Sannatanu Rahashy - Part 19 books and stories free download online pdf in Gujarati

સન્નાટાનુ રહસ્ય - ૧૯

નામ – ગોકાણી ભાવિષાબેન રૂપેશકુમાર

email –

સન્નાટાનુ રહસ્ય- એક ભયાનક વાર્તા

વિષય : સસ્પેન્સ – થ્રીલર

પ્રકરણ : 19

( અગાઉના પ્રકરણોમાં આપણે જોયુ કે અદિતીની વસ્તુઓ સમીર પંડયાની લાશ પાસેથી મળી આવી અને પોલીસે તેની ધરપકડ કરી લીધી અને અદિતી જેલના સળિયા તોડીને ભાગી છુટ્ટી. અજયના મકાન માલિક મણીલાલનુ ખુન થઇ ગયુ અને અદિતી ઘરે પાછી આવી ગઇ. આખરે આ બધુ શુ છે જાણવા માટે આગળ વાંચતા રહો.) “પાપા અદિતી ઘરે કઇ રીતે પહોંચી? તેને તો લોક અપમાં રાખવામાં આવી હતી. મને લાગે છે આપણે પોલીસ સ્ટેશને જાણ કરવી જોઇએ.” આદિત્યએ કહ્યુ. “હા બેટા વાત તો તારી સાચી છે પણ આ ખબર પોલીસને થશે કે તરત જ અદિતીને અરેસ્ટ કરી જશે અને અત્યારે અદિતીની હાલત પણ સારી નથી તો હું જરા અસમંજસમાં છું કે આ માહિતી પોલીસને આપવી કે નહી.” અજયે કહ્યુ. “પાપા આજ નહી તો કાલ પોલીસને આ વાતની ખબર પડવાની જ છે, અને આપણે આ વાત તેનાથી છુપી રાખશું તો એ સાબિત થઇ જશે કે અદિતી ગુનેગાર છે, તેના કરતા આપણે આ વાતની જાણ પોલીસને કરીએ એ જ સારૂ રહેશે.”

“હમ્મ્મ્મ તારી વાત તો સાચી છે. ઠીક છે હું જ ઇન્સ્પેક્ટર જાનીને આ બાતમી આપી દઉ છું.” કહેતા અજયે ઇન્સ્પેક્ટર જાનીને અદિતીની તમામ વાત કહી દીધી.

પોલીસને ખબર પડી કે અદિતી તેના ઘરે પહોંચી ગઇ છે માટે તાત્કાલીક પોલીસ તેમની ટીમ સાથે ડો. શાહના ક્લિનીક અદિતીને અરેસ્ટ કરવા માટે પહોંચી ગઇ. અજયે ઘણી મહેનત કરી પણ પોલીસ અદિતીને અરેસ્ટ કરીને નીકળી જ ગયા. પોલીસ જીપની પાછળ પાછળ અજય અને આદિત્ય પણ પોલીસ સ્ટેશને જવા નીકળી ગયા. આદિત્યએ કાજલને ઇન્ફોર્મ કરી દીધુ એટલે કાજલ અંજલિ અને બીજી બે બહેનો પણ પોલીસ સ્ટેશન જવા ઘરેથી નીકળી ગઇ.

