Hu Gujarati - 46 in Gujarati Magazine by MB (Official) books and stories PDF | Hu Gujarati : 46

Featured Books
Categories
Share

Hu Gujarati : 46

હું ગુજરાતી - ૪૬


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


અનુક્રમણિકા

૧.એડિટરની અટારીએથી - સિદ્ધાર્થ છાયા

૨.સખૈયો - સ્નેહા પટેલ

૩.ર્સ્િીપીંછ - કાનજી મકવાણા

૪.‘ઉપ’સંહાર - અજય ઉપાધ્યાય

૫.કૌતુક કથા - હર્ષ પંડયા

૬.મંથન - સાકેત દવે

૭.સંજય દ્રષ્ટિ - સંજય પિઠડીયા

૮.મસ્ત રીડ - ભૂમિકા દેસાઈ શાહ

૯.બોલીસોફી - સિદ્ધાર્થ છાયા

૧૦.લઘરી વાતો - વ્યવસ્થિત લઘર વઘર અમદાવાદી

એડિટરની અટારીએથી....

* સિદ્ધાર્થ છાયા *

ઈ-દ્બટ્ઠૈઙ્મ : જૈઙ્ઘઙ્ઘરટ્ઠિંર.ષ્ઠરરટ્ઠઅટ્ઠજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

વેલકમ ૨૦૧૬!

વર્ષનો આ સમય ખુબ અજીબ હોય છે. ક્રિસમસ જાય એટલે આ વર્ષમાં આપણે શું કર્યું એનો વિચાર આવે છે અને આખું વર્ષ કરેલા સારા,ખરાબ કર્યોનું એક માનસિક વિશ્લેષણ આપણે બધા કરવા લાગીએ છીએ. આ વર્ષે કરેલી ભૂલોને સ્વિકારીને આવતે વર્ષે તેને એટલીસ્ટ રિપીટ ન કરીએ એનું ધ્યાન રાખીએ તો આવતે વર્ષે એટલી ઓછી તકલીફ પડે. ક્રિસમસનું જવું જવું થાય અને નવા વર્ષનું આવવું આવવું થાય એટલે હવે આવતે વર્ષે શું કરીશું તેના પ્લાન બને. અમુક તો પોતાની જાતને નવા વર્ષના વચનો આપતા હોય છે જે પાંચમી જાન્યુઆરી આવતા આવતા કડક ઠંડીમાં ઓગળી જતા હોય છે.

ટૂંકમાં કહીએ તો ડિસેમ્બરનું છેલ્લું અઠવાડિયું એ રીફ્લેક્શન અને રિએકશનમાં જતું હોય છે. અમુક લોકોતો અતિશય ગંભીરતાથી પોતાના વર્ષનું આકલન કરતા હોય છે અને આવતે વર્ષે તેના પરથી બોધપાઠ લઈને શું કરવું એનો એક મોટો પ્લાન પણ તૈયાર કરતા હોય છે. છેવટે એ પ્લાનનું ભારણ મગજ ઉપર એટલું બધું વધી જાય છે કે થોડાજ સમયમાં એ પ્લાન નકામો લાગે છે અને એક અન્ય પ્લાન તૈયાર કરવામાં આવે છે. જો આવું બધું ન કરવું હોય અને સરળતાથી નવું વર્ષ ઉજવવું હોય તો આજના દિવસમાં જીવવાનું નક્કી કરી લેવું જોઈએ. સવાર થતાજ આજે હું શું કરીશ એ નક્કી કરવું અને જ્યારે દિવસ પતે ત્યારે આજે મેં શું કર્યું કે ન કર્યું તેનું એક લિસ્ટ મનમાં જ ગણીને આવતીકાલ, ગઈકાલ અને પરમદિવસની ચિંતાથી મુક્ત થઇ જવું જોઈએ.

જો આવું કરીશું તો રોજેરોજ દિવાળી, ઈદ, ક્રિસમસ અને નવું વર્ષ જ લાગશે.

ૐટ્ઠઅ ૨૦૧૬!

૨૫.૧૨.૨૦૧૫, શુક્રવાર (ક્રિસમસ)

અમદાવાદ

* સિદ્ધાર્થ છાયા *

સખૈયો

* સ્નેહા પટેલ *

ઈ-દ્બટ્ઠૈઙ્મ : જહીરટ્ઠરીંજ્રઅટ્ઠર્રર્.ર્ષ્ઠ.ૈહ

ફોરમતો જવાબ

‘સખૈયા - આજે મન બહુ એકલવાયું બની ગયું છે, સઘળું ખાલી ખાલી ભાસે છે. કોઇ જગ્યા, વાત, કામમાં મગજ ચોંટતું જ નથી. પુષ્કળ સમય છે, કામ છે પણ અફસોસ, એકલવાયું મન - કશું જ કરી શકવાને અસમર્થ ! શું મનુષ્યનો મૂડ મનુષ્ય પર આ હદ સુધી કાબૂ ધરાવતો હશે - નવાઈ લાગે છે આ મૂડસ્વીંગસ પર. મને એકલવાયા જગતથી દૂર લઈ જા સખા. મને આ જડતાભર્યા વાતાવરણમાંથી બહાર ખેંચી કાઢ અને ભર્યાભાદર્‌યા -સમ્રૂદ્ઘ એવા એકાંત સુધીની સફર કરાવ.

સખૈયા, આ એકાંત ને એકલતા બે શબ્દ આટલા સમાન કેમ લાગે છે ? લોકો એકાંત અને એકલતાની વચ્ચેનો ભેદ જ નથી સમજતા. કોઇ પણ માનવી એકલો હોય એટલે લોકો એની એકલતા સમજીને એની હાંસી ઉડાવે છે. એકલો માનવી એકાંતના ખોળે ઝૂલીને મનોહર, અગોચર વિશ્વની રળિયામણી સફરની મજા માણતો હોય એવી કલ્પના સુદ્ઘાં લોકોને નથી આવતી. સખૈયા, તું તો કાયમ એકલો રહેવા જ ટેવાયેલ છું ને...આખી દુનિયા તારી આજુબાજુ વીંટળાઇ રહેવા તત્પર હોય છે પણ તું તો એ લોકોની વચ્ચે ઘેરાયેલો હોય તો પણ તદ્દન જળકમલવત્...સાવ જ એકલો - એકલો !

‘સખૈયા, તું કંઇ બોલતો કેમ નથી ? હું તને ક્યારની કેટલાં બધાં પ્રશ્નો પૂછ પૂછ કરૂં છું ! ક્યારની બોલી બોલીને આંખ મીંચી જાઉ છું. કદાચ નરવા કાને તારો અવાજ નહીં સંભળાય એમ વિચારીને હું આંખો મીંચીને એક ધ્યાન થઈને તને સાંભળવાનો યત્ન કરૂં છું. મોટાભાગે તો તું આવી રીતે મને સંભળાય જ છે - હા એના સ્વરૂપ અલગ અલગ હોય છે. ઘણી વખત તું વીણાના તારમાં પૂરવાયેલ રાગમાં પ્રવેશીને બોલે છે, તો ઘણી વખત અલબેલા રંગોની વણઝાર લઈને ઉડતાં પતંગિયાની પાંખના કોમળ ફડફડાટ સ્વરૂપે બોલે છે. ઘણી વખત કોઇ પક્ષીના ટહુકામાં તો ક્યારેક કોઇ મંદિરની ઝાલરના રણકારમાં, ક્યારેક વર્ષાની ઝરમર સ્વરૂપે તો ક્યારેક વીજળીના તડાકા - ભડાકાના સ્વરૂપે...પણ તું મને જવાબ ચોક્કસ આપે છે. મને ખબર છે કે તારી સાથે વાત કરવાનું મને જેટલું પ્રિય છે એટલું જ પ્રિય તને પણ મારી સાથે વાત કરવાનું છે. હા, તું મારી જેમ ખુલીને એ વાત કહેતો નથી એ વાત અલગ છે. પણ આજે...આજે મને કેમ તારો જવાબ દેખાતો - સંભળાતો નથી વ્હાલાં ?

અહા...હા...આ શું ? આ કિલકિલાટ - નિર્મળ હાસ્ય..આંખ ખૂલી ગઈ અને જોયું તો સામે બે ઝાડની વચ્ચે જૂના સાડલાનો હિંચકો બનાવીને ઝૂલાવાતા ઝૂલામાંથી એક માસૂમના હાસ્યનો અવાજ હતો. એની માતા કદાચ એને હીંચકામાં પોઢાડીને આઘી પાછી થઈ હતી પણ બાળકને એનાથી કોઇ ફર્ક નહતો પડતો. હું એના ઘોડિયાની નજીક ગઈ અને જોયું તો એ માસૂમ એની મોટી મોટી કાળી ભમ્મર કીકીઓમાં જગ આખાનું અચરજ ભરીને એની આજુબાજુની સૃષ્ટિ નિહાળી રહ્યું હતું. સૂર્યકિરણોથી એ માસૂમનું મુખ ઝગારા મારતું હતું. સાવ પારદર્શક વ્યક્તિત્વ - જેવા કિરણો એના પર પડતાં એવા જ એ રીફલેક્ટ થતાં હતાં. એ માસૂમ બાળક કોઇ જ માયાથે ઘેરાયેલ નહતું,એને કોઇ જ વાતનો મતલબ જાણવાની ય દરકાર નહતી. એ તો આંખો ફાડીને ચારેકોરની દુનિયા એની માસૂમ આંખોથી નિહાળતું હતું. કોઇ પક્ષી પાંખ ફફડાવીને ઉડી જાય તો એ ખિલખિલાટ હસી પડતું, પવનની થપાટથી કોઇ પાંદડું ફરફરતું તો પણ એ તો ખુશખુશાલ ! એ શિશુ સાવ જ ખાલી હતું અને એટલે એ છેક તળિયાથી ઉપર સુધી ખુશીથી ભરાઈ જતું હતું ને વળતી પળે એ ખુશીથી અળગું થઈને ફરી ખાલી થઈ જતું હતું...ફરીથી છલકાઈ જવા !

ઓહ તો એમ વાત છે ..તું પણ આવી જ રીતે સાવ ખાલી થઈને છ્‌લકાઈ જવામાં જ માને છે એમ ને ! સદા લોકોની લાગણીથી ભર્યો ભાદર્યો અને બીજાઓની લાગણીને આવકારવા વળતી પળે ખાલીખમ... અદભુત તું ને અદભુત તારી માયા રે મારા મનમોહન !

તારા આ ફોરમતા જવાબે તો મારી એકલતાને મધમીઠા એકાંતમાં ફેરવી કાઢી. હવે હું ય ચાલી મારા એકાંતની સફરે - એકાંતમાં ઉંડી ને ઉંડી ખૂંપવા તૈયાર !

* સ્નેહા પટેલ *

ર્સ્િીપીંછ

* કાનજી મકવાણા *

ઈ-દ્બટ્ઠૈઙ્મ : દ્બટ્ઠાુટ્ઠહટ્ઠોદ્બટ્ઠિ૩૪જ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

ર્સ્િીપીંછ

* કાનજી મકવાણા *

ઉપસંહાર

* અજય ઉપાધ્યાય *

ઈ-દ્બટ્ઠૈઙ્મઃ ટ્ઠોદ્ઘિંજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

ચલના હી જિંદગી હૈ ...!

