Sharuaat in Gujarati Short Stories by Kirti Trambadiya books and stories PDF | શરૂઆત

Featured Books
Categories
Share

શરૂઆત

શરૂઆત

કિર્તી ત્રાંબડીયા

મો. ૯૪ર૯ર૪૪૦૧૯


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


શરૂઆત

જીવનમાં આગળ વધવા માટે હિંમત જોઈએ, મુસીબત સામે લડવા માટે માણસની માનસીક રીતે તૈયાર હોવી જોઈએ, આવા ઘણાં વાકયો તમે કયાંકને કયાંક સાંભળવા મળ્યા જ હશે. પરંતુ કયારેક તમે કોઈ એવું કાર્ય કર્યું છે ? જે ખરેખર તમારી હિંમત, તાકાત કે સાહસથી બહાર હોય. જે ખરેખર તમે કરી શકો તેમ હોય તેવી કોઈ આશા ઘરના વ્યકિતઓને નહિ, પરંતુ બહારનાને પણ માન્યમાં ન આવે એવી વાત હોય ? જો ખરેખર કયારે કોઈ હિંમતવાન કાર્ય કર્યું જ ન હોય તો, હજુ મોડુ નથી થયું જરાક વિચારો જોઈએ, સવારમાં ઉઠવું બ્રશ કરવું, નાસ્તો કરવો, નાહવું તૈયાર થવું આ રોજીંદી ક્રિયા દુનિયાનો હરકોઈ માણસ કરે જ છે. પરંતુ એવું કોઈ કામ જેથી દુનિયા તમને ઓળખે. આ દુનિયામાં તમારી કોઈ જગ્યા બનાવો, અને જો આવું કોઈ કાર્ય કરવા ઈચ્છતા જ હોય તો ચાલો

સાથે મળીને શરૂઆત કરીએ ??? સૌ પ્રથમ...

આપણા વિચારોને બદલીએ, આપણા જીવનમાંથી આ નહીં થાય તો ? બગડી જશે તો ? આ મારુ કામ નથી ? આમ કરીશ ને પડી જાયશ તો ? આ બધાં વાકયોને, વિચારોને દુર કરો, અને તમારા મગજને હકારાત્મક વિચારતું કરો. એટલી હદે હકારાત્મક કે કોઈપણ અશ્કય કાર્યને પણ શકય બનાવવા માટે હિંમત હવા દ્વારા તમારા શ્વાસમાં આવી જવી જોઈએ. તમારી આસપાસનું વાતાવરણ એટલું તો હકારાત્મક હોવું જોઈએ કે, તમે ચાલતાં જતાં હોય તો તમારી આસપાસની હવા દોડતી હોવી જોઈએ.

તમારા સંપર્કમાં આવતો માનસીક અપંગ માણસને પણ તમારી હકારાત્મકતાની હવાનો અહેસાસ થવો જોઈએ. તમારી સાથે વાત કરતાં માણસમાં જુસ્સાની હવા ફુલના સુગંધની જેમ મહેકતી હોવી જોઈએ. તમારો સાથ દરેકને હવામાં ઉડવા માટે મજબુર કરી દે તેવો હોવો જોઈએ. તમારી એક ઝલક માણસના જીવનમાં બદલાવના બીજનું વાવેતર કરતું હોવું જોઈએ. તમારા અવાજનો એક સુર કોઈના જીવનનો રુખ બદલી શકવાની હિંમત રાખતો હોવો જોઈએ. તમારી મુલાકાત મૃત્યુના બીછાને પડેલા માણસને જીવવા માટેની જીજીવિષા એટલી તો પ્રબળ કરી નાંખે કે, મોત પણ તેમને હાથતાળી આપીને ચાલ્યું જાય.

બસ, જો વિચારની અસર જ આટલી મજેદાર, ખુશનુમા વાતાવરણની જેમ મહેકતી એન્ટ્રી કરતી હોય તો, પછીની જીંદગીની વાત જ કયાં કરવી ! પછી તો જીવન રેટ કારપેટ પર કેટવોક કરી શકે છે. બસ એક વાર હિંમતને બાથમાં લઈને વિચારવાની શરૂઆત તો કરો, પછી જુઓ તમારા જીવનની દર પળ ખુશીઓથી ભરેલ રહે છે. જે ખુશી તમારું જીવન પણ ખુશીઓથી ભરાય જશે. તમારી ખુશીઓ તમારી આંખોમાં છલકાતી જોઈ શકાશે. જેથી તમને દુનિયાનો હરકોઈ નજારો

ખુશખુશાલ દેખાશે.

