની યાદ હતી. બીજી તરફ સામે બેઠેલો જાસ્મિન હતો અને ઘરના બધા લોકો જાણે જીવનનો નવો રસ્તો નક્કી કરવાની વાતો કરી રહ્યા હતા.