શિયાળો બરાબરનો જામ્યો છે ...એય ને ઠંડી પુરજોરમાં પડી રહી છે ...સ્વાસ્થ્યને સંઘરવાની આ ૠતુ પૂરબહારમાં છે એવે સમયે સવાર સવારમાં જો ગોદડા કે રજાઇમાંથી બહાર નીકળી શકો તો એક અદ્‌ભુત અને અદ્‌વિત્ય લાભ તમારી રાહ જોઈ રહ્યો છે ....એ પણ સાવ મફત...મફત...મફત ....!!!! એમ કહેવાય છે અને એ કહેવાતું સાચું પણ છે કે “ ચાલીસ પછી નહિ ચાલીસ તો તું નહી ચાલીસ “ ..નાં સમજાયું ? આનો અર્થાત એ છે કે ૪૦ની ઉમર થયા પછી જો ચાલવાની ટેવ નહીં રાખો તો ક્યાય ચાલી નહિ શકો ...મીન્સ કે ગુડા ભાંગી જાશે પાછલી ઉમરે ...!!! જો કે ખાલી ૪૦ પછી જ શુકામ ? ઈટ સુડ બી ફ્રોમ અર્લી એઈજ ....યપ્પ્પ ૪૦ પહેલાથી ચાલો અને ચાલતા રહો ....ચાલતા રહો ....!!!!‘ વોકિંગ ઈઝ ધ બેસ્ટ એકસરસાઈઝ ‘ આવું હજારોને કરોડો વાર વાંચીને સંભળાવી ચુકેલા પણ જો એના શબ્દે શબ્દનો અમલ ના કરે તો પછી ઢાંકણીઓ બદલાવવાનો જ વારો આવે ને ? ની-રીપ્લેશમેન્ટ યુ ‘કનો’ ...!!!!

પણ આપણે શું છે કે દરેક વસ્તુમાં ફાયદો શોધવાનો સ્વભાવ એટલે કોઈને ચાલતા કરતા પહેલા એના ફાયદાઓની પૂરી પોથી ગાઈ-વગાડીને સંભળાવવી પડે ...સો પેશ-એ-ખિદમત હૈ કુછ મુનાફા-એ-વોક ...!!!! સૌથી મોટો અને જંગી ફાયદો એટલે કે તમે ઘરમાંથી બહાર નીકળો . ઘરથી ઓફીસ અને ઓફીસથી ઘરવાળાઓને તો રવિવારે સવારમાં આવતો તડકો પણ અજાયબી લાગતો હોય કેમકે ૯ વાગ્યામાં ઓફિસની ચાર દીવારીમાં ઘુસી ગયા હોય ને ભાય ..!!! ચાલવાથી એક તો આ ઓફીસ-ઘરની ઘાણીમાં ફરતો બળદ જરા બહાર ભી કશુક દુનિયા જેવું છે એ જાણતો થાય . ઘરથી આગળના શોપિંગમાં જ ગાઠીયાની દુકાન ખુલી છે કે પછી ઘરની પાછળના રોડ પર જ એટીએમ છે આવી બાબતોની જાણકારી પણ ચલતે-ચલતે મળી શકે છે . હજુ આવા ફાયદામાં મનડું નાં માનતું હોય તો એક રાપ્ચિક વાત કહું . ચાલવાથી શરીરમાં કુદરતી રીતે એન્ડોરફીન નામનું એક રસાયણ પેદા થાય છે , આ રસાયણભાઈનું કામ જોરદાર છે . આ એન્ડોરફીન તમારા શરીરમાં પેદા થતા તણાવ કે સ્ટ્રેસને ઓછું કરવામાં બહુ હેલ્પફુલ થાય છે . મતલબ કે ઘરે પત્ની સાથે વડઝડ થઇ હોય કે ઓફિસમાં બોસ સાથે પણ જો નિયમિત ચાલવાના બંધાણી હશો તો આ બન્ને અને આવા બીજા ટેન્શનોની તાણ ઓછી અનુભવશો .....એ લાઈફ ટાઈમ ગેરંટી .....!!!!!.

ખાલી શિયાળો જ શુકામ ? ચાહે ઉનાળો હોય કે ચોમાસું ...બારે માસ અને ત્રીસો દિવસ નિયમિતપણે કરવા જેવું જો કોઈ એક કામ હોય તો એ છે વોકિંગ ...!!! જરૂરી નથી કે હવારના પોરમાં ચડડો ઠઠાડીને કાનમાં ઈયરફોનના ભૂંગળા ભરાવીને ને ટાંટિયામાં જોગીંગ શુઝ ચડાવીને હાવ પડી ના જવાય ત્યાં સુધી દોડયા કરવું કે ચાલ્યા કરવું . ના...મુન્ના ના .....!!!! એટલું બધું જોર કરવાની કોઈ જરૂર નહિ ...હા નિયમિત જો ત્રીસેક મિનીટ ચાલી શકાય તો ગોલ્ડમાં ફ્લેવર ..!!! પણ એ પણ એકસાથે નહિ તો કટકેકટકે ચાલો ને , ક્યાં કોઈ દફા ૩૦૨ લગાડવાનું છે હે ...? ઓન એ સીરીયસ નોટ કે ચાલવું જરૂરી છે ....શરીરને પોસાય એટલું ...શરીર ખમે ( આઈ મીન સહન ) એટલું ...મન ને ગમે એટલું . બસ એકવાર ચાલવું જ છે એવું નક્કી કરશો એટલે બાકીનું બધું તો આપમેળે ઉપરવાળો કર્યા જ કરવાનો .!!!

જીમ અને એના વજનદાર લટકણીયા બધાને માફક પણ નથી આવતા અને બધાને પોષતા પણ નથી હોતા ત્યારે આ કદમ દો-કદમવાળું એકદમ ફ્રી અને બેટર ઓપ્શન છે . કસરતો કરવાનો કંટાળો આવતો હોય ...ઘણીવાર એકાદ આસનમાં ફાંદ નડતી હોય ઈટીસી ઈટીસી જેવી અડચણોમાં વોકિંગ એકમાત્ર એવી કસરત છે જે નિર્દોષ છે ,આનંદદાયક છે અને બેસ્ટ તો એ છે કે આમાં ફાયદા જ ફાયદા છે - નો સાઈડ ઈફેક્ટસ !!! પરમકૃપાળુ પરમાત્મા એ આપણા શરીરની રચના જ એવી કરી છે કે સહેલાઈથી અને સલુકાઈથી આપણે ત્રીસેક મિનીટ તો ચાલી જ શકીએ અને મોસ્ટ ઈમ્પો એ છે કે જીમમાં જઈને વજન ઉતારો એ જ કામકાજ આ વોકિંગ કરવાથી પણ થાય ને એ પણ ફ્રીમાં . યસ , નિયમિત ચાલવાથી વજન ઘટે કે નહિ એ પછીની વાત છે પણ ચોક્કસપણે વજન વધતું તો અટકી જ જાય . નિયમિત ચાલનારાઓનું શરીર પ્રમાણમાં વધુ ચુસ્ત અને સુડોળ તો હોય જ . અમેરિકાવાળા સંશોધનો પશ્ચાત એ તારણ પર આવ્યા છે કે ૧૦૦૦ ડગલા ચાલવાથી ૨૦૦ કેલેરી બળીને ભસ્મીભૂત થઇ જાય છે . એમનું કહેવું છે કે ડાયેટ કન્ટ્રોલ ના કરી શકતા હોવ તો બેટર છે કે વોકિંગની ટેવ પાડો ...ઈટ વિલ હેલ્પ ટુ બર્ન યોર એક્સ્ટ્રા કેલેરી ...!!! આ આપણને ગમ્યું ....વી ધ ગુજરાતી તો ખાધોડકી પરજા, આપણે તો શુ છે કે અર્ધો કિલોમીટર ચાલીને વળતા આવતા દહ ના ગાઠીયા કે ખમણ ઠબકારતા આવીએ એ માયલા એટલે કન્ટ્રોલ-બંટ્રોલ માર્યા ફરે એની બદલે આ ચાલવાનું કરાય - ઈ પોસાય પણ ....!!!

જાપાનવાળા તો એ પણ શોધી લાવ્યા છે કે નિયમિત ચાલનારનું આયુષ્ય વધુ હોય છે , ઓકે આયુષ્ય - બાયુશ્ય તો ઉપરવાળાના હાથમાં છે પણ નરી આંખે દેખાતા ફાયદા ઘણા છે ને આપણે તો એની પૂછડી પકડીને જ વૈતરણી પાર કરવાની . થોડુક મેડીકલી માથામાં મારૂં તો ચાલવાથી લોહીનું પરિભ્રમણ ફટાફટ થાય છે અને એનાથી સ્ફૂર્તિની સાથે સાથે લોહીમાં સુગરનું પ્રમાણ પણ જળવાય છે . લોહી ફટાફટ ફરશે એટલે સીધો ફાયદો દીવાના દિલને થવાનો - હાર્ટ એટેકનું જોખમ ઓછું રહેશે , દિલ-એ-નાદાન વધુ મજબુત થશે ( બ્રેક્પ વખતે ફાયદો થશે અલ્યાવ ...!!! ) ...કેન્સરની સારવારમાં તો ડોકટરો ઓફિશિયલી ચાલવાને સારવારનો એક ભાગ જ ગણે છે એ જ રીતે વૈજ્ઞાનિકોનો દાવો છે કે રોજ નિયમિત ચાલવાથી યાદશક્તિ પણ વધે છે ...આ અને આના સિવાયના મફત લાભોને લીધે થશે એ કે લાંબુ જીવાશે એટલે કે જાપ્લાવની આયુષ્યવાળી વાત આગળ કરી એનો તાળો અહી મળી ગયો - દાખલો પૂરો ..!!! અને હજુ દાખલો અધુરો લાગતો હોય તો કાન ખોલ કે સુન લો કે બધા જ એક્યુંપ્રેશરના પોઈન્ટસ પગના તળિયે હોય છે એટલે ચાલો એમ એમ પોઈન્ટ પર પ્રેશર આવે ને ફિલગુડ ફેક્ટર કામ કરતું જાય તો એની પાછળ આ પોઈન્ટ્‌સનો પણ ફૂલ નહિ તો ફૂલની પાંદડી જેટલો ફાળો સમજવો .... છે ને ચાલવાનું ચાલવું અને સારવારની સારવાર .....સમજે કે ની ઠાકુર ????

ઓકે ...ચાલવાના તો અગણિત ફાયદાઓ છે ને બધા અહી લખીને શુ કરવાનું કેમકે ચાલતા થાવ એટલે જે ફીલિંગ આવે એ આ શબ્દોથી નહિ સમજાય . એકલું ચાલવું કે કંપનીમાં એવું વર્ગીકરણ કર્યા વગર ....પણ માંડો હેંડવા...!! કોઈ ‘ બબીતાજી ‘ સવાર સવારમાં વોકિંગ કરવા જતા હોય તો એના વાદે વાદે ....પણ માંડો હેંડવા ....!!!! ઘરવાળીને સાથે લઈને કે પછી એકલા એકલા ....પણ માંડો હેંડવા...!!! શિયાળો હોય કે ચોમાસું હોય કે હોય ઉનાળો ....પણ માંડો હેંડવા ....!!!! રોડ,બગીચા કે ગલી નાં મળે તો છત કે પછી રૂમમાં કે પછી ફળિયામાં પણ ચાલી શકાય ...સવાર નહી તો સાંજે અને સાંજે નહિ તો રાત્રે પણ વિચારવાનું કરો બંધ ને માંડો હેંડવા .....!!!