આખો પરિવાર પણ પોલીસ ચોકીએ પહોંચી ગયો. આ વખતે આદિત્યએ વકીલને પણ ફોન કરી દીધો. તેમના વકીલ જગદીશ વ્યાસ પણ થોડીવારમાં પોલીસ સ્ટેશને પહોંચી ગયા. અદિતીનો પરિવાર કહેતો હતો કે અદિતીની તબિયત હજુ ખરાબ છે અને તે આવી રીતે ખુન ના જ કરી શકે, પોલીસ પણ એ વાત સમજતી જ હતી પરંતુ અદિતી જે રીતે લોક અપ તોડીને ભાગી ગઇ અને તેનામાં જે ઝનુન હતુ તે જોઇ તેઓને પાક્કો વિશ્વાસ થઇ ગયો હતો કે તેણીએ જ આ બધા ખુન કર્યા છે. થોડીવાર બાદ અદિતીની હાલત ફરીથી ખરાબ થવા લાગી એટલે પોલીસની નીગરાની હેઠળ તેને હોસ્પિટલ લઇ જવામાં આવી. તેના હ્રદયના ધબકારા અનિયમિત થવા લાગ્યા હતા અને તેનુ બલ્ડ પ્રેશર પણ એકાએક કાબુ બહાર જવા લાગ્યુ હતુ અને તેના હાથ પગ ઠંડા પડવા લાગ્યા હતા. ડોકટર સાહેબે ઇન્સ્પેકટર જાની અને ગીતા નાયરને કહ્યુ કે,“આ છોકરીને પોલીસ અને લોક અપના ડર અને ટેન્શનના કારણે તેના શરીર તથા મગજ પર અસર થઇ રહી છે. તેને થોડો ટાઇમ તેના ઘરે તેના પરિવાર સાથે રહેવા દો નહી તો તેની જીંદગી પર જોખમ છે.” “પણ કાયદાની રાહે અમે તેને આમ ન છોડી શકીએ. અમારી પાસે તેના વિરુધ્ધ પાકા પુરાવા છે.” ગીતા નાયરે કહ્યુ. “કાયદાની રાહે પણ હવે તમે તેને છોડી શકશો. આ રહ્યા અદિતીની જમાનતના કોર્ટના કાગળ” વકીલ જગદીશ વ્યાસે કાગળ ગીતા નાયરને પકડાવી કહ્યુ, “મિસ્ટર દેસાઇ તમે તમારી દીકરીને હવે ઘરે લઇ જઇ શકો છો.” “ થેન્ક્યુ વકીલ સાહેબ. થેન્ક્યુ વેરી મચ” અજય દેસાઇએ કહ્યુ. “વેલકમ સર એ તો મારી ફરજ હતી. હવે અદિતીને ઘરે લઇ જાવ એટલે તેનો ભય થોડો દુર થાય.” વકીલ સાહેબની વાત સાંભળીને દેસાઇ ફેમિલી અદિતીને ઘરે લાવ્યા. મેહુલ પણ તેની સાથે ઘરે આવ્યો.આખો દિવસ મેહુલ તેની સાથે રહ્યો અને અદિતી તો આરામ કરતી હતી. ત્યાં સુધી મેહુલે દેસાઇ પરિવાર સાથે ઝીણી ઝીણી પુછપરછ કરી લીધી. મોડી રાત્રી સુધી મેહુલ અને આખો પરિવાર સાથે જ રહ્યા પણ અદિતી ઊંઘમાં જ હતી. અંજલીએ તેને જમવા માટે જગાડી હતી પણ તેની નાદુરસ્ત તબિયતને કારણે તે જમી શકે તેવી પરિસ્થિતિમાં પણ ન હતી. “મિસ્ટર મેહુલ અમે જાણીએ છીએ કે તમને અને પોલીસને અદિતીની અનફેવરમાં પુરતા પુરાવા પ્રાપ્ત થયા છે પણ અદિતીની આવી હાલત જોતા પણ હજુ તમને લાગે છે કે તેણે આ બધા ખુન કર્યા છે?” અંજલિએ કહ્યુ. “મેડમ હું તમારી બધી વાત સમજી શકુ છું પણ કાયદો મનના ભાવને નહી પણ સબુત અને ગવાહોને માને છે અને સબુત જોતા એ સાબિત થાય છે કે આ બધા ખુન અદિતીએ જ.........” તમે સમજી શકો છો હું શું કહેવા માંગુ છું. “પણ આ બાબતે કોઇ તો ઉપાય હશે ને? અમને તો એ જ સમજાતુ નથી કે અદિતીની વસ્તુએ ઘટનાસ્થળ પર કઇ રીતે પહોંચી?” આદિત્યએ કહ્યુ. “હમ્મ્મ્મ તમે સાચા હશો પણ જે છે એ તમારી નજર સમક્ષ છે અને તમે લોકોએ જ સ્વિકાર કર્યો છે કે તે તમામ વસ્તુઓ અદિતીની છે, એમ આઇ રાઇટ?”