હંમેશા સીક્કાની બીજી બાજુ હોય જ છે. બસ, આમ જ દુઃખની બીજી બાજુ સુખ છુપાયેલું જ હોય છે. તેવી જ રીતે એક વાર હકારાત્મક વિચાર કરતાં શીખી જાઓ અને જીવતા શીખી જાઓ પછી જુઓ તમારા જીવનની દરેક મુશ્કેલીને તમે કેટલી સરળતાથી સહજ રીતે પસાર કરી શકશો. આવી જ એક વર્ષો પહેલાં બનેલી સત્ય હકીકત વિશે થોડુ જાણીએ...

હેનરી ફોસેટના પિતા શિકાર કરતા હતા. હેનરીને હંમેશા તેમના પિતા સાથે રહેવું પસંદ હતું. તે કોઈપણ કાર્ય કરતાં હોય હેનરી હંમેશા તેમની સાથે રહીને તેમને મદદરૂપ થતો. હેનરીનો

સ્વભાવ, સ્વભાવ તો નહીં પરંતુ તેમની આદત હતી કે દરેક પરિસ્થિતિમાંથી કોઈ સારું શોધવું. શિકારના દિવસે પણ હેનરી બાજુમાં જ ઊભો રહી, પિતાને શકય એટલી મદદ કરતો હતો. ઞ્બંદૂક

સાફ કરી આપતો હતો. જોઈતી વસ્તુઓ લાવી આપતો હતો.

હેનરી સાથે રહીને પણ કોઈને કોઈ નવી ક્રિયા શીખી લેતો હતો. તેમના આ જ સ્વભાવે તેમને પોતાના પિતાની હંમેશા સાથે ઉભો રહેવા મજબુર કર્યો હતો. બંદૂકમાંથી એક પછી એક ગોળીઓ છૂટતી હતી, અને અચાનક પિતાની બંદૂકમાંથી ગોળીઓ છૂટી અને કયારે, કેવી રીતે, હેનરીની આંખોને વાગી. એક સાથે એકપળમાં એવું બની ગયું કે પરિસ્થિતિ સમજની બહાર થઈ

ગઈ. એક પળમાં તો જીવનમાં અંધકાર છવાય ગયો. હેનરીનું જીવન તહસ–મહસ થઈ ગયું. પરંતુ હેનરી જેનું નામ તે આવી પરિસ્થિતિમાં હિંમત હારે તેમ ન હતો. તે તેમના સ્વભાવમાં જ ન હતું.

એક પળમાં હેનરીએ પોતાની આંખો ખોઈ દીધી. આખી દુનિયા તેમના માટે અંધકારની ભરેલ કાળી ડિબાંગ બની ગઈ. તેમની સામે ફકત અંધકાર છવાય ગયો. હેનરીને આંધળો બની ગયો તે જાણીને તેના પિતા રડી પડયા. ખુબ જ દુઃખ સાથે બોલ્યા, ''મારા હાથે આ શું થઈ ગયું, મેં શું કર્યું ? હેનરીને બથમાં લેતાં બોલ્યા, મે તારી જિંદગી બરબાદ કરી નાંખી, તારા જીવનમાં અંધાર પાથરી દીધો,'' પરંતુ હેનરી એકદમ શાંત ચિત્તે સાંભળી રહ્યો હતો. તેમણે પરિસ્થિતિને સ્વીકારી

લીધી હતી. તેમાં પણ કોઈ સુખદ ખુશી તેમણે ગોતી લીધી હતી. એકદમ શાંત અને સૌમ્ય અવાજે હેનરી બોલ્યો, ''મારી આંખોનો અંધકાર મારા જીવનમાં કયારેય આડે નહિં આવે, હું આંખોથી અંધ થયો છું મનથી થોડો અંધ થયો છું. મારી મનની અાંખોથી નિષ્ફળતાને હફાવી ને સફળતાની સફર આરામથી કરીશ. આ અંધકારરૂપી જીવનમાેં હુ મનની આંખોથી રોશની ફેલાવીશ.

ખરેખર, હેનરી જે બોલ્યો તે સાબીત કરી બતાવ્યું. એજ હેનરી જેમની બાળપણમાં આંખો જવાથી અંધાપો તેમના ઘેર હંમેશાની માટે પગપેસારો કરી ગયો હતો તે લંડનમાં ધારાસભ્ય ઞ્ ઞ્બન્યો.

લંડનમાં જયારે તે પોતાની દીકરીનો હાથ પકડીને જતો ત્યારે લોકો મોંમાં આંગળા નાંંખી જતાં.