* અજય ઉપાધ્યાય *

કૌતુક કથા

* હર્ષ કે. પંડયા *

ઈ-દ્બટ્ઠૈઙ્મઃ દ્બટ્ઠહૐછઇ૮૭જ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

જેને વિરોધપક્ષો ય સાંભળતા એવા વક્તા-અટલ બિહારી વાજપેયી

“એક ચહેરા તો દેશમે હો. મૈં યે કેહ રહા હું કી અગર મોદીજી પ્રાઇમ મિનિસ્ટર કેન્ડીડેટ હૈં, તો ઉનકો ઐસે નહીં દિખાના ચાહીએ કી વો કિસી રાજ્ય કે ચીફ મિનિસ્ટર હૈં ઇસલીયે પ્રાઇમ મિનિસ્ટર બનેંગે. પ્રાઇમ મિનિસ્ટર પૂરે દેશ કે હોતે હૈં. આજ હમે માલૂમ હૈં કી નેહરૂજી કીસ રાજ્ય સે થે? ઇન્દિરાજીને કીસ રાજ્ય સે નાતા જોડા થા?અટલજી કો લે લીજીએ. વો પૂરે દેશ કે નેતા હૈં.”

ફાયરબ્રાન્ડ નેતા શ્રી ઉદ્ધવ ઠાકરેનું આ વિધાન છે. ‘તમે એવું કહ્યું કે જો મોદીજીએ પ્રધાનમંત્રી થવું હોય તો એમણે ચીફ મિનિસ્ટર પદેથી રાજીનામું આપી દેવું જોઈએ. કેમ એવું કહ્યું?’ ના જવાબમાં શ્રી ઠાકરે એ ઉપર લખ્યું એ જવાબ આપ્યો હતો. ૨૫ ડિસેમ્બરે આખી દુનિયા જેનો જન્મ દિવસ ઉજવે છે એ જિસસ ક્રાઇસ્ટની સાથે ભારતના ચુનંદા વક્તાઓની હરોળમાં બેસી શકે એવા; અને વિદેશનીતિના ગ્રંથ સમા આપણા વાજપેયીજીનો ય જન્મદિવસ છે. ૯૦ વર્ષના વાજપેયીજી નાદુરસ્ત તબિયતને લીધે જાહેરમાં આવતા લગભગ બંધ થઈ ગયા છે, પરંતુ વાજપેયીજી ભારતના રાજકારણ સાથે નહેરૂજી વખતથી જોડાયેલા છે. આ વખતે આપણે એમની અફલાતૂન અને વિદ્વતાનો પરિચય આપતી વાણીનો પરિચય કરીએ. જુનવાણી વૃક્ષનું જતન કરવાનું આપણે એટલા માટે ય યાદ રાખવું જોઈએ કેમકે વર્ષો સુધી એ વૃક્ષની નીચે બેસીને આપણે જીવતા શીખ્યા હોઈએ છીએ. એટલે હવે આવા વૃક્ષોની ઉપયોગિતા જોવાને બદલે એણે આપેલા છાંયડા જોઈએ. ગ્રેગરીયન કેલેન્ડર મુજબ નવું વર્ષ હાથવ્હેંત છેટું છે ત્યારે પરંપરા અને આધુનિકતાના સમન્વયવાળી અસલ ‘સહિષ્ણુ’ ભારતીય સંસ્કૃતિના વારસદારો થઈએ. બસ એટલું જ.

ઓવર ટુ વાજપેયીજી.

‘કુછ લોગોં કે લીયે યે દેશ ૧૯૪૭ મેં હી જન્મા થા. ઉન્હે યે પતા નહીં હૈં કી યે દેશ ૫૦૦૦ સાલ પુરાની સભ્યતા કો લેકર ચલ રહા હૈં. લોગ પુરાને આદર્શો કો ફિરસે કસૌટી પર કસ રહે હૈં. સમય બદલ રહા હૈં. શીતયુદ્ધ સમાપ્ત હોને પર અબ યે સંક્રાંતિ કા સમય હૈં. મૈંને ભારત કી વિદેશ નીતિ કો ભી દેખા હૈં. ઔર નેહરૂજી કો ઉસ વક્ત બતાયા થા કી અગર આપ પ્રધાનમંત્રી નહીં હોતે, તબ ભી હમારી નીતિ નિષ્પક્ષ ગુઠ મેં રહેના હી હોતી. ઇતને સાલો સે હમારી ઉસ નીતિ કો લેકર ભારત ચલ રહા હૈં.’(નિષ્પક્ષ ગુઠ એટલે અમેરિકા-રશિયા વચ્ચે શીત-બોલે તો-કોલ્ડ વોર ચાલતું હતું, ત્યારે અનેક દેશો એ એક અથવા બીજી સાઈડ લઈ લીધી હતી. ભારતે એ વખતે એક પણ ગૃપમાં જોડાવાનું પસંદ કર્યું નહોતું. આપણે જે સમાજવિદ્યામાં અને ઈતિહાસમાં ભણ્‌યા એ બિન-જોડાણવાદી સંગઠન)

‘૧૯૯૭ મે જબ પરમાણુ પરીક્ષણ કિયા ગયા, તબ દેશ કે સામને હમસે પૂછા ગયા. ક્યા ખતરા થા? સન ૧૯૭૪ મેં મૈં સદન મેં થા. તબ કૌનસા ખતરા થા? લેકિન હમને ઉસકા સ્વાગત કિયા. વિપક્ષ મેં થે ફિરભી સ્વાગત કિયા. ક્યુંકી વો દેશ કી રક્ષા કે લિયે કિયા ગયા થા. ક્યા આત્મરક્ષા કી તૈયારી તબ હી હોગી જબ ખતરા હોગા?પચાસ સાલ મેં ક્યા હમે રક્ષા કે વિષય મેં આત્મનિર્ભર નહીં હોના ચાહીએ? ઇસ સમય યુરોપ મેં જો હો રહા હૈં, વો એક ચેતાવની હૈં.’

‘સંવિધાન કે નિર્માતાઓને સંવિધાન મે સેક્યુલર શબ્દ નહીં લીખા. જબ ઇમરજન્સી આઇઇ તબ સરકાર ને એસા આદેશ જારી કિયા કી સંવિધાન કી વિભાવનાઓમેં ભી સંશોધન કિયા જા સકતા હૈં. તબ, સંવિધાન મેં ભારત એક સોશિયલિસ્ટ સેક્યુલર દેશ હૈં એસા લીખા ગયા. લેકિન, ઉસ પર જો બેહેસ હુઈ થી ઉસકો મૈંને ધ્યાન સે પઢા હૈં. કોંગ્રેસ કે હર વક્તાને અપને વિચાર ઇસ પર વ્યક્ત કિયે થે. ખાસ કર સરદાર સ્વર્ણ સિંહને ભારપૂર્વક કહા થા કી, હમારા સેક્યુલરિઝમ પશ્ચિમ કે સેક્યુલરિઝમ સે ભિન્ન હોગા. ઉન્હોને કહા કી યે બહુ ધર્મો કા દેશ હૈં. સેક્યુલર કા અર્થ યે હૈં કી કિસી ભી ધર્મ મેં માનને વાલો મે કિસીભી પ્રકાર કા ભેદભાવ ન હો. હમ ઇસ વ્યાખ્યા કો હ્ય્દય સે સ્વીકાર કરતે હૈં.’

‘યે (સેક્યુલરિઝમ) હિન્દુ ચિંતન કા નિચોડ હૈં. યે હમારી અસ્મિતા હૈં. ક્યોંકિ ભારત મેં અનેક મત અનેક મતાંતર હૈં. કેવલ એક પુસ્તક નહીં હૈ, એક પયગંબર નહીં હૈં. યહાં ઈશ્વર કો માનને વાલે ભી હૈં ઔર ઈશ્વર કી સત્તા કો નકારને વાલે ભી હૈં. કિસિકો સુલી પર ચઢાયા નહીં ગયા, કિસિકો પથ્થર મારકર દુનિયા સે ઉઠાયા નહીં ગયા. યે સહિષ્ણુતા ઇસ દેશ કી મિટ્ટી મેં હૈં. ’

‘યે અનેકાન્તવાદ કા દેશ હૈં. યે પ્રાચીન દેશ હૈં. ઇસકી જીવનધારા સંપ્રદાય સે જુડી નહીં હૈં. સાંપ્રદાયિક્તા એક તરહ કી નહીં હો સકતી. અગર એક તરહ કી સાંપ્રદાયિક્તા કો ઉત્તેજન દિયા જાયેગા તો દૂસરી તરહ કી સાંપ્રદાયિક્તા પનપેગી. ’

પાપીની કાગવાણીઃ

યુ-ટ્‌યુબ પરઃ બેંગ બાજા બારાત નામનો બે જુદા પરિવારોની સંમતિથી સંતાનો પ્રેમ લગ્ન કરે છે એ વખતેનો જબ્બર માહોલ દર્શાવતો શો, હિન્દી કવિતા નામની ચેનલ, જેમાં અફલાતૂન કવિતાઓ સરસ એક્ટર્સ દ્વારા લાજવાબ પઠન દ્વારા સાંભળવા મળે છે.

* હર્ષ કે. પંડયા *

મંથન

* સાકેત દવે *

ઈ-દ્બટ્ઠૈઙ્મઃ જટ્ઠાીંઙ્ઘટ્ઠદૃીજ્રઅટ્ઠર્રર્.ર્ષ્ઠદ્બ

આપણું એકાંત...

સમરસ બની ગઈ છે, એકલતા મુજમાં,

જુઓને આ જગત, એમાં ખલેલ પહોંચાડે...

સામાજિક પ્રાણી હોવાને નાતે વ્યક્તિને જીવવા માટે કાયમ અન્ય વ્યક્તિની જરૂર રહે છે. ક્યારેક એવું મન પણ થાય કે મારે માત્ર મારી સાથે રહેવું છે, ખુદને એક સાદ કરવો છે, જાત સાથે સંવાદ કરવો છે. જિંદગીમાં ઘણીવાર એવી ક્ષણો મળી જાય જ્યારે એકાંત સાથે મધુરૂં મિલન થઈ જાય.

“આ ભીડ મહીં

એકાદ ઘડી

મારાથી મુજને મળી શકાયું હોત !”