“યસ સર એ સાચુ છે.” અજયે કહ્યુ. “મિસ્ટર અજય ચિંતા ન કરો. જો અદિતી બેગુનાહ હશે તો કોઇના કોઇ ઉપાય મળી જ જશે. ચલો હવે તમે લોકો પણ થોડો રેસ્ટ લો, હું નીકળું છું.” કહેતા મેહુલ બહાર નીકળ્યો. મેઇન ડોર ખોલતા જ તેણે જોયુ કે ખુબ ભયાવહ રીતે પવન ફુંકાઇ રહ્યો છે અને વિજળીના કડાકાઓ થતા હતા. બહારથી વંટોળની એવી તે આંધી ફુંકાઇ રહી હતી કે સામે નજર ન થઇ શકે. તોતીંગ વૃક્ષો પવનના જોરથી હચમચી રહ્યા હતા. બગીચામાંથી બિલાડીઓના રડવાનો ચિત્કાર કાનને હેરાન કરી મુકતો હતો અને મોટા વૃક્ષો પર ચામાચિડિયા ઉડાઉડ કરી રહ્યા હતા. આવુ વાતાવરણ જોઇ મેહુલ પણ ડોર બંધ કરી પાછો અંદર આવી ગયો ત્યાં ઊપરના માળેથી કોઇના જોર જોરથી હસવાનો અવાજ આવવા લાગ્યો. બધાનુ ધ્યાન તે તરફ જતા દોડીને બધા ઉપરના રૂમમાં ગયા અને જોયુ કે અદિતીની હાલત ખુબ વિચિત્ર જણાતી હતી. આંખો લાલઘુમ, માથાના વાળ ખુલ્લા અને વીખરાયેલા અને પહેરેલા કપડા પણ અસ્ત વ્યસ્ત હતા. બેડ પર બેઠા બેઠા તે વિચિત્ર અવાજે અટ્ટહાસ્ય કરી રહી હતી. અંજલીથી પોતાની દીકરીની આવી હાલત ન જોવાતા તે તેની નજીક જવા ગઇ કે અદિતીએ તેને હાથના ઇશારે જ દૂર રોકી દીધી અને બધાએ જોયુ કે હવે અચાનક અદિતી જોર જોરથી રડવા લાગી હતી. “અદિતી બેટા શુ થયુ? તને કાંઇ થાય છે?” અજયે તેને પુછ્યુ.

ત્યાં વિકરાળ અવાજે અદિતી બોલી , “શ્રીમાન અજય હું અદિતી નથી. તમે મને નથી ઓળખતા સાયદ.”