પોતાની દીકરીની આંખોને તેમણે પોતાની આંખો બનાવી લીધી, અને રાજકારણમાં આગળ આવીને દેશના મુખ્ય સ્થાનોમાં પોતાની જગ્યા બનાવી ઞ્લીધી.

તેમના જીવનનો એક એવો ટે્રનીંગ પોઈન્ટ હોય છે એટલે કે, તેના જીવનનો એક એવો વળાંક હોય છે તે જ તેમના હકારાત્મકતાની શરૂઆત સમજોને ? આવું જ કાંઈક હેનરી સાથે થયું ને ? હેનરીએ તો કયારેય વિચારશુધ્ધા નહીં કર્યો હોય કે ભવિષ્યમાં આંખો કામ ન કરે તો હું શું કરીશ ? ઞ્પરિસ્થિતિની

સામે બાથ ભીડીને પણ તેમણે પોતાનું ધારાસભ્યનું સ્થાન પ્રાપ્ત કર્યું. તેનાથી પણ ખુશીની અને એક વિશેષ વાત જાણવા જેવી છે કે, હેનરીના અંધકારને ઉજાગર કરતી તેમની પુત્રી પિતાની આંખો બનીને તેમનો હાથ પકડીને ન જાણે કેેટલું શીખી ગઈ.

તેમણે પોતાના જીવનમાં પિતાની મુસીબતને હલ કરવામાં મદદ કરતાં કરતાં એટલો જ્ઞાનનો ભંડાર ભરી લીધો કે, હેનરીના સમયમાં ધીમે ધીમે તે આગળ ભણીને ઓકસફર્ડ કોલેજમાં સિનિયર રેંગ્લરની જગ્યાએ પહોંચી ગઈ. તેનાથી પણ વધારે ખુશની વાત તો એ છે કે, આ પહેલાં આ સ્થાન ઉપર કોઈપણ સ્ત્રીએ નામ નોંધાવ્યું ન હતું. ગ્લેડસ્ટોને એ જગ્યા પર પોતાનું નામ લખાવેલ પરંતુ તે પણ પાછલી ઉંમરે. આ અંધ પિતાની પુત્રીની સિદ્ધિ જોઈને આખી દુનિયામાં અચંબામાં પડી ગઈ.

તમે વિચારો જોઈએ...., જો હેનરીને આંખો ગઈ ન હોત તો હેનરી ધારાસભ્ય ન પણ બન્યો હોત, તો તેમને પોતાની દીકરીનો સહારો પણ લેવો ન પડત. સહારો ન લેવો પડત તો તેમની દીકરી કયારેક અનુભવથી શીખીને ઓકસફર્ડ સુધીની ડિગ્રી મેળવેત નહીં અને હું પણ આવું કાંઈક લખત નહીં અને તમે પણ આવું વાંચી શકયા હોત નહીં. ખરેખર જીવનમાં જે કાંઈ બને છે તેમની પાછળ કંઈકને કંઈક તો કારણ છુપાયેલ હોય જ છે. કયારેય નવરાશની પળોમાં હાથમાં કોફી અથવા તો ચા નો કપ લઈને વિચારશો ખ્યાલ આવી જ જશે. પછી કારણ કોઈપણ કેમ ન હોય, કયારેક આપણને આગળ વધવા માટેનું કારણ કોઈનો ગુસ્સો કારણભુત હોય તો, કયારેક કોઈએ મારેલ મેણું, તો કયારેક કોઈએ જાહેરમાં કરેલ અપમાન, તે સમયે આપણને પણ તેમના પર ગુસ્સો આવ્યો હોય, કાંઈક કરી બતાવવાનું ઝનુન ચડયું હોય ! બસ... આજ હિંમત સાથેનો હકારાત્મક વિચાર જે તમારા જીવનમાં બદલાવની શરૂઆત લાવી આપે છે.

શકય એટલું જીવનમાં હકારાત્મક વિચાર કરો, હકારાત્મક વિચાર કરવા માટેની પે્રરણા આપો, અને અપનાવો પછી જુઓ તમારા જીવનમાં ફુલોના બાગો મહેકી ઉઠશે. જેની અસર તમારા આસપાસ વાળાઓને પણ અનુભવાશે....

બસ, એકવાર શરૂઆત.... ફકત શરૂઆત કરો....

લી. કિર્તી ત્રાંબડીયા, રાજકોટ.

મો. ૯૪ર૯ર૪૪૦૧૯