સામાન્ય રીતે આપણે સતત એકબીજાને મળતાં રહીએ છીએ, પાસ્પર ખબરઅંતર પૂછતા રહીએ છીએ પણ ક્યારેય આપણે ખુદને મળીને ખબરઅંતર પૂછ્‌યા? એ માટે એકાંત જોઈએ. એકાંત એવું વિશિષ્ટ આવરણ છે જેમાં આપણને આપણી જાતને મૂલવવાની તક સાંપડે છે. રવીન્દ્રનાથ ટાગોરનું એક પ્રસિદ્ધ ચિત્ર છે જેમાં કોઈક જળચર પક્ષી પોતાની લાંબી ચાંચ પોતાની જ ડોકમાં ખોસી રહ્યું છે. બસ એ જ છે આત્મનિમજ્જન. એટલે કે આત્મામાં ડોકિયું. એકાંતથી આપણને આત્મામાં ડોકિયું કરવાનો અવસર સાંપડે છે.

એકાંત અને એકલતા વચ્ચે તફાવત એ છે કે, એકાંત વ્યક્તિએ જાતે પસંદ કર્યું હોય છે જ્યારે એકલતા તેને દુનિયાએ આપેલી હોય છે. એકાંત એવી હકારાત્મક ઘટના છે જેમાં સર્જનાત્મક આનંદની પ્રાપ્તિ ઘણી સરળ અને સહજ બની જાય છે. બીજી તરફ એકલતા વ્યક્તિને ઘણીવાર તોડી નાખે છે, દયનીય સ્થિતિમાં મૂકી દે છે. અઢીસો ચોરસ ફૂટના ઓરડાને એકલતા ફૂટબોલના મેદાન જેટલો બનાવી દે છે. એકાંતમાં વ્યક્તિ સમયની સરહદમાં રાજા બને છે અને એકલતામાં સમયનો ગુલામ.

ચારેબાજુથી સંપૂર્ણ બંધ ઓરડાની બરાબર મધ્યમાં પેટાવેલા કોઈ દીવડાની સ્થિર જ્યોત થઈ ઝળહળવું હોય તો એકાંત જરૂરી છે. અને તે સમયે અંતરેથી પ્રસરેલો પ્રકાશ બેશકિંમતી હોય છે. કવિઓ અને લેખકોની સર્જનાત્મકતા આ સમયે ખીલી શકે છે, સંતો આધ્યાત્મિકતાની ચરમસીમાએ પહોંચી શકે છે, વ્યાપારી આવનાર સમયના વ્યવસાયના શ્રેષ્ઠ નિર્ણયો લઈ શકે છે. અને એટલે જ કદાચ ધ્યાન/મેડિટેશન એ એકાંતાવસ્થાની સંપૂર્ણ અવસ્થા છે. એકાંત વ્યક્તિને પોતાના મનના ઊંડાણે લઈ જઈ શકે છે જ્યાં ઈશ્વર બિરાજમાન છે. જીવનમાં ઉદભવતી વેદના, મુશ્કેલીઓ, નકારાત્મકતા, ઈર્ષ્યા, ચીડ, અણગમા- એ તમામને શ્રેષ્ઠ માર્ગે વાળવાનો એક ઉપાય એકાંત-સાધના છે.

એકાંત-અવસ્થા માટે કોઈની ગેરહાજરી જરૂરી નથી હોતી. વ્યક્તિ ટોળાં વચ્ચે પણ એકાંત અનુભવી શકે છે તો વળી ક્યારેક સાવ એકલો હોય ત્યારે પણ ભારોભાર રહી શકે છે. પુરૂષ અને સ્ત્રી માટે એકાંત અને એકલતા ઘણીવાર ભિન્ન બની રહે છે. એકલતાને સહન કરવાની શક્તિ સ્ત્રી જેટલી કદાચ પુરૂષમાં હોતી નથી. કહેવાય છે કે વિધુરો કરતા વિધવાઓ વધુ સારી રીતે શેષ જિંદગીનો સમય પસાર કરી જાણે છે. કારણ એ હોઈ શકે કે વિધવા વધુ અસરકારક રીતે પરિવારમાં ભળી પોતાની જિંદગીમાં આવેલ એકલતાનું સમતોલન કરી જાણે છે. અહીં અપવાદને સંપૂર્ણ સ્થાન છે પણ જીવનસંધ્યાએ એકલતા ખમવી જરા કઠિન રહેતી હશે.

ઘણીવાર માણસને મનથી તોડી નાખવા માટે એકાંતનો ઉપયોગ કરવામાં આવે છે. કેદીઓ પર આ પ્રયોગ ઘણો અસરકારક સાબિત થયો છે. તો સામે પક્ષે નેલ્સન મંડેલા જેવા વિરલ વ્યક્તિત્વો આવા ભયાનક એકાંતને પણ ખૂબ સારી રીતે પચાવી ગયાના દાખલા પણ છે જ. મંડેલાએ પોતાના સાડા સત્યાવીસ વર્ષના કુલ જેલવાસમાં અઢાર વર્ષ રોબેન-દ્વીપ પર નાની એવી કોટડીમાં ફરજિયાત એકાંતવાસમાં ગુજાર્યાં. આ સ્થિતિમાં વ્યક્તિ પાગલ ન થઈ જાય તો મહાત્મા બની શકે છે. સ્વરાજની ભૂખ સાથે મંડેલાએ એકાંતને પરાસ્ત કર્યું તે દરમ્યાન વર્ષો સુધી પોતાની દીકરીને નહિ જોઈ શકવાની વેદના કે વ્યથા કેટલી અસહ્ય હશે ? મહાત્મા સિવાય એ કોણ સહી શકે...

કેટલીકવાર એકાંત અસહ્ય હોય છે, ખાસ કરી બાળકોઓ માટે. શિશુ માટે પરિવારજનની તમામ ગેરહાજરીઓ એકાંત બની રહે છે. બાલમંદિરથી છૂટેલું બાળક જો સમયસર આવી નહિ શકેલી મમ્માને ન જૂએ તો વ્યથિત બની જાય છે. તમામ સહાધ્યાયીઓ વચ્ચે પણ તેની એકલતા અકળાવનારી બની રહે છે અને દોડતી આવેલી હાંફતી મમ્મી મળી જતાં મળતું ‘બેકાંત’ અત્યંત હાંશકારી નીવડે છે. જુઓ એક શબ્દચિત્ર...

ધીરે-ધીરે શરૂ થયેલું આછું રૂદન,

વહેતી અશ્રુધાર અને ભારે ડૂસકાં...

મમ્મીનું દોડતાં-દોડતાં આવવું,

શિશુ ઉચકી છાતી સરસું ચાંપવું...

બાળકના કુમળા હાથોનું મમ્મીની ડોક ફરતે કસોકસ વીંટળાવું,

હીબકાં ભરતાં-ભરતાં મમ્મીની છાતી પર મીઠી નીંદરનું આવવું...

જ્યારે-જ્યારે આ પ્રસંગ નજરે ચડયો છે ત્યારે એક સહ્ય્દય તરીકે મને માતા અને શિશુએ પોતપોતાના બે એકાંત ભેગાં કરી ઉજવેલા ઉત્સવ જેવો લાગ્યો છે.

પ્રેમીહ્ય્દયો માટે એકાંત મીઠા વિરહની વીરડી છે. દૂર રહેલા બે તન પણ પાસપાસે વસેલાં મન ઉભયપક્ષે વ્યક્તિને એકલો પડવા દેતાં નથી. આવા સમયે સાંજ જરા વધુ ક્રુર લાગે છે. ઘડિયાળના કાંટા આળસુ બની જતા લાગે છે. બારીમાંથી કાળું આકાશ જોતાં જરા વધુ પાસે આવી ગયેલું અનુભવાય છે અને ખરતા સિતારાની પ્રતીક્ષામાં રાત ઓગળતી રહે છે. આવા સમયે સૂકા પર્ણો વચ્ચે પવન અથડાતા થતો ખખડાટ પણ સૂરબદ્ધ લાગે છે. આ વિકસિત એકાંતની નિશાની છે. આ સમયે પ્રેમી એકાંત સાથે વાત કરે છે, એકાંતને અપનાવે છે, એકાંતને પચાવે છે.

ટોળા વચ્ચે ફરતી વખતે એકલતા ઘણી ગમે મને,

તારો વિચાર આવે તો, એ “હું”નું બહુવચન હોય છે...

મુખવાસ : એકલા હોઈએ ત્યારે ઘરમાં ટેલિફોનની ઘંટડી વધુ જોરથી રણકતી લાગી છે ?

* સાકેત દવે *

સંજય દ્રષ્ટિ

* સંજય પીઠડિયા *

ઈ-દ્બટ્ઠૈઙ્મઃ જટ્ઠહદ્ઘટ્ઠઅિૈંરટ્ઠઙ્ઘૈટ્ઠજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

બચ કે રહેના રે, ‘બાબા’ !!

બચ કે રહેના રે, ‘બાબા’!!

કુછ હફ્તે પહેલે એક સમાચાર એવા આવ્યા કે પતંજલિના આટા નૂડલ્સમાં કોઈ ભાઈએ કંઈક ખોટ ભાળી છે. અને એના પહેલાના અઠવાડિયે ત્રણ મોટા અંગ્રેજી દૈનિક અખબારો ‘ધ ઈકોનોમિક ટાઈમ્સ’, ‘બિઝનેસ ટુડે’ અને ‘આઉટલૂક’ એ એક જ વિષય પર કવરસ્ટોરી છાપી - યોગગુરૂ બાબા રામદેવ અને પતંજલિ. ‘ધ ઈકોનોમિક ટાઈમ્સ’ની કવરસ્ટોરીનું શિર્ષક હતું - ડ્ઢીજૈ ૐેજંઙ્મી દૃજ સ્દ્ગઝ્ર સ્ેજષ્ઠઙ્મી, જેમાં આયુર્વેદ અને હર્બલ દવાઓના વિશાળ ઉદ્યોગમાં મસમોટી આવક ધરાવતી કંપની હિન્દુસ્તાન યુનિલીવર અને પતંજલિ વચ્ચેના ધંધાકીય યુદ્ધ વિશે લખાયું. ‘બિઝનેસ ટુડે’ની કવરસ્ટોરીનું શિર્ષક હતું મ્ટ્ઠહ્વટ્ઠર્ ક છઙ્મઙ્મ ્‌ટ્ઠિઙ્ઘીજ. આ સ્ટોરીમાં લખાયેલું એક સંન્યાસી (કે બાબા)એ ફાસ્ટ મુવિંગ કન્ઝ્‌યુમર ગુડસ (હ્લસ્ઝ્રય્) સામ્રાજ્યમાં નેસ્લે અને બીજી મલ્ટીનેશનલ કંપનીઓને હંફાવવા માટે ‘આટા નૂડલ્સ’ને માર્કેટમાં લોન્ચ કર્યા.‘આઉટલૂક’ની કવરસ્ટોરી મ્ટ્ઠિહઙ્ઘ મ્ટ્ઠહ્વટ્ઠમાં રામદેવબાબાના મદદથી ચાલતી પતંજલિ બ્રાંડે ટચૂકડા સમયમાં કેવી છલાંગ લગાવી એના વિશે લખાયું છે.