“અદિતી આ શુ બોલે છે બેટા? આદિત્ય ડોકટર સાહેબને ફોન કર પ્લીઝ”“કોઇ ડોક્ટર સાહેબને બોલાવવાની જરૂર નથી. હું તમને બધાને મારી વાત કહેવા જ આવી છું. મારી વાત જણાવી હું અદિતીના શરીરને છોડી દઇશ એટલે તે ફરીથી શાંત બની જશે.” “વાત કેવી વાત? અને તું કોણ છે? શા માટે મારી દીકરીની પાછળ પડી છે?” અંજલિએ રડમશ ચહેરે પુછ્યુ. “અંજલિબેન હું તમને અને ખાસ મેહુલને મારી આપવીતી કહેવા માંગુ છું. મારી આપવીતી સાંભળ્યા બાદ તમને બધુ સમજાઇ જશે અને આ બધા ખુન પાછળનુ રહસ્ય પણ તમને સમજાઇ જશે.” મેહુલની આંખ ચમકી ઊઠી. “બોલ તુ કોણ છે અને શા માટે તે આ બધા ખુન કર્યા છે અને શા માટે તે અદિતીની ફસાવી છે?” “શ્રીમાન મેહુલ મે અદિતીની ફસાવી નથી. મારે મારી સાથે થયેલા અન્યાયનો બદલો લેવા માટે કોઇ શરીરની જરૂર હતી અને બસ તેના માટે જ મે અદિતીના શરીરનો ઉપયોગ કર્યો છે.” સાંભળો મારી વાત. “મારુ નામ જ્યોતિ છે. મારો જન્મ દિલ્હીમાં થયો હતો અને હુ દસ વર્ષની થતા મારી માતાનુ અવસાન થઇ ચુક્યુ હતુ. હુ મારા માતા પિતાની એકની એક લાડકી દીકરી હતી. મારા પિતાજી સુખવિંદરજી એક પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતા હતા અને તેનો પગાર ખુબ ટુંકો હતો. માંડ માંડ મારા ભણવાનો અને ખાવા પીવાનો ખર્ચો નીકળતો હતો. આથી થોડા વર્ષો બાદ સુરતમાં કંપનીમાં સારા પગારની નોકરીના ચાન્સ મળતા અમે બાપ દીકરી સુરત આવી ગયા ત્યારે મારી ઉંમર વીસ વર્ષની હતી. આ મકાનથી ત્રીજા મકાનમાં અમે રહેતા હતા. સુરત મારા માટે અજાણ્યુ શહેર હતુ એટલે મોટેભાગે હુ ઘરે જ રહેતી હતી. આસપાસ આ બે મકાન જ હતા જે મોટેભાગે ખાલી જ હતા. ગામથી દુર અહીં સસ્તા ભાવે મકાન મળી ગયુ એટલે પપ્પાએ અહીં ભાડે મકાન લીધુ હતુ. હુ દિવસે કોમ્યુટર અને શિવણ કલાસમાં જતી હતી અને બાકી મોટેભાગે ઘરે જ રહેતી હતી. હુ અહીં જ રહેતી હતી એટલે થોડા જ સમયમાં મે થોડીઘણી ગુજરાતી ભાષા શીખી લીધી હતી. એક દિવસ સાંજે પપ્પા ઓફિસેથી વહેલા આવી ગયા. મને લાગ્યુ કે તેની તબિયત થોડી ખરાબ હતી. તે આરામ કરવા પોતાના રૂમમાં જવા લાગ્યા અને રાત્રે સાડા નવેક વાગ્યે અચાનક તેમની છાતીમાં જોરદાર દુ:ખાવો ઉપડયો. તેમની હાલત જોઇ હું ડઘાઇ ગઇ. શું કરવું તેનો હું નિર્ણય કરવા સક્ષમ જ ન રહી. પપ્પા દુખાવાથી તરફડવા લાગ્યા. હું મદદ માટે બૂમો પાડવા લાગી પણ આજુબાજુમાં રહેણાક બહુ ઓછો હોવાથી કોઇ સાંભળી ન શક્યુ. હું પપ્પાને તરફડતા છોડી બહાર નીકળી ત્યાં જોયુ કે આ જ મકાનમાં મણીલાલ રહેતો હતો તેના ઘરની લાઇટ ઓન હતી. હું દોડીને કાંઇ પણ વિચાર કર્યા વિના દોડતી મદદ મેળવવા માટે ગઇ. ઉત્તાવળમાં હું દુપટ્ટો લેતા ભૂલી ગઇ. હું હાંફતી ગઇ અને જોર શોરથી દરવાજો ખખડાવવા લાગી. એક બાપની જીંદગી ખતરામાં હોય ત્યારે દીકરી બધુ ભુલી જાય છે.

શરાબના નશામાં ધુત મણીલાલે બહાર બબડતો બબડતો આવ્યો,“કોન હૈ સાલા ઇતની રાત ગયે જોર જોર દરવાજા ખટકા રહા હૈ?” લથડાતો લથડાતો તે દરવાજા પાસે આવ્યો.