આ ત્રણેય કવર સ્ટોરીમાં જે સત્યો અને આંકડાઓ દર્શાવવામાં આવ્યા છે એ ખરેખર આશ્ચર્ય પમાડે એવા છે. ‘પતંજલિ’ બ્રાન્ડ ભલે રામદેવબાબા સાથે જોડાયેલી લાગે પણ પતંજલિના એક પણ શેઅર તેમની પાસે નથી. એમનાં સહયોગી આચાર્ય રામકૃષ્ણ પાસે ‘પતંજલિ આયુર્વેદ’ના ૯૩ ટકા શેઅર્સ છે અને તેમના શિષ્યો અને રોકાણકારો પાસે બાકીના શેઅર્સ. પતંજલિ, એક સમૂહ તરીકે, ટી.વી. ચેનલ આસ્થા (જેના પર મોરારિબાપુની ‘રામકથા’ પ્રસારિત થાય છે)ના ૯૦ ટકા શેઅર્સ ધરાવે છે. આ એ જ ચેનલ છે જેણે રામદેવબાબાને એક સેલિબ્રેટી યોગગુરૂ તરીકે પ્રસ્થાપિત કર્યા છે. પતંજલિનો વકરો હાલમાં રૂપિયા બે હજાર કરોડને અડી ગયો છે. તેના વિવિધ ઉત્પાદનોમાં ખાવાના પદાર્થો (જેમ કે ઘી, બિસ્કીટ, અનાનસ જ્યુસ, મધ, કોર્નફ્લેક્સ અને નૂડલ્સ), કોસ્મેટિક્સ (જેમ કે ફેસવોશ, ન્હાવાનો સાબુ, એન્ટી-ડેન્ડરફ શેમ્પૂ), ઘરકામમાં વપરાતા પદાર્થો (કપડાં ધોવાનો પાવડર, વાસણ ધોવાનો સાબુ, જમીન પર પોતું મારવાના સફાઈદ્રવ્યો) અને આયુર્વેદિક દવાઓ (ડાયાબિટીસ, હાઈ બ્લડપ્રેશર, કેન્સર અને હિપેટાઇટિસ માટે સારવારના દ્રવ્યો)નો સમાવેશ થાય છે. પતંજલિ એક કંપની તરીકે પોતાના વકરામાં વર્ષાનુવર્‌ષ ૧૫૦% ની પ્રગતિ કરીને ૨૦૧૬ના વર્ષમાં રૂપિયા પાંચ હજાર કરોડ રળશે એવી આગાહી છે. હવે સિક્કાની બીજી બાજુ પતંજલિના દેશી સ્પર્ધકો અને વિદેશી મલ્ટીનેશનલ કંપનીઓ પર પણ નજર નાખીયે. સૌથી મોટા સ્પર્ધક‘હિન્દુસ્તાન યુનિલીવર’ આ નાણાકીય વર્ષમાં રૂપિયા પાંત્રીસ હજાર કરોડનો ધંધો કરશે. આ સિવાય માર્કેટમાં બીજા મુખ્ય દેશી સ્પર્ધકો છે - ડાબર, ઈમામિ, હિમાલયા અને ફોરેસ્ટ એસેન્શિયલ્સ. વિદેશી કંપનીઓમાં પી એન્ડ જી, જોન્સન એન્ડ જોન્સન અને ગ્લાક્સોસ્મિથક્લીન . ભારતમાં હ્લસ્ઝ્રય્ ની કુલ બજારકિંમત પચાસ અબજ ડોલરની છે.

નૂડલ્સના મામલામાં જાણવા જેવી બાબત એ છે કે નેસ્લેની મેગી અને રામદેવબાબાના આટા નૂડલ્સ વચ્ચે ખૂબ જ મોટી જંગ છેડાઈ હતી. ફક્ત ભારતમાં જ નૂડલ્સનું બજાર રૂપિયા ૫૩૦૦ કરોડનું છે. મેગી એ મમ્મીઓની ખુશી, કુંવારાઓની ખુશી (ખાસ કરીને હોસ્ટેલમાં રહેનારા અને કોલેજિયનોની) ખુશી, ચીન-જાપાનમાં જઈને હોટલની રૂમમાં એકલા એકલા મેગી ખાનારાઓની ખુશી છે. પણ દરેકને અંદરથી ખબર હતી કે મેગી તંદુરસ્તી માટે જોખમભરી છે. જ્યારે સીસાવાળા વિવાદથી મેગીને ભારતમાંથી એક્ઝિટ મારવાનો વખત આવ્યો અને એક વિશાળ શૂન્યાવકાશ સર્જાયો ત્યારે બાબા રામદેવ પોતાના નિરોગી આટા-નૂડલ્સ વાળો પ્રસ્તાવ લઈને આવ્યા. પતંજલિના આટા-નૂડલ્સ ઘઉંમાંથી બનાવેલા હોય છે જ્યારે તેનો મસાલો ચોખાનું થૂલું તેલ, તાજા વટાણા અને ગાજરમાંથી બનાવવામાં આવે છે જે ઉત્તરાખંડના ખેડૂતોના ખેતરોમાંથી આયાત કરેલા હોય છે. આ સિવાય પતંજલિની ટીમે પોતાના નૂડલ્સનો ભાવ ૧૫ રૂપિયા રાખ્યો જ્યારે બાકીના ૨૫ રૂપિયામાં વેંચતા હતા. પતંજલિ વિશેની બધી જ વાતો અનન્ય છે. સંસ્થા પોતાની નવીન શૈલીઓને કારણે સમૃદ્ધ વકરાની લણણી કરવામાં સફળ રહી છે. ચાલો ચકાસીએ કે પતંજલિવાળા રામદેવબાબાએ એવો તો શું ચમત્કાર કર્યો કે વીજળીના ચમકારે મોટા દિગ્ગ્જો પાસેથી માર્કેટશેઅર છીનવાઈ ગયો?

૧) સંચાલન વ્યુહરચના - સંસ્થાના મોટા ભાગના કર્મચારીઓ કોઈ જાતનો પગાર લેતા નથી. જે કોઈ પગાર લે છે એમને પણ ખૂબ જ સાધારણ વળતર આપવામાં આવે છે. તેઓ સંસ્થાના કામમાં લાંબા સમય સુધી કાર્યો કરે છે એ પણ કોઈ જાતની ફરિયાદ કે કચકચ વગર, ફક્ત અને ફક્ત પોતાના ગુરૂ પ્રત્યે પોતાનો પ્રેમ અને ભક્તિ દર્શાવવા. રામદેવબાબાએ ભવિષ્ય માટેનું આયોજન પણ કરેલું છે. તેઓ હજી બીજા ૫૦૦ સાધુઓને તૈયાર કરી રહ્યા છે જે આ સંસ્થાના કામને આગળ ધપાવશે. એટલે કે બાબા એક આધ્યાત્મિક સંસ્કૃતિની સાથે એક કોર્પોરેટ કલ્ચર બાંધી રહ્યા છે.

૨) સીધી બાત, નો બકવાસ - બહુરાષ્ટ્રીય કંપનીઓની જેમ, બાબા રામદેવ પાસે તેમના ઉત્પાદનો વેચવા માટે બી-સ્કૂલમાં તાલીમ લીધેલા અને હાઈલી-પેઈડ માર્કેટીંગના લશ્કર નથી. પરંતુ તેમની માઉથ-પબ્લિસિટી અને આદેશો સંસ્થાના ટર્નઓવરને કૂદકે ને ભૂસકે આગળ વધારવા માટે પૂરતા હોય એવું લાગે છે. તેઓ બજાર સંશોધન અને પરીક્ષણ માર્કેટિંગ કરતાં નથી; તે માત્ર તેના ભક્તોની માંગને સાંભળે છે અને તેમની જરૂરિયાતો મુજબ ઉત્પાદનો લોન્ચ કરે છે. સંસ્થાનો વહીવટી અને મેનપાવરનો ખર્ચો લગભગ બે ટકા જેટલો હશે. આ જ ખર્ચો મલ્ટીનેશનલ કંપનીઓ માટે ૧૦ ટકા કરતાં પણ વધુ હોય છે.

૩) બ્રાન્ડ એમ્બેસેડર - મહત્વની વાત એ કે પતંજલિના બ્રાન્ડ એમ્બેસેડર ખુદ રામદેવબાબા જ છે. તેઓ દર વર્ષે યોગ-શિબિર યોજવા માટે બે લાખ કિ.મી.નો પ્રવાસ ખેડે છે. આ શિબિરો દ્વારા પોતે એકલા ૨૦ કરોડ લોકોના સંભાવ્ય સમૂહને મળે છે, જેમાંથી ઘણાં પતંજલિના ઈમાનદાર ગ્રાહકો પણ છે. આસ્થા ચેનલ પોતે રામદેવ બાબાને અને પતંજલિના પ્રોડક્ટને પ્રમોટ કરવામાં મહ્‌ત્વનો ભાગ ભજવે છે. તાજેતરમાં સંસ્થાએ ઝી અને સ્ટાર જેવી ચેનલો પર પણ જાહેરાતો આપવાનું શરૂ કર્યું છે. ‘મુદ્રા’ નામની એડ-એજન્સીની વિશાળ પ્રમોશનની વ્યૂહરચના બનાવવા માટે નિમણૂક કરાઈ છે. સાઉથના શહેરોમાં પગપેસારો કરવા માટે સંસ્થા સાઉથની પ્રાદેશિક ચેનલોનો સહારો લેવાનું વિચારી રહી છે.

૪) વિતરણ - પતંજલિના વિતરણની વ્યૂહરચના પણ અનન્ય રહી છે. શરૂઆતમાં તેમણે ઉત્પાદનો વેચવા માટે સુપર ડિસ્ટ્રિબ્યુટર્સ, પ્રાદેશિક વિતરકો, ચિકિત્સાલયો અને આરોગ્ય કેન્દ્રો જેવી પોતાની ચેનલો પર આધાર રાખ્યો હતો. પણ જ્યારે તેઓ રિટેલ આઉટલેટ્‌સ સાથે વ્યૂહાત્મક જોડાણ માટે ગયા ત્યારે ટર્નઓવરમાં ખરેખર વધારો થયો. ખૂબ જ તાજેતરમાં, પતંજલિએ કિશોર બિયાની દ્વારા સંચાલિત ફ્યુચર ગ્રુપ સાથે જોડાણ કર્યું છે જેના કારણે પતંજલિના ઉત્પાદનો ૨૪૫ શહેરો અને નગરોમાં ફેલાયેલા બિગ બજાર અને અન્ય ફ્યુચર ગ્રુપ સ્ટોર્સમાં વેંચાય. આ એક પગલું બાબાને ગ્રાહકો સુધી પહોંચવા માટે મોટા પાયે મદદ કરશે.