“પ્લીઝ અંકલ મારા પિતાજીની હાલત ખુબ જ ખરાબ છે. તેમને છાતીમાં ખુબ દુખાવો થઇ રહ્યો છે. પ્લીઝ હેલ્પ મી સર.” મણીલાલે દરવાજો ખોલતા જ હું તેને આજીજી કરવા લાગી. મણીલાલ પોતાના હોંશમાં ન હતો. તેના મોઢામાંથી સરાબ અને નોનવેજની ખરાબ વાસ આવી રહી હતી. મને અજુગતુ લાગતુ હતુ તેની હેલ્પ માંગવામાં પણ હું લાચાર હતી કે આજુબાજુમાં મકાનોમાં કોઇ રહેતુ ન હતુ. “બેટા કાલ્મ ડાઉન. અંદર આ જાઓ. ક્યા હુવા હૈ વો જરા શાંતિ સે બતાઓ મુજે. મે તુમ્હારી હેલ્પ કરુંગા.” મણીલાલે મારો હાથ પકડ્યો અને મને અંદર લઇ જવા લાગ્યો. “અંકલ મારા પપ્પાની હાલત બહુ ગંભીર છે. મારી પાસે ટાઇમ નથી. પ્લીઝ તમે મારી સાથે મારા ઘરે ચાલો. તે દર્દથી તરફડે છે. તેને કંઇક થઇ જશે.” હું રડમશ ચહેરે તેને કહેવા લાગી.

“તુમ અંદર તો આ જાઓ. મે યહા સે હી મેરે પહેચાન કે ડોક્ટરકો ફોન કરકે બુલા લેતા હું. વો અચ્છે સે આપકે ફાધરકા ઇલાજ કર દેંગે.” . “આપકા બહોત બહોત શુક્રિયા. આપ ડોક્ટર સાહેબ કો બુલા લીજીએ મે જરા અપને પાપા કે પાસ જાતી હું ઔર ઉનકા ખ્યાલ રખતી હું.”

“અરે ચિડિયા, ઇતની ભી ક્યા જલ્દી હૈ. જરા બૈઠના શાંતિસે. તેરે બાપકો કુછ નહી હોંગા.” કહેતા મણીલાલે મારો હાથ પકડી લીધો અને મને પોતાની બાજુ ખેંચી લીધી. હું તેની એ હરકત જોઇ સમજી ગઇ કે તેનો ઇરાદો કાંઇ નેક નથી. એક તો પાપાની હાલત અને બીજુ મારી સાથે મણીલાલના આ રીતના વર્તાવને કારણે મારા પગ ધૃજવા લાગ્યા.

“સર મુજે જાને દો. મેરે પાપાકો કુછ હો જાયેગા. વો દર્દ સે કરાહ રહે હોંગે.” હું રડતા રડતા બોલતી હતી ત્યાં સમીર પંડ્યા અને તેના બીજા બધા મિત્રો કે જે ઉપરના રૂમમાં દારૂ સરાબની મહેફિલ માણી રહ્યા હતા તે નીચે આવ્યા. “મણીલાલ ક્યા હૈ? કૌન આ ગયા ઇતની રાત કો ડિસ્ટર્બ કરને???” અજય તારો એ સરીફ મિત્ર સમીર બકવાસ કરતો નીચે આવ્યો અને તેની સાથે સુરજ સિંઘ, અશ્વિન પુરોહિત, કરણ જાની અને રવી યાદવ બધા નીચે ઉતર્યા. “અરે યે પડોશ કી ચિડિયા આઇ હૈ અપને બાપ કી હેલ્પ કરને કો કહ રહી હૈ.”

“તો કર દો ના ઇસકે પાપાકી હેલ્પ. ઉસમે ક્યા પરેશાની હૈ તુમકો.” કહેતો સમીર પંડ્યા હસવા લાગ્યો. “એક શરત પર તારા પપ્પાની હેલ્પ કરવા તૈયાર છીએ, જો તને મંજુર હોય તો બોલ.” રવી યાદવ મારા શરીરને ઉપરથી નીચે સુધી તાંકતો બોલ્યો. “સર તમે જે કહો તે મને મંજુર છે પણ પહેલા મને અહીથી જવા દો. મારા પપ્પા ઘરે એકલા છે. તેને કંઇક થઇ જ્શે.” “ઓ.કે. જા બસ. તારા પપ્પાની હાલતનું ધ્યાન રાખ. મણીલાલ તેને જવા દે. હેરાન ન કરતો હવે.” સુરજ સિંઘે કહ્યુ. “થેન્ક્સ સર.” કહેતી જેવી હું દરવાજા તરફ નીકળી કે સમીરે ડોર લોક કરી દીધો અને હસવા લાગ્યો. “સુરજ આવા મસ્ત માહોલમાં મણીલાલે સરાબ અને ડિનરનો પ્રોગ્રામ બનાવ્યો છે અને આ શબાબ ખુદ સામે ચાલીને આપણી પાર્ટીમાં આવી છે અને તું તેને જતી રહેવાનુ કહે છે? યાર સમજા કરો બાત કી નઝાકત કો.” કહેતો તે ખડખડાટ હસવા લાગ્યો અને મારી સામે ભુખ્યા કુતરાની જેમ જોવા લાગ્યો.

“અંકલ મને જવા દો પ્લીઝ, હું તમારા પગે લાગુ છું મને જાવા દો. મારા પપાને કંઇક થઇ જશે.”

“અરે જાનેમન તેરી જગહ હમારે પૈરોમે નહી હૈ, પૈરો સે થોડા.......” બોલતા અદિતી રડવા લાગી. અંજલિ અને બીજા બધા પણ તેની હાલત જોઇ થોડા દુઃખી થયા. અંજલિ તેની નજીક ગઇ અને તેને પાણી પીવડાવ્યુ. અંજલિ તેના માથા પર હાથ પસવારતી તેની બાજુમાં બેઠી. વળી અદિતીએ પોતાની વાત આગળ ચાલુ કરી. “તે હૈવાનોની આંખોમાં નરી વાસના દેખાતી હતી. મને સમજાઇ ગયુ હતુ કે હું ખોટી જગ્યાએ ફસાઇ ગઇ છું અને મને અહીથી છુટવાનો કોઇ રસ્તો દેખાતો ન હતો.

સમીર મારી નજીક આવવા લાગ્યો. હું ડરી ગઇ, ખુબ ડરી ગઇ અને પીછે કદમ કરતી પાછળ ખસવા લાગી. બધાના ચહેરા પર ખંધુ હાસ્ય હું જોઇ રહી હતી. સમીર મારી નજીક આવી જ રહ્યો હતો. હું કાંઇ પણ વિચાર્યા વિના દોડીને ઉપરની બાજુએ ભાગી. મારા હ્રદયના ધબકાર વધી ગયા હતા પણ મારી નજર સામે બસ મને મારા પપ્પા જ દેખાઇ રહ્યા હતા. મને સતત એ જ વિચાર ખાયે જઇ રહ્યો હતો કે તેમને શું થયુ હશે?

હું દોડતી ઉપરના એક રૂમમાં જતી રહી. અંદરનુ દ્રશ્ય જોતા જ મને ઘીન આવવા લાગી. દારૂ અને નોનવેજની મહેફિલ એ બધા કુતરાઓ માણી રહ્યા હતા તે જ રૂમમાં હું પહોંચી ગઇ હતી. મને એ ખરાબ વાસથી ઉબકા આવવા લાગ્યા અને હું એ રૂમમાંથી બહાર નીકળવા દરવાજો ખોલ્યો કે સુરજ સિંઘ સામે જ ઊભો હતો.

વધુ આવતા અંકે.........

અદિતીના શરીરમાં જ્યોતીની આત્મા પ્રવેશી, પોતાની આપવીતી તેના મુખે કહેવા જઇ રહી છે, સાંભળો જ્યોતીના મુખે તેની દર્દભરી દાસ્તાન, શું જ્યોતીએ ખુન કર્યા તેમા તેણે કાંઇ ખોટુ કર્યુ??? મિત્રો આપના પ્રતિભાવ મને જરૂર જણાવજો પ્લીઝ........