આચાર્ય બાલકૃષ્ણ, પતંજલિના મુખ્ય ભાગીદાર, કહે છે કે પતંજલિના ઉત્પાદનનો વિકાસ ત્રણ સિદ્ધાંતો પર આધારિત છે - સ્પર્ધાત્મક ભાવો, કાચી સામગ્રીની શુદ્ધતા અને નવીનતા. પતંજલિએ એલોવિરા જ્યુસનો ભાવ ૧૨૦૦ રૂપિયા લિટરથી ઓછો કરીને ૧૫૦ રૂપિયા લિટર કર્યો અને એ પણ ખેડૂતો પાસેથી પરબારૂં આયાત કરીને. દેશી ઘી પરથી લોકોનો હટી ગયેલો વિશ્વાસ પાછો લાવવામાં પતંજલિનો ખૂબ જ મોટો ફાળો છે. વધુ પડતો નફો કમાવવાની લાલચમાં દેશી ઘીમાં ભેળસેળ થતી એમાંથી ઉપર ઊઠીને પતંજલિએ ખૂબ જ મહેનતથી લોકોનો વિશ્વાસ જગાડયો છે. આજે પતંજલિનો ૩૬ ટકા ધંધો દેશી ઘી પર નિર્ભર છે (લગભગ રૂપિયા ૪૪૨ કરોડ). પતંજલિએ આમળાના ખેડૂતોની જીવનદોરી સમાન ‘આમળા જ્યુસ’ અને ‘આમળા કેન્ડી’ને પણ પ્રચાર કરીને લોકપ્રિય બનાવી છે. તેમનું હર્બલ ટૂથપેસ્ટ ‘દંત ક્રાંતિ’એ ખરેખર ક્રાંતિ લાવીને ૨૦૧૪-૧૫ના નાણાકીય વર્ષમાં રૂપિયા ૨૦૦ કરોડનો ધંધો કર્યો છે. ‘દંત ક્રાંતિ’ એ ‘કોલગેટ એક્ટિવ સોલ્ટ’ અને ‘ડાબર રેડ’ ટૂથપેસ્ટ કરતાં ૩૦% સસ્તું છે. વ્યૂહાત્મક રીતે, પતંજલિના મોટાભાગના પ્રોડક્ટ સ્પર્ધકોના પ્રોડક્ટના ભાવ કરતા ૧૫-૩૦ ટકા ઓછા ભાવના હોય છે. થાય સરખામણી તો, હિંદુસ્તાન યુનિલીવરના પ્રોડક્ટ સરેરાશ બજાર કિંમત કરતાં ૨ થી ૨.૫ ગણા મોંઘા હોય છે. પતંજલિ હવે મેગીને લપેટમાં લેવા હર્બલ ચોકલેટ, રસગુલ્લા, ઈડલી-ઢોસા મિક્સ અને એનર્જી ડરીંક્સ પણ લોન્ચ કરવાના ઈરાદામાં છે. વધતી માંગને પહોંચી વળવા મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ગુજરાતમાં વધુ ઉત્પાદન માટે નવી ફેક્ટરીઓ સ્થાપનાઓ કરવામાં આવી રહી છે. એફએમસીજી, પ્રસાધનો અને હેલ્થકેર ઉત્પાદન બજાર ૧૫ થી ૨૦ ટકા વધી રહી છે; જ્યારે રામદેવ બાબા પતંજલિ ૧૫૦ ટકાની બાજ-ઝડપે વધી રહી છે. એફએમસીજીના મોટા દિગ્ગજો ચિંતિત છે અને તેમની વૃઘ્ધિ ટકાવી રાખવા માટે વિરૂદ્ધ વ્યૂહરચના પર કામ કરી રહ્યા છે.

આ બધી વાત માન્ય હોય છતાં રામદેવબાબા પણ વિવાદોમાં અટવાયા હતા. યોગ કરવાથી સમલૈંગિકતા છૂટી શકે છે એવી તેમની ઘોષણા મીડિયા અને વિવેચકો તરફથી સખત ટીકાપાત્ર બની હતી. જરૂરી મંજૂરીઓ મેળવ્યા વગર આટા નૂડલ્સ લોન્ચ કરવાની જાહેરાત કરી ત્યારે હ્લજીજીછૈં (ફૂડ સેફટી એન્ડ ઓફ ઇન્ડિયા સ્ટાન્ડર્ડસ ઓથોરિટી) પણ ખુશ ન હતા. કેન્સર, ડાયાબિટીસ અને હ્ય્દયરોગનો ઇલાજ યોગ દ્વારા થઈ શકે છે એવો દાવો કરવા બદ્દલ ભારતીય મેડિકલ એસોસિયેશન (ૈંસ્છ)એ તેમની સામે કડક પગલાં લેવાની માગણી માટે સરકારને લખ્યું હતું. આ વાતનું કારણ એ કે ’ડરગ્સ અને કોસ્મેટિક્સ એક્ટ’ મુજબ ૫૪ એવા રોગો છે જેનો સંપૂર્ણ ઉપચારનો દાવો કોઈ કરી શકે નહીં. અને આ ત્રણેય રોગો એ લિસ્ટમાં સામિલ છે. પરંતુ, આ બધું જ તેમણે પ્રાપ્ત કરેલી વિશાળ સફળતાની સરખામણીમાં રત્તીભર પણ નથી.

રામદેવ બાબા પોતાના ભારતીય સ્પર્ધકો વિશે તદ્દન કૃતજ્જ્ઞ છે, તેમ છતાં, તેઓ ભારતીય ગ્રાહક બજારોમાં બહુરાષ્ટ્રીય કંપનીઓના પ્રભુત્વને કાબુમાં લાવવા નીકળી પડયા છે. બાબાનો એક જ ઉદ્દેશ છે. તેઓ કહે છે, આપણા મનમાં સ્વદેશી ગર્વ જન્મે એ માટે ભારતીય નાણાં દેશની બહાર જવા ન જોઈએ. અને, હાલમાં તો એવું જ લાગે છે કે રામદેવબાબા વિદેશી સહયોગીઓની સામે બ્રાન્ડ-યુદ્ધ જીતી રહ્યાં છે. તેમણે કેડબરી બોર્નવીટા અને હોરલીક્સ સામે પાવરવીટા લોન્ચ કરેલ છે. તેઓ નાઇકી અને એડિડાસની પ્રતિક્રિયારૂપે યોગ-વસ્ત્રો અને સ્પોર્ટ્‌સ-શૂઝ પણ બહાર કાઢી રહ્યાં છે. તેમણે સીધી લેકમે, એવોન અને ઓરેફ્લેમ સામે સ્પર્ધા કરવા, સૌંદર્ય નામની બ્યૂટી-કેર લાઇન લોન્ચ થયેલ છે. રામદેવ બાબા આગામી દિવસોમાં શું કરશે એ જાણવા માટે બહુરાષ્ટ્રીય કંપનીઓ પ્રયાસ કરી રહી છે.

પડઘો

૨૦૧૪ના ઓગસ્ટ મહિનામાં પરલોક સિધારેલા એવા યોગગુરૂ બી.કે.એસ. આયન્ગરના ૯૭માં જન્મદિવસે ગઈ ૧૪ ડિસેમ્બરે ગુગલે એક ગુગલ-ડૂડલ પ્રસારિત કરીને શ્રદ્ધાંજલિ આપેલી.

* સંજય પીઠડિયા *

મસ્ત રિડ

* ભૂમિકા દેસાઈ શાહ *

ઈ-દ્બટ્ઠૈઙ્મઃ હ્વરેદ્બૈાટ્ઠજરટ્ઠર૭જ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

“હાફ મધર- એક માંની શોધ અને લડત”

“એક ફૂંક સે મિયા, સબ ઉડ ગયા ધુઆં,

વોહ જો સાંસ કી એક ફાંસ થી,

વોહ નિકાલ ગયી જો ખરાશ થી,

અમાં સીને કી વોહ ખલિશ ગયી,

બેકરારીયા, બીમારિયા ગયી...

અબ તો આઓ, જાન મેરી,

સો ભી જાઓ....

અરે આઓના, કે જાન ગયી, જહાન ગયા, સો જાઓ,

અરે આઓનાં કે થક ગયી હે ઝીંદગી, સો જાઓ...”

ગીતનાં શબ્દ શબ્દ સાથે હૈદર એટલેકે શાહિદ કપૂરની આંખો અને જૂનુન છેક મારા સુધી વર્તાઈ આવી એટલી તીવ્ર અસર છે આ ગીતના શબ્દોની.. ઘડીક દિલ ફરીથી હૈદર મુવીની રીલમાં ફરી આવે અને દિમાગને પૂછે- શું સાચે આવું બધું થયું હશે?

હજુ થોડા સમય પહેલા જ આર્ટીકલ લખવા કરેલા હોમવર્કનાં ભાગ રૂપે કાશ્મીરી પંડિતોને લગતા અઢળક વિડીયો જોયા અને સાહિત્ય વાંચ્યું. ત્યારે પણ દિલ આમ જ કોમામાં ચાલ્યું ગયું હતું. કાશ્મીરી પંડિતોની વ્યથા અને હૈદર મુવીમાં કહેવાતી વાર્તા જાણે બે સામસામાં છેડા છે અને કદાચ બંને સત્યને અડકીને ઉભા છે. વર્ષો પહેલા જમીન પર ખેંચાયેલી એ સરહદોમાંથી જન્મેલા બે દેશોએ સૌથી વધુ ભોગ કદાચ નાનકડા-રૂપકડા કાશ્મીરનો જ લીધો છે. અને કાશ્મીરીઓની કહાનીને આપણે-કેટલાય વર્ષો પછી ધર્મના આધારે હૈદર(કાશ્મીરી મુસ્લીમો) અને કાશ્મીરી પંડિતોની વાર્તામાં ફેરવી દીધી છે.

કાશ્મીરનાં આ બંને છેડાનાં સત્ય વાંચી, સાંભળી કે જોઈને પણ દિલ રડી ઉઠી છે તો કોણ જાણે તેમણે જીવ્યા કેમ હશે?

અને આવા જ કૈક પ્રશ્નોનાં ઉકેલ માટે કૈક પુસ્તકો રીફર કરતા કરતા હાથમાં લીધી-“હાફ મધર”.

શહનાઝ બશીર દ્વારા લિખિત “હાફ મધર” નોવેલ તમને કાશ્મીરની સુંદરતાની સાથે સાથે માનવીય સંવેદનાઓ અને ધાર્મિકતાનાં ઓઠા હેઠળની બર્બરતાની પણ વાત માંડે છે.

“હાફ મધર” નામ વાંચીને ચેતન ભગતની બહુ ચર્ચિત નોવેલ “હાફ ગર્લફ્રેન્ડ”ની યાદ ભલે આવી જાય, પરંતુ આ નોવેલનું નામ ખુબ જ મર્મસ્પર્‌શી મુદ્દો છે. નોવેલના નામકરણની વાત માંડું એ પહેલા આવો મળીએ આ વાર્તાનાં હ્ય્દયને..

“હાફ મધર” નોવેલનું હ્ય્દય એટલે એક માસુમસુ બાળક- ઈમરાન. આમ જોવા જઈએ તો ઈમરાન હોય કે રામ-બાળક માત્ર સંવેદનશીલ, ૠજુ હ્ય્દયવાળું અને નિર્દોષ હોય છે, ધાર્મિક વાડાબંધીથી પરે હોય છે. ઈમરાન એટલે કાશ્મીરની ગલીઓમાં રમતો-સપનાઓ જોતો મોટો થતો હાલીમાંનો લાડલો એક્લૌતો પુત્ર. દરેક માને પોતાનો પુત્ર પ્રાણથી પણ વધુ પ્રિય હોય છે પરંતુ સિંગલ મધર અર્થાત એકલવાયી માતાની વાત કરીએ તો કદાચ એમનો સંતાન પ્રેમ વધુ ઉત્કટ હોઈ જ શકે છે. હાલીમાં એક સીધી-સાદી, ધર્મ ભીરૂ, આજ્ઞાકારી મુસ્લિમ સ્ત્રી છે, જેના નાની ઉમરે માતા-પિતા અને પરિવારની મરજી મુજબ લગ્ન લેવાય છે પરંતુ ટૂંકા ગાળામાં પોતાની ભરેલી કોખ અને ખાલી સપનાઓ સાથે હલીમાં પિતૃગૃહે પાછી ફરે છે. ડોક્ટરપતિની સાથે ગાળેલો મુશ્કિલ સમય હાલીમાં પોતાના શરીરમાં ઉછરી રહેલા નવા જીવ સાથે ધીમે ધીમે ભૂલે છે. પત્ની અને વહુ મટીને હાલીમાં માત્ર એક માં અને પુત્રી બની ને જીવે છે.પિતા ગુલામ રસુલ જૂની સાથે નાનકડા ઈમરાનનાં પાલન-પોષણમાં હાલીમાં જીવતરનો દસકો ઘસી નાખે છે. ગરીબી કે અભાવ જ્યાં સહેજ પણ સ્પર્શી નાં શકે એવી સંતોષ અને પ્રેમની ભાવના સાથે આ ત્રણનો નાનકડો પરિવાર કાશ્મીર નામના સ્વર્ગમાં રહે છે.

કાશ્મીરમાં શાંતિ અને સુમેળ બનાવી રાખવા ખાડે પગે સજ્જ મીલીટરીનાં કેટલાક ઝેરી તત્વો કાશ્મીરની ગલીઓમાં જે આતંક અને બર્બરતા ફેલાવે છે તેનું વર્ણન આપણા સૈન્યને કાયમ એક હીરો તરીકે જોવા ટેવાયેલા દિલ અને દિમાગને સહેજ ખટકી જાય છે. હેદર મુવીમાં બતાવ્યુ છે કૈક એવા જ ટ્રેક મુજબ- આતંકવાદીઓને પકડવાના બહાને મીલીટરી કૈક કેટલાય નિર્દોષ કાશ્મીરી મુસલમાનોને પકડી જાય છે જેઓ ક્યારેય ઘરે પાછા આવતા નથી.. કૈક કેટલીયે કાશ્મીરી મુસ્લિમ માતાઓનાં જીગરના ટુકડા, પત્નીઓનાં પ્રાણપ્રિય શૌહર - જીવતા જાગતા ઇન્સાનમાંથી માત્ર કાગળ પર રહેલું નામ બની જાય છે.. જાણે હવા એમને ગળી જાય છે કે પછી કાશ્મીરની બેનમુન સુંદર વાદિઓ એમને ભરખી જાય છે! કૈક આવું જ હાલીમાંની સીધી ચાલતી જિંદગીમાં પણ થાય છે. એક સવારે સાયરન વગાડતી ખુબ બધી મીલીટરીની ગાડીઓ હાલીમાંનાં ઘર પાસે આવે છે. ઈમરાન એના મિત્રો સાથે ગલીમાં-નજીકમાં જ ક્રિકેટ રમી રહ્યો હોય છે, પળવારમાં બાળકોની રમત બંધ થઇ જાય છે અને સૈન્યની રમત ચાલુ થાય છે! એક શંકાસ્પદ આતંકવાદીની તલાશમાં ઘરે-ઘરેથી બાળકો-મોટેરાઓને ખેંચી ખેંચીને બહાર કાઢવામાં આવે છે, ઢોર માર મારાય છે.. કૈક કેટલાયને ગાડીમાં ભરીને પુછ-પરછ કરવા લઇ જવામાં આવે છે..

પાછી વળતી ગાડીઓની પાછળ પકડીને લઇ જવાયેલા બાળકો-પુરૂષો કે જેઓ હવે ક્યારેય પરત નહિ ફરે તેમના પરિવારો કલ્પાંત માંડે છે અને આ અફરા-તફરીમાં ઘરમાં પુરાઈ રહેલા હાલીમાં અને તેના બુઢા અબ્બુ ઈમરાનની ખેરિયત માટે દુઆઓ માંગે છે. દિવસના વિતતા જતા દરેક પહેર સાથે હાલીમાંની અંદર કૈક મારતું જાય છે,અને આખી રાત અંધારામાં હાલીમાં રાખ થઈને વિખરાતી જાય છે. સવારે ઈમરાનનાં પાછા આવતા, પાછલી રાતે મારી પરવારેલી એક માંને નવું જીવન મળે છે.. સૈન્યની શોધખોળ સમયે નાસી ગયેલા બાળકો સાથે ઈમરાન પણ સહેજ દુરના એક ઝાડીઓ વાળા વિસ્તારમાં ડરી-સહેમીને આખો દિવસ અને રાત વિતાવે છે-એ વાત વાંચવી પણ એક માંનાં દિલને કંપાવી જાય છે!

ખુદાનો શુક્ર હજુ તો હાલીમાં ઠીકથી અદા પણ નથી કરી શકી ત્યાં ફરી મીલીટરીની ગાડીઓ ધણ-ધણી ઉઠે છે. જોકે આ વખતે આખો પરિવાર ઘરમાં જ પુરાઈ રહીને છુપાઈને બહાર થઇ રહેલી બર્બરતાનાં મુક શાક્ષી બને છે. નસીબ એક કે બે વાર સાથ આપે, પણ કાયમ નહિ.. કૈક એવું જ હાલીમાં સાથે પણ બને છે. એક સવારે ઈમરાન નામના શકાસ્પદ આતંકવાદી બાળકણી તલાશમાં આવેલી મીલીટરી તેના નિર્દોષ ઈમરાનને પકડીને લઇ જાય છે. હાલીમાં અને એના અબ્બુ વિનવે છે, પગે પડે છે, ભીખ માંગે છે, રડે-આખડે છે- પણ કાયદો કાયદાનું કામ કરે છે... અને ...

અને દિવસો, મહિનાઓ, વર્ષો સુધી ચાલે એવી એક જંગ શરૂ થાય છે.. હાલીમાંનાં બુઢા અબ્બુ આ લડાઈમાં ખુવાર થઇ જાય છે, પણ એક માં અડીખમ લડતી રહે છે! જ્યાં, જે કઈ દિશા કે મદદ મળે ત્યાં દોડી જઈને પોતાના પુત્રને શોધવા કાશ-પાતાળ એક કરી નાખે છે! કાયદો, પોલીટીક્સ, મીડિયા, સમાજ - હાલીમાં બધાની સામે લડી લે છે. એક પછી એક રસ્તાઓ ખુંદતી હાલીમાં પોતાના પુત્રની સગડ-સમાચાર મેળવતી તેણી નજીક, ખુબ નજીક તો પહોંચી જાય છે... પણ શું હાલીમાંને ઈમરાન પાછો મળે છે?

પોતાનો પુત્ર જીવિત છે કે મૃત એ નાં જાણતી હોવાથી પોતાની જાતને “હાફ મધર”-અર્થાત “અડધી માં” કહેવડાવતી હાલીમાં શું પોતના ઈમરાન સુધી પહોંચી શકે છે?- એ જાણવા તમારે વાંચવી રહી શહનાઝ બસીર લિખિત નોવેલ “હાફ મધર”.

***

હિંદુ-મુસ્લિમનાં ચશ્માથી નહિ પરંતુ માનવીય સંવેદનાઓ સાથે આ વાર્તા વાંચતા કદાચ તમને પણ કાશ્મીરની ગલીઓ માં દફન એ વેદનાઓ સ્પર્શી જશે, જે મને હલબલાવી ગઈ છે!

* ભૂમિકા દેસાઈ શાહ *

બોલિસોફી

* સિદ્ધાર્થ છાયા *

ઈ-દ્બટ્ઠૈઙ્મઃ જૈઙ્ઘઙ્ઘરટ્ઠિંર.ષ્ઠરરટ્ઠઅટ્ઠજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

‘બાવર્ચી’ - ખુદનું કામ તો બધા કરે બીજાનું કામ કરીએ તો મજા આવે

જમાનો આજે નહીં પરંતુ વર્ષોથી સેલ્ફિશ જ છે. પેલું કહે છે ને કે “ભગવાન બધાનું ભલું કરજો પણ શરૂઆત મારાથી કરજો”? બસ એવુજ કઈક. હમણાંજ લોકસભાના સ્પેશિયલ સેશનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરકારી બાબુઓનું ઉદાહરણ આપીને કહ્યું હતું કે જ્યારે કોઈ ફાઈલ આ બાબુઓ પાસે આવે ત્યારે તેઓ પહેલા એમ વિચારે કે, “આમાં મારૂં શું?” એટલેકે ફાઈલનો નિકાલ કરૂં તો મને શું ફાયદો? અને જો આ સવાલનો જવાબ નેગેટિવમાં આવે તો પછી તરતજ બીજો સવાલ આવે “તો મારે શું?” એટલેકે જો મને જ કોઈ ફાયદો ન હોય તો મારે આ ફાઈલ પર શુંકામ કામ કરવું જોઈએ? ટૂંકમાં હું, મને, મારૂં આમાં જ આપણે આપણી મોટાભાગની ઝિંદગી કાઢી નાખીએ છીએ. શું ક્યારેય એક મિનીટ માટે પણ આપણે બીજાનું કામ કરવામાં રસ લીધો છે?

અહિયાં દાન-ધરમ કરીને બીજા માટે કશુંક કર્યું એવો સંતોષ માનવાની વાતજ નથી એ નોંધી રાખજો. અહિંયા આપણા પોતાના વ્યક્તિઓનું કામ કરીને તેમની જવાબદારી થોડી ઓછી કરવી અને આપણને એ કામ કરીને જે નિજાનંદનો અનુભવ થાય એની વાત છે. બહુ દુર જવાની જરૂર નથી આપણે આપણા જીવનસાથી તરફ જ નજર દોડાવીએ. એ આખો દિવસ આપણી અને પરિવારની સેવામાં અને જો નોકરી કરતી હોય તો એમાં જ એ કાઢી નાખતી હોય છે. જો આપણી જીવનસાથી એટલેકે પત્ની આપણા માટે આટલું બધું કરતી હોય તો અઠવાડિયામાં એક દિવસ એટલેકે ફક્ત રવિવારે જ આપણે સહેજ આળસ ત્યજીને એના કરતા વહેલા ઉઠીને એને માટે (સાથેસાથે બાકીના પરિવાર માટે પણ) ચા ન બનાવી શકીએ? ચા બનાવવાની પ્રોસેસ ચાલુ હોય ત્યારે તેને પ્રેમથી ઉઠાડીને બ્રશ કરવાનું કહીને આપણે જ એને ગરમાગરમ ચા પીરસીએ તો એનો સન્ડે તો બની જ જાય પણ આપણને દિલથી કેટલો હરખ થાય? આ હરખ આત્મસંતોષ પણ ઉભો કરે છે. વાત ખુબ નાની છે, પરંતુ આવી નાની નાની ખુશી આપણા જીવનને કાયમ માટે બદલી નાખવા માટે સમર્થ છે.

આવી નાની વાત લઈને આવી હતી હ્‌રિશીકેશ મુખરજીના નિર્દેશનમાં બનેલી ફિલ્મ ‘બાવર્ચી’. ઘરમાં ત્રણ ભાઈ અને એક બહેન. એક પિતા પણ ખરા. બે ભાઈઓ પરણેલા એટલે ભાભીઓ પણ હાજરાહજૂર. ઉપર ઉપરથી પ્રેમ પણ અંદરથી એકબીજા સાથે હાડોહાડ નફરત કરવાનું જ બાકી. સમય મળે ત્યારે અલગ અલગ નાસ્તો કરવાનો અને જમવાનું. અરે જાજરૂ જવા માટે પણ સ્પર્ધા થાય. ટૂંકમાં પોતાનીજ કોટડીમાં જીવનને ફિક્સ કરી દીધું હતું. આ ઘરને બદલે છે એક બાવર્ચી એટલેકે રસોઈયો. આમ તો એનું કામ ઘરમાં રસોઈ બનાવવાનું હતું પરંતુ તે જરૂર પડે તો કચરા પોતા પણ કરે અને વાસણો પણ ઘસી દે. જ્યારે સવાલ આવે કે “આ તારૂં કામ નથી તોયે તું કેમ કરે છે?” ત્યારે આ બાવર્ચીનો એકજ જવાબ હોય. “ખુદનું કામ તો બધા કરે, પણ બીજાનું કામ કરવામાં ખુબ આનંદ મળે છે.” નોકરી શરૂ કર્યાના પહેલા જ દિવસે આ બાવર્ચી આખા કુટુંબને એકસાથે બેસીને નાસ્તો કરવા માટે મજબુર કરે છે. તેનું આ એક નાનકડું કૃત્ય આખા કુટુંબને છેવટે ભેગું કરવામાં મદદરૂપ થાય છે અને કુટુંબના દરેક સભ્યો પોતાના કામ સાથે બીજાના કામ કરીને પણ આનંદ મેળવતા થાય છે.

ઘરમાં તો આપણે આપણા કુટુંબના સભ્યો સાથે લાગણીના બંધનથી બંધાયેલા હોઈએ છીએ એટલે આપણી જ વ્યક્તિનું કામ કરવાનું મન આપોઆપ થઇ જાય. પરંતુ જ્યાં આપણે કામ કરતા હોઈએ ત્યાં? ત્યાં પણ આવું જરૂર થઇ શકે. જો તમે અકાઉન્ટ્‌સ ડીપાર્ટમેન્ટમાં હોવ અને પોતાનું કામ કરી ચુક્યા હોવ તો સાથીદારના કામનો બોજ જરૂર હળવો કરી શકો. જો માર્કેટિંગમાં હોવ અને સમય કરતા પોતાનો ટાર્ગેટ વહેલો અચિવ કરી ચુક્યા છો તો જે સાથીદાર તેનો ટાર્ગેટ અચિવ કરવામાં સંઘર્ષ કરી રહ્યો છે અથવાતો અચિવ કરવાથી એકાદું પગથિયું જ દુર છે, તો તેની સાથે જઈને કોઈ ક્લાયન્ટને ‘ક્લોઝ’ કરાવવામાં તેને મદદ કરી શકો. આવા તો ઘણા કામો છે જે તમે તમારા સહકર્મચારીઓનો બોજ હળવો કરવા માટે કરી શકો. એક વાર આમ કરવાની આદત પડશે, પછી આ નિજાનંદ શોધવા માટે તમે તક ખુદ શોધવા લાગશો.

બીજાનું કામ જરૂર કરો અને તેમાંથી આનંદ પણ મેળવો, પણ પોતાનું કામ અડધું મુકીને નહીં. કારણકે બીજાને આનંદ આપવામાં ક્યાંક આપણે ખુદ તકલીફમાં ન મુકાઈ જઈએ બરોબરને? પણ હમેશાં હું, મને, મારૂં ન વિચારતા તું, તને અને તારૂં વિચારતા થઇ શું તો આ શુભ સંદેશ આપોઆપ ફેલાશે અને દુનિયા તેમજ ઝિંદગી જીવવા લાયક જરૂર લાગશે.

૨૪.૧૨.૨૦૧૫, ગુરૂવાર (ક્રિસમસ ઈવ)

અમદાવાદ

* સિદ્ધાર્થ છાયા *

લઘરી વાતો

* વ્યવસ્થિત લઘર વઘર અમદાવાદી *

ઈ-દ્બટ્ઠૈઙ્મઃ હ્વરૈજરદ્બટ્ઠાટ્ઠહઙ્ઘૈંજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

સ્ત્રી-પુરૂષ અને લગ્નો

હમણાજ લગ્ન ની સિઝન પૂરી થઇ અને હાલ ઉતરાયણ સુધી કમુર્તા ચાલી રહ્યા છે. કમુર્તા પણ એન.આર.આઈ લોકો માટે લગ્ન મૂહર્ત નું કામ કરતા હોય છે આમ મૂહર્ત હોય કે ક-મૂહર્ત પણ આપણા ત્યાં લગ્નો ચાલુ જ રહે છે.

લગ્ન માં મોટાભાગે જેના લગ્ન હોય એના સિવાય કોઈને પણ એ લગ્ન માં રસ હોતો નથી. બધા મોટા ભાગે હાજરી પુરાવા અને “આપણે તો જવું જ પડે નહિતો ફલાણા ને ખરાબ લાગે” એ આશય થી લગ્ન પ્રસંગ પર હાજર રહેતા હોય છે. જે સ્ત્રી-પુરૂષ નાં લગ્ન થઇ ચુક્યા હોય છે તેમને હવે લગ્ન ની વિધિ જોવામાં કોઈ રસ નાં હોય એ સ્વાભાવિક છે પણ અપરણિત છોકરા-છોકરીઓ ઉત્સાહ ભેર લગ્નવિધિ માં સંકળાયેલા રહેતા હોય છે તો લગ્નમાં કોણ કેવીરીતે સંકળાયેલું રહે છે તેવું જાણીએ.

અપરણિત છોકરા-છોકરીઓ લગ્નમાં ભારે ઉત્સાહી જોવા મળે છે, ઘણા છોકરાઓને તો કામ નાં સોપો તો પણ કામ કરતા જોવા મળે છે. ઘણા તો ભલે ઘરે કોઈ કામ નાં કરતા હોય પણ લગ્ન પ્રસંગે જબરદસ્ત કામ કરતા જોવા મળે છે એની પાછળ નું કારણ એવું હોય છે કે કોઈ છોકરી નાં માં-બાપ નું ધ્યાન એમના પર પડે અને એમના મગજમાં એવી છાપ ઉભી થાય કે છોકરો જવાબદાર અને કામગરો છે. બીજીબાજુ અપરણિત છોકરીઓ વધારે પડતું જ તૈયાર થઇ ને પ્રસંગ માં બધા ને પગે લાગતી અને હસી હસી ને વાત કરતી ફર્યા કરતી જોવા મળે છે એની પાછળ નું કારણ એવું હોય છે કે છોકરી હસમુખી છે અને સંસ્કારી છે એવું સાબિત કરવું આવા પ્લેટફોર્મ પર જરૂરી હોય છે.

જે લોકો પરણી ગયા છે તેવા સ્ત્રી-પુરૂષ લગ્ન માં કેવીરીતે મહાલતા જોવા મળે છે તે જાણીએ. ફલાણા નાં ઢીકણા નાં દુર નાં સગા નાં લગ્ન હોય તોય જો એ પિયર પક્ષમાં હોય તો પરણિત સ્ત્રીઓ ને કાયમ એ નજીક નું લાગતું હોય છે અને ‘બેગાની શાદીમે અબ્દુલ્લા દિવાના’ જેવા સ્થિતી હોય છે. અને તેના લગ્ન ની તૈયારી જેના લગ્ન છે એ ભલેએ બે મહિના પહેલા કરે પણ આવી સ્ત્રીઓ છ મહિના થી આવા લગ્નમાં મહાલવાની તૈયારીઓ શરૂ કરતી હોય છે અને બજેટ કરતા વધારે ખર્ચો કરી નાખતી હોય છે લગ્નમાં ગયા પછી આ સ્ત્રીઓ નું એક જ કામ હોય છે તૈયાર થઇ ને બેસવું. આવી સ્ત્રીઓ પોતાના બાળકો પણ પતિ ને સાચવા આપી દેતી હોય છે જેથી તેમની સાડી અને મેકઅપ ખરાબ નાં થઇ જાય. આવી સ્ત્રીઓનું મુખ્ય કામ પંચાત કરવાનું હોય છે. એક બાજુ ખુરશી નાખી બેસી કઈ સ્ત્રી એ કઈ સાડી પેહરી છે એ સાડી ની સાચી માર્કટવેલ્યુ શું હશે. સોનાનો હાર કીધો છે પણ ખરેખર ચાંદી પર ઢોળ ચઢાંયેલો છે બધા નું આંકલન કરવાની લગ્ન પ્રસંગે સંપૂર્ણ જવાબદારી આવી સ્ત્રીઓ ની હોય છે. કોણ કેવા કપડામાં જાડું લાગે છે કે પાતળું લાગે છે બધા નું આંકલન પણ આવી સ્ત્રીઓ કરતી હોય છે. ઘરે ભલે ઓછું બોલતી સ્ત્રીઓ પણ લગ્ન પ્રસંગે અચાનક જ અંગેજી અને હિન્દીમાં વાતો કરતી થઇ જાય છે વાતે વાતે અચ્છા, યા, નાઈસ છે વગેરે વગેરે શબ્દો નાં પ્રયોગ કરવો અનિવાર્ય બને છે. પોતાના થી વધારે મોઘું સેલુ પેહરીને ફરતી સ્ત્રી નાં પતિને તો બે નંબર ની આવક છે અને પોતાના થી સસ્તા કપડા પહેરીને ફરતી સ્ત્રી ને તો પ્રસંગ અનુરૂપ કપડા જ પેહરતા નથી આવડતા એવું બોલવું ફરજીયાત હોય છે. મોટા ભાગની આવી સ્ત્રીઓ સેલ્ફી લેતી જોવા મળે છે .

લગ્નમાં પરૂષ ફકત બચારો એટલે ગયો હોય છે કે એની પત્ની એના પર ગુસ્સો નાં કરે અને ખોટો ઝઘડો નાં થાય મોટા ભાગે પુરૂષ કાંતો તૈયાર થઇ ને લગ્નમાં ચાંદલા ના કાઉન્ટર પર હિસાબ કરતો, ચાંદલો લખાવતો અથવા તો છોકરા સાચવતો, કોઈ સ્ત્રી ફોન પકડાઈ ને જાય તો ફોટા પાડતો, મુખવાસ ખાતો, છોકરાઓ માટે પ્લેટો ઉચકીને લાવતો, કોઈ ની થાળીમાં કઈ ખૂટે તો વાડકીમાં ભરીને લાવતો જોવા મળે એ બધા પરણિત પુરૂષો હોય છે.

* વ્યવસ્થિત લઘર વઘર અમદાવાદી *